Translate

Monday, September 14, 2015

ઓફિસમાં પાર્કિંગની જગ્યા નથી? ઘરે નિરાંતે કામ કરો

ઇલેક્ટ્રોનિક્સ કંપની ફિલિપ્સની ગુડગાંવ સ્થિત ઓફિસમાં જે કર્મચારી કાર હંકારીને ઓફિસે આવે પરંતુ પાર્કિંગની જગ્યા ન મળે તેને ઘેર પરત જઈને ત્યાંથી જ કામ કરવાની છૂટ છે. કારણ કે પાર્કિંગની જગ્યા મેળવવા કરતાં ઘરેથી કામ કરવું વધારે સરળ છે.

ગુડગાંવમાં જ પેપ્સિકોના ચેરમેન ડી શિવાકુમાર ટ્રાફિક ટાળવા માટે સવારના સાડા સાત વાગ્યે ઓફિસે પહોંચી જાય છે. રસ્તા પર વાહનોની વધતી સંખ્યા, ટ્રાફિક સંચાલનની ખામીઓ અને પાર્કિંગની જગ્યાની અછતના કારણે કંપનીઓ કર્મચારીઓની મુશ્કેલીઓને સમજતી થઈ છે. તેઓ કર્મચારી પર માનસિક દબાણ ઘટાડવા પ્રયાસ કરી રહી છે. ખાસ કરીને દિલ્હી, મુંબઈ, હૈદરાબાદ અને બેંગલુરુમાં આ સ્થિતિ છે.

કેટલીક કંપનીએ કામના શિડ્યુલમાં રાહત આપી છે, ઓફિસમાં આવવા અને જવાના સમય અંગે વધુ છૂટછાટ આપી છે. કેટલીક કંપનીઓ ઘરેથી કામ કરવા અને વાહન શેર કરવા પ્રોત્સાહન આપે છે. અમુક કંપનીઓ કર્મચારીઓના ઘર નજીક ઓફિસ લઈ જાય છે જેથી તેમણે ઓછું પરિવહન કરવું પડે.

મુંબઈ સ્થિત રિટેલર ફ્યુચર ગ્રૂપે વિક્રોલીમાં તેની ઓફિસની સંગઠિત કરી ત્યારે ટ્રાફિકને ધ્યાનમાં રાખીને કામના કલાક નક્કી કરાયા હતા. બેંગલુરુની સેપ લેબ્સમાં કર્મચારીના આગમન અને જવાના સમયની નોંધ કરાતી નથી. કર્મચારીઓ જ નક્કી કરે છે કે ક્યારે આવવું અને જવું.

પ્રાઇસવોટરહાઉસકુપર ઇન્ડિયાએ મુંબઈમાં પોતાની ત્રીજી ઓફિસ ખોલવા નિર્ણય લીધો ત્યારે તેણે ગોરેગાંવની પસંદગી કરી હતી. નેશનલ કેપિટલ રિજિનમાં તેણે નોઈડામાં જગ્યા પસંદ કરી છે.

પીડબલ્યુસી ઇન્ડિયાના હ્યુમન કેપિટલ લીડર જગજિત સિંહે જણાવ્યું કે, "અમે ઇચ્છીએ છીએ કે કર્મચારીઓના કામ અને જીવન વચ્ચે સંતુલન જળવાય. નહીંતર અમારી ઉત્પાદકતાને અસર થશે."

ફોર્ડ ઇન્ડિયાના સરવે પ્રમાણે 97 ટકા પ્રતિભાવદાતાએ કહ્યું કે તેઓ બમ્પર ટુ બમ્પર ટ્રાફિકથી પરેશાન છે. કેટલાક કિસ્સામાં અકસ્માત અને પાર્કિંગની સમસ્યા મૂંઝવે છે. ભારતીય રોડ પર લગભગ અડધાથી વધુ ડ્રાઇવરો સપ્તાહમાં ૧૨ કલાક કારમાં વિતાવે છે એટલે કે રોજની 100 મિનિટ કારમાં ડ્રાઇવિંગ કરવામાં ગાળે છે.

કોકા કોલા અને સેપિયન્ટના એકમોએ ફ્લેક્સી વર્ક અવર્સ શરૂ કર્યા છે જેથી કર્મચારીઓને પિક અવર્સમાં ટ્રાફિકનો સામનો કરવો ન પડે. કોકા કોલાના માનવ સંસાધન પ્રેસિડન્ટ સમીર વાધવાને કહ્યું કે, "અમે દરરોજ 30 મિનિટ વહેલું કામ શરૂ કરીએ છીએ અને 5.15 વાગ્યે પતાવી દઈએ છીએ."બેકાર્ડી, અમેરિકન એક્સપ્રેસ, એરિક્સન, સેમસંગ અને એમ્વેમાં પણ કામના કલાકો ફ્લેક્સિબલ રાખવામાં આવે છે.



No comments:

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports