(ધર્મજ ગામમાં જે બેંક આવેલી છે તેમાંની બે બેંકના બોર્ડ લગાવેલા છે તેની તસવીર)
- એક હજાર કરોડનું ગામ એટલે ધર્મજ!
- માત્ર 11,332ની વસતિ ધરાવતાં ગામમાં ધમધમતી 13 બેંક
- વર્ષ 1959માં સૌપ્રથમ દેના બેંકની શાખા શરૂ થઈ હતી
- આટલાં નાના ગામમાં એનઆરઆઇ ડિપોઝીટ એક પછી એક બેંકની શાખાઓ શરૂ થવા માટેનું સૌથી મોટું પરિબળ
- રાષ્ટ્રીયકૃત બેંકથી લઈને ખાનગી ક્ષેત્રની મોટી બેંકની પણ ગામમાં હાજરી

આણંદ: માત્ર 17 હેકટરના ક્ષેત્રફળમાં વસેલાં અને 11,333ની વસતિ ધરાવતાં ગામમાં નેશનલાઇઝ, પ્રાઇવેટ અને કો.ઓપરેટિવ સહિતની 13 બેંકની શાખાઓ ધમધમી રહી છે. આ ગામમાં લોન લેનારાંઓ કરતાં ડિપોઝીટ મૂકનારાંઓની સંખ્યા વધુ છે. અલબત્ત, ઇન્વેસ્ટર્સનું ગામ એટલે પેરિસ તરીકે ઓળખાતું આણંદનું ધર્મજ. દુનિયાનો કોઇ દેશ એવો નહીં હોય જ્યાં ધર્મજનો વતની ન વસતો હોય. વિદેશમાં સ્થાયી થયેલાં પરિવારો દ્વારા બેંકમાં મુકવામાં આવતી ડિપોઝીટના કારણે બેંકિગ ક્ષેત્રમાં ધર્મજ બિઝનેસ સેન્ટર બની રહ્યું છે.
ધર્મજમાં બેંકિગ ક્ષેત્રનો વિકાસ પણ ઘણો જૂનો છે. વર્ષ 1959માં 18મી ડિસેમ્બરે દેના બેંકની ગામમાં સૌપ્રથમ શાખા શરૂ કરવામાં આવી હતી. ત્યારબાદ વર્ષ 1969માં સહકારી બેંક શરૂ કરવામાં આવી હતી. તેની સાથે બેંક ઓફ ઇન્ડિયા અને બેંક ઓફ બરોડાની શાખાઓ પણ શરૂ કરવામાં આવી હતી. હાલમાં ગામમાં 13 બેંકની શાખા ધમધમે છે. જેની પાછળનું મુખ્ય કારણ બેંક ડિપોઝીટને માનવામાં આવે છે. ધર્મજમાંથી વર્ષ 1895થી 1916ના ગાળામાં વિદેશ ગમનની શરૂઆત થઇ હતી. મોટાભાગના લોકો આફ્રિકામાં સ્થાયી થયા હતા. જેઓને વર્ષ 1968માં આફ્રિકાની સ્થાનિક પરિસ્થિતિઓને કારણે ઘર-મિલકત તમામ વસ્તુઓ છોડીને પહેરેલાં વસ્ત્રોમાં ઇંગ્લેન્ડ સ્થળાંતર કરવું પડ્યું હતું. આફ્રિકામાં જહોજલાલીમાં રહેલાં લોકોને ઇંગ્લેન્ડના કેમ્પમાં રહેવાની ફરજ પડી હતી. ત્યારબાદ વિદેશમાં સ્થાયી થયેલાં પરિવારોએ વતનમાં થોડીઘણી બચત કરવા પ્રેરાયાં હતાં.
ધર્મજ આવે એટલે સ્થાનિક બેંકમાં અમુક રકમની ડિપોઝીટ કરીને જવાનો એક ટ્રેન્ડ શરૂ થયો. વિદેશના જુદાં જુદાં દેશોમાં ધર્મજના 3100 ઉપરાંત પરિવારો સ્થાયી થયેલાં છે. જેમાંથી 1500થી 2000 ધર્મજિયન્સ દર વર્ષે વતન આવે છે. એનઆરઆઇ અને સ્થાનિક સુખી, સમૃદ્ધ પરિવારો દ્વારા બચતનું બેંકમાં થતું મોટાપાયે રોકાણના કારણે ઇન્વેસ્ટર્સનું ગામ બની રહ્યું છે. ધર્મજ ગામમાં સૌપ્રથમ શરૂ થયેલી દેના બેંકની શાખામાં રૂ.100 કરોડ ઉપરાંત અને બેંક ઓફ બરોડામાં રૂ.125 કરોડની ડિપોઝીટ તેમજ ધર્મજ પીપલ્સ કો.ઓપરેટિવ બેંકમાં રૂ.3397 લાખની ડિપોઝીટ હોવાનું આધારભૂત સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. આ ઉપરાંત અન્ય બેંકની ડિપોઝીટ મળીને કુલ 1300થી 1400 કરોડની આસપાસની ડિપોઝીટ હોવાનું માનવામાં આવી રહ્યું છે. બેંકમાં અેનપીએ 0 ટકા છે. બેંકમાં લોન મેળવનારની સંખ્યા ઘણી જ ઓછી છે.
વસતિ 11 હજાર, બેંકની શાખા 13, ગામની કુલ ડિપોઝીટ રૂ.1000 કરોડથી વધુ, ગામની વસતિ કરતાં એનઆરઆઇ વધુ, વતનમાં પણ થોડું રોકાણ જરૂરી, બિઝનેસ સેન્ટર બન્યું, એનઆરઆઇ ડિપોઝીટ મુખ્ય પરિબળ, ધર્મજમાં એનપીએ 0 ટકા છે
(ધર્મજ ગામનું બોર્ડ લગાવેલું છે તે તસવીર)
વસતિ 11 હજાર, બેંકની શાખા 13
વસતિ 11 હજાર, બેંકની શાખા 13
દેના બેંક
બેંક ઓફ ઇન્ડિયા
બેંક ઓફ બરોડા
સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા
સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા(એસબીઆઇ)
અલ્હાબાદ બેંક
કેનેરા બેંક
આઇસીઆઇસીઆઇ
ઇન્ડસઇન્ડ બેંક
એચડીએફસી બેંક
પંજાબ નેશનલ બેંક
કોર્પોરેશન બેંક
ધી ધર્મજ પીપલ્સ કો.ઓપરેટિવ બેંક લિ.
ગામની કુલ ડિપોઝીટ રૂ.1000 કરોડથી વધુ
ધર્મજમાં આવેલી વિવિધ બેન્કની શાખામાં ગામમાં સૌપ્રથમ શરૂ થયેલી દેના બેંકની શાખામાં રૂ.100 કરોડ ઉપરાંત અને બેંક ઓફ બરોડામાં રૂ.125 કરોડની ડિપોઝીટ તેમજ ધર્મજ પીપલ્સ કો.ઓપરેટિવ બેંકમાં રૂ.3397 લાખની ડિપોઝીટ હોવાનું આધારભૂત સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. એ મુજબ સરેરાશ દરેક બેંકમાં રૂ.125 કરોડની ડિપોઝીટ ગણવામાં આવે તો ગામની કુલ ડિપોઝીટ રૂ.1000 કરોડથી વધુ થાય છે.
ધર્મજના અગ્રણી રાજેશ પટેલે જણાવ્યું હતું કે ‘ગામમાં વસતાં પરિવારોની સરખામણીમાં વિદેશમાં સ્થાયી થયેલાં ધર્મજના પરિવારોની સંખ્યા વધુ છે. ગામમાં 2770 પરિવારો વસે છે અને વસતિ 11,333 છે. જેની સરખામણીમાં યુ.કે.માં 1700, યુએસએમાં 700, ઓસ્ટ્રેલિયામાં 300, ન્યુઝીલેન્ડમાં 50, આફ્રિકામાં 150 અને કેનેડામાં 200 ઉપરાંત ધર્મજનાં પરિવારો સ્થાયી થયેલાં છે. વિદેશમાં સ્થાયી પરિવારોમાંથી દર વર્ષે 1500થી 2000 ધર્મજિયનો વતન આવે છે.’
વતનમાં પણ થોડું રોકાણ જરૂરી
‘વિદેશમાં સ્થાયી થયાં છતાં વતનમાં પણ થોડીઘણી મૂડી અને રોકાણ કરવું જરૂરી હોય છે. આ ઉપરાંત વિદેશ કરતાં ભારતની બેંકના વ્યાજ દર થોડાં ઊંચા હોય છે. જેથી ધર્મજ આવીએ ત્યારે સ્થાનિક બેંકમાં થોડીઘણી બચતનું રોકાણ કરીને જઇએ છીએ.’ - સંધ્યાબહેન પટેલ, ધમર્જિયન, હાલ કેનેડા.
બિઝનેસ સેન્ટર બન્યું
‘એનઆરઆઇ ગામ છે, જેથી બેંકિગ ક્ષેત્રે બિઝનેસ સેન્ટર બન્યું છે. બેંકની શાખાઓ શરૂ થવા પાછળનું મુખ્ય કારણ ડિપોઝીટ અને કેપિટલ છે. આરબીઆઇના નિયમોનુસાર બેંકમાં એનઆરઆઇ વિદેશી ચલણમાં પણ ફંડનું રોકાણ કરી શકે છે.’ - અરવિંદભાઇ વાઘેલા, સિનિયર બ્રાન્ચ મેનેજર, દેના બેંક.
એનઆરઆઇ ડિપોઝીટ મુખ્ય પરિબળ
‘ધર્મજ ગામના મોટા ભાગના પરિવારો વિદેશમાં સ્થાયી થયેલા છે. ગામમાં બેંકોની શાખાઓ શરૂ થવાનું મુખ્ય કારણ એનઆરઆઇ ડિપોઝીટ છે. ડિપોઝીટ કલેક્શનમાં ધર્મજની બેંકો અગ્રેસર રહી છે.’ - અધિકારી, ધી ધર્મજ કો.ઓપરેટિવ બેંક.
ધર્મજમાં એનપીએ 0 ટકા
‘બેંક ઓફ બરોડાની ધર્મજ શાખામાં 8100 ખાતેદારો છે, જે પૈકી 65 એનઆરઆઇ ખાતેદારો છે. અહીં ડિપોઝીટના પ્રમાણમાં લોનનું પ્રમાણ નહિંવત છે. તેમજ એનપીએ(નોન પરફોર્મિગ અસેટ) 0 ટકા છે. મોટાભાગના લોકો એગ્રિકલ્ચર લોન માટે જ આવે છે.’ - કુમાર ચંચલ, બ્રાન્ચ મેનેજર, બેંક ઓફ બરોડા

No comments:
Post a Comment