IRDAના સભ્ય નિલેશ સાઠેએ જણાવ્યું હતું કે, અમે એજન્સી અને બેન્કએશ્યોરન્સ માટે અલગ માળખું તૈયાર કરીશું. જેમાં એજન્સીને 35 ટકા કમિશન અને 7 ટકા ઇન્સેન્ટિવની મંજૂરી અપાશે. બેન્કો માટેનું કમિશન 35 ટકા રહેશે, પણ તેમને કોઈ ઇન્સેન્ટિવ નહીં આપી શકાય. કમિશનની વહેંચણી પ્રોડક્ટના પ્રકાર અને મુદતના આધારે કરાશે.
સાઠેએ કહ્યું હતું કે, અમારે એજન્ટ્સને તેમના પ્રયાસોનું વળતર આપવું જરૂરી છે. એજન્ટ ઘણા લોકોને મળે ત્યારે એક પોલિસી વેચાય છે. જેની તુલનામાં બેન્કો દ્વારા પ્રયાસ બહુ ઓછા હોય છે.
જોકે, એકંદર કમિશનમાં ઘટાડો કરાયો છે. વીમા કંપનીઓ પહેલા વર્ષે 40 ટકા જેટલું ઊંચું ચૂકવતી હતી. બીજા વર્ષે 7.5 ટકા અને ત્યાર પછીનાં વર્ષોમાં કમિશનનો આંકડો 5 ટકા રહેતો. સામાન્ય રીતે કમિશન 35 ટકાની મર્યાદા સુધી પહોંચે ત્યાં સુધી તેનું પ્રમાણ પોલિસીની મુદત કરતાં ત્રણ ગણું હોય છે.
IRDAના તાજેતરના વાર્ષિક અહેવાલ પ્રમાણે કમિશન એક્સ્પેન્સ રેશિયો 2014-15માં અગાઉના વર્ષના 6.63 ટકાથી ઘટીને 5.93 ટકા થયો છે. એકંદરે રિન્યુઅલ પ્રીમિયમના કિસ્સામાં કમિશન ખર્ચ વધ્યો છે, પણ સિંગલ પ્રીમિયમ અને રેગ્યુલર પ્રીમિયમ પ્રોડક્ટ્સના કમિશનમાં ઘટાડો નોંધાયો છે. IDBI ફેડરલ લાઇફ ઇન્શ્યોરન્સના એમડી વિઘ્નેશ શહાણેએ જણાવ્યું હતું કે, વીમા ઉદ્યોગ માટે પોલિસી લેપ્સ થવાનો પ્રશ્ન ઘણો મોટો હોવાથી IRDAએ કોર્પોરેટ અને અન્ય એજન્ટ્સના સાતત્યને મહત્ત્વ આપવું જોઈએ.
No comments:
Post a Comment