Translate

Tuesday, August 30, 2016

ફેમી કેરના સ્થાપક તાપરિયાએ BKCમાં રૂ.60 કરોડમાં ડુપ્લેક્સ ખરીદ્યો

તાજેતરમાં માયલાનને રૂ.4,600 કરોડમાં ગર્ભનિરોધક ફેમી કેરનું વેચાણ કરનારા જેપી તાપરિયાએ મુંબઈના કોમર્શિયલ બિઝનેસ ડિસ્ટ્રિક્ટ બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ (બીકેસી)માં એપાર્ટમેન્ટ ખરીદ્યો છે. તેમણે આ વૈભવી સ્કીમમાં 11,000 ચોરસ ફૂટનો ડુપ્લેક્સ એપાર્ટમેન્ટ રૂ.60 કરોડમાં ખરીદ્યો હોવાનું આ હિલચાલની જાણકારી ધરાવતા બે જણે કહ્યું હતું.

મકાનમાં રૂપાંતરિત થઈ શકે તેવા આ એપાર્ટમેન્ટમાં પાંચથી છ વૈભવી બેડરૂમ બની શકે છે. તાજેતરમાં પૂરા થયેલા સોદામાં ચૂકવવામાં આવેલી રકમમાં સ્ટેમ્પ ડ્યૂટી અને રજિસ્ટ્રેશનનો સમાવેશ થતો નથી.એમ એક સૂત્રે જણાવ્યું હતું.

બીકેસીમાં એપાર્ટમેન્ટ માટે ચૂકવવામાં આવેલો ઊંચામાં ઊંચો ભાવ પ્રતિ ચોરસ ફૂટ રૂ.55,000 છે. ગયા વર્ષે બેન્કર ઉદય કોટકે આ જ કદનું મકાન આ કોમ્પ્લેક્સમાં ખરીદ્યું હતું. તેને ડેવલપર સનટેક રિયલ્ટીએ બનાવ્યું હતું. સનટેક રિયલ્ટીએ પ્રતિ ચોરસ રૂ.50,000 ચોરસ ફૂટના ભાવે રૂ.55 કરોડમાં આ મકાન ખરીદ્યું હતું. પ્રોપર્ટી બ્રોકરોએ આ પ્રોજેક્ટ માટે પ્રીમિયમનું બિરુદ આપ્યું હતું. આ પ્રોજેક્ટ સુપરત કરી દેવાયો છે અને તેમાં કેટલાક કબ્જેદારોમાં હીરાના વેપારીઓ અને ઉદ્યોગપતિઓનો સમાવેશ થાય છે. તેમણે રહેવાનો પણ પ્રારંભ કર્યો છે.

તાપરિયા કુટુંબે ફિમેલ હેલ્થકેર બિઝનેસ માયલાનને વેચ્યો છે. તેણે ભારતની ત્રીજા નંબરની સૌથી મોટી ફાર્મસી ચેઇન ગાર્ડિયન લાઇફકેરમાં રૂ.55 કરોડમાં બહુમતી હિસ્સો ખરીદ્યો છે. ગાર્ડિયન લાઇફકેર એપોલો અને મેડપ્લસ પછીની સૌથી મોટી ફાર્મસી ચેઇન છે.

આ કુટુંબ ભારતમાં સૌથી વધુ વેરા ચૂકવનારાઓમાં સ્થાન પામે છે. તાપરિયા અગાઉ કુટુંબના હેન્ડ ટૂલ્સ અને એન્જિયરિંગ કારોબારમાં પ્રવેશ્યા હતા, તેઓ 1990 સુધી ફેમિલી બિઝનેસમાં હતા, તેના પછી તેમણે પોતાનો બિઝનેસ ફેમી કેર શરૂ કર્યો હતો, તેના પગલે તેઓ મહિલા ગર્ભનિરોધક દવામાં વિશ્વના અગ્રણી ઉત્પાદકોમાં એક બની ગયા હતા. આ અંગે જેપી તાપરિયા અને પ્રોજેક્ટ ડેવલપરને મોકલવામાં આવેલી ઇ-મેઇલ ક્વેરીનો તેઓએ યોગ્ય પ્રતિસાદ આપ્યો નથી.

