ક્લોઝ એન્ડેડ ઇક્વિટી મ્યુચ્યુઅલ
ફંડ્સની એનએવીમાં છેલ્લા એક મહિનામાં 4થી 18 ટકાનો તીવ્ર ઘટાડો થયો છે.
ઉદાહરણ તરીકે IDFC ઇક્વિટી ઓપોર્ચ્યુનિટી સિરીઝ વનની એનએવીમાં છેલ્લા એક
મહિનામાં આશરે 19 ટકાનો ઘટાડો થયો છે, જ્યારે સુંદરમ્ વેલ્યૂ ફંડ વનની
એનએવીમાં 18 ટકાનો ઘટાડો થયો છે.
આ ઉપરાંત ICICI પ્રુડેન્શિયલ ઇન્ડિયા રિકવરી ફંડ સિરીઝ ટુની એનએવીમાં 13 ટકા અને બિરલા એસએલ ફોકસ્ડ ટુની એનએવીમાં આશરે 11 ટકાનો ઘટાડો થયો છે.
ACE રિસર્ચના ડેટા મુજબ અપફ્રન્ટ કમિશન પર મર્યાદાનો અમલ થયો તે પહેલાં આવી આશરે 90 કંપનીઓએ મધ્ય 2013થી માર્ચ 2015 સુધીમાં આશરે રૂ.19,000 કરોડ એકત્ર કર્યા હતા.
ઓપન એન્ડેડ ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણકારોને સરળતાથી લિક્વિડિટી મળે છે. તેઓ ફંડ હાઉસને અરજી કરીને કોઈ પણ સમયે ખરીદી કે વેચાણ કરી શકે છે. આની સામે ક્લોઝ એન્ડેડ ઇક્વિટી સ્કીમમાં આવી સુવિધા મળતી નથી. આવાં ફંડ્સના રોકાણકારો યુનિટનો ઉમેરો કરી શકતા નથી. આ ઉપરાંત તેઓ વેચાણ પણ કરી શકતા નથી.
આવી સ્કીમમાં લિક્વિડિટીનો એકમાત્ર વિકલ્પ શેરબજારો મારફત ટ્રેડિંગ છે. શેરબજારોમાં પણ યુનિટોનું ભાગ્યે જ ટ્રેડિંગ થતું હોય છે. આવી ક્લોઝ એન્ડેડ સ્કીમ હેઠળ લોન્ચ કરવામાં આવેલાં ફંડ્સમાં ઇન્ડિયા રિકવરી, મેક ઇન ઇન્ડિયા, પ્યોર વેલ્યૂ, ગ્રોથ, માઇક્રો કેપ સ્ટોક જેવી થીમ હતી.
ઘણી સ્કીમ્સમાં નાણાં બમણાં થયાં હતાં, તેથી રોકાણકારોને જંગી માર્ક ટુ માર્કેટ નફો થયો હતો. આવો નફો મળતો હોવા છતાં રોકાણકારો એક્ઝિટ કરી શકતા નથી. જો રોકાણકારોને નફો થતો હોય અને તેઓ એક્ઝિટ થવા માંગતા હોય તોપણ આવું કરી શકતા નથી. ઉદાહરણ તરીકે સુંદરમ્ માઈક્રોકેપ ફંડ સિરીઝ વન ગ્રોથ ઓપ્શનની એનએવી હાલમાં રૂ.૨૩.૫૬ છે. બ્રોકર્સના જણાવ્યા મુજબ ડિસેમ્બર 2013માં લોન્ચ થયેલી આ ક્લોઝ એન્ડેડ સ્કીમમાં કોઈ ટ્રેડિંગ થયું નથી. શેરબજારોના ટ્રેડિંગ અંગેના નિયમો આકરા છે.
મ્યુચ્યુઅલ ફંડ્સ યુનિટમાં ફેસ વેલ્યૂના 10 ટકા પ્લસ કે માઇનસને આધારે સર્કિટ નિર્ધારિત કરવામાં આવે છે. આવી ઘણી સ્કીમ્સના યુનિટમાં ટ્રેડિંગ થયું ન હોવાથી અપર સર્કિટ 10 ટકા (રૂ.11) અને લોઅર સર્કિટ રૂ.9 છે. જોકે એનએવી ઘણી ઊંચી છે, તેથી ખરીદદારો અને વેચાણકર્તા એક થઈ શકતા નથી.
મની હની ફાઇનાન્શિયલ સર્વિસિસના એમડી અને સીઇઓ અનુપ ભૈયો જણાવ્યું હતું કે, "ઘણા રોકાણકારોને હવે લાગે છે કે મિડ-કેપ ફંડ્સને છોડીને લાર્જ-કેપ ફંડ્સમાં રોકાણને વાળવાનો યોગ્ય સમય છે, કારણ કે લાર્જ-કેપના વેલ્યુએશન આકર્ષક બન્યા છે. જોકે આવાં ફંડ્સ ક્લોઝ એન્ડેડ હોવાથી તમે આવી રીતે ટ્રાન્સફર કરી શકતા નથી." તેથી રોકાણકારો માટે આવાં ફંડ્સમાં રોકાણ જાળવી રાખ્યા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી.
ઘણી એસેટ મેનેજમેન્ટ કંપનીઓએ આવી પ્રોડક્ટ્સમાં આશરે 5થી 6 ટકા કમિશન ચૂકવ્યું હતું. આવાં ફંડ્સની મુદત ત્રણ વર્ષની છે અને તેને મોટા ભાગે 2014-15ના નાણાકીય વર્ષમાં લોન્ચ કરવામાં આવ્યા હતા.

No comments:
Post a Comment