કેટલાંક ફિકસ્ડ ઇનકમ
પોર્ટફોલિયોમાં અતિશય ક્રેડિટ રિસ્કની ચિંતાને પગલે સેબીએ કોર્પોરેટ ડેટ
પેપર્સમાં મ્યુચ્યુઅલ ફંડ્સના રોકાણના નિયમોને આકરા બનાવાની યોજના બનાવી
છે. મૂડીબજારની નિયમનકારી સંસ્થા સેબી વ્યક્તિગત કંપનીની ડેટ
સિક્યોરિટીઝમાં મ્યુચ્યુઅલ ફંડ્સના રોકાણની મર્યાદામાં ઘટાડો કરવાની
વિચારણા કરી રહી છે.
હાલના નિયમો મુજબ કોઇ એક મ્યુચ્યુઅલ ફંડ્સ સ્કીમ સિંગલ ઇશ્યૂકર્તાના ડેટ ઇન્સ્ટ્રુમેન્ટમાં નેટ એસેટ વેલ્યૂના ૧૫ ટકાથી વધુ રોકાણ કરી શકતી નથી. ક્રેડિટ રેટિંગ એજન્સીએ ઇન્વેસ્ટમેન્ટ ગ્રેડથી નીચું રેટિંગ આપ્યું છે તેવા ઇશ્યૂકર્તાના ડેટ પેપર્સને આવા નિયમ લાગુ પડે છે. જોકે આવી મર્યાદાને ટ્રસ્ટીની પૂર્વ મંજૂરી સાથે વધારીને ૨૦ ટકા કરી શકાય છે.
હવે સેબી માને છે કે આ મર્યાદા ઘણી ઊંચી છે, કારણ કે કેટલાંક મ્યુચ્યુઅલ ફંડ્સ નીચું રેટિંગ ધરાવતા ડેટ પેપર્સની મોટાપાયે ખરીદી કરે છે.
આ ગતિવિધિથી માહિતીગાર એક વ્યક્તિએ જણાવ્યું હતું કે "ડેટ પેપર્સનો સપ્લાય ઘણો ઓછો હતો, ત્યારે આ નિયમો ઘડવામાં આવ્યા હતા. પરંતુ હાલમાં ઘણા ડેટ પેપર્સ બજારમાં આવી રહ્યા છે. તેથી હાલની નીતિની સમીક્ષા કરવાનો સમય થઈ ગયો છે."
જેપી મોર્ગન એસેટ મેનેજમેન્ટની બે ડેટ સ્કીમ્સ આનું ઉદાહરણ છે. ઇન્ડિયા ટ્રેઝરી ફંડ અને ઇન્ડિયા શોર્ટ ટર્મ ઇનકમ ફંડ્સ સહિતની આ બે સ્કીમને તાજેતરમાં ઓટો એન્સિનિયરી કંપની એમટેક ઓટોના શેરના ભાવમાં તીવ્ર ઘટાડાને કારણે ફટકો પડ્યો છે. આ ઘટનાથી સેબીની પગલાં લેવાની ફરજ પડી છે. આ બંને સ્કીમ્સના આશરે 200 કરોડ અથવા એયુએમના આશરે છ ટકાનું ભંડોળ એમટેક ઓટોમાં રોકાણ કરવામાં આવ્યું હતું.
ટોચની ક્રેડિટ રેટિંગ એજન્સીએ એમટેક ઓટોના રેટિંગમાં ઘટાડો કર્યા બાદ જે પી મોર્ગનને ફંડ્સનું વેલ્યૂ 'માર્ક-ટુ માર્કેટ' કરવું પડ્યું હતું. હવે જેપી મોર્ગન ડિફોલ્ટની અણી પર છે, કારણ કે ડેટ પેપર્સની મુદત સપ્ટેમ્બરમાં પૂરી થાય છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે ફંડ મેનેજર્સે માત્ર રેટિંગને આધારે રોકાણનો નિર્ણય કરવો જોઇએ નહીં, ફંડ મેનેજર્સ પોતાની રીતે પણ મૂલ્યાંકન કરવું જોઇએ. સેબી માને છે કે તાજેતરની ઘટનાને માત્ર એક ઘટના માનીને તેની અગવણના કરી શકાય નહીં. સેબીએ કેટલાંક ફંડ્સ હાઉસિસ પાસેથી ચોક્કસ ક્ષેત્રો અને ડેટ પેપર્સમાં તેમના રોકાણ અંગેની માહિતી માંગી છે.
નિયમો મુજબ ફંડ હાઉસિસ નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપનીઓમાં 40 ટકાથી વધુ રોકાણ કરી શકે નહીં. સેબીએ જોખમી ગણાતા રિયલ એસ્ટેટ ક્ષેત્રના ડેટ પેપર્સમાં રોકાણ ન કરવા મ્યુચ્યુઅલ ફંડ્સની અનૌપચારિક સૂચના આપી છે. સેબી ગયા સપ્તાહે ચોક્કસ કંપની કે ક્ષેત્રમાં વધુ રોકાણ ન કરવા ફંડ મેનેજર્સને સૂચના આપી હતી.

No comments:
Post a Comment