Translate

Thursday, December 11, 2014

PSU બેન્કોમાં 6% સુધીનો ઉછાળો

બજારમાંથી ભંડોળ એકત્ર કરવા અંગેની દરખાસ્તની સરકાર વિચારણા કરશે તેવા અહેવાલને પગલે રાષ્ટ્રીયકૃત બેન્કોના શેરોમાં તેજી આવી હતી અને આ શેરોએ

બજારના સૂચકાંકો કરતાં વધુ સારો દેખાવ કર્યો હતો.

જાહેર ક્ષેત્રની બેન્કો ઇન્ડિયન ઓવરસીઝ બેન્ક (આઇઓસી), આંધ્ર બેન્ક, બેન્ક ઓફ બરોડા અને અલ્હાબાદ બેન્કમાં ચારથી છ ટકાનો ઉછાળો આવ્યો હતો. સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ત્રણ ટકા વધ્યો હતો. સીએનએક્સ પીએસયુ બેન્ક ઇન્ડેક્સ 3.1 ટકા વધ્યો હતો, જ્યારે બેન્કમાર્ક નિફ્ટીમાં 0.2 ટકાનો વધારો થયો હતો.

મોતીલાલ ઓસ્વાલ ફાઇનાન્શિયલ સર્વિસિસના વાઇસ પ્રેસિડન્ટ (માર્કેટ સ્ટ્રેટેજી એન્ડ ઇક્વિટી) રિકેશ પરીખે જણાવ્યું હતું કે, "ભંડોળ એકત્રીકરણ અંગેના ન્યૂઝ અને સરકારી બોન્ડના યીલ્ડમાં ઘટાડાને કારણે બેન્કોના રિ-રેટિંગને ધારણાને કારણે ટ્રેડરોએ રાષ્ટ્રીયકૃત બેન્કોના શેરો ખરીદ્યા હતા." સરકારી સિક્યોરિટીઝની યીલ્ડમાં ઘટાડાને કારણે બેન્કોના બોન્ડ પોર્ટફોલિયો મજબૂત બનશે.

બ્લૂમબર્ગે બુધવારે અહેવાલ આપ્યો હતો કે બજારમાંથી ભંડોળ એકત્ર કરવા અંગેની રાષ્ટ્રીયકૃત બેન્કોની દરખાસ્ત અંગે કેબિનેટ વિચારણા કરશે. ઘણી રાષ્ટ્રીયકૃત બેન્કો હાલમાં તેમના સંબંધિત બુક વેલ્યૂ કરતાં નીચા સ્તરે ટ્રેડ થાય છે. ઉદાહરણ તરીકે આઇઓબી તેના બુક વેલ્યૂથી 53 ટકા ડિસ્કાઉન્ટ ટ્રેડ થાય છે, જ્યારે આંધ્ર બેન્ક, અલ્હાબાદ બેન્ક, યુનાઇટેડ બેન્ક અને ઇન્ડિયન બેન્ક માર્કેટ પ્રાઇસ ટુ બુક વેલ્યૂ આશરે 40 ટકા છે.

ડોઇચે બેન્કના એનાલિસ્ટ મનીષ કારવાએ જણાવ્યું હતું કે, "પીએસયુ બેન્કો માટે આ સાઇકલથી એસેટ ક્વોલિટીમાં લાભ થશે. સરકારના આદેશથી આવેલી તકથી વૃદ્ધિને વેગ મળશે, પરંતુ વારંવારના ઇક્વિટી ઇશ્યૂથી વધારો મર્યાદિત બની શકે છે. જોકે હાલમાં ખૂબ આકર્ષક વેલ્યુએશનને કારણે આપણે શેરોમાં નોંધપાત્ર વધારો જોઈ શકીએ છીએ."

રાષ્ટ્રીયકૃત બેન્કોએ વાર્ષિક ધોરણે બીજા ત્રિમાસિક ગાળામાં નફામાં 22 ટકા વૃદ્ધિ નોંધાવી છે. આની સામે ખાનગી બેન્કોનો નફાવૃદ્ધિદર આશરે ૧૭ ટકા રહ્યો છે. આઇડીએફસી સિક્યોરિટીઝના એનાલિસ્ટ મનીષ ચૌધરીએ જણાવ્યું હતું કે, "અમે માનીએ છીએ કે પીએસયુ બેન્કોના હાલના વેલ્યુએશન નજીકથી મધ્યમ ગાળા માટે તેમને વધુ આકર્ષક બનાવે છે. અમે એસબીઆઇ, યુનિયન બેન્ક અને બેન્ક ઓફ બરોડાને પસંદ કરીએ છીએ."

છેલ્લાં પાંચ વર્ષમાં રાષ્ટ્રીયકૃત બેન્કોનું અસ્કામતો પરનું વળતર (આરઓસી) ૧થી ૧.૨ ટકાથી ઘટીને ૦.૫થી ૦.૭ ટકા થયું છે, પરંતુ તેમાં ઘટાડો થવાનું મુખ્ય કારણ ઊંચો ધિરાણખર્ચ, નીચા માર્જિન અને ખર્ચ માળખું છે. એનાલિસ્ટ માને છે કે આરઓએ વધીને 0.8થી 0.9 ટકા થશે, પરંતુ ઇક્વિટી પરનું વળતર (આરઓઇ) ૧૨થી ૧૫ ટકાની રેન્જમાં રહેશે. આ ઉપરાંત મૂડીની જરૂરિયાત ઘણી મોટી રહેશે.

ચૌધરીએ જણાવ્યું હતું કે લોન વૃદ્ધિ મજબૂત રહેવાની ધારણા છે. બેન્કો અને ખાસ કરીને રાષ્ટ્રીયકૃત બેન્કો માટે નીચા વ્યાજદર હકારાત્મક બની શકે છે.

No comments:

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports