સપ્તાહના પહેલા દિવસે ભારતીય બજારોની શરૂઆત સારી તેજીની સાથે થઈ છે. જો કે
આજે એશિયાઈ બજારોમાં થોડી કમજોરીની સાથે કારોબાર કરી રહ્યા છે પરંતુ ઘરેલૂ
બજાર તેનાથી દૂર રહ્યા અને શાનદાર તેજીની સાથે કારોબાર કરી રહ્યા છે.
સેન્સેક્સમાં 155 અંકોનો ઉછાળો જોવામાં આવી રહ્યો છે અને નિફ્ટી પણ 42 અંક
વધીને 7700 ની ખુબજ નજીક આવી ગયા છે. મિડકેપ અને સ્મૉલકેપ શેરોમાં પણ થોડો
વધારો દર્જ કરવામાં આવી રહ્યો છે. માર્કેટની આગળની ચાલ પર ચર્ચા કરવા જોડાઈ
રહ્યા છે કોટક મહિન્દ્રા મ્યુચ્યુઅલ ફંડના એમડી એન્ડ સીઈઓ નિલેશ શાહ
પાસેથી.
નિલેશ શાહનું કહેવુ છે કે જ્યારે રોકાણકાર માર્કેટની વિરૂદ્ધ જવાની કોશિશ કરે છે ત્યારે ટૂંકાગાળે અસર થાય. કરેક્શનમાં ટૂંકાગાળે ખરીદી કરવાનો સમય આવી ગયો છે. ભારત-ચીનને એકમેકના હરિફ તરીકે વૈશ્વિક સ્તરે જોવામાં આવે છે. ચીનમાં યુઆનનો ડિવેલ્યુએશનનો અનુભવ 1993થી ચાલુ છે. ચીનમાં 1993માં 40% જેટલું અચાનક જ અવમૂલ્યન કરાયું હતું. ચીનમાં આવતી મુશ્કેલી આપણા માર્કેટ્સ અને અર્થતંત્ર માટે સારી તક જ છે. ભારતમાં મોંઘવારી ઊંચી હોવાથી રૂપિયામાં નરમાશ સારી બાબત કહેવાય.
નિકાસને ટેકો આપવા માટે રૂપિયાનું અવમૂલ્યન થવા દેવું જોઈએ. ક્રૂડમાં એકાદ-બે સપ્તાહની ચાલ પર નહીં, પણ દોઢ-બે વર્ષના ઘટાડા પર ફોકસ. સરકાર દ્વારા મૂડીરોકાણને ક્રૂડના ભાવ ઘટતાં ટેકો મળ્યો છે. જે સંકેતની ખૂબ જ ચર્ચા થઈ હોય એ ખરેખરમાં થાય ત્યારે એટલી અસર નથી થતી. એફઓએમસી દ્વારા વ્યાજદરમાં વધારાના નિર્ણયની અસર માર્કેટ્સમાં થઈ ચૂકી છે.
અર્થતંત્ર-માર્કેટને આરબીઆઈ દ્વારા વ્યાજદરના ઘટાડાથી અનેક ફાયદા થશે. નાણાકીય વર્ષ 2017 ના પરિણામોમાં વ્યાજદરમાં ઘટાડાની પોઝિટિવ અસર. જ્યારે બેન્ક 1% વ્યાજદર ઘટાડે ત્યારે કંપનીઓનો નફો 7% જેટલો વધી શકે છે. બેન્ક વચ્ચે વ્યાજદરમાં ઘટાડાની હોડ ચાલી રહી હોય એમ લાગતું નથી.
ખાનગી બેન્કને ક્રેડિટ ગ્રોથને લગતી કોઈ સમસ્યા નથી, પીએસયુ બેન્ક માટે પડકાર. પીએસયુ બેન્કમાં ઉચ્ચ કક્ષાની ટૅલન્ટ લાવવાની ખાસ જરૂરિયાત. પબ્લિક સેક્ટર બેન્કમાં નીચા વેલ્યુએશનને જોતાં રોકાણ કરવાની ઉતાવળ ન કરવી. હાલ ખાનગી બેન્ક અને એનબીએફસીએસમાં રોકાણ કરવાની તક. આવતા 6 મહિનામાં ઇક્વિટી અને ડેટ ફંડ્સના રિટર્ન સરખા હશે.
રિટેલ રોકાણકારોનો હિસ્સો હવે 45%થી ઘટી 8% પર આવી ગઈ છે. એનએફમાં હાલ 78 લાખ લોકો રૂપિયા 25-30 હજાર કરોડનું રોકાણ કરે છે. એમએફ, એલઆઈસી, પ્રાઇવેટ ઇન્શ્યોરન્સ અને બેન્ક આવનારા 5 વર્ષમાં રૂપિયા 9 લાખ કરોડ રોકશે. ક્વાર્ટર 2 નાણાકીય વર્ષ 16 માં પરિણામોમાં ખાસ સુધારો જોવા મળે એવી શક્યતા નથી.

No comments:
Post a Comment