Translate

Thursday, December 4, 2014

બાલાજીની ફ્રેન્ચ ફ્રાઈઝ મેકેન ફૂડ્સને પડકાર ફેંકશે

પોતાની પોટેટો વેફર દ્વારા પેપ્સિ જેવી બહુરાષ્ટ્રીય કંપનીની પણ ઉંઘ ઉડાવી દેનાર બાલાજી વેફર્સ હવે મેકેન ફુડ્સને પડકાર ફેંકવાની તૈયારીમાં છે. બાલાજી ગ્રૂપ ભારતીય બજારમાં ફ્રેન્ચ ફ્રાઇઝ અને બટાટાની અન્ય સ્પેશિયાલિટી પ્રોડક્ટ્સ રજૂ કરવાની છે. ભારતમાં અત્યાર સુધી કેનેડાની કંપની મેકેન ફૂડ્સ તેમાં અગ્રણી રહી છે.

બાલાજી બ્રાન્ડની પોટેટો વેફર અને સ્નેક્સ ઉત્પાદક બાલાજી વેફર્સના એમડી ચંદુભાઇ વિરાણીએ જણાવ્યું કે, "મે ૨૦૧૫ સુધીમાં અમારો ફ્રેન્ચ ફ્રાઇઝ પ્લાન્ટ તૈયાર થઇ જશે." કંપની ઇસ્કોન બાલાજી ફૂડ્સ પ્રા. લિ. (આઇબીએફ)ને પ્રમોટ કરી રહી છે જે અમદાવાદ નજીક ફ્રેન્ચ ફ્રાઇઝનું ઉત્પાદન કરશે.

હાલમાં ફ્રેન્ચ ફ્રાઇઝ, સ્માઇલ્સ, આલુ ટિક્કી, પોટેટો ચીઝ શોટ્ઝ વગેરે દ્વારા પોટેટો સ્પેશિયાલિટી માર્કેટમાં કેનેડિયન પેરન્ટ કંપનીની પૂર્ણ માલિકીની પેટાકંપની મેકેન ફૂડ્સ (ઇન્ડિયા) અગ્રેસર છે.

બીજી તરફ બાલાજીએ નાના શહેરમાંથી આગળ વધીને પોતાની મહેનતથી વૃદ્ધિગાથા કંડારી છે. રૂ.૪,૦૦૦ કરોડનું મૂલ્ય ધરાવતી બાલાજીમાં હિસ્સો ખરીદવા માટે પેપ્સીકો, મોન્ડેલેઝ, આઇટીસી અને બ્રિટાનિયા જેવી કંપનીઓને રસ પડ્યો હતો, પરંતુ 2013માં કંપનીએ આંશિક હિસ્સો ખરીદવાની પીઇ દરખાસ્તો નકારી કાઢી હતી. કંપનીની નવી ઓફરના કારણે પોર્ટફોલિયોમાં ગેપ પૂરાય તેવી શક્યતા છે. પોટેટો વેફર્સમાં પેપ્સીકોની લે'ઝ કેટેગરી લીડર છે.

ઇસ્કોન બાલાજી રેડી-ટુ-કૂક પોટેટો ફ્લેપ્સ ઉત્પાદન કરે છે અને બટાટા માટે મજબૂત સપ્લાય વ્યવસ્થા ધરાવે છે. તેથી પ્રોડક્ટ બાસ્કેટનું વિસ્તરણ સ્વભાવિક હતું. નવા પ્રોજેક્ટ માટે મશીનરી ઉત્પાદકોને જર્મનીમાં મળીને આવેલા વિરાણી કહે છે કે, "ફ્રેન્ચ ફ્રાઇઝમાં ભવિષ્ય રહેલું છે. બધા લોકો તે ખાય છે."

ઇસ્કોન બાલાજીના એમડી અને સીઇઓ નીલ કોટક જણાવે છે કે, "અમે અનેક પ્રકારની પોટેટો સ્પેશિયાલિટી પ્રોડક્ટસ રજૂ કરીશું જેને ઇનોવેશન દ્વારા ભારતીયકરણ કરવામાં આવ્યું હશે અને તે ફ્રેન્ચ ફ્રાઇઝની પૂરક હશે." ફ્રેન્ચ ફ્રાઇઝ પ્લાન્ટ તૈયાર થઇને મે 2015 સુધીમાં સક્રિય થઇ જવાની શક્યતા છે પરંતુ અન્ય પ્રોડક્ટ્સ ઓક્ટોબરમાં લોન્ચ કરાશે. ક્યુઆરએસ અને અન્ય સંસ્થાકીય ખરીદદારો માટે આ ઉત્પાદનો હાજર હશે. આ ઉપરાંત ઓર્ગેનાઇઝ્ડ રિટેલ્ડ ફોર્મેટ સ્ટોર મારફત પણ તેનું વેચાણ કરવામાં આવશે.

No comments:

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports