અમદાવાદઃ દિલ્હીના ઉદ્યોગપતિ મુમુક્ષુ ભંવરલાલ દોશીની દીક્ષા માટે ત્રી દિવસીય દીક્ષા મહોત્વસનો આજથી પ્રારંભ થયો છે. જેના માટે અમદાવાદ એજ્યુકેશન સોસાયટી ગ્રાઉન્ડ ખાતે બેંગલોરના કલાકારો દ્વારા વિશાળ ‘સંયમ જહાજ’ તૈયાર કરાયું છે.આજે 41 આચાર્ય ભગવંતો સહિત 1000થી વધુ સાધુ સાધ્વીજી મહારાજ સાહેબ સંયમ જહાજમાં પ્રવેશ કર્યો છે.
બપોરે વિજય મુહુર્તે સિદ્ધચક્ર મહાપુજન તેમજ કપડા રંગવાનું વિધાન અને રાત્રે 108 જેટલા કલાકારો દ્વારા ભવ્ય ભક્તિ સંગીત સંગીત રજૂ કરવામાં આવશે. ઉપરાંત 30મીએ સવારે 7.30 કલાકે ભુવનભાનુ સ્મૃતિ મંદિરથી વરસીદાનનો ભવ્ય વરઘોડો નીકળશે. જે ભુવનભાનુસૂરિ સ્મૃતિ મંદિર પંકજ સોસાયટીથી નીકળીને અમદાવાદ એજ્યુકેશન સોસાયટીના મેદાનમાં પૂર્ણ થશે. જે બાદ કાલે રાત્રે સંયમ જહાજમાં ભંવરલાલ દોશીનો વિદાય સમારોહ યોજવામાં આવશે. મહોત્વસના ત્રીજા અને અંતિમ દિવસે રવિવાર 6 વાગ્યે દીક્ષા વિધિનો પ્રારંભ થશે.
દેશમાં પ્રથમવાર અલૌકિક સંયમજહાજનું નિર્માણ
સંજય જહાજ વિશે આચાર્ય ભગવંત રશ્મિ રત્નસૂરીશ્વરજી મહારાજના જાણાવ્યા અનુસાર આવા પ્રકારના જહાજનું સૌ પ્રથમવાર નિર્માણ કરવામાં આવ્યું છે. ત્રણ માળના આ વિરાટ જહાજની પહોળાઈ 560 ફૂટ, ઉંચાઈ 85 ફૂટ, લંબાઈ 50 ફૂટ છે. આ જહાજની ઉપર ચાર નાના જહાજ બનાવામાં આવ્યા છે. જેમાં દરેક જહાજની લંબાઈ 36 ફૂટ, પહોળાઈ 24 ફૂટ છે મુખ્ય કેન્દ્રમાં શાસન ધ્વાજ ફરકાવવામાં આવ્યો છે. આ જહાજ વાસ, બામ્બુ, પ્લાયવુડ, કેનવાસ થર્મોકોલ ફાઈબરથી તૈયાર થયું છે.
No comments:
Post a Comment