Translate

Tuesday, May 26, 2015

ભારતમાં ટ્રેડિંગની શરતો વધુ હળવી બનાવો: FII

ફોરેન પોર્ટફોલિયો મેનેજરોએ મૂડીબજારની નિયમનકાર સેબીને વિનંતી કરી છે કે તેમણે સ્થાનિક સ્ટોક એક્સ્ચેન્જ પર ટ્રેડ કરવા માટે જે બાંયધરી આપવી પડે છે તેની શરતો હળવી કરવામાં આવે.

ભારતીય મૂડીબજારમાં પ્રથમ વખત પ્રવેશતી તથા જૂની વિદેશી સંસ્થાએ લાઇસન્સ રિન્યુ કરતી વખતે જણાવવું પડે છે કે તેઓ અયોગ્ય કે બિનપ્રમાણિક જાહેર થયેલી નથી.

આ શરત પર સહી કરનારા ઓફશોર ફંડ મેનેજરોએ જણાવ્યું કે આ શરત વધારે પડતી આકરી છે અને ગમે ત્યારે તેઓ નિયમનના કારણે મુશ્કેલીમાં મૂકાઇ શકે છે.

આવા મેનેજરોએ લેખિતમાં જણાવવું પડે છે કે, "અમારી સામે એવા કોઇ કેસ નથી (નિયમનકાર, કોર્ટ અથવા રોકાણકાર વગેરે દ્વારા) જેમાં એવું તારણ નીકળ્યું હોય કે અમે યોગ્યતા કે પ્રામાણિકતા ધરાવતા નથી."

અન્ય દેશોમાં આ શરત વધારે સ્પષ્ટ હોય છે, જેમ કે તેમને કોઇ પેનલ્ટી કરવામાં આવી છે કે નહીં, અથવા ચોક્કસ રકમથી મોટો દંડ ભરવામાં આવ્યો છે કે નહીં, વગેરે. ભારતમાં આ ડેકલેરેશન વધારે પડતું વિસ્તૃત છે અને તેમાં કાર્યવાહી પણ થઇ શકે છે, તેમ ખેતાન એન્ડ કંપનીના પાર્ટનર સિદ્ધાર્થ શાહે જણાવ્યું હતું.

એફપીઆઇ (ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ)ના કસ્ટોડિયનો તાજેતરમાં સેબીના અધિકારીઓને મળ્યા હતા અને તેમનો કેસ રજૂ કર્યો હતો. ભારતમાં એફઆઇઆઇ સંયુક્ત રીતે 328 અબજ ડોલરની એસેટ અંડર મેનેજમેન્ટ ધરાવે છે. તેઓ ફ્રી ફ્લોટમાં 51 ટકાથી સહેજ વધારે શેરની માલિકી ધરાવે છે. બીએસઇ 200માં તેમનું હોલ્ડિંગ 25.6 ટકાથી વધારે છે.

સૂત્રે કહ્યું કે, "કસ્ટોડિયન સાથે વિચારવિમર્શ કરીને આ શરત ઉમેરવામાં આવી છે છતાં તે ચિંતાજનક છે. આ ઉપરાંત ફોરેન પોર્ટફોલિયો ફંડ મોટા વૈશ્વિક જૂથનો હિસ્સો હોઈ શકે જે અનેક દેશોમાં સેંકડો પ્રકારની કામગીરી કરતું હોય. તેથી આવી શરતનું પાલન કરવું મુશ્કેલ છે."

આ ડેકલેરેશન વિશાળ અર્થ ધરાવે છે તેથી સેબીને તેના વિકલ્પ રૂપે ભલામણ કરવામાં આવી છે કે એફપીઆઇને કદી માર્કેટમાંથી સસ્પેન્ડ કરવામાં આવી છે કે નહીં અથવા પેનલ્ટીના ટર્મમાં સૌથી ગંભીર નિયમભંગ કયો હતો તેની માહિતી આપવા જણાવવામાં આવે.

ગયા વર્ષથી એફઆઇઆઇ અને પેટા-એકાઉન્ટની જગ્યાએ એફપીઆઇના નિયમો લાગુ થયા હતા જેમાં આ ડેકલેરેશનને સામેલ કરવામાં આવ્યું છે. નવા નિયમ પ્રમાણે એફપીઆઇ હેઠળ કોઇ નવા સબ-એકાઉન્ટ નહીં હોય જ્યારે વર્તમાન સબ-એકાઉન્ટ્સે તેમનું લાઇસન્સ રિન્યુ થવાની હોય ત્યારે પોતાને પૂર્ણ કક્ષાની એફપીઆઇમાં રૂપાંતરિત કરવાના રહેશે.

સબ એકાઉન્ટ્સની સંખ્યા એફઆઇઆઇની સંખ્યા કરતા લગભગ પાંચ ગણી વધારે છે, તેથી આવશ્યક ડિસ્ક્લોઝર અને ડેકલેરેશનમાં ઘણો સમય લાગવાની શક્યતા છે. એક અગ્રણી માર્કેટ ઇન્ટરમિડિયરીના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે નિયમનકાર કસ્ટોડિયન પાસેથી સબ એકાઉન્ટનું ડ્યુ ડિલિજન્સ માંગી શકે છે. તેમાં માત્ર એક પેજનું રિન્યુ લાઇસન્સ ભરવાની વાત નથી.

No comments:

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports