Translate

Monday, September 7, 2015

FII હજુ મંદીમાં: નિફ્ટી 7,200 થશે?

નિફ્ટી આગામી બે-ત્રણ મહિનામાં 7,100ની સપાટીએ પહોંચશે? કેટલાક રોકાણકારો 7,100 અને 7,200ની સ્ટ્રાઇક પ્રાઇસમાં વૃદ્ધિને કારણે બજારમાં ઘટાડો ચાલુ રહેવાની શક્યતા દર્શાવી રહ્યા છે. ખાસ કરીને વિદેશી પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ (FPIs)એ નિફ્ટીમાં મોટા પાયે મંદીની પોઝિશન ગોઠવી છે.

ડેરિવેટિવ્ઝ વિશ્લેષકોના જણાવ્યા અનુસાર નિફ્ટી નીચામાં 7,200ની સપાટીને સ્પર્શી શકે. જ્યારે ટૂંકા ગાળામાં તે 8,200 સુધી જવાની શક્યતા છે. આ બંને ધારણાના આધારે FII પોઝિશન ગોઠવી રહ્યા છે. બજારમાં સુધારો નહીં થાય એ ધારણાએ FIIએ નિફ્ટીના કોલ ઓપ્શન્સ વેચ્યા છે. જ્યારે નિફ્ટી કોલ ઓપ્શન્સના વેચાણથી મળેલા નાણાંનો આંશિક કે સંપૂર્ણ ઉપયોગ FII નિફ્ટી પુટ ઓપ્શન્સની ખરીદી માટે કરી રહ્યા છે. એટલે બજારમાં વધુ ઘટાડો નોંધાય તો પુટ ઓપ્શન્સની પોઝિશનથી લાભ થશે.

સપ્ટેમ્બરની F&O સિરીઝ શરૂ થઈ ત્યારથી (27 ઓગસ્ટથી) બંને તરફી ટ્રેડ થઈ રહ્યા છે. FIIએ નિફ્ટીના આઉટ ઓફ ધ મની પુટ ઓપ્શન્સનું મોટા પાયે ફન્ડિંગ કર્યું છે. જેમાં FIIએ 7,800-7,200ના નિફ્ટી પુટ ઓપ્શન્સ ખરીદી 8,000-8,200ના કોલ ઓપ્શન્સ વેચ્યા છે. જેની સ્ટ્રાઇક પ્રાઇસ વર્તમાન બજાર ભાવ કરતાં વધુ છે.

બજાર ઘટશે તો આ FPIsને પુટની પોઝિશનમાં લાભ થશે. કારણ કે વોલેટિલિટી વધવાથી પુટ્સના ભાવમાં વધારો નોંધાશે. તેની સાથે તેમણે વેચેલા કોલ આઉટ ઓફ ધ મનીમાં પરિણમશે અને એટલે તેમણે કોલ ખરીદદારો પાસેથી મેળવેલું પ્રીમિયમ ગુમાવવું નહીં પડે. જોકે, 8,000-8,200 સુધીના પ્રત્યાઘાતી ઉછાળાની ટૂંકા ગાળામાં શક્યતા ઓછી છે, પરંતુ બિલકુલ અશક્ય નથી.

જો આવું થાય તો તેમને મોટું નુકસાન વેઠવું પડશે. ઉપરાંત, વોલેટિલિટી ઘટવાને લીધે તેમણે ખરીદેલા પુટ્સનું મૂલ્ય પણ ઘટશે. આવા ટ્રેડ જોખમી હોય છે, કારણ કે તેમાં બંને તરફી નુકસાનની શક્યતા રહેલી છે. ઇન્ડિયા ઇન્ફોલાઇનના હેમંત નાહટા જણાવ્યા અનુસાર "FII આ પ્રકારની પોઝિશન ગોઠવી રહ્યા છે.

એનો અર્થ એ થયો કે તેમને બજારમાં વધુ ઘટાડાનો અંદાજ હશે. તેઓ કેશ માર્કેટમાં વધુ વેચવાલીની આશા રાખી રહ્યા છે." કોટક મ્યુચ્યુઅલ ફંડના એમડી નિલેશ શાહે જણાવ્યું હતું કે, "ચીનની અનિશ્ચિતતા અને ક્રૂડમાં ઘટાડો ચાલુ રહેશે ત્યાં સુધી ઇટીએફ અને સોવરિન ફંડના મોટા વિદેશી રોકાણકારોની વેચવાલી ચાલુ રહેશે. તેને લીધે ઊર્જા સ્રોતથી સમૃદ્ધ દેશોના રિડેમ્પશ દબાણમાં વધારો નોંધાશે."

બજારમાં ગયા સપ્તાહે 3.7 ટકાનો ઘટાડો નોંધાયો ત્યારે સૌથી એક્ટિવ 7,500ના પુટનો ભાવ ગયા સપ્તાહે 159 ટકા ઊછળી રૂ.129.૫ના સ્તરે પહોંચ્યો છે. ભાવમાં વૃદ્ધિ સાથે ઓપન ઇન્ટરેસ્ટ 18 લાખ લોટથી વધીને 45 લાખ લોટ થયો છે. NSEના કામચલાઉ ડેટા પ્રમાણે સૌથી એક્ટિવ 8,200નો કોલ શુક્રવારે 79 ટકા ગબડી રૂ.18.75ના સ્તરે પહોંચ્યો છે.

ચાર્ટિસ્ટ્સના મતે આગામી ત્રણ મહિનામાં નિફ્ટી 7,100-7,300 થવાનો અંદાજ છે. ઉપરાંત, દરેક ઘટાડે નીચી સ્ટ્રાઇક પ્રાઇસના નિફ્ટી પુટ ઓપ્શન્સનો ઓપન ઇન્ટરેસ્ટ વધી રહ્યો છે. નિર્મલ બંગ ઇન્સ્ટિટ્યુશનલ ઇક્વિટીના એસોસિએટ વાઇસ પ્રેસિડન્ટ સાગર બજાજે જણાવ્યું હતું કે, "નિફ્ટી માટે 7,500-7,600ની રેન્જ ટૂંકા ગાળાના સપોર્ટનું કામ કરશે. જ્યારે કોઇ પણ સુધારો 8,000 ની સપાટી પૂરતો મર્યાદિત રહેશે. આગામી બે-ત્રણ મહિનામાં નિફ્ટી 7,150-7,200ની રેન્જમાં પહોંચશે. જોકે, સમયાંતરે થોડા ઉછાળા જોવા મળી શકે."

નિફ્ટીમાં 7,200-7,550ની રેન્જમાં મનોવૈજ્ઞાનિક ટેકો છે. ઘણા લાંબા ગાળાના રોકાણકારોએ ગયા વર્ષે નરેન્દ્ર મોદીની સરકારે સત્તા સંભાળી ત્યારે આ જ સ્તરે ભારતીય બજારમાં નાણાં ફાળવવાનું શરૂ કર્યું હતું.



No comments:

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports