તમે લાંબા અંતરની મુસાફરી માંગતા હોવ તો તમે ફ્લાઇટ પકડશો કે સાઇકલ ચલાવશો?
તાજેતરમાં ટેક્સ-ફ્રી બોન્ડ્સનો ઇશ્યૂ આવ્યો. તેમાં 7.5 ટકાનું વળતર હતું.
આ ઇશ્યૂને રોકાણકારોનો સારો પ્રતિસાદ મળ્યો, તેમાં 15 વર્ષનો લોક-ઇન
પીરિયડ હોવા છતાં પણ રોકાણકારોને વાંધો ન હતો.
આશ્ચર્યની વાત એ છે કે આ જ રોકાણકારો ઇક્વિટીમાં 15 વર્ષ માટે રોકાણ કરતાં ખચકાય છે. ટેક્સ-ફ્રી બોન્ડ્સ ફક્ત 7.5 ટકા વળતર આપશે અને તરલતામાં ઘટાડો કરતા હોવા છતાં પણ ઇક્વિટીમાં રોકાણ કરવા પર તરલતાનો ભોગ આપ્યા પર ઊંચું વળતર મળી શકે.
ફાઇનાન્સિયલ પ્લાનર્સ અને ઉદ્યોગના પ્રયત્નો છતાં પણ સરેરાશ ભારતીય રોકાણકાર હજી પણ ઇક્વિટી રોકાણના ફાયદા સમજતો નથી. નિફ્ટી-50 15 વર્ષના સમયગાળા દરમિયાન 14 ટકાના ચક્રવૃદ્ધિ દરે વળતર આપી હજી પણ રોકાણના વૈશ્વિક વિકલ્પોમાં ટોચ પર છે. તેથી મૂડીનું સંરક્ષણ કરવા અને નિયત વળતરના ભ્રમથી છૂટકારો મેળવવા માટે ઉપરના સ્તરેથી ઘટાડાને સમજવા સામાન્ય સમજનો ઉપયોગ કરવો જરૂરી છે.
ભારતીય રોકાણકારો હજી પણ રૂઢિચુસ્ત છે અને તેઓ ઇક્વિટીની તુલનાએ જોખમ વગરના ડેટ-ફ્રી ઇન્સ્ટ્રુમેન્ટની પસંદગી કરે છે. તેઓ ૧૦૦ ટકા ડેટ ઓરિએન્ટેડ રિટાયરમેન્ટ પ્લાન્સમાં લાંબા ગાળા માટે તેમની આકરી મહેનતના નાણાં રાજીખુશીથી રોકે છે.
આદર્શ રીતે ફુગાવાને નાથવા માટે ઇક્વિટીમાં ડેટ કરતાં વધારે ફાળવણી હોવી જોઈએ. પરંતુ ભારતીયો લાંબા અંતરના પ્રવાસ માટે ઉડવાનુ વધારે સુગમ હોવા છતાં પણ લાંબે જવા માટે સાઇકલ પર પસંદગી ઉતારવાની માનસિકતા ધરાવે છે.
હવે આ માનસિકતા બદલવાની જરૂર છે. ભારતનો મધ્યમ વર્ગ સમૃદ્ધ થવા માંગતો હોય તો તેણે તેની બચતના રોકાણ અંગે ફરીથી વિચારવું પડશે. ભારતીય નાણાકીય બજારો રોકાણકારો માટે ઘણા નફાકારક છે. ઇક્વિટીએ છેલ્લાં દસ વર્ષ દરમિયાન 14 ટકાના દરે વળતર આપ્યું છે, તેની તુલનાએ સ્થાયી આવકની પ્રોડક્ટ્સે 8થી 9 ટકા વળતર આપ્યું છે, સોનાએ 9.1 ટકા અને રિયલ એસ્ટેટે 8.2 ટકા વળતર આપ્યું છે.
જે લોકો પાસે સમયનો અભાવ છે અને નાણાકીય બજારોનો ટ્રેક રાખવાની નિપુણતા નથી તેઓ માટે મ્યુચ્યુઅલ ફંડ નિર્વિવાદપણે સંપત્તિ સર્જનનો સલામત અને પદ્ધતિસરનો માર્ગ છે.
યોગ્ય આયોજન અને સલાહ દ્વારા રોકાણકાર તેમના રોકાણ દ્વારા જીવનના ધ્યેયો પૂરા કરી શકે છે. વ્યક્તિગત રોકાણકારો માટે મ્યુચ્યુઅલ ફંડ હજી પણ કુલ નાણાકીય અસ્ક્યામતોમાં ત્રણથી ચાર ટકા હિસ્સો ધરાવે છે. આપણે વિચારીએ કે પ્રોવિડન્ટ ફંડ્સ અને નિવૃત્તિના અન્ય વિકલ્પો જે ડેટમાં 80 ટકા રોકાણ કરે છે અને ઇક્વિટીમાં ૨૦ ટકા રોકાણ કરે છે તો ઇક્વિટીને થતી કુલ ફાળવણી ઇચ્છિત સ્તર કરતાં ઘણી ઓછી છે.
આપણે ભારતીય રોકાણકારોની માનસિકતા બદલી શકીએ? અહીં જાગૃતિ અને શિક્ષણનો દ્વિસ્તરીય અભિગમ કામ કરી જાય છે. S&Pનો વૈશ્વિક સાક્ષરતા સરવે જણાવે છે કે 73 ટકા જેટલા પુરુષો અને 80 ટકા જેટલી મહિલાઓ નાણાકીય રીતે સાક્ષર નથી.
નાણાકીય સેવા ઉદ્યોગ જાગૃતિ ફેલાવવાનું કાર્ય કરી રહ્યો હોય ત્યારે વ્યક્તિગત રોકાણકારોએ આ દિશામાં મહત્વના પગલાં લેવા જોઈએ. તેમાં પ્રથમ તો તમારા નાણાકીય ધ્યેય સુનિશ્ચિત કરવા જોઈએ. તેના પછી આ ધ્યેયો હાંસલ કરવા માટે સંલગ્ન ઉત્પાદનોમાં રોકાણ કરવું જોઈએ. રોકાણનો આધાર તમારી જોખમ ઉઠાવવાની ક્ષમતા અને રોકાણના સમયગાળા પર છે.
ટૂંકા ગાળાના રોકાણમાં મૂડીનું રક્ષણ કરી શકાય અને લાંબા ગાળે રોકાણ ફુગાવાને પાછળ છોડી દેવામાં સફળ રહે. આ સરળ નિયમોના લીધે તમે તમારું ભાવિ વધારે સમૃદ્ધ બનાવી શકશો.

No comments:
Post a Comment