Translate

Friday, May 29, 2015

રેડ કાર્પેટ પર RED ગાઉનમાં નરગીસ ફખરીનો અંદાજ, આ અદામાં થઈ ક્લિક

રેડ કાર્પેટ પર RED ગાઉનમાં નરગીસ ફખરીનો અંદાજ, આ અદામાં થઈ ક્લિક
રેડ કાર્પેટ પર RED ગાઉનમાં નરગીસ ફખરીનો અંદાજ, આ અદામાં થઈ ક્લિકરેડ કાર્પેટ પર RED ગાઉનમાં નરગીસ ફખરીનો અંદાજ, આ અદામાં થઈ ક્લિક
રેડ કાર્પેટ પર RED ગાઉનમાં નરગીસ ફખરીનો અંદાજ, આ અદામાં થઈ ક્લિક

ભંવરલાલ દીક્ષા મહોત્સવનો પ્રારંભ, 3 માળનું 560 ફૂટ પહોળાઈનું જહાજ

અમદાવાદઃ દિલ્હીના ઉદ્યોગપતિ મુમુક્ષુ ભંવરલાલ દોશીની દીક્ષા માટે ત્રી દિવસીય દીક્ષા મહોત્વસનો આજથી પ્રારંભ થયો છે. જેના માટે અમદાવાદ એજ્યુકેશન સોસાયટી ગ્રાઉન્ડ ખાતે બેંગલોરના કલાકારો દ્વારા વિશાળ ‘સંયમ જહાજ’ તૈયાર કરાયું છે.આજે 41 આચાર્ય ભગવંતો સહિત 1000થી વધુ સાધુ સાધ્વીજી મહારાજ સાહેબ સંયમ જહાજમાં પ્રવેશ કર્યો છે. 
 ભંવરલાલ દીક્ષા મહોત્સવનો પ્રારંભ, 3 માળનું 560 ફૂટ પહોળાઈનું જહાજ
બપોરે વિજય મુહુર્તે સિદ્ધચક્ર મહાપુજન તેમજ કપડા રંગવાનું વિધાન અને રાત્રે 108 જેટલા કલાકારો દ્વારા ભવ્ય ભક્તિ સંગીત સંગીત રજૂ કરવામાં આવશે. ઉપરાંત 30મીએ સવારે 7.30 કલાકે ભુવનભાનુ સ્મૃતિ મંદિરથી વરસીદાનનો ભવ્ય વરઘોડો નીકળશે. જે ભુવનભાનુસૂરિ સ્મૃતિ મંદિર પંકજ સોસાયટીથી નીકળીને અમદાવાદ એજ્યુકેશન સોસાયટીના મેદાનમાં પૂર્ણ થશે. જે બાદ કાલે રાત્રે સંયમ જહાજમાં ભંવરલાલ દોશીનો વિદાય સમારોહ યોજવામાં આવશે. મહોત્વસના ત્રીજા અને અંતિમ દિવસે રવિવાર 6 વાગ્યે દીક્ષા વિધિનો પ્રારંભ થશે. 

દેશમાં પ્રથમવાર અલૌકિક સંયમજહાજનું નિર્માણ
 ભંવરલાલ દીક્ષા મહોત્સવનો પ્રારંભ, 3 માળનું 560 ફૂટ પહોળાઈનું જહાજ
સંજય જહાજ વિશે આચાર્ય ભગવંત રશ્મિ રત્નસૂરીશ્વરજી મહારાજના જાણાવ્યા અનુસાર આવા પ્રકારના જહાજનું સૌ પ્રથમવાર નિર્માણ કરવામાં આવ્યું છે. ત્રણ માળના આ વિરાટ જહાજની પહોળાઈ 560 ફૂટ, ઉંચાઈ 85 ફૂટ, લંબાઈ 50 ફૂટ છે. આ જહાજની ઉપર ચાર નાના જહાજ બનાવામાં આવ્યા છે. જેમાં દરેક જહાજની લંબાઈ 36 ફૂટ, પહોળાઈ 24 ફૂટ છે મુખ્ય કેન્દ્રમાં શાસન ધ્વાજ ફરકાવવામાં આવ્યો છે. આ જહાજ વાસ, બામ્બુ, પ્લાયવુડ, કેનવાસ થર્મોકોલ ફાઈબરથી તૈયાર થયું છે. 

ગૂગલે લોન્ચ કરી નવી OS 'એન્ડ્રોઇડM 6.0' , હશે આ TOP 5 ફિચર્સ


ગેજેટ ડેસ્કઃ ગૂગલે પોતાના વાર્ષિક I/O કોન્ફરન્સમાં એન્ડ્રોઇડ M નુ ડેવલપર્સ પ્રિવ્યુ લોન્ચ કર્યુ છે. કોન્ફરન્સના પહેલા દિવસે ગૂગલે ફોટો સેવિંગ એપ સાથે એન્ડ્રોઇડ હોમ સર્વિસ બ્રિલો પણ લોન્ચ કર્યુ હતુ. Divyabhaskar.com તમને એન્ડ્રોઇડ M ના ફિચર્સ વિશે જણાવી રહ્યુ છે. 
 
ફિંગરપ્રિન્ટ સેન્સર સપોર્ટ-
 
જેવી રીતે કે પહેલા એવુ અનુમાન લગાવવામાં આવી રહ્યુ હતુ કે ગૂગલ પણ એપલની જેમ પોતાની ઓપરેટિંગ સિસ્ટમમાં ફિંગરપ્રિન્ટ રિડિગં ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. આ સેન્સરને નવા ટેક્નોલોજી ફિચર સાથે ડિઝાઇન કરવામાં આવ્યુ છે. હાલમાં સેમસંગ ગેલેક્સી S6, HTC ONe M9 જેવા સ્માર્ટફોન્સમાં પહેલેથી જ ફિંગરપ્રિન્ટ સ્કેનર ઉપલબ્ધ છે. હવે એન્ડ્રોઇડ M માં આ ટેક્નોલોજી આવવાથી એવી આશા રાખી શકાય છે કે હવે સસ્તા ડિવાઇસમાં પણ આ ટેક્નોલોજી આવશે.

એન્ડ્રોઇડ PAY
 
આ ભલે એપલPAY ની કોપી લાગે પરંતુ ગૂગલનુ એન્ડ્રોઇડ PAY થોડાક અંશે અલગ છે. આમાં પણ એપલ PAY ની જેમ NFC ની મદદથી કામ કરી શકાય છે. એનો મતલબ એ થાય કે  NFC પર કામ કરતા તમામ પોર્ટ્લ્સ પર આ સર્વિસ કામ આપશે. એન્ડ્રોઇડ પેની મદદતી મોબાઇલ પેમેન્ટ્સ પણ થઇ શકશે. આ એન્ડ્રોઇડ કિટકેટ 4.4 અથવા તો તેનાથી ઉપરની ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરતા તમામ ડિવાઇસમાં સપોર્ટ કરશે. જો કે ભારતીય યુઝર્સે આ સર્વિસ માટે થોડી રાહ જોવી પડશે.
 
 શુ છે NFC-
 
નીયર ફિલ્ડ કોમ્યુનિકેશન (NFC)  શોર્ટ રેન્જમાં વધારે ફ્રિક્વેન્સી સાથે ડિવાઇસને ક્નેક્ટ કરવામાં મદદરૂપ થાય છે. સરળ શબ્દોમાં કહીએ તો લિમિટેડ અંતરમાં ઝડપથી ડિવાઇસ કનેક્ટ કરી શકાય છે. તેમાં ફાઇલ શેયરીંગ, ઇન્ટરનેટ એક્સેસ અને બાકી ટ્રાન્સફર માટે ગણુ ઉપયોગી સાબિત થાય છે. ખબરોનુ માનીએ તો એપલે ડચ ચિપમેકર સાથે ડિલ કરીને આ વખતે આઇફોનમાં NFC નો ઉપયોગ કર્યો છે. તે વન ટચ પેમેન્ટ માટે ઉપયોગમાં લઇ શકાશે.

રિવર્સિબલ USB C પોર્ટ્સ-
 
એપલ મેકબુકમાં USB C પોર્ટ આવ્યા બાદ ગૂગલે પણ એન્ડ્રોઇડ M સાથે USB C ટાઇપ પોર્ટ્સના સપોર્ટ ફિચ આપ્યા છે. USB C ટાઇપ બન્ને બાજુથી એક જેવુ હોય છે. જો ખબરોનુ માનીએ તો નેક્સસ ફોન પહેલો એવો સ્માર્ટફોન હશે કે જેમાં આ પોર્ટ્સ આપવામાં આવશે. 

સારી બેટરી લાઇફ-
 
ગૂગલે નવા પ્રોજેક્ટ વોલ્ટા અંતર્ગત આ વખતે એન્ડ્રોઇડની બેટરીને વધારે સારી બનાવવા પર કામ કર્યુ છે. કંપનીનો દાવો છે કે આ વખતે પાવર કન્ઝમ્પશન વધારે સારૂ હશે અને બેટરી લાઇફ વધશે. મલ્ટિટાસ્કિંગ કરવાથી પણ બેટરી ઓછી યુઝ થશે. આ ઉપરાંત ફાસ્ટ ચાર્જિંગ અને એપ્સ દ્વારા બેટરી ખર્ચ કરવાની સમસ્યા પણ ઓછી થઇ જશે

ગૂગલ નાઉ (NOW)
 
ગૂગલ નાઉને કંપનીએ વધારે સારૂ બનાવ્યુ છે. ઉદાહરણ તરીકે ગૂગલ નાઉ હવે યુઝર્સના પ્રશ્નોના જવાબ આપશે. ગૂગલ નાઉ હોમ પેજ પર ટેપ કરીને એક્ટિવેટ કરી શકાશે. આ ઉપરાંત ગૂગલ નાઉમાં સીધા ફોટો અપલોડ કરીને પણ કામ કરી શકાશે.

Tuesday, May 26, 2015

કઠોળના ભાવ આસમાને: બે મહિનામાં 40% સુધીનો ઉછાળો

દેશમાં શાકાહારી લોકો માટે પ્રોટિનનો મુખ્ય સ્રોત ગણાતા કઠોળનો ભાવ છેલ્લા બે મહિનામાં 20થી 40 ટકા વધી ગયો છે. તેમાં પણ ખાસ કરીને એપ્રિલના અંતમાં ભારતીય હવામાન વિભાગે ચોમાસુ સરેરાશ કરતાં નબળું રહેવાની આગાહી કર્યા પછી કઠોળના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે. આગામી કેટલાક મહિનામાં કઠોળના નવા પાકનું બજારમાં આગમન થાય ત્યાં સુધી સામાન્ય લોકોના ઘરખર્ચમાં કઠોળનો સારો એવો હિસ્સો જશે.

ગ્રાહક મંત્રાલયના આંકડા મુજબ એપ્રિલથી કઠોળના છૂટક ભાવમાં અચાનક વધારો જોવા મળ્યો છે. તેના લીધે દેશની નાણાકીય રાજધાની મુંબઈમાં ઇડલી, ઢોસા, ઉત્તપમ મોંઘાં બની ગયાં છે. બે મહિનાથી પણ ઓછા સમયમાં અડદની દાળનો ભાવ 51 ટકા જેટલો વધી ગયો છે. અડદનો છૂટક ભાવ પહેલી એપ્રિલે પ્રતિ કિલો રૂ.42 હતો જે 20મી મેના રોજ પ્રતિ કિલો રૂ.123 હતો. ચણાને બાદ કરતાં બાકી તમામ કઠોળ દેશનાં મોટા ભાગનાં શહેરોમાં પ્રતિ કિલો રૂ.110થી રૂ.140ના ભાવે વેચાઈ રહ્યાં છે.

અનાજના ઉત્પાદનના આગોતરા અંદાજ મુજબ ખરાબ હવામાનના લીધે ભારતમાં 2014-15માં કઠોળનું ઉત્પાદન 9,71 ટકા ઘટીને 1.74 કરોડ ટન થશે તેમ મનાય છે. રાજ્ય સ્તરે જોવામાં આવે તો દેશમાં કઠોળના ઉત્પાદનમાં મધ્યપ્રદેશ પછી બીજા ક્રમે આવતા મહારાષ્ટ્રમાં 64 ટકા જેટલો નોંધપાત્ર ઘટાડાનો અંદાજ છે. રાજ્ય સરકારના ત્રીજા આગોતરા વર્તારામાં આ અંદાજ મુકાયો છે. વેપારીઓ, પ્રોસેસર્સ અને આયાતકારોએ કઠોળના ઊંચા ભાવ માટે ખરાબ ચોમાસાથી અપૂરતું ઉત્પાદન, ભૂલભરેલી સરકારી નીતિઓ અને સટ્ટાને જવાબદાર ઠેરવ્યો હતો.

ઇન્ડિયન પલ્સીસ એન્ડ ગ્રેઇન્સ એસોસિયેશન (પીઆઇજીએ)ના ઉપપ્રમુખ બિમલ કોઠારીએ કઠોળ અને તેમાં પણ ખાસ કરીને ચણાના ભાવમાં વધારા માટે સરકારી નીતિઓને જવાબદાર ઠેરવી હતી. કોઠારીએ જણાવ્યું હતું કે, "ચણાના ભાવ છેલ્લાં બે વર્ષથી લઘુતમ ટેકાના ભાવ (એમએસપી)થી નીચે ચાલી રહ્યા છે. તેના લીધે નિરાશ ખેડૂતો ચણા છોડીને બીજા પાક તરફ વળી ગયા છે. સરકારે ખેડૂતોને લઘુતમ ટેકાનો ભાવ મળે તે સુનિશ્ચિત કરવું જોઈએ."

દેશમાં કઠોળના જાણીતા કેન્દ્ર લાતુરના દાળ મિલર નીતિન કાલંત્રીનું પણ માનવું છે કે છેલ્લાં બે વર્ષમાં કઠોળમાં ખેડૂતોનો રસ ઘટ્યો છે. કાલંત્રીએ જણાવ્યું હતું કે, "ખેડૂતો કપાસ અને સોયાબીન તરફ વળ્યા છે, કારણ કે છેલ્લાં કેટલાંક વર્ષોથી તેમને તુવેર અને અડદના સારા ભાવ મળતા નથી."

કોઠારીએ નિર્દેશ કર્યો હતો કે કઠોળના ભાવમાં વધારાનું એક કારણ આ પ્રોટિનસમૃદ્ધ આહારનો દેશમાં વધેલો વપરાશ પણ છે. બે વર્ષ અગાઉ ૩૫ લાખ ટન કઠોળની આયાત કરવામાં આવી હતી, તેની સામે અમે 2014-15માં 50 લાખ ટન કઠોળની આયાત કરી હતી. દેશમાં 2012થી 2014 દરમિયાન કઠોળના સારા ઉત્પાદન છતાં તેની આટલા પ્રમાણમાં આયાત કરવી પડી તે દર્શાવે છે કે સ્થાનિક સ્તરે કઠોળનો ઉપયોગ ઝડપથી વધી રહ્યો છે.

સૂત્રોએ જણાવ્યું કે છેલ્લા બે મહિના દરમિયાન કઠોળના ભાવમાં વધારો સટ્ટાકીય કારણોથી થયો છે. એપ્રિલના અંતિમ સપ્તાહમાં હવામાન ખાતાએ ચોમાસુ સરેરાશ કરતાં નબળું રહેવાની આગાહી કર્યા પછી તેના ભાવમાં થયેલો વધારો આ બાબતને સાચી ઠેરવે છે.

ઈન્ફોસિસમાં કરોડપતિ કર્મચારીઓની સંખ્યા વધીને 113

ગત વર્ષે ઈન્ફોસિસમાં કરોડપતિઓ તેમજ મોટો પગાર મેળવતા અધિકારીઓની સંખ્યામાં ભારે વૃદ્ધિ જોવા મળી છે.

નિષ્ણાતોના માનવા પ્રમાણે કંપનીના સીઈઓ વિશાલ સિક્કાનો પ્રયાસ એવો છે કે તેમની કંપનીના અધિકારીઓને બજાર પ્રમાણે સારો પગાર મળે અને તેનાથી કંપની છોડી જતાં અધિકારીઓની સંખ્યામાં ઘટાડો કરી શકાય.

ગત 2014-15ના વર્ષમાં 1 કરોડ રૂપિયાથી વધુ વેતન મેળવતા કર્મચારીઓની સંખ્યા 113ની થઈ હતી જ્યારે એક વર્ષ અગાઉ આ સંખ્યા માત્ર 18ની જ હતી. કંપનીમાં 202 કર્મચારીઓ એવા છે કે જેઓ 60 લાખ રૂપિયાથી વધુ વેતન મેળવે છે. એક વર્ષ અગાઉ આવા કર્મચારીઓની સંખ્યા માત્ર 72 હતી.

આ વર્ષે અનેક કર્મચારીઓના વેતનમાં ભારે વૃદ્ધિ જોવા મળી હતી. 60 લાખ રૂપિયાથી વધુ વેતન ધરાવતા અનેક કર્મચારીઓ એવા છે કે જેઓ 2013-14ના આ લિસ્ટમાં સામેલ પણ નહતા.

ઘણા લાંબા સમયથી કંપની સાથે સંકળાયેલા કર્મચારીઓના વેતન ગત વર્ષે 1 કરોડ રૂપિયાથી પણ વધી ગયા છે. વાઈસ પ્રેસિડેન્ટ સ્તરના અધિકારીઓને પહેલાં 1.5 કરોડ રૂપિયાનું વેતન મળતું હતું તેમને પણ ગત વર્ષે 3-4 કરોડ રૂપિયાનું જંગી વેતન મળ્યું હતું.

આ તમામ આંકડાઓ ઈન્ફોસિસના વાર્ષિક અહેવાલમાંથી લેવામાં આવ્યા છે. રિપોર્ટમાં કરેલી નોંધ પ્રમાણે 2014-15માં કંપનીના અધિકારીઓને સારું બોનસ આપવામાં આવ્યું હોવાનો પણ ઉલ્લેખ છે.

ભારતમાં ટ્રેડિંગની શરતો વધુ હળવી બનાવો: FII

ફોરેન પોર્ટફોલિયો મેનેજરોએ મૂડીબજારની નિયમનકાર સેબીને વિનંતી કરી છે કે તેમણે સ્થાનિક સ્ટોક એક્સ્ચેન્જ પર ટ્રેડ કરવા માટે જે બાંયધરી આપવી પડે છે તેની શરતો હળવી કરવામાં આવે.

ભારતીય મૂડીબજારમાં પ્રથમ વખત પ્રવેશતી તથા જૂની વિદેશી સંસ્થાએ લાઇસન્સ રિન્યુ કરતી વખતે જણાવવું પડે છે કે તેઓ અયોગ્ય કે બિનપ્રમાણિક જાહેર થયેલી નથી.

આ શરત પર સહી કરનારા ઓફશોર ફંડ મેનેજરોએ જણાવ્યું કે આ શરત વધારે પડતી આકરી છે અને ગમે ત્યારે તેઓ નિયમનના કારણે મુશ્કેલીમાં મૂકાઇ શકે છે.

આવા મેનેજરોએ લેખિતમાં જણાવવું પડે છે કે, "અમારી સામે એવા કોઇ કેસ નથી (નિયમનકાર, કોર્ટ અથવા રોકાણકાર વગેરે દ્વારા) જેમાં એવું તારણ નીકળ્યું હોય કે અમે યોગ્યતા કે પ્રામાણિકતા ધરાવતા નથી."

અન્ય દેશોમાં આ શરત વધારે સ્પષ્ટ હોય છે, જેમ કે તેમને કોઇ પેનલ્ટી કરવામાં આવી છે કે નહીં, અથવા ચોક્કસ રકમથી મોટો દંડ ભરવામાં આવ્યો છે કે નહીં, વગેરે. ભારતમાં આ ડેકલેરેશન વધારે પડતું વિસ્તૃત છે અને તેમાં કાર્યવાહી પણ થઇ શકે છે, તેમ ખેતાન એન્ડ કંપનીના પાર્ટનર સિદ્ધાર્થ શાહે જણાવ્યું હતું.

એફપીઆઇ (ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ)ના કસ્ટોડિયનો તાજેતરમાં સેબીના અધિકારીઓને મળ્યા હતા અને તેમનો કેસ રજૂ કર્યો હતો. ભારતમાં એફઆઇઆઇ સંયુક્ત રીતે 328 અબજ ડોલરની એસેટ અંડર મેનેજમેન્ટ ધરાવે છે. તેઓ ફ્રી ફ્લોટમાં 51 ટકાથી સહેજ વધારે શેરની માલિકી ધરાવે છે. બીએસઇ 200માં તેમનું હોલ્ડિંગ 25.6 ટકાથી વધારે છે.

સૂત્રે કહ્યું કે, "કસ્ટોડિયન સાથે વિચારવિમર્શ કરીને આ શરત ઉમેરવામાં આવી છે છતાં તે ચિંતાજનક છે. આ ઉપરાંત ફોરેન પોર્ટફોલિયો ફંડ મોટા વૈશ્વિક જૂથનો હિસ્સો હોઈ શકે જે અનેક દેશોમાં સેંકડો પ્રકારની કામગીરી કરતું હોય. તેથી આવી શરતનું પાલન કરવું મુશ્કેલ છે."

આ ડેકલેરેશન વિશાળ અર્થ ધરાવે છે તેથી સેબીને તેના વિકલ્પ રૂપે ભલામણ કરવામાં આવી છે કે એફપીઆઇને કદી માર્કેટમાંથી સસ્પેન્ડ કરવામાં આવી છે કે નહીં અથવા પેનલ્ટીના ટર્મમાં સૌથી ગંભીર નિયમભંગ કયો હતો તેની માહિતી આપવા જણાવવામાં આવે.

ગયા વર્ષથી એફઆઇઆઇ અને પેટા-એકાઉન્ટની જગ્યાએ એફપીઆઇના નિયમો લાગુ થયા હતા જેમાં આ ડેકલેરેશનને સામેલ કરવામાં આવ્યું છે. નવા નિયમ પ્રમાણે એફપીઆઇ હેઠળ કોઇ નવા સબ-એકાઉન્ટ નહીં હોય જ્યારે વર્તમાન સબ-એકાઉન્ટ્સે તેમનું લાઇસન્સ રિન્યુ થવાની હોય ત્યારે પોતાને પૂર્ણ કક્ષાની એફપીઆઇમાં રૂપાંતરિત કરવાના રહેશે.

સબ એકાઉન્ટ્સની સંખ્યા એફઆઇઆઇની સંખ્યા કરતા લગભગ પાંચ ગણી વધારે છે, તેથી આવશ્યક ડિસ્ક્લોઝર અને ડેકલેરેશનમાં ઘણો સમય લાગવાની શક્યતા છે. એક અગ્રણી માર્કેટ ઇન્ટરમિડિયરીના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે નિયમનકાર કસ્ટોડિયન પાસેથી સબ એકાઉન્ટનું ડ્યુ ડિલિજન્સ માંગી શકે છે. તેમાં માત્ર એક પેજનું રિન્યુ લાઇસન્સ ભરવાની વાત નથી.

BSE સેન્સેક્સમાં 300 પોઈન્ટથી વધુનું ગાબડું

અમેરિકામાં રેટ કટની આશંકા સાથે આજે મુંબઈ શેરબજારમાં ઘટાડા તરફી હવામાન જોવા મળ્યું હતું. ITCના અપેક્ષાથી ઉતરતા પરિણામને કારણે શેર તૂટ્યા
હતા.

આજે બપોરે 1.50 વાગ્યે FMCG, મેટલ, કેપિટલ ગૂડ્ઝ, IT વગેરે શેરોમાં આક્રમક વેચવાલીથી મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 307.38 પોઈન્ટ ગગડીને 27,650.12 પોઈન્ટની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો. 

નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી પણ 72.10 પોઈન્ટ ગગડીને 8386.85 પોઈન્ટની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો. 

BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 0.00 અને 0.18 ટકા ઘટીને ટ્રેડ થઈ રહ્યા હતા. 

આજે બપોરે FMCG, મેટલ, કેપિટલ ગૂડ્ઝ, IT વગેરે શેરોમાં વેચવાલી જોવા મળી હતી જ્યારે ઓઈલ-ગેસ શેરોમાં લેવાલી જોવા મળી હતી. 

બ્રિક્સ બૅન્કના પ્રથમ પ્રેસિડન્ટ તરીકે કે. વી. કામતની નિમણૂક

k v kamathદેશના નામાંકિત બૅન્કર કે. વી. કામતને ન્યુ ડેવલપમેન્ટ બૅન્ક તરીકે ઓળખાતી બ્રિક્સ બૅન્કના વડા તરીકે નીમવામાં આવ્યા છે.


બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને સાઉથ આફ્રિકા જેવા પાંચ નવા ઊભરતા દેશોની આ બૅન્કનું મુખ્ય મથક ચીનના શાંઘાઈમાં રહેશે. પ્રથમ પ્રેસિડન્ટના પદે નિમણૂક કરવાનો અધિકાર ભારતને આપવામાં આવ્યો હતો. ઉક્ત પાંચે દેશોના અંગ્રેજી નામના પ્રથમ અક્ષર પરથી બ્રિક્સ નામકરણ થયું છે.

૫૦ અબજ ડૉલરની મૂડી ધરાવતી ન્યુ ડેવલપમેન્ટ બૅન્ક ઉક્ત પાંચે દેશોના વિકાસ- કાર્યક્રમો પર ધ્યાન કેન્દ્રિત કરશે. ભારત ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટેની પોતાની જરૂરિયાત મુખ્યત્વે આ જ સંસ્થામાંથી મેળવવા પ્રયત્નશીલ છે અને આ બૅન્કને એનું સક્રિય સમર્થન મળી રહ્યું છે.

ભારત સરકારે ન્યુ ડેવલપમેન્ટ બૅન્કમાં ભારતના સભ્યપદને ગઈ ૨૫ ફેબ્રુઆરીએ સત્તાવાર સમર્થન આપ્યું હતું. કટોકટીના વખતમાં ઉપયોગમાં લઈ શકાય એ માટે આ બૅન્કમાં ૧૦૦ અબજ ડૉલરના તાકીદના ભંડોળની પણ વ્યવસ્થા છે.

ન્યુ ડેવલપમેન્ટ બૅન્કમાં સૌથી વધુ ૪૧ અબજ ડૉલરનું યોગદાન ચીન આપશે. ત્યાર બાદ બ્રાઝિલ, ભારત અને રશિયા ૧૮-૧૮ અબજ ડૉલર અને દક્ષિણ આફ્રિકા પાંચ અબજ ડૉલર આપશે.

ભારત પછી બ્રાઝિલ અને રશિયાને આ બૅન્કના પ્રેસિડન્ટના પદ પર નિમણૂક કરવાનો અધિકાર મળશે. પ્રેસિડન્ટનો હોદ્દો પાંચ વર્ષની મુદત ધરાવે છે.

બૅન્ક એક વર્ષની અંદર કાર્યરત થઈ જવાની શક્યતા હોવાનું નાણાસચિવ રાજીવ મહર્ષિએ જણાવ્યું છે.

બ્રિક્સ દેશોની કુલ રાષ્ટ્રીય પેદાશ આશરે ૧૬ ટ્રિલ્યન ડૉલર થાય છે અને એમની વસ્તી વિશ્વની વસ્તીના લગભગ ૪૦ ટકા જેટલી છે.

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બ્રિક્સ બૅન્કની સ્થાપનાના કાર્યને વેગ આપવાની હાકલ કરતાં ગયા વર્ષે કહ્યું હતું કે ૨૦૧૬માં બૅન્કનું ઉદ્ઘાટન કરવાનું લક્ષ્ય રાખી શકાય.

કે. વી. કામતનો પરિચય

કે. વી. કામત તરીકે પ્રચલિત નામ ધરાવતા કુંદાપુર વામન કામત હાલ ICICI બૅન્ક અને ઇન્ફોસિસ લિમિટેડના નૉન-એક્ઝિક્યુટિવ ચૅરમૅન છે. તેઓ મેકૅનિકલ એન્જિનિયરિંગની પદવી ધરાવે છે અને એન્જિનિયરિંગ કર્યા બાદ તેમણે IIM અમદાવાદમાંથી મૅનેજમેન્ટનો અભ્યાસ કર્યો હતો.  કામતે ૧૯૭૧માં એ વખતે નાણાકીય સંસ્થા તરીકે સ્થપાયેલી ICICIમાં જોડાઈને કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો. એ સંસ્થાએ જ ICICI બૅન્કની સ્થાપના કરી અને ૨૦૦૨માં બન્નેનું એકત્રીકરણ થયું. તેઓ ૧૯૮૮થી ૭ વર્ષ સુધી એશિયન ડેવલપમેન્ટ બૅન્કમાં સેવારત રહ્યા બાદ ૧૯૯૬માં ICICIમાં મૅનેજિંગ ડિરેક્ટર અને ઘ્ચ્બ્ના પદે પાછા ફર્યા હતા. આ પદેથી એપ્રિલ-૨૦૦૯માં નિવૃત્ત થયા બાદ તેઓ નૉન-એક્ઝિક્યુટિવ ચૅરમૅન તરીકે સેવા આપી રહ્યા છે.

કે. વી. કામતને ૨૦૦૮માં પદ્મભૂષણ ખિતાબથી નવાજવામાં આવ્યા હતા. ભારતમાં તથા આંતરરાષ્ટ્રીય સ્તરે પણ તેમને બીજાં બહુમાન મળ્યાં છે, જેમાં બિઝનેસમૅન ઑફ ધ યર, બિઝનેસ લીડર ઑફ ધ યર, એશિયન બિઝનેસ લીડર ઑફ ધ યર વગેરેનો સમાવેશ થાય છે. ૨૦૦૮-’૦૯ માટે તેઓ કૉન્ફેડરેશન ઑફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી (CII)ના પ્રેસિડન્ટ હતા.

ગુજરાતના ફર્નિચર માર્કેટ પર ચીની ઉદ્યોગપતિઓની નજર

અમદાવાદ, રાજકોટ અને કંડલામાં ફર્નિચર પાર્કના નિર્માણની મહત્વાકાંક્ષી યોજના 

કુશળ વેપારી બુદ્ધિ ધરાવતા ચાઇનીઝ ઉદ્યોગપતિઓની નજર હવે ગુજરાતના ફર્નિચર બજાર પર પડી છે. ગુજરાતમાં ફર્નિચરનો બિઝનેસ વધુ થતો હોવાની જાણકારીના પગલે ચાઇનીઝ ઉદ્યોગપતિઓએ રાજ્યમાં ફર્નિચર પાર્ક ઊભા કરવામાં રસ દાખવ્યો છે; જેના પગલે અમદાવાદ, રાજકોટ અને કંડલામાં ફર્નિચર પાર્ક બનાવવા તરફ ગુજરાત સરકારે નજર દોડાવી છે.  

ગુજરાતનાં મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલ સાથે તાજેતરમાં ચીન ગયેલા ડેલિગેશનમાં  સામેલ ગુજરાતના ઉદ્યોગ વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી અરવિંદ અગ્રવાલે કહ્યું હતું કે ‘ગુજરાતમાં ફર્નિચર ઇમ્ર્પોટ થતું હોવાથી અને લોકો વધુ ફર્નિચર ખરીદતા હોવાથી અહીં બિઝનેસ કરવામાં ચાઇનીઝ કંપનીઓએ રસ દાખવ્યો છે. ફર્નિચરનું મોટું માર્કેટ ધરાવતા અમદાવાદ, રાજકોટ અને કંડલામાં ફર્નિચર પાક્ર્સના નિર્માણની દરખાસ્ત ચીની ઉદ્યોગપતિઓ સમક્ષ રજૂ કરવામાં આવી છે.’ 

ચાઇના જઈને આવેલા બિઝનેસ ડેલિગેશનના સભ્યો પૈકી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ગ્રુપ પ્રેસિડન્ટ (કૉર્પોરેટ અર્ફેસ) પરિમલ નથવાણીએ કહ્યું હતું કે ‘ચાઇનીઝ અને હૉન્ગકૉન્ગના ઉદ્યોગપતિઓ ગુજરાતમાં રોકાણ કરવા ક્રેઝી છે. વિવિધ ક્ષેત્રમાં કુલ બાવીસ સમજૂતી-કરાર થયા છે, જેનું અંદાજિત મૂલ્ય રૂપિયા ૩૦ હજાર કરોડ થવા જાય છે.’

સાણંદમાં ટેક્સટાઇલ પાર્ક પણ સ્થાપશે ચીની કંપની

અમદાવાદથી આશરે ૨૫ કિલોમીટર દૂર આવેલા સાણંદમાં ટેક્સટાઇલ પાર્કના નિર્માણ માટે ગુજરાતના ઇન્ડસ્ટ્રિયલ એક્સટેન્શન બ્યુરો અને ચાઇના સ્મૉલ ઍન્ડ મિડિયમ એન્ટરપ્રાઇઝિસ ઇન્વેસ્ટમેન્ટ વચ્ચે કરાર થયા છે. ગુજરાતમાં કુલ બે ટેક્સટાઇલ પાર્ક સ્થાપવાની યોજના છે અને આ બન્ને ટેક્સટાઇલ પાર્ક્સ માટે ૧૦,૦૦૦ કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે.

મુંબઈ 'સુપર કિંગ્સ' ચેન્નઈને ૪૧ રને હરાવીને બીજી વાર ચૅમ્પિયન બન્યું મુંબઈ

mumbai winએકતરફી મૅચમાં ચેન્નઈને ૪૧ રને હરાવીને બીજી વાર ચૅમ્પિયન બન્યું મુંબઈ : મૅન ઑફ ધ મૅચ રોહિત શર્મા, મોસ્ટ વૅલ્યુએબલ પ્લેયર ઍન્દ્રે રસેલ, ઑરેન્જ કૅપ ડેવિડ વૉર્નર, પર્પલ કૅપ ડ્વેઇન બ્રાવો : ૧૪-૧૫


ઈડન ગાર્ડન્સમાં ગઈ કાલે રમાયેલી ફાઇનલમાં ચૅન્નઈને ૪૧ રને હરાવીને મુંબઈ બીજી વખત IPL ચૅમ્પિયન બન્યું છે. મૅન ઑફ ધ મૅચ રોહિત શર્માના ૫૦ રન અને સિમોન્સના ૬૮ રનની મદદથી મુંબઈ ઇન્ડિયન્સે પાંચ વિકેટે ૨૦૨ રન બનાવ્યા હતા. જવાબમાં ચેન્નઈ સુપર કિંગ્સને આઠ વિકેટે માત્ર ૧૬૧ રન જ કરવા દીધા હતા. મુંબઈ તરફથી ન્યુ ઝીલૅન્ડના સ્પિનર મિચલ મૅકક્લેનહૅને ૨૫ રન આપીને ત્રણ વિકેટ અને લસિથ મલિન્ગાએ ૨૫ રન આપીને બે વિકેટ લીધી હતી. મુંબઈ પહેલી વખત ૨૦૧૩માં આ ટાઇટલ જીત્યું હતું. ચેન્નઈ ૨૦૦૮, ૨૦૧૨, ૨૦૧૩ અને ૨૦૧૫ની ફાઇનલ હાર્યું છે.

રોહિત-સિમોન્સની ફટકાબાજી 

પહેલી ઓવરમાં એક વિકેટ ગુમાવી હોવા છતાં મુંબઈના કૅપ્ટન રોહિત શર્માના ૨૬ બૉલમાં ૫૦ અને લૅન્ડલ સિમોન્સના ૬૮ રનને કારણે મુંબઈએ ૨૦૨ રનનો વિશાળ સ્કોર ઊભો કર્યો હતો. રોહિત શર્મા વન-ડેમાં વર્લ્ડ રેકૉર્ડવાળી ૨૬૪ રનની ઇનિંગ્સ તેમ જ પોતાની પહેલી જ ટેસ્ટમાં સદી ફટકારી હતી એવા પોતાના આ જ ફેવરિટ મેદાનમાં ભવ્ય કૅપ્ટન્સ ઇનિંગ્સ રમ્યો હતો. શર્માએ પોતાની IPLની ત્રીજી સદી ફટકારી હતી. સિમોન્સ અને શર્માએ મળીને ૬૭ બૉલમાં ૧૧૯ રનની પાર્ટનરશિપ કરી હતી.

રાયુડુ- પોલાર્ડની આક્રમક ઇનિંગ્સ


શર્મા અને સિમોન્સની વિકેટ ફટાફટ પડી હોવા છતાં અંબાતી રાયુડુ (નૉટઆઉટ ૩૬) અને કીરોન પોલાર્ડે ચોથી વિકેટ માટે ૪૦ બૉલમાં ૭૧ રન કરીને ટીમના સ્કોરને ૨૦૦ કરતાં વધુના આંક પર પહોંચાડ્યો હતો.

રોહિતની કૅપ્ટન્સ ઇનિંગ્સ

સાઉથ આફ્રિકાના ખેલાડી ફૅફ ડુ પ્લેસીએ પાર્થિવ પટેલને ઝીરો પર આઉટ કર્યો હતો. જોકે ત્યાર બાદ આવેલા રોહિત શર્માએ બે બૉલ ડોટ જવા દીધા બાદ આક્રમક રમત કરી હતી. જોકે તેણે સાવ આડેધડ ફટકાબાજી નહોતી કરી. તેણે ૧૦ બૉલમાં ૨૫ રન કર્યા હતા. સામે છેડે સિમોન્સ ત્યારે માત્ર મૂકપ્રેક્ષક બની રહ્યો હતો, પરંતુ લાગ મળતાં તેણે પણ આક્રમક બૅટિંગ કરવા માંડતાં રોહિતે તેને વધુ સ્ટ્રાઇક આપી હતી.

ચેન્નઈની હાલત ખરાબ

રોહિતની આવી ઇનિંગ્સને કારણે ચેન્નઈના ખેલાડીઓ ભારે દબાણમાં આવી ગયા હતા. તેમણે ઘણી ખરાબ ફીલ્ડિંગ કરી હતી. એ ઉપરાંત તેઓ કૅચ છોડતા, નો બૉલ કરતા અને ફુલટૉસ બૉલ નિયમિત અંતરે નાખતા જોવા મળ્યા હતા.

‘દિલ ધડકને દો’ના પ્રમોશન માટે ટીમ મેદાન : અનુષ્કા ખરાબ તબિયતને કારણે ગેરહાજર

આગામી ફિલ્મ ‘દિલ ધડકને દો’ના પ્રચાર અર્થે ફિલ્મના કલાકારો અનિલ કપૂર, ફરહાન અખ્તર અને રણવીર સિંહ ઈડન ગાર્ડન્સમાં મુંબઈ અને ચેન્નઈ વચ્ચેની ફાઇનલ મૅચ જોવા પહોંચી ગયા હતા. એ દરમ્યાન ત્યાં હાજર પ્રેક્ષકો સાથે હાથ મિલાવતો રણવીર સિંહ. નાદુરસ્ત તબિયતને કારણે ફિલ્મની હિરોઇન અનુષ્કા શર્માએ છેલ્લી ઘડીએ ઈડન ગાર્ડન્સ જવાનું ટાળ્યું હતું. શનિવારે મુંબઈમાં પ્રચાર દરમ્યાન ગરમીને કારણે તેની તબિયત બગડી ગઈ હતી એને પરિણામે ડૉક્ટરે તેને આખો દિવસ આરામ કરવાની સલાહ આપી હતી. યોજના મુજબ કલકત્તા ન જઈ શકવા બદલ અનુષ્કાએ અફસોસ વ્યક્ત કર્યો હતો.

કોને કયો અવૉર્ડ?

ચૅમ્પિયન

મુંબઈ ઇન્ડિયન્સ (ટ્રોફી અને ૧૫ કરોડ રૂપિયા)

રનર-અપ

ચેન્નઈ સુપર કિંગ્સ (ટ્રોફી અને ૧૦ કરોડ રૂપિયા)

મૅન ઑફ ધ મૅચ : રોહિત શર્મા (મુંબઈ)

ઑરેન્જ કૅપ : ડેવિડ વૉર્નર (સનરાઇઝર્સ હૈદરાબાદ, ૧૪ મૅચમાં ૫૬૨ રન)

પર્પલ કૅપ : (ડ્વેઇન બ્રાવો) (ચેન્નઈ સુપર કિંગ્સ ૧૭ મૅચમાં ૨૬ વિકેટ)

ફેર-પ્લે અવૉર્ડ : ચેન્નઈ સુપર કિંગ્સ

ઊભરતો પ્લેયર : શ્રેયસ ઐયર

કૅચ ઑફ ધ સીઝન : ડ્વેઇન બ્રાવો

(રાજસ્થાનના ખેલાડી શેન વૉટ્સનનો પકડેલો કૅચ)

મૉસ્ટ વૅલ્યુએબલ પ્લેયર : ઍન્દ્રે રસેલ (કલકત્તા)


સ્કોર-બોર્ડ

ટૉસ : ચેન્નઈ સુપર કિંગ્સ, રિઝલ્ટ : મુંબઈ ઇન્ડિયન્સનો ૪૧ રને વિજય

મૅન ઑફ ધ ફાઇનલ : રોહિત શર્મા
મુંબઈ ઇન્ડિયન્સ
ખેલાડી
રન
બૉલ
ફોર
સિક્સ
લેન્ડલ સિમોન્સ બૉ. સ્મિથ
૬૮
૪૫
પાર્થિવ પટેલ રનઆઉટ ( ડુ પ્લેસી)
રોહિત શર્મા કૉ. જાડેજા બૉ. બ્રાવો
૫૦
૨૬
કીરોન પોલાર્ડ કૉ. રૈના બૉ. શર્મા
૩૬
૧૮
અંબાતી રાયુડુ નૉટઆઉટ
૩૬
૨૪
હાર્દિક પંડ્યા કૉ. રૈના  બૉ. બ્રાવો
હરભજન સિંહ નૉટઆઉટ
એક્સ્ટ્રા ૬ કુલ સ્કોર ૨૦ ઓવરમાં પાંચ વિકેટે ૨૦૨ વિકેટપતન : ૧-૧ (પાર્થિવ પટેલ ૦.૫ ઓવર)૨-૧૨૦ (રોહિત શર્મા ૧૧.૬ ઓવર)૩-૧૨૦ (સિમોન્સ ૧૨.૧ ઓવર)૪-૧૯૧ (પોલાર્ડ ૧૮.૫ ઓવર)૫-૧૯૧ (પંડ્યા ૧૯.૨ ઓવર) બૉલિંગ-ઍનૅલિસિસ : આશિષ નેહરા ૪-૦-૪૧-૦મોહિત શર્મા : ૪-૦-૩૮-૧રવિચંદ્રન અશ્વિન : ૨-૦-૨૧-૦રવીન્દ્ર જાડેજા : ૨-૦-૨૬-૦ પવન નેગી : ૨-૦-૧૮-૦ડ્વેઇન બ્રાવો : ૪-૦-૩૬-૨ડ્વેઇન સ્મિથ : ૨-૦-૧૭-૧
ચેન્નઈ સુપર કિંગ્સ
ખેલાડી
રન
બૉલ
ફોર
સિક્સ
ડ્વેઇન સ્મિથ  એલબીડબ્લ્યુ હરભજન
૫૭
૪૮
માઇકલ હસી કૉ. સુચિત બૉ. મૅકક્લેનૅહૅન
સુરેશ રૈના સ્ટમ્પિંગ પાર્થિવ બૉ. હરભજન
૨૮
૧૯
મહેન્દ્ર સિંહ ધોની બૉ. મલિન્ગા
૧૮
૧૩
ડ્વેઇન બ્રાવો કૉ. સિમોન્સ બૉ. મૅકક્લેનૅહૅન
પવન નેગી કૉ. પંડ્યા બૉ. મલિન્ગા
ફૅફ ડુ પ્લેસી કૉ. શર્મા બૉ. વિનયકુમાર
રવીન્દ્ર જાડેજા નૉટઆઉટ
૧૧
આર. અશ્વિન કૉ. સુચિત બૉ. મૅકક્લેનૅહૅન
મોહિત શર્મા નૉટઆઉટ
૨૧
એક્સ્ટ્રા ૭ કુલ સ્કૉર ૨૦ ઓવરમાં ૮ વિકેટે ૧૬૧ વિકેટપતન : ૧-૨૨ (હસી ૪.૪ ઓવર)૨-૮૮ (સ્મિથ ૧૧.૫ ઓવર)૩-૯૯ (રૈના ૧૩.૩ ઓવર)૪-૧૦૮ (બ્રાવો ૧૪.૩ ઓવર)૫-૧૨૪ (ધોની ૧૫.૫ ઓવર)૬-૧૨૫ (ડુ પ્લેસી ૧૬.૨ ઓવર)૭-૧૩૪ (નેગી ૧૭.૩ ઓવર)૮-૧૩૭ (અશ્વિન ૧૮.૨ ઓવર) બૉલિંગ-ઍનૅલિસિસ : લસિથ મલિન્ગા : ૪-૦-૨૫-૨મિચલ મૅકક્લેનૅહૅન : ૪-૦-૨૫-૩વિનયકુમાર : ૪-૦-૩૯-૧હાર્દિક પંડ્યા : ૪-૦-૩૬-૦હરભજન સિંહ : ૪-૦-૩૪-૨

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports