Translate

Wednesday, January 7, 2015

જોરદાર લેવાલીથી સોનું બે મહિનાની ઊંચી સપાટીએ

વિદેશના સેન્ટિમેન્ટ વચ્ચે સ્થાનિક સોનાચાંદી બજારમાં સ્ટોકિસ્ટોની તથા રોકાણકારોની લેવાલી નીકળતાં સોનાની કિંમત બે મહિનાથી વધારે સમયગાળાની

ઊંચી સપાટીએ પહોંચી હતી. સ્થાનિક બુલિયન માર્કેટમાં સોનું રૂ.27,000ની મનોવૈજ્ઞાનિક સપાટીની ઉપર બંધ આવ્યું હતું. મજબૂત ઔદ્યોગિક લેવાલીથી ચાંદી પણ વધારે ઊંચકાઈ હતી.

વૈશ્વિક બજારમાં અનિશ્ચિતતાભરી સ્થિતિના કારણે સટોડિયાએ લોંગ પોઝિશન લીધી હતી અને વિશ્વભરમાં આ કીમતી ધાતુના ભાવમાં સુધારો થતાં સ્થાનિક સેન્ટિમેન્ટ પણ સુધરી ગયું હતું.એક ટ્રેડરે જણાવ્યું હતું કે, ઇક્વિટીઝમાં ઘટાડો હોવાથી રોકાણકારોનું ભંડોળ બુલિયનમાં તબદીલ થઈ રહ્યું છે, તેથી સુધારાને વેગ મળ્યો છે.

વૈશ્વિક મોરચે પીળી ધાતુએ ફરી એકવાર 1,200 ડોલરની સપાટી પ્રાપ્ત કરી હતી. ગ્રીસમાં રાજકીય અનિશ્ચિતતાથી યુરોઝોનમાં ફરી ઊથલપાથલ થવાના ભયના કારણે સોનામાં ટેકો હતો.

સ્ટાન્ડર્ડ સોનું (99.5 શુદ્ધતા) 10 ગ્રામે રૂ.440 ઊછળીને રૂ.27,180 હતું, જેની સામે સોમવારે રૂ.26,740 બંધ નોંધાયું હતું. શુદ્ધ સોનું (99.9 શુદ્ધતા) પણ સમાન માર્જિન સાથે સુધરીને 10 ગ્રામ દીઠ રૂ.27,330 થયું હતું જે સોમવારે રૂ.26,890 પર બંધ રહ્યું હતું.

દરમિયાન, ચાંદી (.999 શુદ્ધતા) પણ કિલોએ રૂ.655ના ઉછાળા સાથે રૂ.37,745 પર બંધ રહી હતી જે સોમવારે રૂ.37,090 હતી. યુરોપિયન બજારોમાં શરૂઆતના ટ્રેડિંગમાં હાજર સોનું નોંધપાત્ર ઊંચું રહીને ઔંસ દીઠ 1,209 અમેરિકન ડોલર રહ્યું હતું, દિવસ દરમિયાન ઉપરમાં સોનાએ 1,211.80 ડોલરની ટોચ બતાવી હતી.

No comments:

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports