નરેન્દ્ર મોદી સરકાર સત્તા પર આવ્યા બાદ ભારતમાં ઝડપથી આર્થિક સુધારા થશે
તેવી ધારણાએ વિદેશી પોર્ટફોલિયો મેનેજર્સે ભારતીય શેરો અને ડેટમાં 40 અબજ
ડોલરથી વધારે ઠાલવ્યા છે. રોકાણકારો હવે ભારતીય પ્રાઇવેટ ઇક્વિટી ફંડ્સમાં
રોકાણ કરવા આકર્ષાયા છે. ભારત કેન્દ્રિત પીઇ ફંડ્સે બે વર્ષ સુધી ફંડ એકત્ર
કર્યું હતું. હવે મોટા રોકાણકારો પીઇ ફંડમાં રોકાણ કરવા આગળ આવ્યા છે.
રેણુકા રામનાથના મલ્ટિપલ્સ ઓલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટે તેમના બીજા ફંડ માટે 35 કરોડ ડોલર એકત્ર કર્યા છે. ઓન્ટારિયો ટીચર્સના પેન્શન ફંડ, કેનેડિયન પેન્શન ફંડ-CPPIB, બ્લેકરોક હાર્બરવેસ્ટ અને સીડીસી જેવા વૈશ્વિક સંસ્થાકીય રોકાણકારોએ 55 કરોડ ડોલરના ફંડના પ્રથમ રાઉન્ડમાં રોકાણ કર્યું છે. ગયા સપ્તાહમાં રેબો ઇન્ડિયાના એગ્રી બિઝનેસ ફંડે ફર્સ્ટ ક્લોઝ માટે 20 કરોડ ડોલર એકત્ર કર્યા હતા.
ડેલોઇટ ઇન્ડિયાનાં સિનિયર ડાયરેક્ટર કલ્પના જૈને તાજેતરમાં એક રિપોર્ટમાં જણાવ્યું હતું કે, "સ્થાનિક સ્તરે વધતા વપરાશ, તાજેતરમાં સામાન્ય ચૂંટણીનાં પરિણામો, કોમોડિટીના ભાવમાં ઘટાડો વગેરે પરિબળોથી ભારત ફરીથી રોકાણ માટે સૌથી આકર્ષક સ્થળોમાં ટોચ પર છે."
મલ્ટિપલ્સ દ્વારા એકત્ર કરવામાં આવેલું ભંડોળ નોંધપાત્ર છે કારણ કે આવા ફંડના લિમિટેડ પાર્ટનર્સ (એલપી) તેમના ભારતમાં રોકાણથી નિરાશ છે.
તાજેતરમાં પ્રાઇવેટ ઇક્વિટી અંગે યોજાયેલી કોન્ફરન્સમાં ફંડ એકત્રીકરણ વિશે પૂછવામાં આવ્યું ત્યારે રામનાથે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો.
ડેલોઇટના સિનિયર ડાયરેક્ટર જૈને જણાવ્યું કે બિઝનેસ સેન્ટિમેન્ટ સુધરવાથી જાન્યુઆરીથી 30 સપ્ટેમ્બર સુધીમાં શેરબજાર પણ 25 ટકા વધ્યું છે. આવનારાં વર્ષોમાં તેના કારણે એક્ઝિટ માટે સારી સ્થિતિ રચાશે.
2010માં મલ્ટિપલ્સે 40.05 કરોડ ડોલર એકત્ર કર્યા હતા જે અરવિંદ, ચોલામંડલમ્ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ફાઇનાન્સ, ડેલ્હીવેરી, ઇન્ડિયન એનર્જી એક્સ્ચેન્જ, પીવીઆર, સાઉથ ઇન્ડિયા બેન્ક, વિક્રમ હોસ્પિટલ જેવી 10 કંપનીઓમાં રોકવામાં આવ્યા હતા. મલ્ટિપલ્સ હવે 50 કરોડ ડોલરના ફંડનો લક્ષ્યાંક ધરાવે છે. મોદી સરકાર સત્તા પર આવ્યા બાદ રામનાથની ટીમે નવા ફંડના સોફ્ટ માર્કેટિંગની શરૂઆત કરી હતી. તેમણે પહેલેથી 35 કરોડ ડોલર એકત્ર કરી લીધા છે.
આઇએફસી ખાતે પ્રાઇવેટ ઇક્વિટી ફંડના પ્રાદેશિક વડા નૂપુર ગર્ગે જણાવ્યું કે લિમિટેડ પાર્ટનર્સ હવે ટ્રેક રેકોર્ડ જોવા માંગે છે અને નક્કર ઇન્વેસ્ટમેન્ટ યોજના હોય તો જ રોકાણ કરે છે. તેમને રોકાણ પર વળતર નહીં દેખાય ત્યાં સુધી નવું રોકાણ મેળવવું મુશ્કેલ રહેશે.
ડચ ફાઇનાન્શિયલ સર્વિસ પ્રોવાઇડર રેબો ગ્રૂપની પીઇ શાખા રેબો ઇક્વિટી એડ્વાઇઝર્સે તેના બીજા ફંડ ઇન્ડિયા એગ્રી બિઝનેસ ફંડ-2ના પ્રથમ ક્લોઝ માટે 20 કરોડ ડોલર એકત્ર કર્યા છે. બીજા ફંડને રેબો ગ્રૂપ દ્વારા સ્પોન્સર કરવામાં આવ્યું છે અને સીડીસી તેની એન્કર છે. તે કૃષિ અને ડેરી સેવાઓ પર કેન્દ્રિત છે.

No comments:
Post a Comment