Translate

Tuesday, September 8, 2015

ઘણી કંપનીઓની ડિવિડન્ડ યીલ્ડ આકર્ષક

ચીનની નરમાઇ અને વિદેશી સંસ્થાકીય રોકાણકારોની એકધારી વેચવાલીથી ભારતના શેરબજારમાં તીવ્ર ઘટાડાને પગલે સારુ સંચાલન ધરાવતી અને ડિવિડન્ડની ચુકવણી કરતી કંપનીઓના શેરો ડિવિડન્ડના સંદર્ભમાં આકર્ષક બન્યા છે. આ કંપનીઓની ડિવિડન્ડ યીલ્ડ હવે તુલનાત્મક રીતે રોકાણકારો માટે લાભકારક બની છે.

શેરબજારના મુખ્ય સૂચકાંકોમાં એક મહિનામાં આશરે 10 ટકા અને છ મહિનામાં આશરે 14 ટકાનો ઘટાડો થયો છે. શેરબજારમાં આવી એકધારી નરમાઈથી રોકાણકારો માટે ગ્રોથ શેરોને ઓળખવાનું મુશ્કેલ બન્યું છે. તેથી તેઓ સારો કોર્પોરેટ ગવર્નન્સ , સ્થિર બિઝનેસ મોડલ અને ડિવિડન્ડનો સારો રેકોર્ડ ધરાવતી કંપનીઓના શેરોની પસંદગી કરી શકે છે. શેરબજારમાં સતત ઘટાડાને કારણે આવી કંપનીઓની ડિવિડન્ડ યીલ્ડમાં નોંધપાત્ર સુધારો થયો છે.

આ ઉપરાંત ડિવિડન્ડ રોકાણકારોના હાથમાં ટેક્સમુક્ત હોય છે. તેનાથી શેરબજારમાં અનિશ્ચિતતાના તોફાન વચ્ચે આ શેરો વધુ આકર્ષક બને છે. ઇટી ઇન્ટેલિન્સ ગ્રૂપ આવી કંપનીઓની યાદી બનાવી છે. શુક્રવારના બજારના ઘટાડા બાદ આ કંપનીઓની ડિવિડન્ડ યીલ્ડ હવે આકર્ષક બની છે.

સારી ડિવિડન્ડ યીલ્ડ ધરાવતી કંપનીઓમાં એનએમડીસી, કોલ ઇન્ડિયા, નેશનલ એલ્યુમિનિયમ કંપની, જે બી કેમિકલ્સ એન્ડ ફાર્મા, સોનાટા સોફ્ટવેર, ઇન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઇનાન્સ, યુકો બેન્ક, વીએસટી ઇન્ડસ્ટ્રીઝ, ઓઇલ ઇન્ડિયા, આઇએલ એન્ડ એફએસ, ટાન્સપોર્ટેશન, રૂરલ ઇલેક્ટ્રિફિકેશન, પાવર ફાઇનાન્સ કોર્પ સહિતની કંપનીઓનો સમાવેશ થાય છે.

માઇનિંગ એન્ડ મિનરલ ક્ષેત્રની કંપની એનએમડીસી હાલમાં 8.7 ટકા અને કોલ ઇન્ડિયા 6.0 ટકા ડિવિડન્ડ યીલ્ડ ધરાવે છે. મેટલ ક્ષેત્રની કંપની નેશનલ એલ્યુમિનિયમ કંપનીની ડિવિડન્ડ યીલ્ડ 5.4 ટકા છે, જ્યારે ફાર્મા ક્ષેત્રની કંપની જે બી કેમિકલ્સની ડિવિડન્ડ યીલ્ડ હાલમાં 5.1 ટકા છે.

આ ઉપરાંત સોના સોફ્ટવેર 5.1 ટકા, ઇન્ડિયા બુલ્સ હાઉસિંગ ફાઇનાન્સ 4.9 ટકા, યુકો બેન્ક 4.8 ટકા, વીએસટી ઇન્ડસ્ટ્રીઝ 4.8 ટકા, ઓઇલ ઇન્ડિયા 4.7 ટકા, આઇએલ એન્ડ એફએસ ટ્રાન્સપોર્ટેશન 4.5 ટકા ડિવિડન્ડ યીલ્ડ ધરાવે છે.

No comments:

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports