Translate

Thursday, December 11, 2014

જેટ એરવેઝનો શેર બે સપ્તાહમાં 80 ટકા વધ્યો

સ્પાઇસજેટ મુશ્કેલીમાં હોવાના કારણે હરીફ કંપની જેટ એરવેઝના શેરને ફાયદો થયો છે. છેલ્લાં બે સપ્તાહમાં દલાલ સ્ટ્રીટ પર જેટ એરવેઝ શ્રેષ્ઠ દેખાવ કરનાર શેરો પૈકી એક છે. ઈંધણના ઘટતા જતા ભાવથી પણ જેટનો શેર ઊંચકાયો છે.

25 નવેમ્બરથી અત્યાર સુધીમાં જેટનો શેર 80 ટકા વધ્યો છે અને તેણે બીએસઇ 500 ઇન્ડેક્સને પાછળ રાખી દીધો છે. તાજેતરમાં સ્પાઇસજેટની સેંકડો ફ્લાઇટ રદ થવાથી જેટ એરવેઝને મહત્તમ ફાયદો થવાની ધારણા છે. આ ગાળામાં બીએસઇ 500 ઇન્ડેક્સ મામૂલી વધ્યો હતો.

નિર્મલ બંગ સિક્યોરિટીઝના પ્રાઇવેટ ક્લાયન્ટ ગ્રૂપ બિઝનેસના પ્રિન્સિપાલ અને વડા મેહરબૂન ઇરાનીએ જણાવ્યું હતું કે, "રોકાણકારો તેમનું ભંડોળ સ્પાઇસજેટમાંથી કાઢીને જેટ એરવેઝમાં નાખી રહ્યા છે. નવા રોકાણકારો પણ તેના શેરો ખરીદી રહ્યા છે કારણ કે સ્પાઇસજેટ ઉપરાંત તે એકમાત્ર લિસ્ટેડ એરલાઇન કંપની છે." સ્પાઇસજેટમાં સમસ્યા શરૂ થયા બાદ પહેલી ડિસેમ્બરથી અત્યાર સુધીમાં શેર 24 ટકા ઘટ્યો છે.

એનાલિસ્ટ્સે જણાવ્યું હતું કે ક્રૂડ તેલના ભાવમાં ઘટાડા સાથે એવિયેશન ઈંધણનો ભાવ ઘટવાથી જેટ એરવેઝના માર્જિનમાં સુધારો થશે. સપ્ટેમ્બરમાં સમાપ્ત થયેલા છ મહિના દરમિયાન કંપનીની કુલ આવકના ૩૮ ટકા જેટલો ઈંધણનો ખર્ચ હતો.

Miintdirect.comના રિસર્ચ હેડ અવિનાશ ગોરક્ષાકરે જણાવ્યું હતું કે, "ક્રૂડના ભાવમાં ઘટાડો થયો તે શેરનો ભાવ ઊછ‌ળવા માટે જવાબદાર મૂળભૂત કારણ છે જે તેની ટોચ કરતાં 40 ટકા ઉપર છે. ટૂંકા ગાળામાં ક્રૂડના ભાવ નીચા રહેશે ત્યાં સુધી EBITDAના સંદર્ભમાં આગામી કેટલાંક ક્વાર્ટર સારાં રહેશે."

જૂન મહિનાથી અત્યાર સુધીમાં ક્રૂડ તેલના ભાવ લગભગ 42 ટકા ઘટ્યા છે. બુધવારે ક્રૂડનો ભાવ લગભગ ૬૬ ડોલરથી નીચે હતો જે સાડા પાંચ વર્ષના નીચા સ્તરે છે.

એનાલિસ્ટ અને ફંડ મેનેજરો માને છે કે કંપનીનું રિરેટિંગ થાય તેના માટે હજુ થોડો સમય લાગશે. નાણાકીય વર્ષ 2014માં જેટ એરવેઝની આવક રૂ.17,301 કરોડ હતી જ્યારે તેની ખોટ રૂ.3,667 કરોડ હતી. 31 માર્ચના આંકડા પ્રમાણે કંપનીનું સંગઠિત ઋણ રૂ.10,577 કરોડ હતું.

કોટક મ્યુચ્યુઅલ ફંડમાં ઇક્વિટી માટેના ચીફ ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર હર્ષ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, "અમે એરલાઇન કંપનીઓની કામગીરીથી સંતુષ્ટ નથી કારણ કે તેમની બેલેન્સશીટ પર ઋણનું પ્રમાણ ઘણું ઊંચું છે. ક્રૂડના ભાવ ઘટવાથી આ સેક્ટરને ફાયદો થવાની શક્યતા છે, પરંતુ એરલાઇન્સની નફાકારકતા હજુ પણ ચિંતાનો વિષય છે."

પરંતુ તાજેતરમાં ક્રેડિટ રેટિંગ એજન્સી ઇકરાએ રૂ.3,210 કરોડની બેન્ક સુવિધા માટે કંપનીનું લોંગ ટર્મ રેટિંગ અપગ્રેડ કર્યું હતું અને તે ICRA Cથી વધારીને ICRA BB કરવામાં આવ્યું હતું. ઇકરાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "રેટિંગ અપગ્રેડમાં કંપનીની તરલતાની સ્થિતિમાં થયેલો સુધારો અને કંપનીની ક્રેડિટ પ્રોફાઇલને ધ્યાનમાં લેવાઈ છે. સંચાલકીય કામગીરીમાં સુધારો તથા તેના સ્ટ્રેટેજિક પાર્ટનર એતિહાદ એરવેઝ તરફથી મળેલી મદદના કારણે તેની ક્રેડિટ પ્રોફાઇલ સુધરી છે.

No comments:

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports