Translate

Wednesday, August 24, 2016


  nadiad news in gujaratiવડાપ્રધાન અને નાણાપ્રધાનની બેઠકમાં સુબ્રમણિયન્ના નામ પર ગંભીર વિચારણા થઈ હતી. જોકે, એક અધિકારીના જણાવ્યા અનુસાર CEA સિસ્ટમમાં ઘણા નવા હોવાનો (તે ભારતમાં ઓક્ટોબર 2014માં CEO તરીકે આવ્યા હતા) મત વ્યક્ત કરાયો હતો. અધિકારીએ જણાવ્યું હતું કે, CEA જાહેર હોદ્દા પર થોડો વધુ સમય પસાર કરે પછી તેમને RBIના વડા બનાવવા જોઈએ.

પટેલ વડાપ્રધાન મોદીની પહેલી પસંદગી હોવાનું કારણ ઉત્કૃષ્ટ શૈક્ષણિક લાયકાત અને પ્રભાશાળી CV (યેલ યુનિવર્સિટીના ઇકોનોમિક્સ PhD તેમજ ઓક્સફર્ડ, IMF, બોસ્ટન કન્સલ્ટિંગમાં કામગરી) ઉપરાંત, તેમનો શાંત, સ્થિર અભિગમ અને પબ્લિક પોલિસીમાં લાંબો અનુભવ કહી શકાય.

અન્ય એક અધિકારીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનને (RBI ગવર્નરના હોદ્દા પર) સંતુલિત વ્યક્તિની જરૂર હતી. સ્થાનિક અને વૈશ્વિક નાણાકીય વર્તુળોના 'ખાસ લોકો'ને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરે એવી વ્યક્તિને મોદી ટાળવા માંગતા હતા.

અધિકારીના જણાવ્યા અનુસાર બસુ અને ગોકર્ણ RBI ગવર્નરના હોદ્દા માટે પહેલી પસંદગી હતા. ઉપરાંત, વડાપ્રધાનને કહેવાયું હતું કે, બસુ તાત્કાલિક ધોરણે ઉપલબ્ધ નહીં બને. એવી રીતે ગોકર્ણને IMFમાંથી પાછા બોલાવવાનું 'વહીવટી રીતે બિનકાર્યક્ષમ' હતું. ઉલ્લેખનીય છે કે, ગોકર્ણ IMFના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે નવેમ્બર 2015માં નિમાયા હતા.
RBIના ડેપ્યુટી ગવર્નર 52 વર્ષીય ઊર્જિત પટેલની આરબીઆઈના 24માં ગવર્નર તરીકે નિમણૂક કરવામાં આવી છે. રઘુરામ રાજનનો કાર્યકાળ 4 સપ્ટેમ્બરના રોજ પૂરો થવા જઈ રહ્યો છે. પટેલને વર્ષ 2013માં ત્રણ વર્ષ માટે આરબીઆઈના ડેપ્યુટી ગવર્નર તરીકે નિમણૂક આપવામાં આવી હતી. મૂળ ગુજરાતી ઊર્જિત પટેલની ભારતીય રીઝર્વ બેંકના ગવર્નર તરીકે નિમણૂક થતા જ ગુજરાત સહિત તેમના જિલ્લા ખેડાના મહુધામાં ખુશીની લાગણી ફેલાઈ ગઈ છે. Divyabhaskar.comની ટીમ ઊર્જિત પટેલના વતન મહુધા ખાતે તેમના પારિવારિક સભ્યોની મુલાકાત માટે પહોંચી હતી અને રસપ્રદ વિગતો એકઠી કરી છે.

કોણ છે ઊર્જિત પટેલ

મૂળ ગુજરાતી ઊર્જિત પટેલનો જન્મ 28 ઓક્ટોબર 1963નાં રોજ કેન્યામાં થયો હતો. તેમણે સ્કૂલ શિક્ષણ પણ કેન્યામાં જ લીધુ છે. ઊર્જિતનું પૈત્રુક ગામ ખેડા જિલ્લાનું મહુધા છે. તેઓ પાંચની વર્ષની ઉંમરે મહુધા આવ્યા હતા. તેમના પિતા રવિન્દ્ર પટેલ કેન્યામાં બિઝનેસ સાથે સંકળાયેલા હતા. તેમના અન્ય કુટુંબીજનો મુંબઈમાં વસે છે.

મહુધામાં રહે છે ઊર્જિત પટેલના પિતરાઈ ભાઈ અને પરિવાર

ઊર્જિત પટેલના પિતા રવીન્દ્રભાઈ કેન્યા ગયા હતા પણ ઊર્જિતનાં પિતરાઈ કાકા નારણભાઈ મહુધા જ રહ્યા હતા. જગદીશભાઈ એટલે નારણભાઈ પરસોત્તમભાઈ પટેલના દીકરા અને ઊર્જિતભાઈ એટલે રવિન્દ્રભાઈ ડાયાભાઇ પટેલના દીકરા. મૂળ ડાહ્યાભાઈ અને પરસોત્તમભાઈ સગાં ભાઈઓ એટલે ખુશાલભાઈ પટેલના દીકરા. આ ઘર 1907થી એવું જ છે અને હાલ માત્ર જગદીશભાઈ, તેમના પત્ની ઉષાબેન અને દીકરો ભાવિન આ ઘરમાં રહે છે.

RBIના નવ નિયુક્ત ગવર્નર ઊર્જિત પટેલનું મહુધા ખાતે 109 વર્ષ જૂનું ઘર છે

ઊર્જિત પટેલનું મહુધાનું ઘર 109 વર્ષ જૂનુંં છે, Divyabhaskar.comની ટીમને તેમના પિતરાઈ ભાઈએ દસ્તાવેજ બતાવ્યા જેમાં લખેલું છે કે, 109 વર્ષ પહેલા એટલે કે 1907માં 400 રૂપિયામાં તેમના પરદાદાએ આ ઘરને ખરીદ્યુ હતું. ત્યારથી અમારો પરિવાર અહિંયા જ રહે છે. ઊર્જિત પટેલનાં મહુધા ખાતેના આ ઘરમાં 9 ઓરડા છે, તેમના પિતા રવીન્દ્રભાઈ દર વર્ષે અહિંયા આવતા અને રોકાતાં. જગદીશભાઈએ જણાવ્યું કે કાકા રવીન્દ્રભાઈની ઈચ્છા હતી કે, આ જુના ઘરની જગ્યાએ નવું મકાન બનાવવું છે.
 
આગળ વાંચો ઊર્જિત પટેલની બાબરી-બાધા મહુધામાં થઇ હતી, તેઓ 5 વર્ષના હતા, મા-બાપ અને દેશની સેવા કરવા લગ્ન ન કર્યાં, RBIના ગવર્નર છે ખેડૂત, મહુધામાં છે તેમની જમીન, ચરોતર પંથકે આરબીઆઇને બીજા ગવર્નર આપ્યા, આ માટે ઓળખાય છે ઊર્જિત પટેલ, કામનો અનુભવ, શૈક્ષણિક લાયકાત
 
દાદા પરસોત્તમભાઈ ખુશાલભાઈ નાગપુરમાં રેતીનો ધંધો કરતા હતા

મહુધાના ઘરની મુલાકાત વખતે તેમના પિતરાઈ ભાઈ જગદીશભાઈએ જણાવ્યું કે, તેમના દાદા પરસોત્તમભાઈ પટેલ નાગપુરમાં રેતીનો ધંધો કરતા હતા. ઉર્જીત પટેલના પિતા રવિન્દ્રભાઈને રેતીના ધંધામાં રસ ન હતો એટલે તેઓ પત્ની મંજુલા સાથે કેન્યા ચાલ્યા ગયા અને ત્યાં ઊર્જિતનો જન્મ થયો.
RBIના ગવર્નર છે ખેડૂત, મહુધામાં છે તેમની જમીન

ઊર્જિત પટેલના ઘર સહીત તેમના પરિવારની ખેતીની જમીન મહુધામાં આવેલી છે. હાલ તેઓ આ જમીનના વારસદાર પણ છે. આ જમીન સહિયારી હોવાથી તેમના કાકાના દીકરા જગદીશભાઈ ખેડે છે. મહુધા-નડીયાદ રોડ ઉપર આવેલી આ જમીનમાં હાલ તમાકુનું વાવેતર કરવામાં આવ્યું છે. પિતાના અવસાન પછી જગદીશભાઈના કહેવાથી તેઓ અને તેમના માતા મંજુલાબેન મહુધાના ઘરે આવ્યા અને વારસદાર તરીકે તેમનું નામ નોંધાવ્યું હતું.

2013માં જમીનની ભાગ આપવા માટે કાકાના દીકરાએ બોલાવ્યા હતા

ઊર્જિતના પિતા રવિન્દ્રભાઈનું મોત થઇ જતા જમીનમાં ઊર્જિતનું અને તેના માતાનું નામ દાખલ કરાવવા માટે જગદીશ પટેલે સામેથી ફોન કર્યો હતો. ઘરમાં આવીને સામાન્ય ખુરશીમાં જ બઠા હતા. જગદીશભાઈના પત્ની ઉષાબેનના જણાવ્યા અનુસાર, ઊર્જિતભાઈ એક દમ શાંત અને ઓછા બોલા છે. જ્યારે તેઓ દસ્તાવેજ માટે મહુધા આવ્યા ત્યારે તેઓ ખુરશીમાં જ બેઠા અને કહ્યું કે મોટાભાઈ તમને હું નવું ઘર બનાવી આપીશ, આ ઘર બહુ જુનું થઇ ગયું છે. ઉષાબેને જણાવ્યું કે, ઊર્જિતભાઈ બહુ ઓછું ગુજરાતી બોલે છે, જેથી મંજુલાકાકી તેમને ઈંગ્લીશમાં સમજાવે છે.
 
વૈષ્ણવ ધર્મના અનુયાયી છે ઊર્જિત પટેલ

જગદીશભાઈએ જણાવ્યું કે, ઊર્જિતભાઈ વૈષ્ણવ ધર્મના અનુયાયી છે અને તેઓની કુળદેવી કાળકા માતા છે. તેઓ લેઉવા પટેલ છે અને મૂળ કઠલાલ પાસે આવેલ છીપડીના પાટીદાર છે.
Image result for i g patel rbi governor
ગામના વકીલે જણાવ્યું, શાંત અને સરળ સ્વભાવના છે ઊર્જિત પટેલ

જમીનની વારસાઈ કરાવવા માટે જ્યારે ઊર્જિત પટેલ મહુધા આવ્યા ત્યારે તેઓ દસ્તાવેજ કરવા માટે નોટરી-એડવોકેટ પ્રવીણભાઈ શર્માને મળ્યા હતા. પ્રવીણભાઈએ 2013ની મુલાકાતના ઊર્જિત પટેલ સાથેના અનુભવ જણાવતા કહ્યું હતુ કે, તે સમયે RBIના ડેપ્યુટી ગવર્નર હતા છતાં સ્વભાવ સૌમ્ય અને સરળ હોવાની અનુભૂતિ થઇ. તેઓ સામાન્ય નાગરિકની જેમ મારી સાથે ખુરશીમાં જ બેઠા હતા અને દસ્તાવેજનું કામ પૂરુ કરી આણંદ જવા રવાના થયા હતા. જ્યારે તેઓ RBIના ડેપ્યુટી ગવર્નર હતા ત્યારે અમારું અને ગામનું સપનુ હતું ગવર્નર બને.

આ માટે ઓળખાય છે ઊર્જિત પટેલ
શૈક્ષણિક લાયકાત

- બી.એસ.સી (ઇકોનોમિક્સ) યુનિવર્સિટી ઓફ લંડન (1984)
- એમ. ફિલ (ઇકોનોમિક્સ) ઓક્સફર્ડ યુનિવર્સિટી (1986)
- પી.એચ.ડી (ઇકોનોમિક્સ) યેલ યુનિવર્સિટી (1990)
- ફેલોશિપ્સ
- ગ્રેજ્યુએટ સ્કુલ (યેલ યુનિવર્સિટી)
- લાઇનાકર કોલેજ (ઓક્સફર્ડ યુનિવર્સિટી)

કામનો અનુભવ

2008-09 : રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં બિઝનેસ ડેવલપમેન્ટ વિભાગના પ્રેસિડેન્ટ
2006-07 : બ્રૂકિંગ્સ ઇન્સ્ટિટ્યૂશનમાં એનઆરઆઈ ઇકોનોમિક્સ ફેલો (કૌટુંબિક કારણોસર ફૂલટાઇમ ફેલોશિપ નહોતા લઈ શક્યા)
1997-2006 : IDFCમાં મેનેજમેન્ટ કમિટીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ત્યાર બાદ વર્ષ 2004માં કંપનીના સીઈઓ બન્યા
1998-2001 : નાણામંત્રાલયમાં આર્થિક બાબતોના વિભાગમાં વિવિધ અગત્યના હોદ્દાઓ ઉપર કામ કર્યું
2005-08 : એમસીએક્સના બોર્ડ મેમ્બર
2005-07 : ઇન્ડિયા ડેવલપમેન્ટ ફંડના સિનિયર એક્સપોર્ટ કાઉન્સિલના ચેરમેન
2002-03 : ભારત સરકારના નાણામંત્રાલયના પ્રત્યક્ષ કરવેરા અંગેની ટાસ્ક ફોર્સના સભ્ય
1990-1992 : ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઈએમએફ)માં અર્થશાસ્ત્રી તરીકે યુએસ, મ્યાનમાર, ભારત અને બાહમાસના ડેસ્ક માટે કામ કર્યું
1992-95 : આઈએમએફ ભારતમાં ડેપ્યુટી રેસિડેન્ટ રિપ્રેઝેન્ટેટિવ

- તેમની અધ્યક્ષતા વાળી કમિટીએ 2014 મોંઘવારી માટે દબાણ કરવા કહ્યું હતું. આ પહેલા નીતિઓ જથ્થાબંધ ભાવ આધારિત હતી.
- પટેલે કહ્યું હતું કે, રિટેલ ભાવનું લક્ષ્ય 4 ટકા રાખવુ જોઇએ અને તેમાં 2 ટકા વધ-ઘટની સંભાવના હોવી જોઇએ. નાણાં મંત્રાલયે તેમની આ વાત માની હતી.
- કમિટીની સલાહ હતી કે, રિઝર્વ બેન્કે નાણાં નીતિમાં મોંઘવારી વધારવી જોઇએ. રાજને પોતાના કાર્યકાળમાં આ જ કર્યું છે.
- નાણાંનીતિ નક્કી કરવા માટે અલગ કમિટીની સલાહ પણ પટેલ સમિતીએ જ કરી હતી. અત્યારે તેના સભ્યોની પસંદગીની પ્રક્રિયા ચાલુ છે.
- સમિતીએ હતું કે ફિક્સ ઇન્કમ વાળી દરેક પ્રોડક્ટના ટેક્સ પ્રમાણે બેન્ક ડિપોઝિટ રાખવી પડશે.
 

ચરોતર પંથકે આરબીઆઇને બીજા ગવર્નર આપ્યા
Image result for i g patel rbi governor

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા(આરબીઆઇ)ના 24માં ગવર્નર તરીકે ડૉ.ઉર્જિત પટેલનું નામ સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. ડૉ.ઉર્જિત પટેલ ગુજરાતના ચરોતર પંથકના વતની છે. ચરોતર પંથકે આરબીઆઇને બીજા ગવર્નર આપ્યા છે. વર્ષ 1977થી 1982 દરમિયાન ચરોતર પંથકના સોજિત્રાના વતની આઇ.જી.પટેલ આરબીઆઇના ગવર્નર તરીકે ફરજ નિભાવી હતી.
આણંદની એન.એસ.પટેલ આર્ટસ કોલેજના આચાર્ય ડૉ.મોહન પટેલે જણાવ્યું હતું કે, ‘આરબીઆઇના ગવર્નર પદે નિમણૂંક પામનાર ડૉ.ઉર્જિત પટેલ મૂળ ચરોતર પંથકના મહુધાના વતની છે, તેમના પિતાનું નામ રવિન્દ્રભાઇ પટેલ અને માતાનું નામ મંજુલાબેન પટેલ છે.

ડૉ.ઉર્જિત પટેલે વર્ષ 2012 અને 2015માં આણંદની મુલાકાત લીધેલી

જોકે વર્ષો અગાઉ તેઓ વિદેશમાં સ્થાયી થયા હતા. ડો.ઉર્જિત પટેલે શિક્ષણ પણ લંડન અને અમેરિકામાં મેળવ્યું છે.’ ડો.ઉર્જિત પટેલ સાથે સંસ્મરણો વિશે વાત કરતાં ડો.મોહન પટેલે જણાવ્યું હતું કે, ‘વર્ષ 2008માં ગુજરાત અર્થશાસ્ત્ર પરિષદના પ્રમુખ તરીકે ડૉ.ઉર્જિત પટેલની નિમણૂંક કરવામાં આવી હતી. ત્યારબાદ વર્ષ 2012માં આણંદની એન.એસ.પટેલ આર્ટસ કોલેજમાં ગુજરાત અર્થશાસ્ત્ર પરિષદના યોજાયેલા અધિવેશનમાં ડૉ.ઉર્જિત પટેલનું સન્માન કરવામાં આવ્યું હતું. અને તેઓ અધિવેશનમાં ઉપસ્થિત રહ્યાં હતાં.’
આ ઉપરાંત વર્ષ 2015માં 7 અને 8મી નવેમ્બરના રોજ ઇરમા ખાતે યોજાયેલા ઉડાન કાર્યક્રમમાં વકતા તરીકે આરબીઆઇના ડેપ્યુટી ગવર્નર તરીકે ડો.ઉર્જિત પટેલ ઉપસ્થિત રહ્યા હતા. સોજિત્રાના આઇ.જી.પટેલે વર્ષ 1977ની 1 લી ડિસેમ્બરથી વર્ષ 1982ની 15મી સપ્ટેમ્બર સુધી આરબીઆઇના ગવર્નર તરીકે ફરજ બજાવી હતી. આરબીઆઇના 24માં ગવર્નર તરીકે ડો.ઉર્જિત પટેલની નિમણૂંક સમગ્ર ચરોતર પંથક માટે માટે ગૌરવપ્રદ બની છે.

No comments:

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports