અમદાવાદ, રાજકોટ અને કંડલામાં ફર્નિચર પાર્કના નિર્માણની મહત્વાકાંક્ષી યોજના
કુશળ વેપારી બુદ્ધિ ધરાવતા ચાઇનીઝ ઉદ્યોગપતિઓની નજર હવે ગુજરાતના ફર્નિચર બજાર પર પડી છે. ગુજરાતમાં ફર્નિચરનો બિઝનેસ વધુ થતો હોવાની જાણકારીના પગલે ચાઇનીઝ ઉદ્યોગપતિઓએ રાજ્યમાં ફર્નિચર પાર્ક ઊભા કરવામાં રસ દાખવ્યો છે; જેના પગલે અમદાવાદ, રાજકોટ અને કંડલામાં ફર્નિચર પાર્ક બનાવવા તરફ ગુજરાત સરકારે નજર દોડાવી છે.
ગુજરાતનાં મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલ સાથે તાજેતરમાં ચીન ગયેલા ડેલિગેશનમાં સામેલ ગુજરાતના ઉદ્યોગ વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી અરવિંદ અગ્રવાલે કહ્યું હતું કે ‘ગુજરાતમાં ફર્નિચર ઇમ્ર્પોટ થતું હોવાથી અને લોકો વધુ ફર્નિચર ખરીદતા હોવાથી અહીં બિઝનેસ કરવામાં ચાઇનીઝ કંપનીઓએ રસ દાખવ્યો છે. ફર્નિચરનું મોટું માર્કેટ ધરાવતા અમદાવાદ, રાજકોટ અને કંડલામાં ફર્નિચર પાક્ર્સના નિર્માણની દરખાસ્ત ચીની ઉદ્યોગપતિઓ સમક્ષ રજૂ કરવામાં આવી છે.’
ચાઇના જઈને આવેલા બિઝનેસ ડેલિગેશનના સભ્યો પૈકી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ગ્રુપ પ્રેસિડન્ટ (કૉર્પોરેટ અર્ફેસ) પરિમલ નથવાણીએ કહ્યું હતું કે ‘ચાઇનીઝ અને હૉન્ગકૉન્ગના ઉદ્યોગપતિઓ ગુજરાતમાં રોકાણ કરવા ક્રેઝી છે. વિવિધ ક્ષેત્રમાં કુલ બાવીસ સમજૂતી-કરાર થયા છે, જેનું અંદાજિત મૂલ્ય રૂપિયા ૩૦ હજાર કરોડ થવા જાય છે.’
સાણંદમાં ટેક્સટાઇલ પાર્ક પણ સ્થાપશે ચીની કંપની
અમદાવાદથી આશરે ૨૫ કિલોમીટર દૂર આવેલા સાણંદમાં ટેક્સટાઇલ પાર્કના નિર્માણ માટે ગુજરાતના ઇન્ડસ્ટ્રિયલ એક્સટેન્શન બ્યુરો અને ચાઇના સ્મૉલ ઍન્ડ મિડિયમ એન્ટરપ્રાઇઝિસ ઇન્વેસ્ટમેન્ટ વચ્ચે કરાર થયા છે. ગુજરાતમાં કુલ બે ટેક્સટાઇલ પાર્ક સ્થાપવાની યોજના છે અને આ બન્ને ટેક્સટાઇલ પાર્ક્સ માટે ૧૦,૦૦૦ કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે.

No comments:
Post a Comment