Translate

Tuesday, September 8, 2015

TCSનો હીરાનંદાની સાથે દેશનો સૌથી મોટો લીઝ રેન્ટલ સોદો

દેશની આર્થિક રાજધાની મુંબઈમાં કોમર્સિયલ સ્પેસમાં લીઝ રેન્ટલ ધીમે-ધીમે વેગ પકડી રહ્યા છે. દેશની અગ્રણી સોફ્ટવેર કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ થાણેમાં હીરાનંદાની ગાર્ડન્સની 20 લાખ ચોરસ ફૂટથી પણ વધારે જગ્યા લીઝ પર લેવાની તૈયારીમાં છે.

હીરાનંદાની કન્સ્ટ્રકશન્સ સાથેનો આ લીઝ કરાર 15 વર્ષનો હશે અને તેમા દર ત્રણ વર્ષની રિસેટ ક્લોઝ પણ છે, એમ આ હિલચાલ અંગે જાણકારી ધરાવતા ત્રણ વ્યક્તિઓએ જણાવ્યું હતું.

આ સોદા મુજબ ટીસીએસ પાસે લીઝને બીજા 20 લાખ ચોરસ ફૂટ સુધી વિકસાવવાનો વિકલ્પ પણ હશે. ભારતમાં સિંગલ લાર્જેસ્ટ ઓફિસ સ્પેસ ડીલ મેમાં થયું હતું, જ્યારે ફ્લિપકાર્ટે બેંગ્લુરુમાં 20 લાખ ચોરસ ફૂટના કસ્ટમ-બિલ્ટ ઓફિસ કેમ્પસને લીઝ પર લીધું હતું.

જો કે આ સ્પેસ તેને બે તબક્કામાં મળશે, જ્યારે હીરાનંદાની તો તેને 20 લાખ ચોરસ ફૂટની ઓફિસ એક જ જગ્યાએ આપી દે તેમ મનાય છે. ઉપર મુજબની વાતચીત કરનારા વ્યક્તિઓમાં એકે જણાવ્યું હતું કે, "આ જગ્યાનો ઉપયોગ કોન્સોલિડેશન તથા ભાવિ વિસ્તરણ આયોજનો માટે થશે. છેલ્લાં બે ક્વાર્ટરથી તેના માટે વાતચીત ચાલી રહી છે અને હવે તે પૂર્ણતાના આરે છે."

લગભગ 30,000 કર્મચારીઓને સમાવતી આ જગ્યાનું માસિક ભાડું પ્રતિ ચોરસ ફૂટ રૂ.50થી રૂ.55 હશે. મિલકતનું વાર્ષિક લીઝ રેન્ટલ રૂ.120 કરોડથી રૂ.130 કરોડની વચ્ચે હશે અને આ સોદો 15 વર્ષ માટેનો છે. "અમારા ગ્રાહકોની ગુપ્તતાના લીધે અમે આ સંદર્ભમાં હાલમાં કોઈ ટિપ્પણી કરી શકીએ તેમ નથી," એમ હીરાનંદાની કન્સ્ટ્રકશન્સના મેનેજિંગ ડિરેક્ટર નિરંજન હીરાનંદાનીએ ઇટીના ઇ-મેઇલથી પૂછાયેલા સવાલમાં જવાબમાં જણાવ્યું હતું.

ટીસીએસને આ અંગે મોકલવામાં આવેલી ઇ-મેઇલ પ્રશ્નાવલિ આ લખાઈને પ્રેસમાં જાય છે ત્યાં સુધી અનુત્તરિત રહી હતી. આ સોદાના સલાહકાર નાઇટ ફ્રેન્ક ઇન્ડિયાએ પણ આ સમગ્ર બાબત પર ટિપ્પણી કરવાનો ઇન્કાર કર્યો છે.

હીરાનંદાની કન્સ્ટ્રકશન્સ બે વર્ષના સાઇનિંગ એગ્રીમેન્ટ સાથે ઓફિસ સ્પેસ આપે તેમ મનાય છે. દેશની સૌથી મોટી સોફ્ટવેર નિકાસકાર કંપનીના કર્મચારીઓની કુલ સંખ્યા જૂન ક્વાર્ટરના અંતે 3,24,935ની હતી, આટલું ઓછું હોય તેમ 20,302 એસોસિયેટ્સની અને બીજા 5,279 કર્મચારીઓના નેટ એડિશનનો પણ સમાવેશ થાય છે. કંપનીની તેના મુખ્યમથક સહિત કુલ 19 ઓફિસો છે અને મુંબઈ તથા થાણેમાં 10 ડિલિવરી સેન્ટર છે, એમ તેની વેબસાઇટ પર જણાવાયું છે.

ટીસીએસ આઇટી, બીપીએસ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એન્જિનીયરિંગ અને એસ્યોરન્સ સર્વિસિસના ઇન્ટિગ્રેટેડ પોર્ટફોલિયો સાથેનું કન્સલ્ટિંગ ઓફર કરે છે. આ સેવાઓ તેના અનોખા ગ્લોબલ નેટવર્ક ડિલિવરી મોડેલ દ્વારા અવિરત ધોરણે આપવામાં આવે છે, તેના લીધે તે તેનો ગ્રાહક ગમે ત્યાં હોય તેને તે 24 કલાક સેવા પૂરી પાડી શકે છે. કંપનીના મોટા ડિલિવરી સેન્ટરો સમગ્ર વિશ્વમાં આવેલા ગ્રાહકોને સેવા પૂરી પાડે છે. માર્ચ 2015ના અંતે કંપનીની કુલ સંયુક્ત આવક 15 અબજ ડોલરની હતી.

No comments:

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports