Translate

Monday, September 7, 2015

હાઇ ફ્રીકવન્સી ટ્રેડિંગ પર SEBIનું સ્પીડ-બ્રેકર લાગુ પડશે

અત્યંત ઝડપી ગતિએ ટ્રાન્ઝેક્શન્સ કરવાની ક્ષમતાને કારણે કેટલાંક ટ્રેડરો જેનો ગેરલાભ ઉઠાવતા હોવાનો આક્ષેપ કરવામાં આવે છે તે હાઇ-ફ્રીકવન્સી ટ્રેડિંગ (HFT) પર સ્પીડ-બ્રેકર મૂકનારા દેશોમાં ભારત પ્રથમ હોઇ શકે છે. બ્લેક-બોક્સ ટ્રેડિંગ ધીમું પાડી શકે તેવા આ સંભવિત પગલાં અંગે સેબી એક્સચેન્જીસ અને પસંદગીની સંસ્થાઓ પાસેથી ફીડબેક લઇ રહી છે.

બજારના એક વર્ગમાં એવી લાગણી પ્રબળ બની રહી છે કે આ વર્ષના અંત પહેલાં HFT પર પ્રતિબંધ આવી શકે છે. અનેક વિદેશી સંસ્થાઓ અને લાર્જ પ્રોપ્રાઇટરી ડેસ્ક્સ આધુનિક સોફ્ટવેર પ્રોગ્રામ્સનો ઉપયોગ કરે છે અને નાના બ્રોકર્સ તથા ટ્રેડર્સની સરખામણીમાં લાભ ઉઠાવે છે.

ટ્રેડિંગ વોલ્યુમ્સમાં HFTનો મોટો હિસ્સો છે અને તેમને મર્યાદિત કરવું એ અભૂતપુર્વ પગલું ગણાશે તેમ છતાં સેબી HFT અને નોન HFT યુઝર્સ વચ્ચે સમાન તકો પૂરી પાડવા આંતરિક પગલાં ભરવા વિચારી રહી છે એમ આ યોજનાથી માહિતગાર લોકોએ જણાવ્યું હતું.

સેબીએ ઓર્ડર્સના રેન્ડમાઇઝેશન અંગે પણ સૂચનો મગાવ્યા છે, જેનો અર્થ એ થયો કે HFT યુઝર્સને મળતી પ્રાથમિકતા રદ કરવી. રેન્ડમાઇઝેશનમાં ઓર્ડર્સને એક્સચેન્જ સિસ્ટમમાં ભેગી કરવામાં આવે છે અને રેન્ડમ ધોરણે ચલાવવામાં આવે છે. આનાથી એચએફટી યુઝર્સને ગેરલાભ થશે કારણ કે સિસ્ટમમાં પહેલો હીટ થનારો ઓર્ડર લાઇનમાં પહેલો હોય તે જરૂરી નથી.

ઝેરોધાના ચીફ એક્ઝિક્યુટિવ નિધીન કામથે જણાવ્યું હતું કે, રેન્ડમાઇઝેશન લાવવાથી HFT બિઝનેસ લગભગ ખતમ થઇ જશે કારણ તેમને કોઇ 'એડવાન્ટેજ' રહેશે નહીં. છેલ્લાં કેટલાંક વર્ષોથી અનેક એફપીઆઇ એચએફટી મોડલનો ઉપયોગ કરીને મેમ્બર કે ક્લાયન્ટ તરીકે ભારતીય બજારોમાં ટ્રેડિંગ કરી રહ્યા છે. અલ્ગો ટ્રેડર્સ તરીકે વધુ જાણીતા આ રોકાણકારો સુપર-ફાસ્ટ ઝડપે શ્રેષ્ઠ કિંમત મેળવવા ચડિયાતા સોફ્ટવેર મોડલ્સનો ઉપયોગ કરે છે.

ઓર્ડર ક્યુમાં પ્રથમ રહેવાની રેસને દૂર કરવા સેબી ટ્રેડના બેચ ઓક્શન્સનો ઉપયોગ કરવા પણ વિચારે છે. નિયમનકાર એક્સચેન્જીસ પર HFT યુઝર્સને ટિક-બાય-ટિક ડેટા પૂરો પાડવા પર પ્રતિબંધ મૂકવા પણ વિચારે છે.

ટિક ડેટામાં ટ્રેડિંગ ડેમાં થયેલા તમામ બાય અને સેલ ટ્રેડ્સનો સમાવેશ થાય છે. ટ્રેડિંગ પ્લેટફોર્મ સાથે કનેક્ટ થવા સામાન્ય ઇન્ટરનેટનો ઉપયોગ કરતા સામાન્ય ટ્રેડર્સને બહુ બહુ તો ચાર ટિક્સનું એક્સેસ છે, જ્યારે HFTને આંખના એક પલકારામાં 300 જેટલાં ટિક્સનું એક્સેસ છે.

આ ઝડપે ટ્રેન્ડ્સને પકડવું માનવ આંખ માટે અશક્ય છે, તેમ છતાં હાઇ ફ્રીકવન્સી ટ્રેડર્સ તેમના કમ્પ્યુટર્સ પર એવા એડવાન્સ પ્રોગ્રામ્સ બનાવે છે, જે આ ટ્રેન્ડ વાંચી શકે અને આ ટિક્સને આધારે ટ્રેડ એક્ઝીક્યુટી કરી શકે.

No comments:

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports