અગ્રણી ઇન્વેસ્ટર અને બિલિયોનેર રાકેશ ઝૂનઝૂનવાલાએ જણાવ્યું હતું કે ૨૦૩૦ સુધીમાં નિફટી વધીને ૧,૨૫,૦૦ પોઈન્ટસના લેવલે પહોંચશે. છેલ્લા ૧૫ વર્ષમાં નિફટી ૧૦ ગણો વધ્યો છે. તો આગામી ૧૦ વર્ષમાં એ ૧૦થી ૧૨ ગણો વધી શકે છે. ભારતના ૧૬ ટકાના સ્ટેડીઅર્િંનગ્સ ગ્રોથને ધ્યાનમાં લઈને એમને લાગે છે કે નિફટી ૧,૨૫,૦૦૦ પોઈન્ટસના સ્તરે ૨૦૩૦ સુધીમાં પહોંચશે. રાકેશ ઝૂનઝૂનવાલાનું માનવું છે કે સ્વચ્છ ભારતની ઝુંબેશ ભારત માટે બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ છે. આરોગ્ય પાછળ ખર્ચ કરવા કરતાં આમાં પાંચ ગણો વધારે ફાયદો થશે. કોર્પોરેટ પ્રોફિટ વધવાથી અને વ્યાજદર ઘટવાથી બજારમાં તેજી ચાલુ રહેશે. ક્રૂડ તેલના ઘટી રહેલા ભાવની હકારાત્મક અસર પડી રહી છે. રૂપિયાના મૂલ્યમાં ઘટાડો થવા માટે કોઈ કારણ નથી. રિયલ એસ્ટેટ સેકટરમાં રિવાઈવલ માટે ૨૪થી ૩૬ મહિનાનો સમય લાગી શકે છે. સરકારે ડિફેન્સ સેકટર માટે જે નિર્ણય લીધો છે તે મહત્ત્વનો છે. એને કારણે લોકલ મેન્યુફેકચરીંગને મોટું પ્રોત્સાહન મળશે.
જાણીતા રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલાએ જણાવ્યું છે કે નેશનલ સ્ટોક એક્સ્ચેન્જ (એનએસઇ)નો બેન્ચમાર્ક ઇન્ડેક્સ નિફ્ટી 2030 સુધીમાં 1,25,000ના સ્તરને હાંસલ કરશે, કારણ કે કંપનીઓની કમાણીમાં વાર્ષિક ધોરણે આશરે 16 ટકા વૃદ્ધિની ધારણા છે. નિફ્ટી માટેનો આ ટાર્ગેટ બુધવારના 8,537.65ના બંધ સ્તર કરતા આશરે 13 ગણો ઊંચો છે.
ઝુનઝુનવાલીએ એક બિઝનેસ ટીવી ચેનલને જણાવ્યું હતું કે નિફ્ટીમાં છેલ્લા 15 વર્ષમાં 10 ગણો વધારો થયો છે અને આગામી દાયકામાં તેમાં 10થી 12 ગણી છલાંગની ધારણા છે. આ જાણીતા રોકાણકારે ટીવી ચેનલને જણાવ્યું હતું કે "ભારત માટેનું આર્થિક આઉટલૂક છેલ્લા 10 વર્ષમાં આર્થિક વૃદ્ધિની સરખામણીમાં આગામી 10 વર્ષમાં ઘણુ સારું છે. આ ઉપરાંત રોકાણકારોની ભાગીદારીમાં પણ વધારો થઈ રહ્યો છે. આ બંને પરિબળોથી તમને નથી લાગતું કે આગામી 10 વર્ષમાં નિફ્ટી 10થી 15 ગણો ન થઈ શકે." રાકેશ ઝુનઝુનવાલાએ વર્ષ 2015 માટેના નિફ્ટીનો ટાર્ગેટ આપવાનો ઇનકાર કર્યો હતો.
તેમણે જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદી સત્તા પર છે ત્યારે આગામી વર્ષોમાં દેશની આર્થિક વૃદ્ધિથી બજારને આશ્ચર્ય થશે.
તેમણે જણાવ્યું હતું કે "મોદી એક માધ્યમ છે. તેઓ પરિવર્તનનું માધ્યમ છે, તેઓ ખુદ પરિવર્તન નથી. સત્તા પર તેમના પ્રથમ 180 દિવસની સૌથી વધુ નોંધપાત્ર બાબત એ છે કે તેમણે શક્ય તેટલી ઝડપથી વિવિધ બાબતો કરવાનો નિર્ણય કર્યો છે. તેઓ પરિવર્તન જે ઝડપથી લાવી રહ્યા છે તે ઝડપ દેશ, સ્થિતિ અને સંજોગો પચાવી શકે તેવી હશે."
તેમણે જણાવ્યું હતું કે સરકારનું સ્વચ્છ ભારત અભિયાન દેશ કરી શકે તેવું શ્રેષ્ઠ રોકાણ છે. તેમણે જણાવ્યું હતું કે આ અભિયાનની આરોગ્ય પાછળના ખર્ચ કરતા આશરે પાંચ ગણો વધુ લાભ થશે. તેથી તમારે સંપૂર્ણ પરિપ્રેક્ષ્યમાં ચિત્ર જોવું જોઇએ." ઝુનઝુનવાલાએ જણાવ્યું હતું કે એક વર્ષ પછી ભારતીય રિઝર્વ બેન્કના ગવર્નર રઘુરામ રાજનને 2 ડિસેમ્બર 2014ના રોજની નાણા નીતિમાં સમીક્ષા દરમિયાન વ્યાજદરમાં ઘટાડો ન કરવા બદલ પસ્તાવો થશે.
તેમણે આનું કારણ આપતા જણાવ્યું હતું કે "આનું કારણ એ છે કે આગામી વર્ષે ભારતમાં ફુગાવાનો દર આશરે ચાર ટકા હશે. આપણે વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં અસાધારણ ઘટાડો જોયો છે." તેમણે જણાવ્યું હતું કે અર્થતંત્રમાં સૌથી ખરાબ તબક્કો વીતી ચુક્યો છે અને હવે આપણે કોમોડિટી તરીકે કુલ ઘરેલુ ઉત્પાદન (જીડીપી)ના સાત ટકાની આયાત કરીએ છીએ. આના લાભ હજુ તમામ સ્તર સુધી મળ્યા નથી.
No comments:
Post a Comment