Translate

Monday, September 7, 2015

અંબાજીમાં આ પૂનમે તૂટશે છ-છ વર્લ્ડ રેકૉર્ડ?

ambajiબાવીસમી સપ્ટેમ્બરથી શરૂ થશે ભાદરવી પૂનમનો મેળો : વિશ્વમાં સૌથી મોટો લાડવો, સાત દિવસ સુધી સુગંધ પ્રસરાવતી સૌથી મોટી અગરબત્તી અને સૌથી મોટી ધજા સહિત નવા રેકૉર્ડ બનશે

આ વર્ષે ભાદરવી પૂનમના મેળાને યાદગાર બનાવવા માટે વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં અંબે માતાના મંદિરમાં ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ માટેની તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. પ્રસાદ તરીકે ભાવિકોને વહેંચવા માટે વિશ્વમાં સૌથી મોટો લાડવો, સતત ૭ દિવસ સુધી સુગંધ પ્રસરાવતી સૌથી મોટી અગરબત્તી અને સૌથી મોટી ધજા સહિત એકસાથે ૬-૬ વર્લ્ડ રેકૉર્ડ માટેની શક્યતાઓ વિચારાઈ રહી છે અને એ માટે વર્લ્ડ રેકૉર્ડની ચકાસણી કરવામાં આવી રહી છે. જોકે એને આખરી ઓપ આપવાનો બાકી છે.

ભાદરવી પૂનમનો મેળો ૨૨થી ૨૮ સપ્ટેમ્બર સુધી યોજાશે, જેમાં મેળામાં સિલ્કના કાપડમાંથી ૧૫૦૦ ફુટ લાંબી અને ૯ ફુટ ઊંચી ‘જય માતાજી’ લખેલી ધજા બનાવવામાં આવશે. ૬૧ ફુટ લંબાઈવાળી સુગંધિત અગરબત્તી બનાવવાની વિચારણા થઈ રહી છે.

વળી ૧૧,૧૧૧ કિલોનો બુંદીનો એક મોટો લાડુ પણ બનાવવામાં આવશે. એ ઉપરાંત એક દિવસમાં એક લાખ ભાવિકો દર્શન કરવાનો, એક દિવસમાં એક લાખ શ્રીફળ વધેરવાનો અને મંદિરમાં મહાઆરતીનો વર્લ્ડ રેકૉર્ડ બનાવવા માટે પણ વિચારણા થઈ રહી છે. હાલમાં શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટમાં બેઠકોનો દોર ચાલ્યો છે અને અત્યાર સુધીમાં

૩ બેઠકો યોજાઈ પણ ગઈ છે. અંબાજીમાં જુદા-જુદા ૬ વર્લ્ડ રેકૉર્ડ કરવા વિશે ગિનેસ વર્લ્ડ રેકૉર્ડની ચકાસણી પણ થઈ રહી છે.

શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર અને નાયબ કલેક્ટર ઘનશ્યામ બ્રહ્મભટ્ટે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સરકારમાંથી મંજૂરી લેવા સહિતનાં ઘણાં બધાં પાસાં હજી વિચારવાનાં છે. જોકે ફાઇનલ થાય એ પછી એની જાહેરાત કરવામાં આવશે. અત્યારે એટલું કહી શકાય કે ટેન્ડરિંગ કર્યું છે, પણ સરકારમાં મંજૂરી લેવામાં આવશે.’

No comments:

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports