સિટી ગ્રુપે એના લેટેસ્ટ રિપોર્ટમાં જણાવ્યું છે કે જૂન ૨૦૧૬ સુધીમાં સેન્સેક્સ વધીને ૩૫,૦૦૦ અને નિફ્ટી ૧૦,૬૦૦ના સ્તરે પહોંચશે. જોકે, સેન્સેક્સ માટેનો ડિસેમ્બર ૨૦૧૫નો ટાર્ગેટ અગાઉના ૩૩,૦૦૦થી ઘટાડીને ૩૨,૫૦૦ અને નિફ્ટીનો ૯૭૬૦નો કર્યો છે. સિટી બેન્કના રિપોર્ટ મુજબ ભારતીય રોકાણકારો માટે ૨૦૧૫નું વર્ષ ૨૦૧૪ના વર્ષ કરતાં સાવ જ અલગ રહ્યું છે. ભારતીય માર્કેટમાં એફઆઇઆઇનું રોકાણ ઉંચા લેવલે રહ્યું છે, પરંતુ અન્ય ઇર્મિંજગ માર્કેટ્સની સરખામણીએ ભારતીય બજારનો દેખાવ નબળો રહ્યો છે. અર્િંનગ અને ગ્રોથની દૃષ્ટિએ ઇન્ડિયન માર્કેટની કામગીરી પ્રોત્સાહક નથી રહી. પરંતુ વ્યાજદરમાં ઘટાડાની અપેક્ષાએ ભારતમાં ઉંચા મલ્ટીપલે ઇક્વિટીનું ટ્રેડિંગ થઈ શકે છે. સિટીએ માર્કેટના મલ્ટીપલનો ટાર્ગેટ ૧૬થી વધારીને ૧૭નો કર્યો છે. ભારત ફોરેન ઇક્વિટી ફ્લો પર મોટા પાયે આધારિત છે એ ચિંતાની બાબત છે. ટોપની ૫૦૦ કંપનીઓમાં એફઆઇઆઇનું હોલ્ડિંગ ૨૩ ટકા જેટલું છે. જ્યારે નોન પ્રમોટર ડોમેસ્ટિક હોલ્ડિંગ ૨૬ ટકા જેટલું છે. જોકે, હવે ડોમેસ્ટિક ઇનફ્લો વધી રહ્યો છે. ચાલુ વર્ષે અત્યાર સુધીમાં તો બજારમાં એફઆઇઆઇનું જ વર્ચસ્વ રહ્યું છે, પરંતુ મે માં ડોમેસ્ટિક રોકાણનું વર્ચસ્વ રહ્યું હતું.
સિટી ગ્રુપનું માનવું છે કે હજી પણ એફઆઇઆઇનું વર્ચસ્વ જળવાઈ જ રહેશે. ભારતની સ્થિતિમાં જે ફેરફાર થયા છે એ મુજબ સિટી ગ્રુપે પોર્ટફોલિયોમાં પણ ચેન્જિસ કર્યા છે. બેન્કિંગને ઓવરવેઇટની કેટેગરીમાં મૂક્યું છે. આ ઉપરાંત ઓટો, સિમેન્ટ અને ફાર્મામાં ઓવરવેઇટનું રેટિંગ જાળવી રાખ્યું છે. ટેલિકોમ અને ઇન્ટરનેટ સેક્ટરને ન્યુટ્રલથી ઓવરવેઇટ રેટિંગમાં અપગ્રેડ કર્યું છે. લાર્જ કેપ શેર્સમાં અદાણી પોર્ટ્સ, અરવિંદો ફાર્મા, એક્સિસ બેન્ક, ભારતી ઇન્ફ્રાટેલ, કોલ ઇન્ડિયા, ડો. રેડ્ડીઝ લેબોરેટરીઝ, એચસીએલ ટેક્નોલોજીઝ, એચડીએફસી બેન્ક, મહિન્દ્ર એન્ડ મહિન્દ્ર તેમ જ સ્ટેટ બેન્કની પસંદગી કરી છે જ્યારે મિડ કેપમાં એપોલો હોસ્પિટલ, ભારત ફોર્જ, કન્ટેઇનર કોર્પોરેશન, ઇમામી, એક્સાઈડ, ઇન્ફો એજ, જેએસડબલ્યુ એનર્જી, પેટ્રોનેટ એલએનજી, ટાઇટન અને યસ બેન્કની પસંદગી કરી છે.
No comments:
Post a Comment