નવી
દિલ્હી
:
વડાપ્રધાન
નરેન્દ્ર
મોદીએ
કાર્યભાર
સંભાળતાંની
સાથે
જ
કેટલીક
બાબતો
સ્પષ્ટ
કરી
દીધી
છે
.
પહેલા
દિવસે
તેમણે
સંકેત
આપી
દીધો
છે
કે
,
તમામ
મહત્ત્વના
નીતિવિષયક
મુદ્દામાં
વડાપ્રધાન
કાર્યાલય
(
પીએમઓ
)
નો
નિર્ણય
આખરી
રહેશે
અને
નવી
સરકારમાં
પ્રધાનોને
છૂટો
દોર
આપવામાં
નહીં
આવે
.
મનમોહન સિંઘના છેલ્લા દાયકાના શાસન કરતાં આ બિલકુલ વિપરીત વલણ છે . ઉલ્લેખનીય છે કે , સિંઘના કાર્યકાળમાં પીએમઓનું મહત્ત્વ ધીમે ધીમે ઘટતું ગયું હતું અને મંત્રીઓ નિરંકુશ બન્યા હતા . જેના લીધે કૌભાંડોની હારમાળા સર્જાઈ હતી અને વહીવટી તંત્ર ખાડે ગયું હતું .
મંગળવારે સવારે મોદીએ કાર્યભાર સંભાળ્યાના એક કલાક પછી મંત્રીઓનાં ખાતાંની ફાળવણીની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી . જેમાં સ્પષ્ટપણે જણાવાયું હતું કે , મહત્ત્વની તમામ નીતિવિષયક બાબતોમાં વડાપ્રધાનનો નિર્ણય આખરી રહેશે . ઉપરાંત , જે ખાતાંની ફાળવણી કરવામાં આવી નથી તેનું કામ પણ વડાપ્રધાન સંભાળશે .
યુપીએના શાસનકાળમાં પીએમઓ દ્વારા મંત્રીઓને મોટા ભાગની બાબતોમાં નિર્ણય લેવાની છૂટ આપવામાં આવી હતી અને માત્ર મહત્ત્વની નીતિવિષયક બાબતોની જાણ વડાપ્રધાનને કરવા જણાવાયું હતું . આ વ્યવસ્થાને લીધે ટેલિકોમ કૌભાંડના આરોપી એ રાજા જેવા પ્રધાનોને ટુજી સ્પેક્ટ્રમ લાઇસન્સ જારી કરવા છૂટો દોર મળ્યો હતો . રાજાએ કોર્ટમાં દલીલ કરી હતી કે , તેમણે વડાપ્રધાનને હંમેશા પ્રક્રિયાની જાણકારી આપી હતી .
ઉલ્લેખનીય છે કે , સ્પેક્ટ્રમની ફાળવણીમાં સરકારી તિજોરીને ~ ૧ . ૭૬ લાખ કરોડનું નુકસાન થયું હોવાનો અંદાજ કેગ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે . મનમોહન સિંઘના પીએમઓ દ્વારા તમામ મંત્રાલય અને વિભાગોને કાર્યકારી પદ્ધતિ અંગે જાણ કરવામાં આવી હતી કે , વડાપ્રધાનને સુપરત કરવામાં આવનારી વિવિધ બાબતો અંગેની ફાઇલનો આધાર એ બાબત પર રહેશે કે , વડાપ્રધાન એ મંત્રાલયનો પ્રત્યક્ષ હવાલો સંભાળે છે કે પછી ખાતાની જવાબદારી કોઈ કેબિનેટ પ્રધાન કે રાજ્યકક્ષાના મંત્રી પાસે છે .
જો ખાતાની જવાબદારી કેબિનેટ પ્રધાન કે રાજ્યકક્ષાના મંત્રી પાસે હોય તો મોટા ભાગની બાબતોમાં જે તે પ્રધાને જ નિર્ણય લેવાનો રહેશે . ’’ મોદીએ આ પ્રકારના ગૂંચવાડા માટે કોઈ અવકાશ રાખ્યો નથી . કારણ કે મંત્રીઓને તમામ બાબતોની જાણ વડાપ્રધાનને કરવાનું સ્પષ્ટ કરી દેવાયું છે .
ત્રણ વર્ષ પહેલાં મોદીને મળેલા ભૂતપૂર્વ ગૃહસચિવ જી કે પિલ્લાઈએ જણાવ્યું હતું કે , “ મોદી સાથે ગુજરાતમાં કામ કરનારા અધિકારીઓ પાસેથી મને જે જાણવા મળ્યું છે એ અનુસાર આ વડાપ્રધાનને જાતે નિર્ણયો લેવાનું ગમે છે . તે ઝડપી પરિણામ દર્શાવવા ઇચ્છુક હશે . એટલે મારી ધારણા પ્રમાણે સચિવોની નિમણૂકની પ્રક્રિયામાં ફેરફાર થશે .
ઉપરાંત , તેમને ખાતરી આપવામાં આવશે કે , તેઓ પરિણામલક્ષી કામ કરશે તો ખોટા પડનારાં પગલાંઓમાં સરકાર તેમની પડખે રહેશે . ટ્રાઇના ભૂતપૂર્વ વડા અને સુધારાના અમલીકરણમાં ચેમ્પિયન ગણાતા ન્રિપેન્દ્ર મિશ્રાની પીએમઓમાં પ્રિન્સિપાલ સેક્રેટરી તરીકે નિમણૂક મોદીના સ્વભાવનો ખ્યાલ આપે છે . વધુમાં મોદીએ એવા બે સંયુક્ત સચિવની નિમણૂક કરી છે જે ગુજરાતના મુખ્યમંત્રી તરીકેની તેમની કાર્યશૈલીથી વાકેફ છે .