ગેજેટ ડેસ્કઃ ગૂગલે પોતાના વાર્ષિક I/O કોન્ફરન્સમાં એન્ડ્રોઇડ M નુ ડેવલપર્સ પ્રિવ્યુ લોન્ચ કર્યુ છે. કોન્ફરન્સના પહેલા દિવસે ગૂગલે ફોટો સેવિંગ એપ સાથે એન્ડ્રોઇડ હોમ સર્વિસ બ્રિલો પણ લોન્ચ કર્યુ હતુ. Divyabhaskar.com તમને એન્ડ્રોઇડ M ના ફિચર્સ વિશે જણાવી રહ્યુ છે.
ફિંગરપ્રિન્ટ સેન્સર સપોર્ટ-
જેવી રીતે કે પહેલા એવુ અનુમાન લગાવવામાં આવી રહ્યુ હતુ કે ગૂગલ પણ એપલની જેમ પોતાની ઓપરેટિંગ સિસ્ટમમાં ફિંગરપ્રિન્ટ રિડિગં ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. આ સેન્સરને નવા ટેક્નોલોજી ફિચર સાથે ડિઝાઇન કરવામાં આવ્યુ છે. હાલમાં સેમસંગ ગેલેક્સી S6, HTC ONe M9 જેવા સ્માર્ટફોન્સમાં પહેલેથી જ ફિંગરપ્રિન્ટ સ્કેનર ઉપલબ્ધ છે. હવે એન્ડ્રોઇડ M માં આ ટેક્નોલોજી આવવાથી એવી આશા રાખી શકાય છે કે હવે સસ્તા ડિવાઇસમાં પણ આ ટેક્નોલોજી આવશે.
એન્ડ્રોઇડ PAY
આ ભલે એપલPAY ની કોપી લાગે પરંતુ ગૂગલનુ એન્ડ્રોઇડ PAY થોડાક અંશે અલગ છે. આમાં પણ એપલ PAY ની જેમ NFC ની મદદથી કામ કરી શકાય છે. એનો મતલબ એ થાય કે NFC પર કામ કરતા તમામ પોર્ટ્લ્સ પર આ સર્વિસ કામ આપશે. એન્ડ્રોઇડ પેની મદદતી મોબાઇલ પેમેન્ટ્સ પણ થઇ શકશે. આ એન્ડ્રોઇડ કિટકેટ 4.4 અથવા તો તેનાથી ઉપરની ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરતા તમામ ડિવાઇસમાં સપોર્ટ કરશે. જો કે ભારતીય યુઝર્સે આ સર્વિસ માટે થોડી રાહ જોવી પડશે.
શુ છે NFC-
નીયર ફિલ્ડ કોમ્યુનિકેશન (NFC) શોર્ટ રેન્જમાં વધારે ફ્રિક્વેન્સી સાથે ડિવાઇસને ક્નેક્ટ કરવામાં મદદરૂપ થાય છે. સરળ શબ્દોમાં કહીએ તો લિમિટેડ અંતરમાં ઝડપથી ડિવાઇસ કનેક્ટ કરી શકાય છે. તેમાં ફાઇલ શેયરીંગ, ઇન્ટરનેટ એક્સેસ અને બાકી ટ્રાન્સફર માટે ગણુ ઉપયોગી સાબિત થાય છે. ખબરોનુ માનીએ તો એપલે ડચ ચિપમેકર સાથે ડિલ કરીને આ વખતે આઇફોનમાં NFC નો ઉપયોગ કર્યો છે. તે વન ટચ પેમેન્ટ માટે ઉપયોગમાં લઇ શકાશે.
રિવર્સિબલ USB C પોર્ટ્સ-
એપલ મેકબુકમાં USB C પોર્ટ આવ્યા બાદ ગૂગલે પણ એન્ડ્રોઇડ M સાથે USB C ટાઇપ પોર્ટ્સના સપોર્ટ ફિચ આપ્યા છે. USB C ટાઇપ બન્ને બાજુથી એક જેવુ હોય છે. જો ખબરોનુ માનીએ તો નેક્સસ ફોન પહેલો એવો સ્માર્ટફોન હશે કે જેમાં આ પોર્ટ્સ આપવામાં આવશે.
સારી બેટરી લાઇફ-
ગૂગલે નવા પ્રોજેક્ટ વોલ્ટા અંતર્ગત આ વખતે એન્ડ્રોઇડની બેટરીને વધારે સારી બનાવવા પર કામ કર્યુ છે. કંપનીનો દાવો છે કે આ વખતે પાવર કન્ઝમ્પશન વધારે સારૂ હશે અને બેટરી લાઇફ વધશે. મલ્ટિટાસ્કિંગ કરવાથી પણ બેટરી ઓછી યુઝ થશે. આ ઉપરાંત ફાસ્ટ ચાર્જિંગ અને એપ્સ દ્વારા બેટરી ખર્ચ કરવાની સમસ્યા પણ ઓછી થઇ જશે
ગૂગલ નાઉ (NOW)
ગૂગલ નાઉને કંપનીએ વધારે સારૂ બનાવ્યુ છે. ઉદાહરણ તરીકે ગૂગલ નાઉ હવે યુઝર્સના પ્રશ્નોના જવાબ આપશે. ગૂગલ નાઉ હોમ પેજ પર ટેપ કરીને એક્ટિવેટ કરી શકાશે. આ ઉપરાંત ગૂગલ નાઉમાં સીધા ફોટો અપલોડ કરીને પણ કામ કરી શકાશે.
No comments:
Post a Comment