30th January 1924 - 29th September 2013
Demise of Padma Bhushan Global Vipassana Acharya Shri Satya Narayan Goenka
વિપશ્યના સાધના વિધિ સંબંધિત
પ્રશ્નોત્તર
શિબિરની અવધિ દસ દિવસની કેમ હોય છે?
વાસ્તવમાં દસ દિવસ પણ ઓછા છે. દસ દિવસની શિબિરમાં સામાન્યત: સાધનાની
આવશ્યક ભૂમિકાનો પાયો બંધાતો હોય છે. સાધનામાં પ્રગતિ કરવી એ જીવનભરનું કામ
છે. કેટલીય પેઢીઓનો એવો અનુભવ છે કે જો સાધનાને દસ દિવસથી ઓછા સમયમાં
શીખવવામાં આવે તો સાધક વિધિને અનુભૂતિના સ્તર પર યોગ્ય રીતે ગ્રહણ નથી કરી
શકતો. પરંપરા અનુસાર વિપશ્યના (Vipassana) સાત સપ્તાહની શિબિરોમાં
શીખવવામાં આવતી હતી. વીસમી સદીની શરૂઆતમાં આ પરંપરાના આચાર્યોએ જીવનની
દ્રુત ગતિને ધ્યાનમાં લઈને અવધિને ટૂંકી કરવાના પ્રયોગ કર્યા. તેઓએ પહેલા
ત્રીસ દિવસ, પછી બે સપ્તાહ, પછી દસ દિવસ અને તે પછી સાત દિવસની પણ શિબિરો
કરી, અને જોયું કે દસ દિવસથી ઓછા સમયમાં મનને શાંત કરી શરીર અને ચિત્ત
ધારાનો ઊંડાઈથી અભ્યાસ કરવો એ સંભવ નથી.
દિવસમાં કેટલા કલાક ધ્યાન કરવાનું હોય છે?
દિવસની શરૂઆત સવારે ચાર વાગ્યે જાગરણ માટેના ઘંટારવથી થાય છે અને
સાધના રાતના નવ વાગ્યા સુધી ચાલતી હોય છે. દિવસમાં લગભગ દસ કલાક ધ્યાન
કરવાનું હોય છે પણ વચવચમાં પર્યાપ્ત અવકાશ અને વિશ્રામ માટે સમય આપવામાં
આવતો હોય છે. પ્રતિદિન સાંજના આચાર્ય ગોયન્કાજીનું વિડીયો પર પ્રવચન રહેતું
હોય છે કે જે સાધકોને દિવસભરની સાધનાના અનુભવને સમજવામાં મદદરૂપ થાય છે. આ
સમયસારિણી પાછલા દાયકાઓમાં આવી ગયેલા લાખો લોકોને ઉપયુક્ત તથા લાભદાયી
સિધ્ધ થયેલી છે.
શિબિરમાં કઈ ભાષાનો ઉપયોગ થતો હોય છે?
સાધનાની શિક્ષા આચાર્ય ગોયન્કાજીના હિન્દી અને અંગ્રેજીમાં રેકોર્ડ
કરેલા નિર્દેશો દ્વારા આપવામાં આવે છે. આ નિર્દેશોનો અનુવાદ વિશ્વની ઘણી
બધી પ્રમુખ ભાષાઓમાં ઉપલબ્ધ છે. જો શિબિરના સંચાલક સહાયક આચાર્ય પ્રાદેશિક
ભાષા ન જાણતા હોય તો અનુવાદકનો પ્રબંધ કરવામાં આવતો હોય છે. સામાન્યત:
શિબિરાર્થી માટે ભાષાને લીધે કોઈ અડચણ ઉભી થતી હોતી નથી. If the teachers
conducting a course do not speak the local language fluently,
interpreters will be there to help. Language is usually no barrier for
someone who wants to join a course.
શિબિરનું શુલ્ક કેટલું હોય છે?
વિપશ્યના શિબિરમાં આવનાર દરેક સાધકનો ખર્ચ એ એમના માટે જુના સાધકોનો
ઉપહાર છે, દાન છે. શિબિરમાં રહેવાનું, ખાવા-પીવાનું, શિક્ષાનું કોઈ શુલ્ક
લેવામાં આવતું નથી. વિશ્વભરની બધી વિપશ્યના શિબિરો સ્વેચ્છાથી અપાયેલા દાન
પર ચાલતી હોય છે. જો શિબિરની સમાપ્તિ પર તમને લાગે કે સાધનાથી તમને કોઈ લાભ
મળ્યો છે તો તમે ભવિષ્યમાં આવનાર સાધકોને માટે પોતાની ઈચ્છા અને પોતાના
સામર્થ્ય અનુસાર દાન આપી શકો છો.
શિબિરના સંચાલન માટે સહાયક આચાર્યોને કેટલું પારિશ્રમિક આપવામાં આવતું હોય છે?
સહાયક આચાર્યોને કોઈ વેતન, દાન અથવા ભૌતિક લાભરૂપી પારિશ્રમિક આપવામાં
આવતું હોતું નથી. તેઓનું જીવિકાનું સાધન અલગ રહેવું જરૂરી છે. આ નિયમને
લીધે કેટલાક આચાર્યો સેવા પ્રતિ પુરતો સમય આપી શકતા હોતા નથી, પરંતુ આ નિયમ
સાધકનું શોષણ અને શિક્ષાનું વ્યવસાયીકરણ થતું અટકાવે છે. આ પરંપરાના
આચાર્યો કેવળ સેવા ભાવથી કામ કરતા હોય છે. શિબિરની સમાપ્તિ પર સાધકોને લાભ
મળે, એનું સમાધાન જ એમનું પારિશ્રમિક હોય છે.
હું પલાઠી વાળીને બેસી શકતો નથી. શું એ છતાં પણ હું ધ્યાન કરી શકીશ?
નિશ્ચિત પણે. જો સાધક આયુષ્યના કારણે અથવા કોઈ શારીરિક રોગના કારણે
પલાઠી વાળીને ન બેસી શકે તો તેમના માટે ખુરશીઓનો પ્રબંધ કરવામાં આવતો હોય
છે.
મારે વિશેષ ભોજનની આવશ્યકતા છે. શું હું મારી સાથે પોતાનું ખાવાનું લાવી શકીશ?
જો તમારા દાક્તરે તમને કોઈ વિશેષ આહારની સલાહ આપી હોય તો તે વિષે અમને
સૂચન કરીએ. આ આહાર ઉપલબ્ધ કરવાનો અમે પ્રયત્ન કરીશું. જો ભોજન અત્યંત
વિશેષ હશે, કે પછી એવું હશે કે જેનાથી સાધનામાં બાધા આવી શકે તેમ હોય તો
શક્ય છે કે તમને થોડો સમય રોકાઈ જવાનું કહેવામાં આવે, જ્યાં સુધી કે તમારા
ભોજન પરનો નિર્બંધ ઓછો થયો હોય. અમે તમારી ક્ષમા માંગીએ છીએ પરંતુ સાધકોએ
વ્યવસ્થાપન દ્વારા અપાયેલા ભોજનમાંથી જ પોતાનું ભોજન લેવું, એ શિબિરનો નિયમ
છે. તેથી તમે પોતાનું ભોજન સાથે નહી લાવી શકો. અધિકતર સાધકોનો એ અનુભવ
રહ્યો છે કે શિબિરમાં ભોજનનાર્થે પર્યાપ્ત વિકલ્પ રહેતા હોય છે, અને
શિબિરની અવધિ દરમ્યાન સાધકો શુધ્ધ શાકાહારી ભોજનનો આનંદ માણતા હોય છે.
શું ગર્ભવતી મહિલાઓ શિબિરોમાં આવી શકે છે? શું તેમના માટે કોઈ વિશેષ પ્રબંધ અથવા નિર્દેશ રહેતો હોય છે?
ગર્ભવતી મહિલાઓ શિબિરમાં ભાગ લઈ શકતી હોય છે. કેટલીક મહિલાઓ તો એટલા
માટે આ વિશેષ સમય દરમ્યાન શિબિરમાં આવતી હોય છે કે જેથી તેઓ મૌન રહીને
ગંભીરતાપુર્વક ધ્યાન કરી શકે. ગર્ભવતી મહિલાઓને એટલું અમારું નિવેદન છે કે
તેઓ શિબિરમાં આવતા પહેલા નિશ્ચિત કરે કે ગર્ભ સ્થિર હોય. તેઓને
આવશ્યકતાનુસાર પર્યાપ્ત ભોજન આપવામાં આવે છે અને આરામથી સાધના કરવાનું
કહેવામાં આવતું હોય છે.
શિબિરમાં મૌન કેમ રાખવું પડે છે?
શિબિર દરમ્યાન બધા સાધકો આર્ય મૌન એટલે કે શરીર, વાણી અને મનનું મૌન
રાખતા હોય છે. તેઓ અન્ય સાધકોનો બિલકુલ સંપર્ક કરતા નથી. સાધકોને પોતાની
જરૂરિયાત પુરતી વ્યવસ્થાપન સાથે અને સાધના સંબંધી પ્રશ્નો માટે સહાયક
આચાર્ય સાથે વાત કરવાની છૂટ હોય છે. પહેલા નવ દિવસ મૌનનું પાલન કરવાનું હોય
છે. દસમાં દિવસે સામાન્ય જીવનની પ્રક્રિયાઓમાં પુન:પ્રવેશની તૈયારી રૂપે
ફરી બોલવાનું શરુ કરવામાં આવતું હોય છે. આ સાધનામાં અભ્યાસની નિરંતરતા જ
સફળતાની કૂંચી છે. આ નિરંતરતા જાળવવા માટે મૌન મહત્વપૂર્ણ, આવશ્યક અંગ છે.
શું હું સાધના કરવા માટે યોગ્ય છું?
શારીરિક અને માનસિક રૂપે સ્વસ્થ કોઈ પણ વ્યક્તિ સાચી ઈચ્છા સાથે
પર્યાપ્ત પ્રયત્ન કરે તો તેના માટે આર્ય મૌન સહિત, વિપશ્યના સાધના કઠીન
નથી. જો તમે નિર્દેશોનું નિષ્ઠા અને ધૈર્યપૂર્વક પાલન કરશો તો સારા પરિણામ
જરૂરથી આવશે. યદ્યપિ દિનચર્યાના વર્ણન પરથી સાધના કઠીન હશે તેમ લાગતું હોય
છે પણ વાસ્તવમાં એ નથી બહુ કઠોર કે નથી તો બહુ આરામપ્રદ. તદુપરાંત અન્ય
સાધકો કે જે શાંતિપૂર્વક વાતાવરણમાં ગંભીરતાથી ધ્યાન કરતા હોય છે, તેમની
ઉપસ્થિતિ પણ તમને તમારા પોતાના પ્રયત્નમાં મદદરૂપ થતી હોય છે.
કોણે સાધનામાં ભાગ લેવો જોઈએ?
જે વ્યક્તિ શારીરિક રીતે એટલી કમજોર હોય કે જેનાથી શિબિરની
દિનચર્યાનું પાલન બરાબર રીતે ના થઈ શકે, તેવી વ્યક્તિને શિબિરનો પર્યાપ્ત
લાભ મળવો મુશ્કેલ છે. આ વાત માનસિક રોગથી પીડિત અને અત્યંત કઠીન માનસિક
તોફાનોમાંથી પસાર થતા વ્યક્તિઓને પણ લાગુ પડે છે. સામન્યત: વ્યક્તિ સાથે
વાત કરવા ઉપરથી અમને ખ્યાલ આવી શક્તો હોય છે કે તે વ્યક્તિ શિબિરનો ઉચિત
લાભ લઈ શકશે કે નહી. કોઈક કોઈક સાધકોને શિબિરમાં બેસતા પહેલા દાક્તરની
અનુમતિ લેવાનું પણ કહેવામાં આવતું હોય છે.
શું વિપશ્યના શારીરિક અને માનસિક વ્યાધિનો ઈલાજ કરી શકતી હોય છે?
કેટલાય રોગો માનસિક તણાવના કારણે થતા હોય છે. જો તણાવ દૂર કરવામાં આવે
તો રોગ ક્યાં તો દૂર થઈ જાય છે અથવા તો પછી ઓછો થઈ જાય છે. પરંતુ જો રોગ
દૂર કરવાના ઉદ્દેશ્યથી વિપશ્યના કરવામાં આવે તો લાભ મળતો હોતો નથી. જે કોઈ
સાધક આ ઉદ્દેશ્યથી જોડાય છે એ પોતાનો સમય બરબાદ કરતો હોય છે કારણકે
હકીકતમાં આ સાચો ઉદ્દેશ્ય નથી. આમ કરવાથી તે પોતાની હાનિ પણ કરી શકતો હોય
છે. નથી તો એ ઠીક રીતે સાધના શીખી શકતો કે નથી રોગથી છુટકારો મેળવવામાં
સફળ.
શું વિપશ્યના ડીપ્રેશન દૂર કરતી હોય છે?
વિપશ્યનાનો ઉદ્દેશ્ય રોગને દૂર કરવાનો નથી. જે કોઈ વ્યક્તિ વિપશ્યનાનો
સાચી રીતે અભ્યાસ કરતી હોય છે એ બધી પરિસ્થિતિઓમાં સંતુલિત અને પ્રસન્ન
રહેતા શીખી જાય છે. પરંતુ કોઈને ગંભીર ડિપ્રેશનનો રોગ હોય તો એ સાધના સારી
રીતે નહી કરી શકે અને ઉચિત લાભથી વંચિત રહી જશે. આવી વ્યક્તિએ દાક્તરી સલાહ
લેવી હિતાવહ છે. વિપશ્યનાના આચાર્ય અનુભવી સાધક જરૂર છે પરંતુ તેઓ
મનોચિકિત્સક નથી.
શું વિપશ્યના કોઈને માનસિક રૂપે અસંતુલિત કરી શકતી હોય છે?
નહી. વિપશ્યના જીવનના દરેક ચઢાવ-ઉતારમાં સજગ, સમતાવાન એટલે કે સંતુલિત
રહેવાનું શીખવાડતી હોય છે. પરંતુ જો કોઈ વ્યક્તિ પોતાની ગંભીર માનસિક
સમસ્યાઓને છુપાવતી હોય તો એ વિધિને સારી રીતે સમજી નહી શકે અને તેથી ઉચિત
લાભ પ્રાપ્ત નહી કરી શકે. એ આવશ્યક છે કે તમે તમારી માનસિક સમસ્યાઓ વિષે
અમને બરાબર જાણકારી શિબિરમાં આવતા પહેલા આપો. આ માહિતીના આધારે તમે શિબિરનો
પર્યાપ્ત લાભ મેળવી શકશો કે નહી એનો અમે યોગ્ય નિર્ણય લઈ શકીશું.
શું વિપશ્યના શીખવા માટે બૌદ્ધ બનવું પડશે?
વિભિન્ન સંપ્રદાયોના લોકો અને એવા પણ લોકો કે જે કોઈ સંપ્રદાયમાં
માનતા ન હોય, બધાયે વિપશ્યનાને લાભદાયક જાણી છે, અનુભવી છે. વિપશ્યના જીવન
જીવવાની કળા છે. આ ભગવાન બુદ્ધની શિક્ષાનો સાર છે. પરંતુ આ કોઈ સંપ્રદાય
નથી. આ માનવીના મૂલ્યોના સંવર્ધનનો ઉપાય છે કે જે પોતાના અને બીજાના માટે
હિતકારી છે.
પૂરા દસ દિવસ સુધી શિબિરમાં રહેવું આવશ્યક છે?
વિપશ્યના એક એક પગલે શીખવવામાં આવતી હોય છે. શિબિર દરમ્યાન દરરોજ
સાધનાનો એક નવો આયામ જોડવામાં આવતો હોય છે. જો તમે શિબિર વચ્ચેથી છોડી દેશો
તો પૂરી શિક્ષા ગ્રહણ નહી કરી શકો અને સાધનાને તમને પૂરેપૂરો લાભ આપવાનો
મોકો નહી આપો. સાધનામાં ગંભીરતાપૂર્વક કામ કરવાથી સાધક એક પ્રક્રિયા શરુ
કરતો હોય છે કે જે શિબિરની સમાપ્તિ પર જ પરિપૂર્ણ થતી હોય છે. આ
પ્રક્રિયાને વચમાં રોકી લેવી એ જરાય ઉચિત નથી.
શું શિબિરને વચ્ચેથી છોડી દેવું હાનિકારક છે?
શિબિરને વચમાંથી છોડવાથી તમે પોતાને સાધનાને પૂરી રીતે શીખવાનો મોકો
નહી આપો. તમે સાધનની પ્રક્રિયાને વચમાં જ રોકી લેશો. આ કારણે તમે દૈનિક
જીવનમાં આ સાધનાનો ઉપયોગ નહી કરી શકો. શિબિરને વચમાંથી છોડી દેવાથી તમે જે
સમય આપી ચૂક્યા છો તે પણ વ્યર્થ ગુમાવી દેશો.
દસમાં દિવસે જયારે મૌન અને ગંભીર સાધના સમાપ્ત થઈ હોય ત્યારે શું હું શિબિર છોડીને જઈ શકીશ?
શિબિર પછી સામાન્ય જીવનમાં ભળતા પહેલાનો દસમો દિવસ એ એક મહત્વપૂર્ણ
પરિવર્તન (ટ્રાન્ઝીશન) દિવસ છે. આ કારણસર સાધકને આ દિવસે શિબિર છોડી જવાની
અનુમતિ આપવામાં આવતી હોતી નથી.
No comments:
Post a Comment