સરકારના પ્રતિનિધિઓની RBIના ગવર્નર તેમજ બેન્કર્સ સાથેની બેઠક પૂર્વે
પોઝિટિવ સંકેતની આશા સાથે આજે ઉપરમાં ખૂલ્યા બાદ બેન્ક નિફ્ટી વિક્રમ
સપાટીએ પહોંચી હતી.
આજે સવારે મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 318.55 પોઈન્ટ વધીને 27826.09 પોઈન્ટની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો.
સરકારે પૂણે ખાતે જાહેર ક્ષેત્રની બેન્કો, વીમા કંપનીઓ તેમજ નાણા સંસ્થાઓના બે દિવસીય સંમેલનનું આયોજન કર્યું છે.
આ બે દિવસીય બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઈને RBIના ગવર્નર રઘુરામ રાજન સહિતના મહાનુભાવો ભાગ લેશે.
નાણાકીય સમાવેશિતા, કાર્યક્ષમતા વધારવા માટે ટેકનોલોજીનો ઉપયોગ, પ્રાયોરિટી સેક્ટરને ધિરાણની અગ્રતા, એસેટ્સ મેનેજમેન્ટ તેમજ રિસ્ક મેનેજમેન્ટમાં સુધારા, રાષ્ટ્રીયકૃત બેન્કમાં અસરકારક વહીવટ તેમજ મૂડી ક્ષમતા વધારવા ઉપરાંત જાહેરક્ષેત્રની બેન્કોના પુનર્ગઠનની બાબતો અંગેની ચર્ચા કરવામાં આવશે.
એનાલિટ્સના જણાવ્યા અનુસાર બે દિવસની ગહન ચર્ચામાં બેન્કિંગ સેક્ટરના રિફોર્મ અંગેનો એજન્ડા તેયાર કરવામાં આવશે. શનિવારે જ્યારે આ બેઠકની પૂર્ણાહુતી થશે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ સુધારાના તબક્કાવાર અમલ અંગેની બ્લૂપ્રિન્ટ આપવામાં આવશે.
આજે સવારે 9.50 વાગ્યે બેન્ક નિફ્ટી 1.01 ટકા વધીને 18,940.70ની સપાટીએ ટ્રેડ થઈ રહી હતી.બેન્ક નિફ્ટીએ આ અગાઉ ઈન્ટ્રા ડેમાં 18961.35ની સર્વોચ્ચ સપાટીને સ્પર્શ કર્યો હતો.
સવારે 9.50 વાગ્યે ICICI બેન્ક (1.55%), એક્સિસ બેન્ક(1.16%), યસ બેન્ક (1.15%), HDFC બેન્ક (1.01%) અને ફેડરલ બેન્ક(0.83%) વધીને ટ્રેડ થઈ રહ્યા હતા.

No comments:
Post a Comment