Monday, August 29, 2016

MF મેનેજરની રોકાણ પેટર્ન પરથી તેજીનો સંકેત

Image result for fund managersસંભવિત મ્યુચ્યુઅલ ફંડ રોકાણકાર તરીકે તમે વિવિધ સ્કીમના પરફોર્મન્સ અને પોર્ટફોલિયોનો અભ્યાસ કરો છો જેથી શ્રેષ્ઠ વિકલ્પ પસંદ કરી શકાય. તમે પરફોર્મન્સના ચાર્ટ અને સ્ટોક વેઇટેજ પર નજર નાખો છો. હજુ એક પગલું એવું છે જેના દ્વારા તમે આ સ્કીમ માટે ફંડ મેનેજરની ગંભીરતાનો અંદાજ કાઢી શકો છો.

કોઈ ફંડ મેનેજર પોતાના ફંડ અંગે બુલિશ હોય તો તેણે પોતાનાં કેટલાંક નાણાં પણ તેમાં જરૂર રોક્યાં હશે. તેનાથી તમે પરફોર્મન્સને નહીં સમજી શકો, પરંતુ પોર્ટફોલિયો માટે તેની ગંભીરતા જાણી શકાશે. ફંડ હાઉસની વેબસાઇટ પર ઉપલબ્ધ નવા સ્કીમ ઇન્ફોર્મેશન ડોક્યુમેન્ટ (એસઆઇડી) પ્રમાણે તમને ઘણી જાણકારી મળી રહે છે.

એચડીએફસી મ્યુચ્યુઅલ ફંડના પ્રશાંત જૈન પોતાના ફંડ માટે બુલિશ છે. તેમણે પોતાના ફંડ હાઉસની વિવિધ સ્કીમ્સમાં રૂ.107 કરોડ રોક્યા છે. તેમાંથી એચડીએફસી ઇક્વિટી ફંડમાં રૂ.34.23 કરોડ, એચડીએફસી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડમાં રૂ.33 કરોડ, એચડીએફસી પ્રુડન્સ ફંડમાં રૂ.21.6 કરોડ, એચડીએફસી ટોપ 200 ફંડમાં રૂ.18.7 કરોડ રોક્યા છે.

આઇસીઆઇસીઆઇ પ્રુડેન્શિયલ મ્યુચ્યુઅલ ફંડના સીઆઇઓ શંકરન્ નરેને આઇસીઆઇસીઆઇ પ્રુ ડાયનેમિક ફંડમાં રૂ.20 કરોડથી વધારે રોકાણ કર્યું છે. રિલાયન્સ મ્યુચ્યુઅલ ફંડના ચીફ ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર સુનિલ સિંઘાનિયાએ રિલાયન્સ ગ્રોથ ફંડમાં રૂ.13 લાખ રોક્યા છે. આ ફંડનું ભંડોળ રૂ.5,632 કરોડનું છે.

કેટલાંક નાનાં ફંડ્સના મેનેજર્સ જૈન અને નરેન કરતાં પણ વધારે બુલિશ છે. PPFAS મ્યુચ્યુઅલ ફંડના સીઆઇઓ રાજીવ ઠક્કરે જણાવ્યું કે તેમણે PPFAS લોંગ ટર્મ વેલ્યૂ ફંડમાં સાત કરોડ રૂપિયાથી વધારે રોકાણ કર્યું છે.

આ ફંડનું કુલ એયુએમ રૂ.664 કરોડનું છે. તેઓ કહે છે કે ઘણા લોકો માને છે કે ફંડ પ્રોફેશનલ્સ કાયમ માટે ઇક્વિટી પર બુલિશ હોય છે. પર્સનલ અને સ્પોન્સર રોકાણના ડિસ્ક્લોઝરથી જાણી શકાશે કે તેઓ પોતાના નિર્ણયમાં ભરોસો ધરાવે છે કે નહીં. PPFAS એમએફ ખાતે ડિરેક્ટર્સે લોંગ ટર્મ વેલ્યૂ ફંડમાં રૂ.10 કરોડથી વધારે રોકાણ કર્યું છે.

આ ઉપરાંત કેટલાક ફંડ એવા પણ છે જ્યાં તેમના ફંડ મેનેજર કે એએમસી બોર્ડના સભ્યએ બહુ ઓછું રોકાણ કર્યું છે. તાજેતરનાં વર્ષોમાં રજૂ થયેલાં ઘણાં ક્લોઝ એન્ડેડ ફંડ્સમાં ફંડ મેનેજર કે મહત્ત્વના પદાધિકારીઓનું કોઈ રોકાણ નથી તેમ આઉટલૂક એશિયા કેપિટલના સીઇઓ મનોજ નાગપાલે જણાવ્યું હતું.

ઓપન એન્ડેડ ફંડ્સમાં પણ ફંડ મેનેજર્સ અથવા એએમસીના સિનિયર સ્ટાફ તરફથી બહુ ઓછું રોકાણ થયું છે. નાગપાલ કહે છે કે ફંડ મેનેજર્સ પોતાના ફંડને શ્રેષ્ઠ ગણાવતા હોવા છતાં તેમાં જાતે રોકાણ કરતા નથી તે નવાઈ પમાડતી બાબત છે.

જોકે, ફંડ મેનેજરના રોકાણને ધ્યાનમાં રાખીને તમે રોકાણનો નિર્ણય લો તે યોગ્ય નથી. આવા રોકાણમાં ભવિષ્યમાં પરફોર્મન્સ કેવું રહેશે તેની કોઈ ગેરંટી હોતી નથી તેમ ઠક્કર કહે છે.

બેન્કો ખોટો ઇન્શ્યોરન્સ પ્લાન વેચશે તો દંડ ભરવો પડશે

Image result for bancassurance missellingબેન્કો દ્વારા ગ્રાહકોને ખોટી સલાહ આપીને વેચવામાં ઈન્શ્યોરન્સ પ્રોડક્ટ્સ સામે ઇન્શ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (Irdai)એ લાલ આંખ કરી છે.

હવે બેન્કોને કોઈ પણ પ્રકારનાં મિસ-સેલિંગ માટે જવાબદાર ગણવામાં આવશે અને દંડ પણ ફટકારવામાં આવશે. બેન્કો દ્વારા થતું મિસ-સેલિંગ એક મોટી સમસ્યા છે. નવેમ્બર ૨૦૧૫માં economictimes.com દ્વારા કરવામાં આવેલા ઓનલાઇન સરવેમાં જાળવા મળ્યું હતું કે, બેન્કો દ્વારા દર પાંચમાંથી ત્રણ ગ્રાહકને ખોટી ઇન્વેસ્ટમેન્ટ પ્રોડક્ટ વેચવામાં આવી હતી. સરવેમાં ભાગ લેનારા 1,313 લોકોમાંથી 36 ટકાએ સ્વીકાર્યું હતું કે, બેન્કો સાથેના વ્યવહારમાં આવું મિસ-સેલિંગ તેમના માટે ખૂબ મોટો માથાનો દુખાવો છે.

નવા રોકાણકારો અને ધરખમ આવક ધરાવતા રોકાણકારો સામે સૌથી વધુ જોખમ છે. બેન્કના સ્ટાફ માટે તેમના ગ્રાહકોના ખાતામાં કેટલી રકમ છે તે જાણવું સરળ છે અને ખાતામાં ધરખમ બેલેન્સ ધરાવતા ગ્રાહકો તેમનો પહેલો 'શિકાર' બને છે. સરવે પછી જાણવા મળ્યું હતું કે, 30થી ઓછી વયના અને મહિને રૂ.1.5 લાખથી વધારે કમાતા ગ્રાહકોને વારંવાર લક્ષ્યાંક બનાવવામાં આવે છે.

અન્ય એક સરવેમાં ગ્રાહક બનીને ET વેલ્થના સ્ટાફે વિવિધ બેન્કોનો સંપર્ક સાધ્યો હતો અને નાણાકીય સલાહ માંગી હતી. મોટા ભાગની બેન્કોએ ET વેલ્થના સ્ટાફને પરંપરાગત એન્ડોમેન્ટ અથવા મનીબેક પોલિસી ખરીદવાની સલાહ આપી હતી.

આવા પ્લાનમાં ખૂબ ઓછું વળતર મળતું હોવા છતાં અને પૂરતું વીમા કવચ પણ મળતું ન હોવા છતાં બેન્કોએ ખોટી સલાહ આપી હતી. આવા મિસ-સેલિંગની વધતી ફરિયાદોથી ગુસ્સે થયેલી Irdaiએ હવે બેન્કોને તેમના દ્વારા વેચાતી ઈન્શ્યોરન્સ પોલિસી માટે જવાબદાર ગણવાનો નિર્ણય લીધો છે.
Image result for bancassurance misselling

ટેવાની UK એસેટ્સ માટે ઓરોબિંદો, ઈન્ટાસમાં સ્પર્ધા

Image result for teva pharmaceuticalsઇઝરાયલની વૈશ્વિક જાયન્ટ ટેવાનો UK અને આઇરિશ પોર્ટફોલિયો ખરીદવા ભારતની ઓરોબિંદો અને ઇન્ટાસ વચ્ચે સ્પર્ધા જામશે. સૂત્રોના જણાવ્યા અનુસાર બંને કંપનીએ શુક્રવારે લગભગ એક અબજ ડોલરની ઓફર્સ સુપરત કરી છે.

એલર્જન પીએલસીના જેનેરિક બિઝનેસના એક્વિઝિશનને પગલે એન્ટિ-ટ્રસ્ટ નિયમોનું પાલન કરવા ટેવા એસેટ્સ વેચી રહી છે. જેના ભાગરૂપે ટેવાએ જૂનમાં ડો. રેડ્ડીઝ, સેજન્ટ, સિપ્લા, ઝાયડસ કેડિલા, ઓરોબિંદો અને પેરિગો જેવી કંપનીઓને અમેરિકામાં લગભગ 80 પ્રોડક્ટ્સ વેચી હતી. ભારતની કંપનીઓ ટેવાના બ્રિટિશ અને આઇરિશ પોર્ટફોલિયો માટે લંડનની પીઇ ફર્મ સિન્વેન અને અપોલો ગ્લોબલ મેનેજમેન્ટ LLC સાથે સ્પર્ધા કરશે.

બ્લૂમબર્ગના અગાઉના અહેવાલ પ્રમાણે વૈશ્વિક ફાર્મા કંપની માયલન NV અને નોવાર્ટિસ AG પણ સંભવિત ખરીદદારોની યાદીમાં છે, પણ તેણે ગયા સપ્તાહે છેલ્લી બિડ કરી હોવાની ચકાસણી થઈ શકી નથી.

સૂત્રોના જણાવ્યા અનુસાર આગામી કેટલાંક સપ્તાહમાં ખરીદદારની જાહેરાત કરાશે. યુરોપિયન કમિશન યુરોપના જેનેરિક્સ માર્કેટનો અનુભવ ધરાવતા વ્યૂહાત્મક ખરીદદારને એસેટ્સ મળે તેવું પસંદ કરશે. જોકે, તેમણે કહ્યું હતું કે, ભારતીય કંપનીઓને સફળતા મળશે જ તેની કોઈ ગેરંટી નથી. ઓરોબિંદો, ઇન્ટાસ અને ટેવાને મોકલાયેલા ઇ-મેઇલનો કોઈ પ્રતિસાદ મળ્યો ન હતો.

ઓરોબિંદો એક્વિઝિશનમાં સફળ થશે તો આ તેની સૌથી મોટી ખરીદી હશે. અગાઉ તેણે 2014માં અમેરિકાની વિટામિન કંપની નેટ્રોલ ઇન્કને 13.25 કરોડ ડોલરમાં ખરીદી હતી. સોદા માટે મોર્ગન સ્ટેન્લી ઓરોબિંદોની સલાહકાર છે. જ્યારે ટેમાસેકનો ટેકો ધરાવતી ઇન્ટાસનું પ્રતિનિધિત્વ મોએલિસ કરે છે. ટેવાના બ્રિટિશ પોર્ટફોલિયોને ખરીદવાની દોડમાં માત્ર બે ભારતીય કંપની છે. પ્રારંભિક બિડિંગ પ્રક્રિયામાં સામેલ ટોરેન્ટ ફાર્મા સ્પર્ધામાંથી બહાર નીકળી ગઈ હતી.

ટેવાનો UK પોર્ટફોલિયો યુરોપમાં ઓરોબિંદની સ્થિતિ મજબૂત કરવામાં મદદ કરશે. બે વર્ષ પહેલાં કંપનીએ એક્ટાવિસના એક્વિઝિશન સાથે યુરોપમાં પ્રવેશ કર્યો હતો. એ વખતે એક્ટાવિસ ખોટ કરતી હતી, પણ ઓરોબિંદોનાં વિવિધ પગલાંને કારણે તેમાં ટર્નઅરાઉન્ડ થઈ રહ્યું છે.

યુરોપમાં ઓરોબિંદોએ ફ્રાન્સ, જર્મની, નેધરલેન્ડ્સ, UK, પોર્ટુગલ અને ઇટલીના બજાર પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. યુરોપમાં ગયા નાણાકીય વર્ષમાં તેની આવક રૂ.3,130 કરોડ હતી. માત્ર યુરોપમાં જ કંપનીની લગભગ 200 પ્રોડક્ટ્સ ડેવલપમેન્ટ હેઠળ છે અને તે આગામી 3-4 વર્ષમાં આ વિસ્તારમાં કંપનીની વૃદ્ધિને વેગ આપશે.

ઓરોબિંદોનું વેચાણ 2012-13માં રૂ.5,855 કરોડ હતું, જે 33 ટકાના ચક્રવૃદ્ધિ દરે 2015-16માં રૂ.13,896 કરોડે પહોંચ્યું છે.

ધનાઢ્ય બનવા માટે રોકાણકારોની માનસિકતામાં ફેરફાર જરૂરી

Image result for long term investment
તમે લાંબા અંતરની મુસાફરી માંગતા હોવ તો તમે ફ્લાઇટ પકડશો કે સાઇકલ ચલાવશો? તાજેતરમાં ટેક્સ-ફ્રી બોન્ડ્સનો ઇશ્યૂ આવ્યો. તેમાં 7.5 ટકાનું વળતર હતું. આ ઇશ્યૂને રોકાણકારોનો સારો પ્રતિસાદ મળ્યો, તેમાં 15 વર્ષનો લોક-ઇન પીરિયડ હોવા છતાં પણ રોકાણકારોને વાંધો ન હતો.

આશ્ચર્યની વાત એ છે કે આ જ રોકાણકારો ઇક્વિટીમાં 15 વર્ષ માટે રોકાણ કરતાં ખચકાય છે. ટેક્સ-ફ્રી બોન્ડ્સ ફક્ત 7.5 ટકા વળતર આપશે અને તરલતામાં ઘટાડો કરતા હોવા છતાં પણ ઇક્વિટીમાં રોકાણ કરવા પર તરલતાનો ભોગ આપ્યા પર ઊંચું વળતર મળી શકે.

ફાઇનાન્સિયલ પ્લાનર્સ અને ઉદ્યોગના પ્રયત્નો છતાં પણ સરેરાશ ભારતીય રોકાણકાર હજી પણ ઇક્વિટી રોકાણના ફાયદા સમજતો નથી. નિફ્ટી-50 15 વર્ષના સમયગાળા દરમિયાન 14 ટકાના ચક્રવૃદ્ધિ દરે વળતર આપી હજી પણ રોકાણના વૈશ્વિક વિકલ્પોમાં ટોચ પર છે. તેથી મૂડીનું સંરક્ષણ કરવા અને નિયત વળતરના ભ્રમથી છૂટકારો મેળવવા માટે ઉપરના સ્તરેથી ઘટાડાને સમજવા સામાન્ય સમજનો ઉપયોગ કરવો જરૂરી છે.

ભારતીય રોકાણકારો હજી પણ રૂઢિચુસ્ત છે અને તેઓ ઇક્વિટીની તુલનાએ જોખમ વગરના ડેટ-ફ્રી ઇન્સ્ટ્રુમેન્ટની પસંદગી કરે છે. તેઓ ૧૦૦ ટકા ડેટ ઓરિએન્ટેડ રિટાયરમેન્ટ પ્લાન્સમાં લાંબા ગાળા માટે તેમની આકરી મહેનતના નાણાં રાજીખુશીથી રોકે છે.

આદર્શ રીતે ફુગાવાને નાથવા માટે ઇક્વિટીમાં ડેટ કરતાં વધારે ફાળવણી હોવી જોઈએ. પરંતુ ભારતીયો લાંબા અંતરના પ્રવાસ માટે ઉડવાનુ વધારે સુગમ હોવા છતાં પણ લાંબે જવા માટે સાઇકલ પર પસંદગી ઉતારવાની માનસિકતા ધરાવે છે.

હવે આ માનસિકતા બદલવાની જરૂર છે. ભારતનો મધ્યમ વર્ગ સમૃદ્ધ થવા માંગતો હોય તો તેણે તેની બચતના રોકાણ અંગે ફરીથી વિચારવું પડશે. ભારતીય નાણાકીય બજારો રોકાણકારો માટે ઘણા નફાકારક છે. ઇક્વિટીએ છેલ્લાં દસ વર્ષ દરમિયાન 14 ટકાના દરે વળતર આપ્યું છે, તેની તુલનાએ સ્થાયી આવકની પ્રોડક્ટ્સે 8થી 9 ટકા વળતર આપ્યું છે, સોનાએ 9.1 ટકા અને રિયલ એસ્ટેટે 8.2 ટકા વળતર આપ્યું છે.

જે લોકો પાસે સમયનો અભાવ છે અને નાણાકીય બજારોનો ટ્રેક રાખવાની નિપુણતા નથી તેઓ માટે મ્યુચ્યુઅલ ફંડ નિર્વિવાદપણે સંપત્તિ સર્જનનો સલામત અને પદ્ધતિસરનો માર્ગ છે.

યોગ્ય આયોજન અને સલાહ દ્વારા રોકાણકાર તેમના રોકાણ દ્વારા જીવનના ધ્યેયો પૂરા કરી શકે છે. વ્યક્તિગત રોકાણકારો માટે મ્યુચ્યુઅલ ફંડ હજી પણ કુલ નાણાકીય અસ્ક્યામતોમાં ત્રણથી ચાર ટકા હિસ્સો ધરાવે છે. આપણે વિચારીએ કે પ્રોવિડન્ટ ફંડ્સ અને નિવૃત્તિના અન્ય વિકલ્પો જે ડેટમાં 80 ટકા રોકાણ કરે છે અને ઇક્વિટીમાં ૨૦ ટકા રોકાણ કરે છે તો ઇક્વિટીને થતી કુલ ફાળવણી ઇચ્છિત સ્તર કરતાં ઘણી ઓછી છે.

આપણે ભારતીય રોકાણકારોની માનસિકતા બદલી શકીએ? અહીં જાગૃતિ અને શિક્ષણનો દ્વિસ્તરીય અભિગમ કામ કરી જાય છે. S&Pનો વૈશ્વિક સાક્ષરતા સરવે જણાવે છે કે 73 ટકા જેટલા પુરુષો અને 80 ટકા જેટલી મહિલાઓ નાણાકીય રીતે સાક્ષર નથી.

નાણાકીય સેવા ઉદ્યોગ જાગૃતિ ફેલાવવાનું કાર્ય કરી રહ્યો હોય ત્યારે વ્યક્તિગત રોકાણકારોએ આ દિશામાં મહત્વના પગલાં લેવા જોઈએ. તેમાં પ્રથમ તો તમારા નાણાકીય ધ્યેય સુનિશ્ચિત કરવા જોઈએ. તેના પછી આ ધ્યેયો હાંસલ કરવા માટે સંલગ્ન ઉત્પાદનોમાં રોકાણ કરવું જોઈએ. રોકાણનો આધાર તમારી જોખમ ઉઠાવવાની ક્ષમતા અને રોકાણના સમયગાળા પર છે.Image result for long term investment

ટૂંકા ગાળાના રોકાણમાં મૂડીનું રક્ષણ કરી શકાય અને લાંબા ગાળે રોકાણ ફુગાવાને પાછળ છોડી દેવામાં સફળ રહે. આ સરળ નિયમોના લીધે તમે તમારું ભાવિ વધારે સમૃદ્ધ બનાવી શકશો.

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports