Translate

Monday, September 7, 2015

એમ્ટેક ઓટોમાં રોકાણકારોના રૂ.800cr ફસાયા

Image result for amtek autoમુંબઈ:ચારેકોરથી મુશ્કેલીમાં મૂકાયેલી એમ્ટેક ઓટો તેનું પેમેન્ટ ચૂકવવામાં નિષ્ફળ જવાની શક્યતાને પગલે એક્સિસ બેન્ક, કરૂર વૈશ્ય, સિન્ડિકેટ બેન્ક, કોર્પોરેશન બેન્ક અને કેટલાક પેન્શન ફંડ્સ સહિતનાં 80થી વધુ રોકાણકારોએ જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં તેમના ચોપડામાં ઓછામાં ઓછા રૂ.800 કરોડની ખોટ તોળાઈ રહી છે એમ આ હિલચાલથી પરિચિત ચાર વ્યક્તિએ કહ્યું હતું.

એમ્ટેક ઓટોએ તારીખમાં ફેરફાર કરવાની વિનંતી કરી છે, જેને રોકાણકારો સ્વીકારે તેવી શક્યતા નથી કારણ કે, હાઈ નેટવર્થ ઈન્ડિવિડ્યુઅલ્સ (HNIs) અને પેન્શન ફંડ્સ પાસે કંપનીના આ મહિને પાકી રહેલાં બોન્ડ્સનો નોંધપાત્ર હિસ્સો હોવાથી તારીખ બદલવી શક્ય નથી એમ ઉપરોક્ત માહિતી આપનાર લોકોએ કહ્યું હતું.

એક બેન્કરે ઓ‌ળખ છતી ન કરવાની શરતે કહ્યું હતું કે, "તેઓ પુનર્ગઠનની માંગણી કરી રહ્યાં છે પરંતુ 80થી વધુ રોકાણકારો હોવાથી તેમ કરવું શક્ય નહીં બને. બોન્ડમાં રોકાણ કરનારી બેન્કોની સંખ્યા જ 10 છે, આથી તેઓ શું કરવું તેનો નિર્ણય કરી શકતા નથી."

ગુડગાંવ સ્થિત એમ્ટેક ઓટો મારુતિ સુઝુકી જેવી કંપનીઓને ઓટો કમ્પોનન્ટ્સનો સપ્લાય કરે છે અને ઓક્ટોબરમાં તેના 10 વર્ષીય બોન્ડ્સની મુદત પાકી રહી છે અને કંપની આ બોન્ડની ચૂકવણી કરવામાં નિષ્ફળ જવાની શક્યતા રોકાણકારોને વરતાઈ રહી છે એમ પરિચિત લોકોએ જણાવ્યું હતું.

એક્સિસ બેન્કે જણાવ્યું હતું કે, "અમે વ્યક્તિગત ગ્રાહકના ટ્રાન્ઝેક્શન કે રોકાણ અંગે ટિપ્પણી કરતા નથી." વારંવારના પ્રયાસ કરવા છતાં એમ્ટેક ઓટોના અધિકારીઓનો સંપર્ક થઈ શક્યો નહોતો. એક્સિસ બેન્કે એમ્ટેક પાસેથી કુલ કેટલા લેવાના નીકળે છે તે અંગે હજુ અસ્પષ્ટતા છે.

એમ્ટેક ઓટો સખત નાણાંભીડમાં છે, જેથી મ્યુચ્યુઅલ ફંડ જેપી મોર્ગન એસેટ મેનેજમેન્ટને પણ ભારતમાં ફટકો પડ્યો છે. આ મ્યુ. ફંડે મૂલ્ય માંડવાળ કર્યા બાદ તેના બે ફિક્સ્ડ ઈન્કમ ફંડ્સમાંથી વિધ્ડ્રોવલ્સ પર અંકુશ મૂકી દીધો હતો. લગભગ રૂ.16,000 કરોડની લોન અને બોન્ડ્સનું ભાવિ જોખમમાં છે. આને તાત્કાલિક બેડ લોન્સમાં તબદીલ કરવાની જરૂર નથી કારણ કે, એમ્ટેક ઓટો વ્યાજ ચૂકવવાનું ચાલુ રાખશે અને કંપની તેના ફાયનાન્સ તરીકે જેમના તેમ રાખશે.

એમ્ટેક ઓટોએ મે મહિનામાં જર્મનીની રેજ હોલ્ડિંગ GmbHને ખરીદવા સહમતિ સાદી હતી. આ સોદો તેનો ૧૯મો સોદો હતો. એમ્ટેક ગ્રૂપ વિવિધ દેશોમાં કુલ 63 ઉત્પાદન સુવિધાઓનું સંચાલન કરે છે અને ખાસ તો ઓટોમોબાઈલ ઉદ્યોગ માટે કાસ્ટિંગ અને ફોર્જિંગ બિઝનેસ પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

સપ્ટેમ્બર ૨૦૧૪માં રેટિંગ કંપની CARE લિ.એ એમ્ટેક ઓટોનું ક્રેડિટ રેટિંગ AA+થી ઘટાડીને AA કરવામાં આવ્યા બાદ ધીમે ધીમે કંપનીની હાલત કફોડી બનવાનું શરૂ થયું હતું. આ રેટિંગ ઓગષ્ટમાં A+થી વધુ ઘટાડીને C કરવામાં આવ્યું હતું.

અન્ય એક બેન્કરે કહ્યું હતું કે, "એમ્ટેક ઓટો મુશ્કેલીમાં છે, જેની અમને ખબર છે. કંપનીને તેમાંથી બહાર કાઢવા માટે કેવા પ્રયાસ કરવા તે અંગે અમે તેમની સાથે વાતચીત કરી રહ્યાં છીએ."

2014ના એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં રૂ.86.1 કરોડનો નફો કરનારી એમ્ટેકે જૂન-'15 ક્વાર્ટરમાં રૂ.157.6 કરોડની ખોટ નોંધાવી હતી. કંપનીની કુલ આવક પણ રૂ.1,064.4 કરોડથી ઘટીને રૂ.866.3 કરોડ થઈ હતી.

કંપનીના માથે અંદાજે રૂ.17,661 કરોડનું ઋણ છે. એમ્ટેક ઓટોનો શેર એક વર્ષમાં તેની ટોચેથી 88 ટકા પટકાયો છે અને કંપનીએ તેની કથળતી નાણાકીય પરિસ્થતિ અંગે ચેતવણી ઉચ્ચારી છે.

No comments:

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports