Translate

Wednesday, August 24, 2016

ઊર્જિત પટેલને નિયુક્ત કરતા વિદેશી રોકાણકારો પર પોઝિટિવ અસર પડશે

Image result for urjit patel:ઊર્જિત પટેલને આરબીઆઇના આગામી ગવર્નર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા તેનાથી બજાર, બેન્કો, કંપનીઓ અને અર્થતંત્ર પર કેવી અસર પડશે? તેનો જવાબ ટૂંક સમયમાં મળી જશે, પરંતુ નાણાકીય નીતિ મોરચે બહુ ફેરફારની અપેક્ષા રાખવામાં આવતી નથી. જોકે, જંગી ઋણબોજ ધરાવતી અને સ્ટ્રેસ્ડ એસેટથી દબાયેલી કંપનીઓ ઊર્જિત પટેલ રઘુરામ રાજન જેટલા આક્રમક ન બને તે માટે કદાચ પ્રાર્થના કરતી હશે.

આરબીઆઇના એસેટ ક્વોલિટી રિવ્યૂના કારણે ઘણી બેન્કોએ ઐતિહાસિક ખોટ નોંધાવી છે જ્યારે કંપનીઓની લાઇન ઓફ ક્રેડિટ કાપી નાખવામાં આવી છે અને તેમના ઋણને નોન-પરફોર્મિંગ જાહેર કરવામાં આવ્યું છે. દેવું ધરાવતા પ્રમોટર્સ માટે આગામી સમય પણ મુશ્કેલ જ હશે.

છતાં બેન્કો માને છે કે આરબીઆઇ તેમની સાથે વધારે સહાનુભૂતિપૂર્વક વર્તન કરશે. એક બેન્ક એક્ઝિક્યુટિવે જણાવ્યું કે, ઊર્જિત પટેલે એસબીઆઇમાં બે વર્ષ સુધી ડિરેક્ટર તરીકે સેવા આપી હતી તેથી તેમને કોમર્શિયલ બેન્કોની મર્યાદાની જાણકારી હશે. વિદેશી ડેટના રોકાણકારોને આનંદ થયો હશે જેઓ અત્યાર સુધી બોન્ડ માર્કેટમાં સક્રિય ન હતા. હવે તેઓ આ બજારમાં ઝંપલાવે અને આગામી થોડા સમયમાં બોન્ડની યીલ્ડને વધારે નીચે લઈ જાય તેવી શક્યતા છે.

બેન્ક ઓફ અમેરિકા મેરિલ લિન્ચના કન્ટ્રી ટ્રેઝરર જયેશ મહેતાએ જણાવ્યું કે, ઊર્જિત પટેલને આરબીઆઇના ગવર્નર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા તેનાથી વિદેશી રોકાણકારો પર પોઝિટિવ અસર પડશે જેઓ ફુગાવાને ટાર્ગેટ કરવા માંગતા હતા. એક-બે દિવસ માટે બોન્ડ યીલ્ડમાં ઘટાડો થઈ શકે છે પરંતુ નવા ગવર્નર ફુગાવા વિરોધી વલણ માટે જાણીતા હોવાથી ભારતમાં રોકાણ માટે તેમના આત્મવિશ્વાસમાં વધારો થશે. વ્યાજદરમાં કાપ માટે તે એક ટ્રિગર બની શકે છે. લોકો દરેક યીલ્ડ હાઇક સાથે બોન્ડની ખરીદી શરૂ કરશે.

મોનેટરી પોલિસી કમિટીની રચના સાથે ભારતમાં વ્યાજના દરનું મિકેનિઝમ બદલાવાનું છે. આ કમિટિ મોનેટરી પોલિસી ફ્રેમવર્ક પ્રમાણે કામ કરશે અને પટેલ તેમાં કાસ્ટિંગ વોટ ધરાવશે. આગામી પાંચ વર્ષમાં તે ફુગાવાનો દર ચાર ટકાના સ્તરે લઈ જવા માંગે છે.

કોટક એસેટ મેનેજમેન્ટના એમડી નીલેશ શાહે જણાવ્યું કે ઊર્જિત પટેલ કમિટીના રિપોર્ટ સાથે જ આ પગલાંની શરૂઆત થઈ હતી. ઝડપી રેટ કાપની અપેક્ષાએ વધેલા શેર ઘટી શકે છે.

No comments:

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports