Translate

Thursday, December 4, 2014

વીમા ખરડો: ‘વિદેશી રોકાણ’ ગૂમ થશે

સરકાર વીમા ખરડાને શિયાળુ સત્રમાં મંજૂરી અપાવવા સક્રિય છે. આ યોજનાના ભાગરૂપે તે ઇન્શ્યોરન્સ એમેન્ડમેન્ટ બિલમાંથી વિવાદિત 'વિદેશી રોકાણ' શબ્દને બદલે 'સીધું વિદેશી રોકાણ' શબ્દ વાપરશે.

હાલના ખરડા પ્રમાણે વીમા ક્ષેત્રે એફડીઆઇ અને એફઆઇઆઇ બંનેમાં 49 ટકા સુધીના રોકાણને મંજૂરી આપવાનો પ્રસ્તાવ છે.

એક વરિષ્ઠ સરકારી અધિકારીએ ઇટીને જણાવ્યું હતું કે, ''સિલેક્ટ કમિટિના મોટા ભાગના સભ્યો ખરડાની જોગવાઈ અંગે ચર્ચા કરવા ફરી બુધવારે મળવાના છે, પરંતુ તેમણે 49 ટકાની કુલ ટોચમર્યાદા અંગે સંમતિ દર્શાવી છે. જોકે, તમામ વિરોધ પક્ષોની સંમતિ મેળવવા આ બાબત પર પુન: વિચારણા કરાશે. આ પગલાને નોંધપાત્ર સાવચેતીની નજરે જોવું જોઇએ.''

સરકારે ફેરફાર સાથેના વીમા ખરડાની સમીક્ષા માટે ચંદન મિત્રાની અધ્યક્ષતા હેઠળ સિલેક્ટ કમિટિ બનાવી હતી અને તેને 12 ડિસેમ્બર સુધીમાં અહેવાલ સુપરત કરવા જણાવ્યું હતું. કમિટી આ તારીખથી વહેલો અહેવાલ સુપરત કરશે એવી ધારણા છે.

એફડીઆઇની 49 ટકા ટોચમર્યાદાથી માત્ર લાંબા ગાળાનો નાણાપ્રવાહ જ ઇન્શ્યોરન્સ સેક્ટરમાં આવશે. ઉપરાંત, વીમા ક્ષેત્રમાં વિદેશી રોકાણ આમ આદમીની જીવનભરની કમાણીને અસર કરશે એવી કેટલાક સભ્યોની ચિંતાને પણ ઉકેલી શકાશે.

સિલેક્ટ કમિટીના બે સભ્યોએ ઇટીને જણાવ્યું હતું કે, સરકારે સેક્ટરમાં માત્ર એફડીઆઇને મંજૂરી આપવાના તેમના સૂચન અંગે વિચારવા ખાતરી આપી છે. સરકારનો એક વર્ગ માને છે કે, સેક્ટરને ખુલ્લું મૂક્યા પછીના અનુભવને આધારે માત્ર એફડીઆઇ રુટથી જ રોકાણ મર્યાદા વધારવાના મુદ્દા થોડા સમય પછી વિચારણા કરવી જોઇએ. અન્ય એક સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે, ''વીમા કંપની ભંડોળ એકત્ર કરવા અથવા અન્ય હેતુસર બજારમાં આવે તો જ એફઆઇઆઇનો મુદ્દો ઊભો થાય છે. અત્યાર સુધી આવું કોઈ પગલું લેવાયું નથી. એટલે નવી જોગવાઈ ઉમેરવા માટે રાહ જોઈ શકાય.''

No comments:

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports