Translate

Thursday, December 4, 2014

NSEL કેસ:મોહન ઇન્ડિયા મિલકતો નહીં વેચી શકે

બોમ્બે હાઈ કોર્ટે એનએસઇએલના સૌથી મોટા ડિફોલ્ટર પૈકી એક મોહન ઇન્ડિયા ગ્રૂપને ચાર સપ્તાહની અંદર તેની સ્થાયી અને જંગમ મિલકતો જાહેર કરવા આદેશ આપ્યો છે. તેના કારણે રૂ.5,600 કરોડના એનએસઇએલ કૌભાંડનો ભોગ બનેલા રોકાણકારોને થોડી રાહત મળી છે. કોર્ટના આદેશ પ્રમાણે એનએસઇએલે તેના ડિફોલ્ટર્સ સામે કરેલા કેસમાં કોઈ નિર્ણય ન લેવાય ત્યાં સુધી મોહન ઇન્ડિયા તેની મિલકતો વેચી નહીં શકે.

એનએસઇએલ અને મોહન ઇન્ડિયા વચ્ચે સમાધાન કરાર નિષ્ફળ ગયા બાદ એક્સ્ચેન્જે મોહન ઇન્ડિયા સામે કેસ કર્યો હતો. કરાર પ્રમાણે મોહન ઇન્ડિયાએ એક્સ્ચેન્જને રૂ.700 કરોડ ચૂકવવાના થતા હતા. મોહન ઇન્ડિયાએ શુગર સ્ટોક સામે નાણાં એકત્ર કર્યા બાદ બુઅર્સ પર કાઉન્ટરપાર્ટીને આ રકમ ચૂકવવાની હતી.

મોહન ઇન્ડિયા અને તવિશી એસેટમાં સોદા કરવા માંગે તો તેમણે મંગળવારથી ચાર સપ્તાહની અંદર તેના માટે બેન્ક ગેરંટી આપવી પડશે. તે મુજબ મોહન ઇન્ડિયાએ તવિશી માટે હાઈ કોર્ટની ફેવરમાં રૂ.690.82 કરોડની બેન્ક ગેરંટી પૂરી પાડવાની રહેશે જે પાંચ વર્ષ માટે વેલિડ રહેશે. તવિશીએ રૂ.347.02 કરોડની બેન્ક ગેરંટી આપવાની રહેશે. તેમણે કેસ દાખલ કરવામાં આવ્યો તે તારીખથી લઈને બેન્ક ગેરંટી ભરવામાં આવે ત્યાં સુધીના ગાળા માટે ૧૮ ટકાના દરે વ્યાજની ચુકવણી કરવાની રહેશે.

બચાવપક્ષ મોહન ઇન્ડિયાને પણ રિજોઇન્ડર દાખલ કરવા અથવા હાઈ કોર્ટમાં જવાબ આપવા ચાર સપ્તાહનો સમય અપાયો છે જેમાં એસેટના ડિસ્ક્લોઝર અંગે એફિડેવિટ આપવાનું રહેશે. એનએસઇએલ વતી નાઈક નાઈક એન્ડ કંપની અને વિરાગ તુલઝાપુરકર વકીલ તરીકે રોકાયા હતા.

ડિફોલ્ટર્સ દ્વારા ચૂકવવાપાત્ર બાકી રકમની આકારણી માટે અદાલતે ત્રણ સભ્યોની સમિતિ નિયુક્ત કરી છે. ચાલુ વર્ષના પ્રારંભમાં એનએસઇએલે એક પબ્લિક નોટિસમાં જણાવ્યું હતું કે 26 મે 2014ના આંકડા પ્રમાણે મોહન ઇન્ડિયાની બાકી નીકળતી ડિફોલ્ટ રકમ રૂ.879.24 કરોડ હતી. એનએસઇએલ કૌભાંડમાં 25 કાઉન્ટરપાર્ટીએ 13,000 રોકાણકારોને રૂ.5,600 કરોડની ચુકવણીમાં ડિફોલ્ટ કર્યું છે. આ કૌભાંડમાં જાણવા મળ્યું હતું કે કાઉન્ટરપાર્ટીઓએ જે કોલેટરલ સામે ભંડોળ એકત્ર કર્યું હતું તે વાસ્તવમાં અસ્તિત્વમાં જ ન હતું.

No comments:

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports