Translate

Friday, August 29, 2014

Govt Asks Banks To Issue Rupay Cards, Mastercard-Visa Feeling The Heat

In the month of May, President Pranab Mukherjee inaugurated RuPay, which is India’s first national payment gateway. Created by National Payments Corporation of India, RuPay has several advantages compared to private payment gateways such as low processing fees, data security and more.
While reporting this exciting news, to be very honest, we were quite skeptical regarding it’s adaptability and wide scale usage. Considering that it is a government owned and supported payment gateway, we assumed that it will take some time to spread and adapt.
But we were very wrong!
In a latest development, government is actively encouraging the usage of RuPay across everywhere, as they want it’s adoption to grow quickly. Such is the intensity of it’s promotion that for the first time in their 30 years of existence, global payment gateway biggies such as MasterCard and Visa are facing the heat.
As per reports coming in, Gurdial Singh Sandhu, secretary at the finance ministry’s department of financial services has asked all nationalized banks to issue debit cards which are RuPay enabled!
Rupay Mastercard visa
Normally, only one debit card is issued per account, but this time, bank officials have been categorically asked to tweak their rules, and issue one more RuPay enabled debit card which can use this new payment gateway.
Not only this, merchant establishments and traders have been specifically requested and encouraged to install sale terminals especially for RuPay enabled debit cards so that a wide scale adaption of India’s new payment gateway is made possible.

૭૯૫૪ના શિખર સાથે નિફ્ટી ઑગસ્ટ વલણની વિદાય

સળંગ સાતમા મહિને બજારમાં તેજીની આગેકૂચ, ૩૦ જાન્યુઆરીના મુકાબલે સાત માસમાં સેન્સેક્સ ૬૧૨૫ તથા નિફ્ટી ૧૮૮૧ પૉઇન્ટ ઊંચકાયા: ભારત પેટ્રો ઑલટાઇમ હાઈ : ભેલ અને લાર્સનના જોરે કૅપિટલ ગુડ્સ ઇન્ડેક્સ ટૉપ ગેઇનર

શૅરબજારનું ચલકચલાણું -

સળંગ છઠ્ઠા દિવસના સુધારામાં સેન્સેક્સ ૭૮ પૉઇન્ટ વધી ૨૬,૬૩૮ની સર્વોચ્ચ સપાટીએ બંધ રહ્યો છે. નિફ્ટીએ ૧૮ પૉઇન્ટની આગેકૂચમાં ૭૯૫૪ના વિક્રમી લેવલ સાથે ઑગસ્ટ વલણને વિદાય આપી છે. સેન્સેક્સમાં ઇન્ટ્રા-ડેમાં ૨૬,૬૭૪ની નવી ઑલ ટાઇમ હાઈ બની હતી. જોકે નિફ્ટી એની અગાઉની ઇન્ટ્રા-ડે ટોચથી માંડ અડધો પૉઇન્ટ છેટે રહી ૭૯૬૭.૮૦ સુધી ગયો હતો. સેન્સેક્સના ૩૦માંથી ૧૮ શૅર વધેલા હતા. ભેલ અને લાર્સનના જોરે કૅપિટલ ગુડ્સ ઇન્ડેક્સ સર્વાધિક ૧.૪ ટકા પ્લસ હતો. સામે રિયલ્ટી બેન્ચમાર્ક ૧.૯ ટકાની નબળાઈમાં વસ્ર્ટ પર્ફોર્મર બન્યો હતો. માર્કેટ બ્રેડથ સાધારણ નેગેટિવ હતી. ૧૩૭૬ શૅર વધ્યા હતા, ૧૫૫૩ જાતો નરમ હતી. એ-ગ્રુપના ૩૯ ટકા, બી-ગ્રુપના ૪૩ ટકા અને ટી-ગ્રુપના ૪૯ ટકા શૅર વધેલા હતા. ૩૧૦ શૅર ઉપલી સર્કિટે તો ૨૫૪ ãસ્ક્રપ્સ નીચલી સર્કિટમાં બંધ હતી. ભાવની રીતે એક વર્ષ કે એથી વધુ ગાળાની રીતે નવા શિખરે ગયા હતા. સામે ૭૬ કાઉન્ટરમાં ઐતિહાસિક બોટમ દેખાઈં હતી.

માર્કેટ સળંગ સાતમા મહિનામાં વધ્યું

ચાલુ વર્ષ સેન્સેક્સ ૩૦ જાન્યુઆરીના રોજ ૨૦,૫૧૩ બંધ હતો. ત્યાર પછી દરેક મહિનામાં બજાર આગલા મહિનાની તુલનામાં એકધારું વધતું રહ્યું છે. સાત માસની આ રૅલીમાં સેન્સેક્સ ૬૧૨૫ પૉઇન્ટ કે ૨૯.૮૬ ટકા ઊંચકાયો છે. નિફ્ટી આ ગાળામાં ૬૦૭૩થી વધીને ૭૯૫૪ થયો છે, જે ૧૮૮૧ પૉઇન્ટ કે લગભગ ૩૧ ટકાની તેજી બતાવે છે. જૂન ૧૯૯૧ના અંતે સેન્સેક્સ ૧૨૭૦ નીચે બંધ હતો. અ પછીના નવ માસમાં એકધારો વધતો રહી માર્ચ ૧૯૯૨ના અંતે ૪૨૮૫ થયો હતો. નવ માસની આ ફાટફાટ તેજીમાં બજાર ૩૦૧૫ પૉઇન્ટ કે ૨૩૭ ટકા વધ્યું હતું. છેલ્લે લાંબી તેજી મે ૨૦૦૬ના અંત ભાગથી લઈ જાન્યુઆરી ૨૦૦૭ના અંત સુધીના ગાળામાં નોંધાઈ હતી. સળંગ આઠ માસની આ રૅલીમાં સેન્સેક્સ ૧૦,૩૯૮ પૉઇન્ટ વધીને ૧૪,૦૯૧ થઈ ગયો હતો, જે ૩૬૯૩ પૉઇન્ટ કે ૩૫.૫ ટકાનો વધારો સૂચવે છે. આટલી જ લાંબી અર્થાત્ આઠ માસની તેજી ૨૦૦૩ના એપ્રિલ એન્ડથી ડિસેમ્બરના અંત સુધી જોવાઈ હતી. એમાં બજાર ૨૯૫૯ પૉઇન્ટથી દર મહિને વધતું રહી ૫૮૩૯ થઈ ગયું હતું. મતલબ કે ૨૮૮૦ પૉઇન્ટ કે ૯૭.૩ ટકાનો જમ્પ થયો.

રેલવે-સ્ટૉક્સની ગાડી પૂરપાટ દોડી

રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ૧૦૦ ટકા સીધા વિદેશી રોકાણને (એફડીઆઇ) મંજૂરી મળી ગઈ છે. એની અસરે ગઈ કાલે રેલવે-સ્ટૉક્સની ગાડી પૂરપાટ દોડી હતી. ટેક્સમાકો રેલ ઉપરમાં ૮૬.૯૦ રૂપિયા થયા બાદ ૪.૮૦ ટકાની તેજીમાં ૬.૫૬ લાખ શૅરના ભારે વૉલ્યુમમાં ૭૯.૭૦ રૂપિયા બંધ રહ્યો હતો. બીઈએમએલ ગઈ કાલે આગલા બંધથી ૫૬૭.૫૫ રૂપિયાની પાંચ ટકાની ઉપલી સર્કિટે જ ખૂલીને ત્યાં જ બંધ હતો. સરેરાશ ૪૧ હજાર શૅરની સામે ગઈ કાલે વૉલ્યુમ જોકે ૩૯૩૭ શૅરનાં જ હતાં. ટીટાગર વૅગન ૨.૩૭ ટકાની તેજીમાં ૨૧૮.૧૦ રૂપિયા હતો. કાલિન્દી રેલ ઇન્ટ્રા-ડેમાં પાંચ ટકાની ઉપલી સર્કિટે ૮૭.૮૫ રૂપિયા ગયા બાદ દસ પૈસા ઘટીને ૪.૮૪ ટકાની મજબૂતીમાં ૮૭.૭૫ રૂપિયા હતો. કેનેર્ક્સ માઇક્રોસિસ્ટમ્સ પણ પાંચ ટકાની તેજીની સર્કિટે ૫૧.૪૫ રૂપિયા બંધ હતો. શૅર આગલા બંધથી ગઈ કાલે ૫૦.૯૫ રૂપિયા ખૂલ્યો હતો, અને બાદમાં એ જ એની ઇન્ટ્રા-ડે બૉટમ બની રહી હતી. સ્ટોન ઇન્ડિયા પણ પાંચ ટકાની ઉપલી સર્કિટે ૩૩.૬૫ રૂપિયા રહ્યો હતો. વૉલ્યુમ જોકે ૨૭૧૭ શૅરના જ હતા.

શુગર શૅરમાં પસંદગીયુક્ત સુધારાનું વલણ

શુગર સેક્ટર ગઈ કાલે એકંદર નરમાઈમાં હતું, પરંતુ પસંદગીયુક્ત કાઉન્ટર્સ ઝળક્યાં હતાં. ઔધ શુગર પોણાનવ ટકા, દ્વારકેશ શુગર ૭.૪ ટકા, ધામપુર શુગર પાંચ ટકા, પૅરી શુગર પોણાપાંચ ટકા, થિરુઅરુણન ચાર ટકા, બલરામપુર ચીની ૩ ટકા, ઉગર શુગર અઢી ટકા તથા બજાજ હિન્દુસ્તાન સવાબે ટકા વધીને બંધ હતા. સામે સિમ્ભોલી શુગર, જયપોર શુગર, રાણા શુગર, ધાર શુગર, કેસર એન્ટરપ્રાઇઝિસ, રીગા શુગર, મવાણા શુગર જેવી ãસ્ક્રપ્સ ૩ ટકાથી પાંચ ટકા ઘટેલી હતી. સમગ્ર શુગર ઉદ્યોગના ૩૮ શૅરમાંથી ગુરુવારે ૧૩ શૅર વધ્યા હતા. ૨૫ શૅર નરમ હતા. ચા-કૉફી શૅરમાં નેગેટિવિટી હતી. ૬ શૅર વધ્યા હતા, ૧૫ જાતો ઘટી હતી. જય શ્રી ટી, વૉરન ટી, સીસીએલ, બીઍન્ડએ લિમિટેડ, ડેન ટી, જૂન્કટોલી, મેકલિયોડ રસેલ જેવાં કાઉન્ટર ૨.૬ ટકાથી ૪.૪ ટકા ડાઉન હતાં. તાતા ગ્લોબલ ૧.૪ ટકાના ઘટાડે ૧૫૧ રૂપિયા નીચે બંધ હતા.

એસ્સાર ઑઇલ ૩ વર્ષની ઊંચી સપાટીએ

એસ્સાર ઑઇલ બન્ને બજારો ખાતે નવ લાખ શૅરથી વધુના કામકાજમાં ૧૨૫ રૂપિયા પ્લસની ૩૭ માસની ઊંચી સપાટીએ જઈ અંતે અઢી ટકાના સુધારામાં ૧૨૪.૮૦ રૂપિયા બંધ હતો. આ સિવાય ઑઇલ-ગૅસ ઇન્ડેક્સ ગઈ કાલે પણ દસમાંથી નવ શૅરના સુધારામાં એક ટકા કરતાં વધુ ઊંચકાયો હતો. ભારત પેટ્રોલિયમ ૬૯૯ રૂપિયાની સર્વોચ્ચ સપાટી બનાવી ૨.૫ ટકાની મજબૂતીમાં ૬૯૪ રૂપિયા હતો. ગેઇલ બે ટકા, ઓએનજીસી પોણાબે ટકા, ઑઇલ ઇન્ડિયા ૧.૬ ટકા, આઇઓસી ૧.૪ ટકા, હિન્દુસ્તાન પેટ્રોલિયમ એક ટકાની નજીક પ્લસ હતા. સૌથી ઓછા એવા અડધા ટકા કે પાંચેક રૂપિયાના સુધારામાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૯૯૯ રૂપિયા બંધ હતો. કેઇર્ન ઇન્ડિયા પોણા ટકાના સુધારામાં ૩૨.૬ રૂપિયા હતો. હિન્દુસ્તાન ઑઇલ એક્સ્પ્લોરેશન ૧.૬ ટકા, જિંદાલ ડ્રિલિંગ ૨.૬ ટકા તથા એશિયન ઑઇલ ફીલ્ડ ૩.૬ ટકા ડાઉન હતા. એમઆરપીએલ ૦.૮ ટકા વધ્યો હતો તો ચેન્નઈ પેટ્રોમાં અઢી ટકાથી વધુની નરમાઈ જોવાઈ હતી. ગલ્ફ ઑઇલ લુબ્રિકન્ટ્સ ૪ ટકાની આગેકૂચમાં ૨૮૮ રૂપિયા હતો.

નાલ્કો ૭.૪ ટકાના જમ્પમાં ટૉપ ગેઇનર

નૅશનલ ઍલ્યુમિનિયમ બમણા કામકાજમાં ૭.૪ ટકાના ઉછાળે ૫૬.૫૦ રૂપિયાનો બંધ આપી એ-ગ્રુપમાં ટૉપ ગેઇનર બન્યો હતો. જીએમડીસી સરેરાશ કરતાં અડધા વૉલ્યુમે ૫.૪ ટકાની મજબૂતીમાં ૧૪૫ રૂપિયા પ્લસ હતો, તો ભેલ ઉપરમાં ૨૪૪ રૂપિયા નજીક જઈ અંતે પાંચ ટકાના ઉછાળામાં ૨૪૧ રૂપિયા જેવો બંધ આપી સેન્સેક્સ ખાતે બેસ્ટ પર્ફોર્મર રહ્યો હતો. ઇન્ડિયાબુલ્સ રિયલ્ટી પાંચ ટકા, ભૂષણ સ્ટીલ પાંચ ટકા, આઇઓબી ૪.૮ ટકા, જેપી પાવર ૪.૭ ટકા અને જિંદાલ સ્ટીલ ૪.૪ ટકાની ખરાબીમાં એ-ગ્રુપમાં ટૉપ લૂઝર્સ રહ્યા હતા. ભૂષણ સ્ટીલ એકધારી નીચલી સર્કિટમાં ૧૦૧ રૂપિયાના ઐતિહાસિક તળિયે બંધ આવતાં ચાલુ મહિને એમાં ૭૪ ટકાનું ધોવાણ થયું છે. બૅન્કેક્સ આમ તો ૧૩ પૉઇન્ટના નજીવા સુધારામાં બંધ હતો, પરંતુ એના ૧૨માંથી ૩ શૅર જ વધેલા હતા. સમગ્ર બૅન્કિંગ ઉદ્યોગમાંના ૪૧માંથી ૩૦ શૅર ડાઉન હતા. ધનલક્ષ્મી બૅન્ક, ઇન્ડિયન બૅન્ક, આંધ્ર બૅન્ક, દેના બૅન્ક, કૅનેરા બૅન્ક, ઓબીસી, સિન્ડિકેટ બૅન્ક, સ્ટેટ બૅન્ક ઑફ બિકાનેર જેવા શેર અઢીથી પાંચ ટકા તૂટ્યા હતા. મહારાટ્ર બૅન્ક છ ટકાના ઉછાળે ૪૫ રીપિયા પર બંધ હતો.

ઝિમ સિમેન્ટ નીચલી સર્કિટમાં

ઝિમ સિમેન્ટ સળંગ ચોથા દિવસની નબળાઈમાં પાંચ ટકાની મંદીની સર્કિટમાં ૭૫ રૂપિયા બંધ હતો. ચાર દિવસમાં આ શૅર ૧૫ રૂપિયા ઘટી ગયો છે. ૨૫ ઑગસ્ટે એમાં ૯૦ રૂપિયાની મલ્ટિયર ટોચ હમણાં બની હતી. સિમેન્ટ ઉદ્યોગમાંના ૪૩ શૅરમાંથી ૨૯ શૅર ઘટેલા હતા. મંગળવારે ૪૬.૪૦ રૂપિયાની મલ્ટિયર ટોચ બતાવનાર ગુજરાત સિદ્ધિ સિમેન્ટ નરમાઈની આગેકૂચમાં પોણાપાંચ ટકા ગગડી ૪૦.૫૦ રૂપિયા બંધ હતો. આ સિવાય અલ્ટ્રાટેક પોણાબે ટકા ઘટી ૨૫૪૭ રૂપિયા, એસીસી અડધા ટકાના ઘટાડે ૧૪૯૧ રૂપિયા, બિરલા કૉર્પ ૨.૩ ટકાની નરમાઈમાં રૂ.૫૪૧ રૂપિયા, ડેન સિમેન્ટ ૪.૬ ટકાના કડાકામાં ૩૧૫ રૂપિયા, જેકે લક્ષ્મી ૨.૭ ટકાની પીછેહઠમાં ૩૦૨ રૂપિયા, કાકટ્યા સિમેન્ટ બે ટકા ઘટી ૧૦૭ રૂપિયા, દાલમિયા ભારત ૧.૪ ટકાની નરમાઈમાં ૪૬૧ રૂપિયા બંધ હતા. ઓરિયેન્ટ સિમેન્ટ પોણાબે ટકા વધીને ૧૨૦ રૂપિયા, સાંઘી સિમેન્ટ પોણાત્રણ ટકાના સુધારામાં ૩૮ રૂપિયા નજીક તથા ભીમા સિમેન્ટ પાંચ ટકાની ઉપલી સર્કિટે ૧૬.૮૦ રૂપિયા બંધ હતા.

બજારની અંદર-બહાર

ઇન્ટરનૅશનલ ટ્રાવેલ હાઉસ એક માસમાં ૩૩ ટકાની રૅલી બાદ પ્રૉફિટ-બુકિંગમાં ગઈ કાલે નીચામાં ૨૮૧ રૂપિયા થઈ અંતે છ ટકાના ઘટાડે ૨૮૮ રૂપિયા હતો.

સિંગર ઇન્ડિયાએ જૂન ક્વૉર્ટરમાં ૪૫ ટકાના વૃદ્ધિદરથી ૨૩૫ રૂપિયા લાખ નેટ પ્રૉફિટ દર્શાવતાં શૅર ૧૬૫ રૂપિયાની વર્ષની ટોચે જઈ છેલ્લે ૨.૫ ટકાના સુધારામાં ૧૫૬ રૂપિયા હતો.

એસકેએસ માઇક્રો ફાઇનૅન્સમાં વિદેશી બ્રોકરેજ હાઉસ દ્વારા બુલિશ વ્યુ જારી થતાં શૅર ઉપરમાં ૩૦૬ રૂપિયા થઈ અંતે બે ટકાના સુધારામાં ૨૯૬ રૂપિયા હતો.

ફેડર્સ લૉઇડે જૂન ક્વૉર્ટરમાં ૬૪ ટકાના ગાબડામાં ૫૯૦ લાખ રૂપિયા નેટ પ્રૉફિટ દર્શાવતાં શૅર ત્રણ ગણા કામકાજમાં ૨૦ ટકાની નીચલી સર્કિટે ૭૫ રૂપિયા નીચે બંધ હતો.

તાતા કમ્યુનિકેશન્સમાં વિદેશી બ્રોકરેજ હાઉસ દ્વારા રી-રેટિંગ સાથે બાયનો કૉલ અપાયાના અહેવાલે શૅર સાડાચાર ટકાની તેજીમાં ૩૭૬ રૂપિયા હતો.

ડ્રેજિંગ કૉર્પોરેશન રોજના સરેરાશ ૨૧ હજાર શૅર સામે ગઈ કાલે ૧૭.૪૦ લાખ શૅરના તગડા વૉલ્યુમમાં ઉપરમાં ૪૮૦ રૂપિયા થઈ અંતે ૧૧.૨ ટકાના ઉછાળે ૪૪૯ રૂપિયા હતો.

બૉમ્બ્ો બર્મા બમણા કામકાજમાં ઉપરમાં ૨૧૪ રૂપિયા થઈ છેલ્લે ૪.૮ ટકાની મજબૂતીમાં ૨૦૭ રૂપિયા જેવો બંધ હતો.

ધનલક્ષ્મી બૅન્ક બે ગણાથી વધુના કામકાજમાં ૫.૨ ટકાના ઘટાડામાં ૪૪ રૂપિયા નીચે બંધ હતો.

કિર્લોસ્કર બ્રધર્સ ઇન્વેસ્ટમેન્ટ ૧૩૫ શૅરના કામકાજમાં ૧૩૩૦ રૂપિયાના આગલા બંધ સામે ઉપરમાં ૧૫૮૦ રૂપિયા થઈ છેલ્લે ૧૬.૫ ટકાના ઉછાળે ૧૫૫૦ રૂપિયા હતો.

ઔધ શુગર્સ પાંખા વૉલ્યુમે ઉપરમાં ૨૫.૪૫ રૂપિયા થઈ અંતે ૧૦ ટકાના જમ્પમાં ૨૪.૫૦ રૂપિયા બંધ હતો.

સમ્રાટ ફાર્મા સાડાછ ગણા વૉલ્યુમમાં ૯.૨ ટકાની આગેકૂચમાં ૩૦.૩૦ રૂપિયા રહ્યો હતો. આગલા દિવસે પણ આ કાઉન્ટર ૧૫ ટકા જેવું વધ્યું હતું.

પ્રધાનમંત્રી જન-ધન યોજનાના પહેલા જ દિવસે દોઢ કરોડ બૅન્ક-અકાઉન્ટ શરૂ

ગરીબીનાબૂદી માટેની મોદીની બ્લુ-પ્રિન્ટનો અમલ : અલાહાબાદમાં ફૉર્મની બબાલમાં ગોળીબાર થયો
Jan Dhan Yojna


વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે દિલ્હીના વિજ્ઞાન ભવનમાં પોતાની મહત્વાકાંક્ષી ‘પ્રધાનમંત્રી જન-ધન યોજના’ની શરૂઆત કરાવી હતી. આ સાથે જ દેશમાં ૭૬ સ્થળોએ આ યોજના ખુલ્લી મૂકવામાં આવી હતી અને ૬૦૦ જિલ્લામાં એની શરૂઆત થઈ હતી. પહેલા જ દિવસે દેશભરમાં મળીને આ યોજના માટે દોઢ કરોડ જેટલાં બૅન્ક-અકાઉન્ટ ખૂલ્યાં હતાં.

યોજના શું છે?

આ યોજના પ્રમાણે દેશના તમામ પરિવારોમાંથી બે વ્યક્તિનાં બૅન્ક-અકાઉન્ટ એક લાખ રૂપિયાના વીમા સાથે ખોલવામાં આવશે. વિવિધ બૅન્કોમાં ખાતાં ખોલાવવાની આ યોજના ઝડપથી લાગુ કરવાના આશયથી સરકારે જાહેર કરેલી સ્કીમ પ્રમાણે ૨૦૧૫ની ૨૬ જાન્યુઆરી પહેલાં બૅન્ક-અકાઉન્ટ ખોલાવનારાઓને વધુ ૩૦,૦૦૦ રૂપિયાનો વીમો મળશે.

મોદીએ શું કહ્યું?

યોજના ખુલ્લી મૂકતાં વડા પ્રધાને કહ્યું હતું કે ‘હવે દેશના ગરીબ પરિવારો પાસે પણ ડેબિટ કાર્ડ હશે અને તેમને શાહુકારો પાસેથી વ્યાજે પૈસા લેવા નહીં જવું પડે. દેશમાંથી ગરીબીને નાબૂદ કરવા આ યોજના આવી છે.’

બબાલ

જોકે આ યોજના ખુલ્લી મૂકવામાં આવ્યા બાદ ઉત્તર પ્રદેશના અલાહાબાદમાં ફૉર્મ ભરવાના મામલે બે જૂથો વચ્ચે મારામારી થઈ હતી અને એમાં ગોળીબાર થતાં બે વ્યક્તિને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

જપાન જઈ રહેલા મોદીએ જૅપનીઝ ભાષામાં ટ્વીટ કરીને સૌને ચોંકાવ્યા

પોતાના પૉઝિટિવ અભિગમથી અવારનવાર લોકોને ચોંકાવવા માટે જાણીતા પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીએ ગઈ કાલે જપાનના પ્રાઇમ મિનિસ્ટરને જૅપનીઝ ભાષામાં ટ્વીટ કરીને સૌને ચોંકાવી દીધા હતા. સવારમાં મોદીના ટ્વિટર પર અજાણી ભાષા જોઈને તેમના ફૉલોઅર્સને પ્રાઇમ મિનિસ્ટરનું ટ્વિટર અકાઉન્ટ હૅક થયાની શંકા ઊપજી હતી, પરંતુ પછી સ્પષ્ટતા કરવામાં આવી હતી કે આ ટ્વીટ મોદીએ જ કર્યું હતું અને જૅપનીઝ ભાષામાં તેમણે જપાનના પ્રાઇમ મિનિસ્ટર શિંઝે અબેને સંદેશો પાઠવ્યો હતો.

મૂળ તો નરેન્દ્ર મોદી આવતી કાલથી જપાનની સત્તાવાર યાત્રાએ જવાના છે અને શિંઝો અબેને મળીને બન્ને દેશોના સારા સંબંધોને નવી ઊંચાઈએ લઈ જવા ઉત્સુક છે એ પહેલાં જૅપનીઝ ભાષામાં ટ્વીટ કરીને તેમણે જપાન સાથેના સંબંધોમાં પૉઝિટિવ અભિગમનો ઍડ્વાન્સ્ડ પરિચય આપ્યો છે. આ મેસેજમાં વડા પ્રધાને જપાન સાથેના સંબંધોમાં ભારતની અપેક્ષાઓ અને અગાઉની જપાનની યાત્રામાં તેમને મળેલા લોકોના પ્રતિભાવની પ્રશંસા કરી છે. મોદીએ આશા વ્યક્ત કરી હતી કે જપાનની તેમની આ યાત્રાથી બન્ને દેશોના સંબંધો નવી ઊંચાઈએ પહોંચશે.

સત્યમેવ જયતેની ત્રીજી સીઝનની જાહેરાત કરી -- આમિર ખાન રડી પડ્યો

aamir khanસત્યમેવ જયતેની ત્રીજી સીઝનની જાહેરાત કરી : ૨૧ સપ્ટેમ્બરથી શરૂઆત : ઘણાં નવાં એલિમેન્ટ્સ



આમિર ખાનના શો ‘સત્યમેવ જયતે’ની ત્રીજી સીઝન ૨૧ સપ્ટેમ્બરે શરૂ થઈ રહી છે. આ સીઝનમાં બૉલીવુડના ઘણા સ્ટાર્સ શોમાં જોવા મળશે, સોશ્યલ નેટવર્કિંગ સાઇટ્સનો ઉપયોગ થશે અને જનતા સાથે લાઇવ ઇન્ટરઍક્શન પણ થશે.

પહેલી બે સીઝનમાં સળગતા સામાજિક અને રાજકીય મુદ્દાઓ પર પ્રકાશ પાડનારો આમિર ખાન મીડિયા સાથે ત્રીજી સીઝનની વાત કરતાં ગળગળો થઈ ગયો હતો અને તેની આંખોમાં આંસુ આવી ગયાં હતાં. તેણે કહ્યું હતું કે આ શો તેના માટે એક ઇમોશ્ાનલ સફર બની રહ્યો છે.

આ છે મોદી સાથે જપાન જનારા ઉદ્યોગપતિઓ

વડા પ્રધાનની જપાન-મુલાકાતમાં તેમની સાથે કોણ-કોણ જશે એ હજી ચર્ચાનો વિષય છે. મોદીએ બ્રિક્સ સમિટ માટે બ્રાઝિલની અને પછી પાડોશી દેશ નેપાલની હાલમાં જ  મુલાકાત લીધી હતી.


modi

જોકે જપાન જેવા અગ્રિમ હરોળના ઔદ્યોગિક દેશ સાથેની આ તેમની પ્રથમ જ મુલાકાત હશે. વડા પ્રધાનની કચેરી દ્વારા ટોચના ૫૦ ઉદ્યોગપતિઓની  યાદી રજૂ કરવામાં આવી હતી, જેમાંથી તેઓએ ડઝનેક અસાધારણ પ્રતિભા ધરાવતા ઉદ્યોગપતિઓ અને વરિષ્ઠ અધિકારીઓનાં નામ તારવ્યાં છે.

વડા પ્રધાન સાથે જપાન રવાના થનારા બિઝનેસ ડેલિગેશનમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચૅરમૅન મુકેશ અંબાણી, અદાણી ગ્રુપના ચૅરમૅન ગૌતમ અદાણી, સન ફાર્માસ્યુટિકલ્સના ચૅરમૅન અને મૅનેજિંગ ડિરેક્ટર દિલીપ સંઘવી, વિપ્રોના ચૅરમૅન અઝીમ પ્રેમજી, ICICI બૅન્કનાં મૅનેજિંગ ડિરેક્ટર અને CEO ચંદા કોચર, એસ્સાર ગ્રુપના ચૅરમૅન શશી રુઈયા, TCSના વાઇસ ચૅરમૅન અને નૅશનલ કાઉન્સિલ ઑન સ્કિલ ડેવલપમેન્ટમાં વડા પ્રધાનના સલાહકાર એસ. રામદોરાઈ, બાયોકોનના ચૅરમૅન અને મૅનેજિંગ ડિરેક્ટર કિરણ મઝુમદાર શૉ, લાર્સન ઍન્ડ ટુબ્રોના CEO અને મૅનેજિંગ ડિરેક્ટર કે. વેન્કટરમણન, ONGCના CEO અને મૅનેજિંગ ડિરેક્ટર ડી. કે. સરાફ અને ભારતી એન્ટરપ્રાઇઝિસના ગ્રુપ CEO અને ચૅરમૅન સુનીલ મિત્તલનો સમાવેશ છે.  વડા પ્રધાનના ડેલિગેશનમાં ઉત્પાદક  તેમ જ સર્વિસિસ સાથે જ ટેક્નૉલૉજી સેક્ટરને પણ સમાવિક્ટ કરવામાં  આવ્યું છે.

સ્વતંત્રતા દિને મોદીએ દેશને સંબોધન કરતાં વિદેશી કંપનીઓને ભારતમાં રોકાણ કરી ઉત્પાદન ક્ષેત્રે પ્રવેશવા આહ્વાન કર્યું હતું એ જોતાં મોદી જૅપનીઝ કંપનીઓ દ્વારા ભારતમાં રોકાણને આવકારવા આતુર હોય એ દેખીતું છે. જપાન ચાઇનામાં મસમોટી કાર અને ઇલેક્ટ્રૉનિક આઇટમ્સમાં જંગી રોકાણ ધરાવે છે અને એમાંથી થોડો રોકાણપ્રવાહ ભારત તરફ વાળવા જપાન સાથે વાટાઘાટ થશે.

ગુજરાતી કંપનીઓના શેર્સની ઓગસ્ટ કૂચ

અમદાવાદ: ઓગસ્ટ મહિનો સેન્સેક્સ અને નિફ્ટી ઉપરાંત ગુજરાત સ્થિત અનેક મિડ-કેપ અને સ્મોલ-કેપ કંપનીઓ માટે પણ નોંધપાત્ર રહ્યો છે.

ગુજરાતમાં મુખ્યાલય ધરાવતી અને તેમના ઉત્પાદન એકમો ધરાવતી લગભગ 20 જેટલી લિસ્ટેડ કંપનીઓના શેરોએ ઓગસ્ટ મહિનામાં તેમની સર્વોચ્ચ ભાવ સપાટી દર્શાવી છે, જેમાં અરવિંદ, અતુલ લિ, અતુલ ઓટો, અદાણી પોર્ટ, કેડિલા હેલ્થકેર, ટોરેન્ટ ફાર્મા, સિમ્ફની, એઆઇએ એન્જિનો સમાવેશ થાય છે. જ્યારે સ્મોલ-કેપ કંપનીઓમાં બોડલ કેમિકલ, સાહી સોંગવોંગ સામેલ છે. આમાંની મોટા ભાગની કંપનીઓએ તેમની ટોચ 20 ઓગસ્ટ બાદના સમયગાળામાં દર્શાવી છે. આમાંના ઘણા શેરો ઓગસ્ટ મહિનામાં 35 ટકાથી પણ વધુનું વળતર દર્શાવી રહ્યા છે.

ગુજરાત સ્થિત શેરોમાં ટેક્સટાઇલ અગ્રણી અરવિંદનો શેર વિશેષ નોંધ માંગી લે છે. શેરબજારોમાં દાયકાઓથી ટ્રેડ થતો શેર બુધવારે બીએસઇ ખાતે રૂ.૨૮૧ની સપાટી પર જોવા મળ્યો હતો. કંપનીનું માર્કેટ કેપ રૂ.7,200 કરોડે પહોંચ્યું હતું.

મહિનાની રૂ.206ની નીચી સપાટીએથી ગણીએ તો શેર 36 ટકાનું વળતર સૂચવે છે. ટોરેન્ટ ફાર્માના શેરે પણ બુધવારે રૂ.838ની ટોચ દર્શાવી હતી. જાપાની કોર્પોરેશન હિટાચી હોમનો શેર રૂ.528ની ટોચ દર્શાવી રૂ.504 પર બંધ રહ્યો હતો. કંપનીએ દાયકા અગાઉ એમ્ટ્રેક્સ પાસેથી કડી સ્થિત એકમ ખરીદ્યું હતું અને પાછળથી બહુમતી હિસ્સો મેળવ્યો હતો. શેરબજારમાં લિસ્ટિંગ બાદ સર્વોચ્ચ સપાટી દર્શાવનાર અન્ય શેરોમાં અતુલ લિ (રૂ.14,530) અતુલ ઓટો (રૂ.739), અદાણી પોર્ટ (રૂ.302), કેડિલા હેલ્થકેર (રૂ.1,285), સિમ્ફની (રૂ.1,275), એઆઇએ એન્જિ (રૂ.894), એલેમ્બિક લિ (રૂ.440), એલેમ્બિક ફાર્મા (રૂ.408), એસ્ટ્રાલ પોલિ (રૂ.864), સેરા સેનિટરી (રૂ.1,824) અને સેટકો ઓટોમોટિવ(રૂ.220)નો સમાવેશ થાય છે. આમાંની ઘણી કંપનીઓના માર્કેટ કેપ રૂ.4,000 કરોડથી વધી ગયા છે.

જ્યારે અદાણી પોર્ટ જેવી કંપનીનું માર્કેટ કેપ રૂ.60,000 કરોડની નજીક પહોંચ્યું છે. કેડિલા હેલ્થકેરનું માર્કેટ કેપ રૂ.25,000 કરોડને પાર કરી ગયું છે અને તે દેશની ટોચની 10 ફાર્મા કંપનીઓમાંની એક કંપની છે. ટોરેન્ટ ફાર્માનું માર્કેટ કેપ રૂ.14,000 કરોડ પર જોવા મળ્યું છે.

ઉપરોક્ત કાઉન્ટર્સમાંથી ઘણામાં ચૂંટણીનાં પરિણામો બાદ 50 ટકા ભાવ વૃદ્ધિ નોંધાઈ છે. જેમ કે અરવિંદનો શેર 16 મે બાદ રૂ.175ની સપાટીએથી વધી રૂ.278 થયો છે. જે લગભગ 60 ટકા જેટલું રિટર્ન સૂચવે છે. આ જ રીતે અતુલ લિનો શેર પણ રૂ.800ના સ્તરેથી રૂ.1,400ની સપાટી વટાવી ગયો છે. એક વર્ષમાં અતુલે 400 ટકા જેટલું વળતર દર્શાવ્યું છે. ત્રિચક્રીય વાહનોમાં અગ્રણી નામ અતુલ ઓટોનો શેર પણ પાંચ ગણું વળતર દર્શાવી રહ્યો છે. ઓટોમોબાઇલ્સ શેરોમાં વળતર આપવામાં આ શેર અગ્રણી રહ્યો છે. અતુલ ઓટોનું માર્કેટ કેપ બુધવારના બંધ ભાવે રૂ.761 કરોડ પર જોવા મળ્યું હતું.

શેરબજારમાં પાછલાં સપ્તાહોમાં ઓટોમોબાઇલ શેરો (વાહન ઉત્પાદકો તેમજ પૂર્જા બનાવતી કંપનીઓ)ના શેરોમાં નોંધપાત્ર તેજી જોવા મળી છે. વડોદરા સ્થિત સેટકો ઓટોમોટિવનો શેર અંતિમ ચાર સત્રોમાં 70 ટકાનું રિટર્ન સૂચવી રહ્યો છે. પાછલા ચારેક ટ્રેડિંગ દિવસોમાં કાઉન્ટર પર બલ્ક ડીલ્સ જોવા મળી છે. બીએસઇ ખાતે ભાવ રૂ.130થી ઊછળતો રહી બુધવારે રૂ.220ની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો હતો. કંપની ભારત ઉપરાંત અમેરિકા ખાતે તેનો ઉત્પાદન એકમ ધરાવે છે.

LICની વેચવાલી: વિનિવેશમાં રોકાણની તૈયારી?


મુંબઈ:લાઇફ ઇન્શ્યોરન્સ કોર્પોરેશન (એલઆઇસી) એ છેલ્લા કેટલાક સમયથી સરકારના ડિસઇન્વેસ્ટમેન્ટ કાર્યક્રમમાં

રોકાણની તૈયારી શરૂ કરી દીધી છે. બજાર રોજેરોજ નવાં શિખર સર કરી રહ્યું ત્યારે એલઆઇસીએ છેલ્લા કેટલાક

દિવસમાં બ્લૂ-ચિપ શેરોમાં રોકાણ ઘટાડ્યું છે. બેન્કર્સ અને બ્રોકર્સના જણાવ્યા અનુસાર એલઆઇસી જાહેર ક્ષેત્રની

કંપનીઓના હિસ્સાના વેચાણમાં રોકાણ કરવા તેમજ પીએસયુ બેન્કોના રિકેપિટલાઇઝેશન માટે ભંડોળ એકત્ર કરી રહી

છે.

બ્રોકર્સના જણાવ્યા અનુસાર દેશની સૌથી મોટી વીમા કંપની એલઆઇસીએ ઓએનજીસી, આઇટીસી,

આઇસીઆઇસીઆઇ બેન્ક, ટાટા મોટર્સ અને એચડીએફસી બેન્ક સહિતના શેરોમાં છેલ્લા સાત દિવસમાં નફો બુક કર્યો

છે.

છેલ્લા કેટલાક દિવસમાં એલઆઇસીની વેચવાલીનો આંકડો મળ્યો નથી, પરંતુ જાણકારોના મતે તેણે રૂ.15,000-

20,000 કરોડની વેચવાલી કરી છે. એલઆઇસીને આ મુદ્દે મોકલાયેલા ઇ-મેઇલનો કોઈ જવાબ મળ્યો ન હતો.

ઉલ્લેખનીય છે કે, સરકાર ઓક્ટોબરથી ડિસઇન્વેસ્ટમેન્ટ શરૂ કરવાની યોજના ધરાવે છે. જેમાં તે ઓએનજીસીનો 5 ટકા

તેમજ ઓએનજીસી, સેઇલ અને કોલ ઇન્ડિયાનો 10 ટકા હિસ્સો વેચશે. વર્તમાન બજારભાવે ઓએનજીસીના હિસ્સાના

વેચાણમાંથી સરકારને લગભગ રૂ.18,000 કરોડ મળશે. કોલ ઇન્ડિયા અને સેઇલના ડિસઇન્વેસ્ટમેન્ટમાંથી અનુક્રમે

રૂ.22,000 કરોડ અને રૂ.1,700 કરોડનું ભંડોળ એકત્ર થવાનો અંદાજ છે. બ્રોકર્સના જણાવ્યા અનુસાર શેરબજાર

સર્વોચ્ચ સપાટીએ છે અને વેલ્યુએશન ઊંચા હોવાથી એલઆઇસી નફો બુક કરી રહી છે.

એલઆઇસીએ હંમેશા ઊંચા ભાવે વેચાણ અને નીચા ભાવે ખરીદીની નીતિ અપનાવી છે. એક બ્રોકિંગ કંપનીના વરિષ્ઠ

અધિકારીએ જણાવ્યું હતું કે, ''ઊંચા વેલ્યુએશન ઉપરાંત, ડિસઇન્વેસ્ટમેન્ટે એલઆઇસીને વેચાણનું વધુ એક કારણ

આપ્યું છે.''

એલઆઇસીની વેચવાલીનો આંકડો મળ્યો નથી, પરંતુ સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોનો ડેટા તેની મોટી વેચવાલી તરફ

ઇશારો કરે છે. છેલ્લા સાત દિવસમાં સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ રૂ.3,000કરોડના શેર વેચ્યા છે. બ્રોકર્સના

જણાવ્યા અનુસાર સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (DII)ની કેટેગરી હેઠળ વેચવાલીનો મોટો આંકડો એલઆઇસીને કારણે

હોઈ શકે.

એફઆઇઆઇએ સાત દિવસમાં રૂ.2,265 કરોડના શેર ખરીદ્યા છે. એક બ્રોકરે જણાવ્યું હતું કે, એલઆઇસીએ એકસાથે

જંગી વેચવાલી કરી નથી એ સારી બાબત છે. બજારને પ્રતિકૂળ અસર ન થાય એ રીતે તે વેચવાલી ચાલુ રાખી શકે.

બજાર વર્તુળો એલઆઇસીની વેચવાલીનો તાળો ડિસઇન્વેસ્ટમેન્ટ અને બેન્કોના રિકેપિટલાઇઝેશન પ્રોગ્રામ સાથે મેળવી

રહ્યા છે. કારણ કે અગાઉ 2013-14ના ડિસઇન્વેસ્ટમેન્ટમાં એલઆઇસીએ મોટા પાયે રોકાણ કર્યું હતું. આમ તો એ

રોકાણમાંથી એલઆઇસીને હાલ સારો નફો થઈ રહ્યો છે, પરંતુ એ વખતે વીમા કંપની પર સરકારી કંપનીઓના ઇશ્યૂને

ઉગારવાનો આરોપ મુકાયો હતો. 30 જૂન સુધીમાં નિફ્ટી શેરોમાં એલઆઇસીનું રોકાણ લગભગ રૂ.3.2 લાખ કરોડ હતું.



જેમાં સૌથી વધુ રોકાણ આઇટીસીમાં રૂ.37,257 કરોડ હતું. વીમા કંપનીએ એસબીઆઇમાં રૂ.29,000 કરોડ,

ઓએનજીસીમાં રૂ.28,227 કરોડ, એલ એન્ડ ટીમાં રૂ.26,180 કરોડ અને રિલાયન્સમાં રૂ.26,508 કરોડનું રોકાણ કર્યું

Monday, August 25, 2014

સેન્સેક્સ 17 અંક વધીને બંધ, નિફ્ટી 7 અંક ઘટ્યુ

નિફ્ટીએ આજે 8000 એ પહોંચવાની ભરપૂર કોશિશ કરી, પરંતુ કામયાબ ના થઈ શક્યા. આજે બજારએ ઊંચાઈના નવા રેકૉર્ડએ જરૂર પહોંચ્યા. પરંતુ છેલ્લી કલાકમાં કોલસા ખાન અયોગ્ય કરાર દેવાના સમાચારએ બજારની તેજી જુટવી લીધી. સેન્સેક્સ અને નિફ્ટી આજે શુક્રવારની આસપાસ જ બંધ થયા. નાના અને મધ્યમ શેરોની સૌથી વધારે પીટાઈ થઈ.

બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 17.5 અંકોના મામૂલી વધારાની સાથે 26437 ના સ્તર પર બંધ થયા છે. જ્યાં એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 7 અંક ઘટીને 7906 પર બંધ થયા છે.

આજે સૌથી વધારે મેટલ શેરોની પિટાઈ થઈ અને બીએસઈના મેટલ ઈન્ડેક્સ 4.5% તૂટીને બંધ થયા છે. સાથે જ રિયલ્ટી, પાવર, બેન્ક અને કેપિટલ ગુડ્ઝ શેરોમાં પણ વેચાણ જોવા મળ્યું. નાના અને મધ્યમકદના શેરોની પણ પિટાઈ થઈ. જો કે એફએમસીજી, આઈટી, ટેક્નોલૉજી, ફાર્મા અને ઑટો શેરોમાં ખરીદારીનું વલણ રહ્યું.

મુશ્કેલીમાં જેટ એરવેઝ, ડિફૉલ્ટની આશંકા

એવિએશન કંપનીઓની હાલત ખરાબ થઈ રહી છે. કર્ઝના બોજાથી કિંગફિશર ની બાદ હવે જેટ એરવેઝ પણ મુશ્કિલમાં દેખાય રહી છે. રેટિંગ એજન્સી ઈન્ફ્રા જેટ ના કર્ઝના ડિફૉલ્ટની આશંકા દેખાઈ રહી છે. માનવામાં આવી રહ્યુ છે કે આજે જેટ એરવેઝ ઈન્ફ્રાની સફાઈ રજૂ કરવાની છે. આજે જેટ એરવેઝના મેનેજમેન્ટની ઈન્ફ્રાની સાથે બેઠક થવાની છે.

ઈન્ફ્રાએ 21 ઓગસ્ટના જેટ એરવેઝના કર્ઝની રેટિંગ ઘટાડી હતી. ઈન્ફ્રાએ જેટ એરવેઝના કર્ઝની રેટિંગ બીબીથી ઘટાડીને ડી કરી દેવામાં આવી છે. ડી રેટિંગનો મતલબ કર્ઝ ડિફૉલ્ટનો ખતરો થાય છે. જેટ એરવેઝ પર 10580 કરોડ રૂપિયાનો કર્ઝ છે અને છેલ્લા 6 ક્વાર્ટરથી કંપની લગાતાર ઘાટામાં છે.

ઈન્ફ્રાના મુજબ એતિહાદના રોકાણથી પણ જેટ એરવેઝની ધિક્કત દૂર નથી થઈ. હવે જેટ એરવેઝ પર કર્ઝના ડિફૉલ્ટનો ખતરો વધી રહ્યો છે. ગૌરતલબ છે કે એવિએશન સેક્ટર ભારી કર્ઝના બોઝના તળીએ દબાયેલો છે. જ્યાં સ્પાઈસજેટ ને લઈને પણ આશંકાઓ બનેલી છે અને તેની સામે ઈનક્મ ટેક્સ વિભાગની તપાસ શરૂ થઈ ગઈ છે.

સ્પાઈસજેટ પર 1736 કરોડ રૂપિયાનો કર્ઝ છે. સ્પાઈસજેટ પર પણ એટીએફની ઊંચી કિંમતોની માર પડી રહી છે. નાણાકીય વર્ષ 2014 માં સ્પાઈસજેટને 1003 કરોડ રૂપિયાનો ઘાટો થયો છે, જ્યારે છેલ્લા વર્ષથી ઘાટો 5 ગણો વધી ગયો. સ્પાઈસજેટની નેટવર્થ નેગેટિવ 1020 કરોડ રૂપિયા થઈ ગયા છે.

ખરેખર એટીએફની ઊંચી કિંમતોના ચાલતા એવિએશન સેક્ટરને ધિક્કતોનો સામનો કરવો પડી રહ્યો છે. જ્યાં રૂપિયાની કમજોરીથી એરલાઈન્સથી ખર્ચામાં વધારો થઈ રહ્યો છે. કડક નિયમ અને કાનૂનની પણ ખરાબ અસર આ સેક્ટર પર દેખાય રહી છે. સાથે જ ઊંચા કર્ઝ અને વ્યાજ પર ખર્ચ વધારવાથી એવિએશન સેક્ટરનો હાલ ખરાબ છે.

પીડબ્લ્યૂસી ના એવિએશન એક્સપર્ટ ધીરજ માથુરનુ કહેવુ છે કે ઊંચી ટેક્સ અને એરપોર્ટ ચાર્જિસના દરોને કારણે વધારે એરલાઈન કંપનીઓ ધિક્કતમાં છે. ઊંચી ટેક્સ અને એરપોર્ટ ચાર્જિસની દરોના કારણે એવિએશન સેક્ટરના ટર્નઅરાઉન્ડ હોવુ ખુબજ મુશ્કિલ છે. પરંતુ એતિહાદ, જેટ એરવેજના મજબૂત છે અને અત્યારે જેટ-એતિહાદ ડીલના પૈસા આવવાના બાકી છે, તેથી જેટ ના નાદાર થવાની શક્યતા છે.

શું શૅરબજારની બુલિશ ટ્રેન આ જ ગતિએ ચાલતી રહેશે?

સવાલો ને શંકા થતાં રહેવાનાં છે. તમારી મુસાફરી લાંબી હોય તો ચિંતાને બદલે ચિંતન કરવામાં સાર
bull
શૅરબજારની સાદી વાત-જયેશ ચિતલિયા

શૅરબજારનો સેન્સેક્સ ૨૬,૦૦૦ પર પહોંચી ગયો, નિફટી ઇન્ડેક્સ ૮૦૦૦ આસપાસ પહોંચી ગયો. વડા પ્રધાને કરેલી વાતો, દર્શાવેલી આશાઓ, લીધેલા નિર્ણયો અને લોકમાનસમાં પણ જાગી રહેલી તેમ જ વધી રહેલી ઉમ્મીદોને લીધે બજાર તેજીમાં જણાય છે. વીતેલા સપ્તાહમાં બજાર સતત ધીમી ગતિએ પણ વધતું રહ્યું હતું. ગયા વખતે આપણે બુલિશ ટ્રેનમાં ચડી જવાનો સમય હજી પણ છે એની કારણો સહિત ચર્ચા કરી હતી. હવે આપણે આ બુલિશ ટ્રેન સામે કયાં અને કેવાં સ્પીડ-બ્રેકર છે, કેવાં જોખમો અને કેવા નાના-મોટા બ્લૉક છે એની પણ વાત કરીએ. મોદી સરકારના નામે બજારનો ઇન્ડેક્સ આશરે ૨૫ ટકા આસપાસ વધી ગયો છે, પરંતુ શું આ ગતિથી જ બજાર આગળ ચાલતું રહેશે એવો સવાલ ચર્ચાનો વિષય બની રહ્યો છે, જેમાંથી પાછા નવા સવાલો અને શંકા સર્જા‍યા કરે છે. જોકે લૉન્ગ ટર્મના રોકાણકારોએ વિશેષ ચિંતા કરવાની જરૂર રહેશે નહીં. એમ છતાં બહુબધા આશાવાદ વચ્ચે થોડો-થોડો નિરાશાવાદ પણ સમજી લેવો સારો, જેથી આપણા નિર્ણયોમાં સમતુલા જાળવી શકાય.

ફન્ડામેન્ટલ્સનો વારો હવે આવશે


સૌપ્રથમ એ યાદ રાખવું જરૂરી છે કે વર્તમાન તેજી એ મહદંશે આશાવાદ પર ઊભી થઈ છે. અર્થતંત્રમાં કોઈ હજી ક્રાન્તિકારી સુધારા થઈ ગયા નથી, બલ્કે આર્થિક સુધારાનાં પગલાં શરૂ થવાથી ઇકૉનૉમી સુધરવાની આશા જાગી. રાજકીય સ્થિરતા અને મક્કમતા આવવાથી ગ્લોબલ રોકાણકારો સહિત સ્થાનિક રોકાણકારોમાં નવો વિશ્વાસ આવ્યો. વળી છેલ્લાં અમુક વરસથી બજાર ઠંડુંગાર હતું. પૉલિસીઓ મંદ હતી, ઉત્સાહ ઠંડો હતો, આશાઓ આરામમાં હતી. જ્યારે નવી સરકારથી નવી ચેતના આવી ગઈ અને બજાર પણ ચેતનવંતું બની ગયું. જોકે આને સેન્ટિમેન્ટ્સ અને મૂડ કહી શકાય, આને ફન્ડામેન્ટલ્સ કહી શકાય નહીં. અલબત્ત, આ સમયમાં માત્ર બે મહિનામાં ત્રણેક લાખ નવા રોકાણકારોએ નવાં ડીમૅટ અકાઉન્ટ ખોલાવ્યાં છે જે આવી રહેલા રોકાણકારોના પ્રવાહની સાક્ષી પૂરે છે.

અર્થતંત્રની નબળાઈઓ હજી અકબંધ

બીજી વાત એ નોંધવી જોઈએ કે દેશમાં હજી મોંઘવારી હળવી થઈ નથી. એના દર ભલે નીચે આવ્યા હોય, એ હજી માથા પર બેઠી છે. સીધા વિદેશી રોકાણને લાવવા સરકાર સક્રિય બની છે ખરી, પરંતુ આ રોકાણ આવતાં સમય લાગશે. આર્થિક સુધારાને વેગ મળી રહ્યો છે, પરંતુ એના અમલીકરણને વેગ મળતાં અને એનાં પરિણામો બહાર આવતાં સમય લાગશે. ટ્રેડ ડેફિસિટ અને કરન્ટ અકાઉન્ટ ડેફિસિટ ઓછી થઈ રહી છે છતાં એ ચિંતા કરવી પડે એવા સ્તરે છે. ક્રૂડના ભાવ પણ ચિંતા કરાવી શકે છે. એનો ભરોસો કરી શકાય એવું વાતાવરણ હજી બન્યું નથી. ઔદ્યોગિક ઉત્પાદનને વેગ મળે એવા પ્રયાસો હજી જસ્ટ શરૂ થયા છે, એને ગતિ મળતાં પણ સમય લાગશે. ચોમાસું હજી એ સ્થિતિમાં છે કે શાકભાજીના ભાવ પણ લોકોને અધ્ધર રાખે છે. ક્યારેક કાંદા તો ક્યારેક ટમેટાં સતાવે છે. આ બધા વચ્ચે ગ્રોથ-રેટ ઊંચે જતાં સમય લાગે એ સહજ છે. ઇન શૉર્ટ, દિલ્હી હજી દૂર છે.

ગ્લોબલ પરિબળોની અનિશ્ચિતતા

ત્રીજી વાત છે ગ્લોબલ - જિયો-પૉલિટિકલ સંજોગોની. આ મોરચે એક યા બીજાં કારણો કે પ્રસંગો બનતાં જાય છે જે ભારતીય માર્કેટમાં આવતા રોકાણપ્રવાહને ડિસ્ટર્બ કરે છે. ભારતના ઑઇલ-બિલની ચિંતા વધારે છે, બિઝનેસને અસર કરે છે. ભારતીય શૅરબજાર મહદંશે વિદેશી સંસ્થાકીય રોકાણકારોના પ્રવાહ પર વધુ નર્ભિર રહે છે, તેથી અમેરિકાથી લઈ યુરોપ કે અન્ય દેશોમાંથી નક્કર પ્રવાહ કે એનું સાતત્ય જળવાતું નથી. કરન્સીના રેટની અનિશ્ચિતતા તેમ જ આ ગ્લોબલ પરિબળોની અનિશ્ચિતતા સતત માથે લટકતી તલવાર જેવી રહ્યા કરે છે.

તેજીનો તાલ ધીમો પડશે, પણ...

અલબત્ત, આ તમામ વાતો અને વિચારો વચ્ચે ખાસ યાદ રાખવાની બાબત એ છે કે હવે બજારમાં પ્રવેશો ત્યારે તમામ ખરીદી લાંબા ગાળા માટે થવી જોઈએ, ટૂંકા ગાળામાં જોખમ ઊંચું રહી શકે છે. બજાર ૩૦ હજાર તરફ ગતિ કરશે તો પણ સમય તો લેશે જ. આ ત્રણ મહિનામાં એણે જે સ્પીડ સાથે વૃદ્ધિ બતાવી છે એ તો આશા અને સેન્ટિમેન્ટ્સને આધારે છે. પ્રવાહિતા અને ફન્ડામેન્ટલ્સ સુધરવાનો સમય હજી હવે આવશે. બજાર સારાં કે નરસાં કોઈ પણ કારણોને પહેલેથી ડિસ્કાઉન્ટ કરી નાખતું હોય છે. વાસ્તવિકતા પછીથી જ બનતી હોય છે. એટલે હવે પછીની માર્કેટ વધવાની ગતિ ધીમી રહે તો નવાઈ નહીં. તેજીનો તાલ ધીમો પડી શકે પણ તેજીનો ટ્રેન્ડ ચાલુ રહેશે એવી આશા રાખવામાં કંઈ ખોટું નથી. મોટી તેજી આવતાં પહેલાં નાની તેજીમાં એન્ટર થઈ જવામાં શાણપણ રહેશે.

ચિંતા નહીં, ચિંતનના મુદ્દાઓ વિચારો


ઉપરની વાતો કે મુદાઓ પરથી જો તમને ચિંતા થવા લાગી હોય તો એ ચિંતાને ચિંતનમાં ફેરવી શકો છો. અર્થાત્ સરળ અને સ્પક્ટ શબ્દોમાં કહીએ તો વધુપડતા આશાવાદના આધારે કે તેજીના પ્રવાહમાં અમસ્તા જ કે ગામને જોઈને તણાઈ જવા કરતાં આ મુદ્દાઓની વિચારણા કરીને આગળ વધો એ બહેતર છે. આનો બીજો અર્થ એ કરાય કે તેજીની ટ્રેન સામે સ્પીડ-બ્રેકર કે બ્લૉક આવ્યા કરશે એટલે એને જોઈ પૅનિકમાં આવવાને બદલે ઘટતા બજારમાં ધીમે-ધીમે ખરીદી કરતા જવાય. અત્યારે જે સ્થિતિ છે એ આ સમય પહેલાં પણ હતી જ. મોંઘવારી, ડેફિસિટ ત્યારે પણ ઊંચી જ હતી. પૉલિસી પૅરૅલિસિસ વધુ હતું. ગ્લોબલ અનિશ્ચિતતા પણ સતત માથે જ રહેતી હતી. આ બધા વચ્ચે સરકાર નિષ્ક્રિય હતી. નિર્ણયો લેવાતા નહોતા. એટલે કે અત્યાર કરતાં સંજોગો વધુ વિપરીત હતા. કમસે કમ નવી સરકાર બાદ આ સંજોગો સુધર્યા છે એટલે ચિંતા વધવી જોઈએ નહીં બલ્કે ઘટવી જોઈએ. પરંતુ આ ચિંતાને ચિંતનની જેમ સાથે રાખીને આપણે નિર્ણયોને વધુ પરિપક્વ, વધુ સમતોલ બનાવી શકીએ. બજારમાં સમયાંતરે ઊભા કરાતા ભ્રમ કે આકર્ષણોમાં તણાઈ ન જવા માટે આટલી સાદી સમજ રાખવી જરૂરી છે

યુદ્ધ થાય તો 20 દિવસમાં પૂરો થઇ જશે ભારતીય સૈન્યનો દારૂગોળો

યુદ્ધ થાય તો 20 દિવસમાં પૂરો થઇ જશે ભારતીય સૈન્યનો દારૂગોળો
(ફાઇલ ફોટોઃ પાકિસ્તાન સાથે જોડાયેલી સરહદ પર પહેરો ભરતો ભારતીય સૈન્યનો જવાન)
 
નવી દિલ્હીઃ પાકિસ્તાન સાથે જોડાયેલી ભારતીય સરહદ પર સતત ગોળીબાર થવાનાં સમાચાર આવી રહ્યા છે. રવિવારે રાત્રે પણ જમ્મુનાં ચાર સેક્ટરોમાં બીએસએફની 35 ચોકીઓ પર હુમલો કરવામાં આવ્યો હતો. આશ્ચર્યજનક વાત એ છે કે યુદ્ધની સ્થિતિમાં ભારત માટે એક મુશ્કેલી ઉભી થઇ શકે છે. એક અંગ્રેજી અખબારનાં અહેવાલ અનુસાર, જો સરહદ પર યુદ્ધ છેડાય તો ભારતીય સૈન્યનો દારૂગોળો ફક્ત 20 દિવસની અંદર જ પૂરો થઇ જશે.
 
કેમ છે અછત?
 
રિપોર્ટ અનુસાર સરકાર આ સ્થિતિથી વાકેફ છે, પણ દારૂગોળાની અછત છેલ્લા છ મહિનાથી એમનાં એમ છે. એમ કહેવાયું છે કે 39 ઓર્ડિનન્સ ફેક્ટરીઓમાં ધીમા દરે થતા ઉત્પાદનને કારણે આવી સ્થિતિ પેદા થઇ છે. સૂત્રોનું કહેવું છે કે, ટેન્ક, એર ડિફેન્સ, એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલ, સ્પેશ્યલાઇઝ્ડ મશીન ગન મેગઝીન્સ, ગ્રેનેડ અને માઇન ફ્યુઝ જેવી વસ્તુઓની ભારે અછત છે. જો યુદ્ધ શરૂ થઇ જાય તો તેમાંથી ઘણી સામગ્રી તો ફક્ત એક જ સપ્તાહમાં પૂરી થઇ જશે.
દેશ પાસે 30 દિવસોના 'ગહન' અને 30 દિવસોનાં 'સામાન્ય' યુદ્ધ માટે જરૂરી વોર વેસ્ટેજ રિઝર્વ એટલે કે WWR હોવો જોઇએ. ત્રણ દિવસનાં સામાન્ય યુદ્ધને એક દિવસનાં ગહન યુદ્ધ તરીકે જોવામાં આવે છે. એટલે કે  WWR કુલ 40 દિવસનાં 'ગહન' યુદ્ધને લાયક હોવો જોઇએ. સૈન્યનાં રોડમેપ પ્રમાણે 2019 સુદી જ ભારતનું 'ગહન' 100 ટકા સુધી પહોંચી શકશે અને આ માટે 97000 કરોડ રૂપિયાનું બજેટ જોઇએ.
 
ભૂતકાળમાંથી ન લીધી શીખ
 
યુદ્ધ થાય તો 20 દિવસમાં પૂરો થઇ જશે ભારતીય સૈન્યનો દારૂગોળોઅધિકારીઓનું કહેવું છે કે સરકાર યુદ્ધ સામગ્રીની અછતને દૂર કરવાનાં પ્રયાસ કરી રહી છે. 39000 અધિકારીઓ અને 11.3 લાખ જવાનો ધરાવતા દુનિયાનાં સૌથી મોટા સૈન્ય પાસે દારૂગોળો ઓછો હોવો એ ચિંતાનો વિષય છે. 1999માં કારગિલ યુદ્ધ વખતે ભારતે આપાતકાલિન સ્થિતિમાં ઇઝરાયલ પાસેથી દારૂગોળો ખરીદવો પડ્યો હતો.
 
 અરનિયા સેક્ટરનાં એક ગામમાં પાકિસ્તાન તરફથી કરાયેલા હુમલાનો મોર્ટાર શેલ દેખાડતો સ્થાનિક નાગરિક
 

Friday, August 22, 2014

સેન્સેક્સ 26500 ની પાર, નિફ્ટી 7930 ની નજીક

સવારે 11:03 વાગ્યે

બજારમાં જોરદાર મજબૂતીના વલણો બરકરાર છે. બેન્ક, ઑયલ એન્ડ ગેસ અને આઈટી શેરોમાં ખરીદારીથી બજારમાં વધારો જોવા મળી રહ્યો છે. જો કે રિયલ્ટી, ફાર્મા અને એફએમસીજી શેરોમાં વેચાણ જોવામાં આવી રહ્યુ છે. દિગ્ગજ શેરોની સાથે મિડકેપ અને સ્મૉલકેપ શેરોમાં ખરીદારીનું વલણ છે.

હાલમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 142 અંક મતલબ 0.5% ની મજબૂતીની સાથે 26502 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યાં એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 37 અંક મતલબ 0.5% વધીને 7928 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. આજના કારોબારમાં નિફ્ટીએ 7929.05 ના નવા રેકૉર્ડ ઊપરી સ્તર પર પહોંચ્યા છે.

બજારમાં કારોબારના દરમ્યાન એસબીઆઈ, બેન્ક ઑફ બરોડા, પીએનબી, હિન્ડાલકો, ઓએનજીસી, ગેલ અને સેસા સ્ટરલાઈટ જેવા દિગ્ગજ શેરોમાં 3-1.4% ની મજબૂતી આવી છે. જો કે યૂનાઈટેડ સ્પિરિટ્સ, સન ફાર્મા, પાવર ગ્રીડ, ડૉ રેડ્ડીઝ, બજાજ ઑટો, કોલ ઈન્ડિયા અને એનટીપીસી જેવા દિગ્ગજ શેરોમાં 3.3-0.6% નો ઘટાડો દર્જ કરાવામાં આવ્યો છે.

મિડકેપ શેરોમાં બીએએસએફ, શ્રી રેણુકા, પ્રેસ્ટીઝ એસ્ટેટ, મણીપુરમ ફાઈનાન્સ અને યૂનિયન બેન્ક સૌથી વધારે 10.2-4.2% સુધી ઉછળા છે. જ્યાં, સ્મૉલકેપ શેરોમાં આદિત્ય બિડ઼લા કેમિકલ્સ, વાઈબ્રેન્ટ ડિઝિટલ, હર્ક્યૂલ્સ હોઈસ્ટ્સ, સેશાષયી પેપર અને એચઈજી સૌથી વધારે 11.2-7.5% સુધી વધ્યા છે.

આણંદ: વિધાનસભા ચૂંટણી માટે BJPમાં ઉમેદવારી માટે ભાંજગડ સર્જાઈ

આણંદ વિધાનસભાની પેટાચૂંટણી માટે પ્રદેશ નિરિક્ષકો આવતાં ભાજપના કાર્યકરો, હોદ્દેદારો ઉમટી પડયાં તે તસવીર

આણંદ માટે નગરસેવકથી નગરશેઠ સુધીની દાવેદારી
ભાજપના પ્રદેશ નિરીક્ષકોની મેરેથોન બેઠક: ૩૮ દાવેદારોને સાંભળવામાં આવ્યાં

આણંદ: આણંદ વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપના મેન્ટેડ પરથી ચૂંટણી લડવા માટે થનગનતાં મૂરતિયાંઓની આજે પ્રદેશ નિરિક્ષકોએ કસોટી કરી હતી. સવારથી લઇ સાંજ સુધી ચાલેલી આ મેરેથોન બેઠકમાં ૩૮થી વધુ વ્યક્તિએ દાવેદારી કરી હતી. જેઓને સાંભળવામાં આવ્યાં હતાં. જોકે, આખરી નિર્ણય ૨૩મી બાદ જાણવા મળશે. આણંદ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીની જાહેરાત થતાં જ ભાજપના ઉમેદવારની પસંદગી માટે મોવડીઓએ કવાયત હાથ ધરી છે.

આ કવાયતના ભાગરૂપે ગુરુવારના રોજ પ્રદેશ નિરીક્ષકની ટીમ આણંદ આવી હતી. જેઓની સમક્ષ ઉમેદવારી માટે ૩૮થી વધુ વ્યક્તિએ દાવેદારી કરી હતી. વિદ્યાનગર જીઆઈડીસીના એલિકોન હોલ ખાતે યોજાયેલી બેઠકમાં સવારથી સાંજ સુધી ઉમેદવારોને સાંભળવામાં આવ્યાં હતાં. મેરેથોન બેઠકમાં પસંદગી પણ મોવડી માટે મુશ્કેલ બની ગઇ હતી.

આણંદ વિધાનસભા બેઠકમાં ભાજપ તરફથી લડવા માટે નગરસેવકથી લઇ નગરશેઠ સુધીની વ્યક્તિએ દાવેદારી કરી હતી. ભાજપના નાનામા નાના કાર્યકરથી લઇ છેક જિલ્લાકક્ષાના આગેવાનો, હોદ્દેદારોએ પણ પોતાના નામો મૂક્યાં હતાં. આ ઉપરાંત ઉદ્યોગપતિઓ, વેપારીઓ, પૂર્વ પ્રમુખો, નિવૃત્ત અધિકારી, પૂર્વ ધારાસભ્યનો પણ તોટો નહોતો.
 
કોના પર કળશ ઢોળાશે ?

આણંદ વિધાનસભા બેઠક માટે પ્રદેશ નિરિક્ષક તરીકે ભરતભાઈ બારોટ, જયશ્રીબહેન પટેલ, જીતુભાઈ સુખડીયાએ આગેવાની લીધી હતી. આ ટીમ દાવેદારોને સાંભળ્યાં બાદ રિપોર્ટ તૈયાર કરશે. જે જિલ્લા સંગઠન સાથે ચર્ચા કરી રિપોર્ટ ૨૩મી ઓગસ્ટના રોજ પ્રદેશ પાર્લામેન્ટરી ર્બોડમાં મુકશે. જેનાં આધારે ઉમેદવારની આખરી પસંદગી થશે.

 

BAPSનો વર્લ્ડ રેકોર્ડઃ 909 કરોડમાં બનશે વિશ્વનું સૌથી વિશાળ મંદિર

(અમેરિકાના ન્યૂજર્સીમાં રોબિન્સવિલે ખાતે BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર)
 
ન્યૂજર્સીઃ BAPS સંસ્થાના વડા પ્રમુખ સ્વામી મહારાજે 10મી ઓગસ્ટ, 2014ના રોજ અમેરિકાના ન્યૂજર્સીમાં રોબિન્સવિલે ખાતે  શ્રી સ્વામિનારાયણ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરી. રોબિન્સવિલેમાં 162 એકરના વિસ્તારમાં તૈયાર થઇ રહેલા અક્ષરધામ સંકુલ 2017 સુધીમાં સંપૂર્ણપણે તૈયાર થઇ જાય તેવી સંભાવના છે. ન્યૂજર્સીમાં 162 એકરના પરિસરમાં આકાર પામતું BAPS અક્ષરધામ મંદિર વિશ્વનું સૌથી વિશાળ હિન્દુ મંદિર બનશે. ટાઇમ્સ ઓફ ઇન્ડિયામાં પ્રસિદ્ધ થયેલા અહેવાલ અનુસાર, રોબિન્સવિલેમાં 150 મિલિયન ડોલર (અંદાજે 909 કરોડ રૂ.)ના ખર્ચે તૈયાર થઇ રહેલા અક્ષરધામ પરિસરની સાથે વિશ્વના સૌથી વિશાળ હિન્દુ મંદિરના રેકોર્ડ માટે દાવો રજૂ કરશે. હાલમાં સૌથી વિશાળ હિન્દુ મંદિર તમિલનાડુના શ્રીરંગમ્ સ્થિત શ્રી રંગનાથસ્વામી મંદિર છે, તે 155.92 એકર્સમાં પથરાયેલું છે.  
 
વર્લ્ડ રેકોર્ડના દાવામાં સંભવતઃ અડચણ
 
વિસ્તારની દ્રષ્ટિએ વાત કરીએ તો કંબોડિયામાં આવેલું અંગકોર વાટના હિન્દુ મંદિરનું પરિસર અંદાજે 202 એકરમાં પથરાયેલું છે. આમ, જો માત્ર પરિસરની વાત કરીએ તો અંગકોર વાટનું હિન્દુ મંદિર, રોબિન્સવિલેના મંદિર કરતાં પણ વિશાળ જ રહે. આ કિસ્સામાં જોવાનું એ રહે છે કે, ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સવાળા વિશ્વના સૌથી વિશાળ હિન્દુ મંદિરનો ખિતાબ આપવામાં કઇ બાબતોની નોંધ લેશે. આમ, અંગકોરવાટના મંદિરને કારણે રોબિન્સવિલે સ્થિત અક્ષરધામના રેકોર્ડના દાવામાં મુશ્કેલી સર્જાઇ શકે છે.

ભૂષણ સ્ટીલનું માર્કેટ કેપ 2 દિવસમાં રૂ.3,100 કરોડ ગબડ્યું

મુંબઈ : સિન્ડિકેટ બેન્કના લાંચ કૌભાંડને પગલે ભૂષણ સ્ટીલનો શેર સતત બીજા દિવસે 20 ટકા ગબડ્યો હતો . દિલ્હીની કોર્ટે કંપનીના ચેરમેન નીરજ સિંઘલની આગોતરા જામીનની અરજી ફગાવી દેતાં શેરમાં ઘટાડો ચાલુ રહ્યો હતો અને તે 20 ટકાની નીચલી સર્કિટે રૂ .244 ના મથાળે બંધ રહ્યો હતો .

છેલ્લા બે દિવસના ઘટાડાને લીધે એક્સ્ચેન્જ પર ભૂષણ સ્ટીલના કુલ મૂલ્યના 36 ટકા હિસ્સાનું ધોવાણ થયું છે . ભૂષણ સ્ટીલનું માર્કેટ કેપિટલાઇઝેશન મંગળવારના રૂ .8,623 કરોડથી ગબડીને ગુરુવારે રૂ .5,519 કરોડ થયું છે . સાથે બે દિવસમાં કંપનીના માર્કેટ કેપમાં રૂ .3,104 કરોડનો ઘટાડો થયો છે . મોટા શેરધારકોમાં એલઆઇસી કંપનીમાં સૌથી વધુ 3.54 ટકા હિસ્સો ધરાવે છે .

વિશ્લેષકોના જણાવ્યા અનુસાર કેસમાં વધુ સ્પષ્ટતા થાય ત્યાં સુધી ટૂંકા ગાળામાં શેર દબાણમાં રહેશે અને રોકાણકારો દૂર રહેશે . ડોઇચે બેન્કે શેરની ટાર્ગેટ પ્રાઇસ રૂ .377 થી 13 ટકા ઘટાડી રૂ .327 કરી છે . જોકે , ‘ હોલ્ડ રેટિંગ જાળવી રાખ્યું છે .

ડોઇચે બેન્કના વિશ્લેષકો અનુજ સિંગલા અને અભય લાઇજાવાલાએ ગ્રાહકોને લખેલી નોંધમાં જણાવ્યું હતું કે , ‘ પૂરતી સ્પષ્ટતા થાય ત્યાં સુધી નિયમન સંબંધી પગલાંની આશંકા શેરને ટૂંકાથી મધ્યમ ગાળામાં વોલેટાઇલ રાખશે . સમગ્ર કેસમાં વધુ સ્પષ્ટતા થાય ત્યાં સુધી શેરનો ભાવ અગાઉના મૂલ્યની તુલનામાં ડિસ્કાઉન્ટમાં રહેશે .

ઉલ્લેખનીય છે કે , ભૂષણ સ્ટીલ પાસેથી રૂ .50 લાખની લાંચ લેવાના આરોપસર સીબીઆઇએ સિંડિકેટ બેન્કના ચેરમેન અને એમડી એસ કે જૈનની ધરપકડ કરી છે . લાંચ કંપનીની રૂ .100 કરોડની લોનનું નોન - પરફોર્મિંગ એસેટમાં રૂપાંતર નહીં કરવા બદલ આપવામાં આવી હોવાનું કહેવાય છે .

વિવાદને કારણે ભૂષણ સ્ટીલના પ્રોજેક્ટ્સ વિલંબમાં પડવાની શક્યતા છે . જેની સીધી અસર કંપનીના નફા પર થશે . કંપની ઓડિશા ખાતેના 25 લાખ ટનની ક્ષમતાના સ્ટીલ પ્લાન્ટના વિસ્તરણની તૈયારીમાં છે .

જિયોજિત બીએનપી પારિબાના રિસર્ચ હેડ વિનોદ નાયરે જણાવ્યું હતું કે , મેનેજમેન્ટ ગેરરીતિમાં સંડોવાયું હોવાના આરોપ હોય એવી કંપનીમાં રોકાણકારોએ રોકાણ ટાળવું જોઈએ . શેર દબાણ હેઠળ રહેશે એવી શક્યતા છે અને આગામી સમયમાં તે બજાર કરતાં ઓછું વળતર આપશે

ઇન્વેસ્ટરો શૅરબજારમાં આવી રહ્યા છે એના આ રહ્યા પુરાવા

જૂન-જુલાઈમાં ૨.૯૪ લાખ નવાં ડીમૅટ અકાઉન્ટ્સ ખૂલ્યાં
રોકાણકારો મૂડીબજારમાં આવી રહ્યા છે એવી વાતો તો સતત થઈ રહી છે, પરંતુ ખરેખર આમ થઈ રહ્યું છે કે કેમ એ તો આંકડા વધુ સાચી અને સારી રીતે કહી શકે. ડીમૅટ અકાઉન્ટ્સની વધતી સંખ્યા આનો પુરાવો છે. તાજેતરના જૂન અને જુલાઈ મહિનામાં ડીમૅટ અકાઉન્ટ્સની સંખ્યા વધી છે. નૅશનલ સિક્યૉરિટીઝ ઍન્ડ ડિપોઝિટરી લિમિટેડ (NSDL) અને સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસિસ લિમિટેડ (CDSL)ના આંકડા મુજબ આ બન્ને ડિપોઝિટરીમાં ડીમૅટ અકાઉન્ટ્સમાં આઠ ટકાની વૃદ્ધિ નોંધાઈ છે. છેલ્લા બે મહિનામાં ૨.૯૪ લાખ નવાં ડીમૅટ અકાઉન્ટ્સ ખૂલ્યાં છે. આ સાથે ડીમૅટ અકાઉન્ટ્સની કુલ સંખ્યા ૨.૨૨ કરોડ પર પહોંચી છે.

એપ્રિલમાં ડીમૅટ અકાઉન્ટ્સ માત્ર ૧૫,૫૭૫ જેટલાં નવાં ખૂલ્યાં હતાં જે માત્ર ૦.૮૬ ટકાની વૃદ્ધિ દર્શાવતાં હતાં, પરંતુ ચૂંટણી બાદ સિનારિયો બદલાતો ગયો હતો. નવી સરકારની આશાએ અને નવી સરકારના આગમન બાદ આમાં ઉછાળો જોવા મળ્યો હતો. મે મહિનામાં આ સંખ્યાની વૃદ્ધિ ચાર ટકા થઈ હતી જે જૂન-જુલાઈમાં ડબલ થઈ ગઈ હતી. શૅરબજારમાં સોદા કરવા માટે ડીમૅટ અકાઉન્ટનું હોવું ફરજિયાત છે.

NSDL પાસે આશરે ૧.૩૨ કરોડ ડીમૅટ અકાઉન્ટ્સ છે, જ્યારે CDSL પાસે ૮૯.૭૫ લાખ ડીમૅટ અકાઉન્ટ્સ છે. સેન્સેક્સમાં થયેલા ૨૦ ટકાના વધારાએ નાના રોકાણકારોનો વિશ્વાસ વધારતાં આ ડીમૅટ અકાઉન્ટ્સ વધ્યાં છે. નવા રોકાણકારો બજાર માટે પૉઝિટિવ વ્યુ લેવા લાગ્યા છે. બજારમાં લૉન્ગ ટર્મ રોકાણ કરવાની રીટેલ ઇન્વેસ્ટરોની ઇન્ક્વાયરી વધી રહી છે.

સામાન્ય રીતે નવા ઇશ્યુઓની બજાર તેજ થાય ત્યારે નવાં ડીમૅટ અકાઉન્ટ્સ વધુ ખૂલતાં હોય છે, પરંતુ આ વખતે લોકો સીધા સેકન્ડરી માર્કેટમાં પ્રવેશવા ઉત્સુક છે એટલે નવાં અકાઉન્ટ્સ ખૂલી રહ્યાં છે અને તમામ અગ્રણી બ્રોકરોને આનો લાભ મળી રહ્યો છે. જોકે રિલાયન્સ પાવર અને કોલ ઇન્ડિયાના ઇશ્યુ આવી રહ્યા હતા ત્યારે ૨૦૦૮ના જાન્યુઆરીમાં નવાં અકાઉન્ટ્સની સંખ્યામાં માત્ર આઠ દિવસમાં જ જબ્બર ઉછાળો જોવા મળ્યો હતો.

Wednesday, August 20, 2014

બાળકો માટે નાણાંકીય સમજણ


નમન છઠ્ઠા ધોરણમાં છે અને અભ્યાસમાં ખૂબ જ સારો છે. તે હંમેશા ટોપ પર હોય છે માટે તેના માતાપિતા તેના સર્વાંગી વ્યક્તિત્વ વિકાસ માટે વધારે કાળજી લઈ રહ્યા છે. બીજા દિવસે નમને તેના માતાપિતા ને તેમના નાણાંકીય પ્લાનર સાથેની વાતો સાંભળી. તેઓ નાણાંકીય લક્ષ્યાંકો, એસઆઈપી, ફુગાવો અને ટેકસ વિશેની વાત કરવામાં આવતી હતી. નમન મૂઝંવણમાં પડી ગયો. તઆ બધા ટર્મ શું છે.?

આ લેખ બાળકો માટે બેઝીક મનીના ટર્મ ડીફાઈન કરે છે જેમ કે મની, ઈનફ્લેશન, ચક્રવૃદ્ધિ વ્યાજ, સેવિંગ, ઈનવેસ્ટમેન્ટ, એસેટ, લાયાબીલિટી, ઈક્વિટી, એસઆઈપી, ટેકસ અને નાણાંકીય જોખમ. નાણાં વિશેની અમુક વસ્તુઓ બાળકો માટે ચોક્ક્સ લાંબા ગાળા માટે મદદ થશે.

નાણાં – જયારે તમારી પાસે પૈસા છે, તમે જરૂરીયાત મુજબની વસ્તુઓ ખરીદી અને આરામદાયક જીંદગી જીવી શકો છો. મૂળભૂત જરૂરીયાતો જેમકે ખોરાક, રહેઠાણ અને કપડાં છે. આ બધુ ખરીદવા માટે પૈસાની જરૂર પડે છે. ઉદાહરણ તરીકે તમને કેડબરી ભાવે છે તો તેને ખરીદવા પૈસાની જરૂર પડશે.

ફુગાવો – આ નાણાંની શક્તિ ઘટાડે છે. ઉદાહરણ તરીકે તમે નોધ્યું હશે કે તમારી શાળાની ફી દર વર્ષે વધે છે. ફુગાવાના કારણે તેટલા જ પૈસામાં તમે ઓછી વસ્તુઓ ખરીદી શકો છો. ગયા વર્ષે તમે ૧૦૦ રૂપિયામાં ૫ કેડબરી ખરીદી એટલે એક કેડબરીના ૨૦ રૂપિયા થાય. પણ હવે તમે ૪ કેડબરી ખરીદી શકો કેમકે ભાવ વધીને ૨૫ રૂપિયા થયા. આ ફુગાઓ છે. આપણા નાણાંકીય જીવનમાં ફુગાવો એ આપણો નંબર ૧ દુશ્મન છે.

ચક્રવૃદ્ધિ વ્યાજનો જાદુ – ફુગાવો નાણાંની શક્તિ ઘટાડે છે. તમે ચક્ર્વૃદ્ધિ વ્યાજનો અભ્યાસ કર્યો હશે વ્યાજ પર વ્યાજ. તમે જો પૈસા બચાવાની શરૂઆત જલ્દી કરી અને તે બચત કરેલા પૈસા, તમારા બચત કરેલા પૈસાથી વધારે પૈસા થશે તે કમાલ છે ચક્ર્વૃદ્ધિ વ્યાજની. આ આપણને ઝડપથી પૈસા વધારવામાં મદદ કરે છે. ચક્રવૃદ્ધિ વ્યાજનો જાદુ મુંબઈ અને દિલ્લી વચ્ચે ચાલતી સુપર ફાસ્ટ એકસપ્રેસ ટ્રેન જેવો છે. માટે જો ફુગાવો એ આપણો નંબર ૧ દુશ્મન છે તો ચક્રવૃદ્ધિ વ્યાજ એ આપણો નંબર ૧ દોસ્ત છે. તેને કયારેય ભૂલતા નહીં.

બચત – ખર્ચ કર્યા પછી બાકી રહે તે તમારી બચત છે. અગર તમારી પોકેટમની માટે મહિનાના રૂ ૧૦૦૦ છે અને તેમાંથી રૂ ૮૦૦ તમે ખર્ચો છો એટલે રૂ ૨૦૦ ની તમે બચત કરી શકો. તમારી આવક કરતા ખર્ચો ઓછો કરશો ત્યારેજ આવકમાં વધારો જોવા મળે છે. હમણાં તમારી પાસે પોકેટમની સિવાય કોઈ કમાણી નથી. જો તમારી પોકેટમની મહિનાના રૂ ૧૦૦૦ હોય તો રૂ ૩૦૦ દર મહિને તો જરૂર બચાવી શકાય છે.

ઈન્વેસ્ટમેન્ટ – તમે અત્યાર સુધી પૈસા બચાવ્યા, તે બચત કરેલા પૈસાને ઈન્વેસ્ટ કરી પૈસામાં વધારો કરી શકાય છે . એક ધ્યેય આધારિત રોકાણ કરવું એ રોકાણ કરવા માટેનો શ્રેષ્ઠ માર્ગ છે. આ ધ્યેય આપણું લક્ષ્ય છે. ઉદાહરણ તરીકે તમે ૨૦૨૦ ના વર્ષમાં અમેરિકામાં આવેલા શહેર બોસ્ટનમાં બે વર્ષ માટેનો એમએસ પોસ્ટ ગ્રેજુએટ અભ્યાસ  કરવા માટે જવા ઈચ્છો છો. તમને શિક્ષણ માટે નાંણાની જરૂર પડશે.  આ ધ્યેય માટે રોકાણ કરી શકાય છે

એસેટ (મિલકત) – એસેટ એક એવી વસ્તુ છે જેની પોતાની વેલ્યુ (કિંમત) છે. અગર તમારા પૈસા અલગ અલગ એસેટમાં જેમકે રોકડા, બેંક બેલેંસ, ફિકસ ડિપોઝીટ, જવેલરી, ઈક્વિટી સ્ટોક, મ્યુચલ ફંડ, રીયલ એસ્ટેટ અને પેંઈન્ટીંગ આવી રીતે એસેટના ઘણા વર્ગો (પ્રકારે) છે. દરેક એસેટ ના પોતાના માયનસ અને પ્લસ પોઈન્ટસ છે.. પૈસા એકજ એસેટમાં જેમકે રીયલ એસેટ અને ગોલ્ડમાં ન હોવા જોઈએ. એક્જ એસેટમાં ઈન્વેસ્ટ કરવાના જોખમને ટાળવું જોઈએ.

લાયાબીલિટી (જવાબદારી) – લાયાબીલિટી એટલે પૈસા આપવાના બાકી હોય, જેમકે તમારા માતાપિતા એક હોમ લોન લે છે. આ એક જવાબદારી છે. જયારે તમે પોસ્ટ ગ્રેજયુએશનના અભ્યાસ માટે જાવ છો ત્યારે તમારા પેરેંટસ એક શિક્ષણ લોન લે છે. આ એક લાયાબીલિટી છે. જયારે ઉધાર લીધેલા પૈસાનું વ્યાજ કોઈકને ચૂકવવાનું હોય છે તે આપણી નાણાંકીય જવાબદારી છે.

ઈક્વિટી – આ એક એસેટનો પ્રકાર છે. તમે તમારા પૈસા લાંબા સમય માટે ઈક્વિટીમાં રોકી શકો છો. આના માટે પાંચ વર્ષનો સમય ઓછામાં ઓછો હોવો જોઈએ. ઈક્વિટીના ઘણા પ્રકારો છે જેમાં રોકાણ કરી શકીએ છીએ. રોકાણ કરવા માટેના સૌથી વધુ લોકપ્રિય બે રસ્તા છે. રોકાણ માટેનો પહેલો રસ્તો ઈક્વિટી મ્યુચલ ફંડ (એમએફએસ) બીજો રસ્તો એ છે કે સ્ટોક એક્સચેંજમાંથી સીધી ખરીદી ઈક્વિટી સ્ટોકની કરી શકાય છે. ઈક્વિટી સ્ટોકના સીધા વ્યવ્હાર માટે કુશળતા હોવી જોઈએ.  ઈક્વિટી માટે માત્ર મ્યુચલ ફંડમાં  મારફત રોકાણ કરો એવી અમારી સલાહ છે.

એસઆઈપી – આનો અર્થ વ્યવસ્થિત ઈનવેસ્ટમેંટ પ્લાન થાય છે. એસઆઈપી નિયમિત રોકાણ માટે સગવડ આપે છે. આ સરેરાશ કિંમતના સિદ્ધાંત પર કામ કરે છે. તમે માસિક ધોરણે ઈક્વિટી મ્યુચલ ફંડ ખરીદો છો. દર મહિને એસઆઈપીના મારફતે રૂ ૫૦૦ નું રોકાણ કરો છો. હવે, જયારે માર્કેટ ઊચું હશે ત્યારે ઈક્વિટી યુનિટના ભાવ પણ ઊંચા થશે. તેથી તમે ઓછા યુનિટ ખરીદી શકશો. જયારે માર્કેટ નીચું હશે ત્યારે ઈક્વિટીના ભાવ પણ ઓછા થશે. તેથી તમે વધારે યુનિટ ખરીદી શકશો. તેથી એસઆઈપી સરેરાશ મૂળ કિંમત કાઢી શકવાની સગવડ આપે છે. રોકાણ કરવા માટેનો આ એક જાણીતો રસ્તો છે.

કર - આપણે મોટા થયા પછી, પૈસા કમાવવાની શરૂઆત કરીએ છીએ. તે કમાણીમાંથી આપણે સરકારને ટેક્સ ભરવો પડે છે. નાગરીકોની સુવિધા પૂરી પાડવા માટે સરકાર ફી ટેકસ દ્વારા લગાડે છે. સરકાર આપણને સુરક્ષા, ઈન્ફ્રાસ્ટ્રકચર, સામાજિક અને આર્થિક વ્યવસ્થાઓ પૂરી પાડે છે. તેથી બજેટ વ્યવસ્થા કરવા માટે નાણાંની જરૂર પડે છે. માટે તેઓ આપણી પાસેથી કરની વસૂલાત કરે છે.

નાણાંકીય જોખમ – જોખમ એટલે કંઈક થાય પણ અને ન પણ થાય. કદાચ નાણાંકીય જોખમ લીધું હોય અને નાણાં ગુમાવવા પડે. ઉદાહરણ તરીકે આપ બીમાર છો અને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છો અને તમારા માતાપિતા હોસ્પિટલનું બિલ ચૂકવે છે. તેથી આ તમારા પરિવાર માટે નાણાંકીય જોખમ છે. અગર તમારા પેરેન્ટસે તમારો મેડીક્લેમ લીધો હોત તો વીમા કંપનીને તમારું બિલ ચૂકવવું પડશે.હવે તમે મૂળભૂત કોન્સેપ્ટ સમજી, આપ આપના પૈસાને સમજવા અને વધુ સારી રીતે મેનેજ કરવા માટે કયાં પગલાં ભરશો?

સારાંશ- નાણાં આપને અનુકૂળ જીવન જીવવા માટેની જરૂરી શક્તિ છે. ફુગાવો આપણો દુશ્મન છે જે આપણાં નાણાંની શક્તિ ઘટાડે છે. આપણે ચક્રવૃદ્ધિ વ્યાજ જેવા શક્તિશાળી દોસ્ત બનાવી, ફુગાવા કરતા ઝડપથી દોડી, પૈસા વિકસે (વધે) છે. પૈસાને એકઠા કરવા માટે સૌ પ્રથમ તમારે તમારી આવક કરતા ઓછો ખર્ચ કરવો જોઈએ. ઓછામાં ઓછા લગભગ ૩૦% બચાવવાનો પ્રત્યન કરવો. તમે જે પણ બચત કરી તેને ઈન્વેસ્ટ કરી પૈસામાં વધારો કરો. લાંબા સમયના રોકાણ માટે, ઈક્વિટી મ્યુચલ ફંડ પસંદ કરી શકો છો. તારીખો ને લક્ષ્યમાં રાખીને એક્શન પ્લાન બનાવવો જોઈએ.

Rohit Shah is a CFP CM and Founder & CEO at GettingYouRich.com. He can be reached at rohit@gettingyourich.com

ઓબસી, દેના બેન્કમાં એફડી કૌભાંડ

સરકારી બેન્કોમાં ગડબડીના સિલસિલા થંભતા નથી. સિન્ડિકેટ બેન્ક પછી ઓરિએન્ટલ બેન્ક ઑફ કૉમર્સ અને દેના બેન્કમાં પણ ગડબડીનો મામલો સામે આવ્યો છે. બન્ને બેન્કોમાં 436 કરોડ રૂપિયાના ફિક્સ્ડ ડિપૉઝિટ (એફડી) ઘોટાળો થયો છે. આ હેઠળ કોઈ બીજાની એફડી ફર્જી દસ્તાવેજ બનાવીને કરજો લેવાયો છે.

ઓરિએન્ટલ બેન્ક ઑફ કૉમર્સમાં 180 કરોડ રૂપિયાનું કૌભાંડ થયુ છે. નાણાકીય મંત્રાલયએ આ કૌભાંડને ઉજાગર કર્યુ છે. આ ઘોટાળાની તપાસ સીબીઆઈને સોંપી દીધી છે. હાલમાં કર્જના બદલે ઘૂસના તૌર પર 8000 કરોડ રૂપિયાનું કૌભાંડ સામે આવ્યુ હતું.

ઓરિએન્ટલ બેન્ક ઑફ કૉમર્સના સીએમડી એસ એલ બંસલએ બેન્કમાં ઘોટાળાની વાત માની છે. તેમણે ક્હયુ છે કે 180 કરોડ રૂપિયા માંથી 110 કરોડ રૂપિયા રિકવર કરી લીધા છે અને બાકી ઝડપથી રિકવર કરી લેવામાં આવશે. તેમણે કહ્યુ કે આ ગડબડી એક જ શાખામાં અત્યાર સુધી ખબર પડી છે અને જિમ્મેદાર લોકોની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.

ઓબીસીના સીએમડી એસ એલ બંસલએ કહ્યુ કે બેન્કએ પોતે જ સીબીઆઈને તપાસ સોપી છે. સાથે જ બેન્ક બાકીના 70 કરોડ રૂપિયાની વસૂલી કરવાનો પ્રયાસ કરી રહી છે. એસ એલ બંસલએ માન્યુ કે બ્રાન્ચ સ્તર પર કેટલીક ભૂલો થઈ છે. બ્રાન્ચથી લઈને ક્ષેત્રીય કાર્યાલય સુધીના અધિકારીઓની સામે કાર્યવાહી કરવામાં આવી છે. જ્યાં બીજી કોઈપણ બ્રાન્ચમાં કૌભાંડ નથી પકડાયુ.

ઇન્દિરા ગાંધી પર બનેલી ફિલ્મનો પંજાબમાં વિરોધ

ભૂતપૂર્વ વડાં પ્રધાનના હત્યારાઓને ફિલ્મમાં હીરો દર્શાવવામાં આવ્યા છે : ફિલ્મ રજૂ થતાં હિંસા થશે એવી ઇન્ટેલિજન્સ બ્યુરોની પણ ચેતવણી :  મોદીને પત્ર લખીને કૉન્ગ્રેસ દ્વારા રિલીઝ રોકવાની માગણી


ભૂતપૂર્વ વડાં પ્રધાન દિવંગત ઇન્દિરા ગાંધીના હત્યારાઓ બેઅંત સિંહ, સતવંત સિંહ અને કેહર સિંહના જીવન પર બનેલી પંજાબી ફિલ્મ ‘કૌમ દે હીરે’ આ શુક્રવારે રિલીઝ થવાની છે, પણ એ પહેલાં એનો ભારે વિરોધ થયો છે અને પંજાબ યુથ કૉન્ગ્રેસે આ ફિલ્મની રિલીઝ સામે વિરોધ નોંધાવ્યો છે અને માગણી કરી છે કે આ ફિલ્મને રિલીઝ થવા દેવામાં ન આવે.બીજી તરફ ઇન્ટેલિજન્સ બ્યુરોએ પણ એવી ચેતવણી આપી છે કે આ ફિલ્મ રિલીઝ થતાં હિંસા ભડકી ઊઠે એમ છે.

પંજાબ યુથ કૉન્ગ્રેસના નેતાઓએ પંજાબમાં આ ફિલ્મ સામે વિરોધ શરૂ કર્યો છે અને તેમનું માનવું છે કે આ ફિલ્મમાં ઇન્દિરા ગાંધીના હત્યારાઓને હીરો દર્શાવવામાં આવ્યા છે. પંજાબ યુથ કૉન્ગ્રેસના અધ્યક્ષ વિક્રમજિત સિંહ ચૌધરીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મોકલેલા પત્રમાં લખ્યું છે કે ‘આ ફિલ્મમાં ઇન્દિરા ગાંધીના હત્યારાઓનો મહિમા ગાવામાં આવ્યો છે. તેમનાં વખાણ કરવામાં આવ્યાં છે અને આ ફિલ્મ રિલીઝ થતાં દેશભરમાં આતંકવાદને દર્શાવવામાં આવવાની અનુમતિ આપવામાં આવી છે એથી આ ફિલ્મને રિલીઝ થતી રોકવામાં આવે. એના પર પ્રતિબંધ મૂકવામાં આવે.’

જોકે આ ફિલ્મના ડિરેક્ટર-રાઇટર રવીન્દર રવિએ કહ્યું હતું કે ‘ઇન્દિરા ગાંધીની હત્યા ૩૦ વર્ષ પહેલાં થઈ હતી. હવે એ ઘટના દર્શાવવામાં કોઈ આપત્તિ નથી. બેઅંત સિંહના પુત્ર સરબજિત સિંહ ખાલસાએ અમારી સાથેની વાતચીતમાં કહ્યું હતું કે આ ફિલ્મ દ્વારા એ દર્શાવવાનો પ્રયાસ થયો છે કે ઇન્દિરા ગાંધીની હત્યા કરવી શા માટે જરૂરી હતી. આ ફિલ્મ એ દર્દ મહેસૂસ કરાવે છે જે તેમણે ઑપરેશન બ્લુ સ્ટાર વખતે સુવર્ણ મંદિરમાં જઈને વ્યક્ત કર્યું હતું.’

ઑપરેશન બ્લુસ્ટાર

૧૯૮૪માં અમ્રિતસરના સુવર્ણ મંદિરમાં છુપાયેલા જરનૈલ સિંહ ભિંડરાંવાલેને હટાવવા માટે ઇન્દિરા ગાંધીએ આર્મીને સુવર્ણ મંદિર પર અટૅક કરવાનો આદેશ આપ્યો હતો અને જૂન મહિનામાં આ અટૅક થયો હતો જેમાં હજારો નિર્દોષ સિખોએ જાન ગુમાવ્યા હતા. એ પછી એ વર્ષે ૩૧ ઑક્ટોબરે ઇન્દિરા ગાંધીની હત્યા તેમના જ નિવાસસ્થાને તેમના બૉડીગાર્ડોએ કરી હતી. અકાલ તખ્ત સાહિબ આ ત્રણ હત્યારાઓને શહીદ માને છે.

વિશ્વ 2020માં કરે તે કામ આપણે 2018માં કરી લેવુ જોઈએઃ મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યુ છે કે વૈજ્ઞાનિકોની તપસ્યા અને બલિદાનથી માનવ જાતિનુ કલ્યાણ થાય છે. વૈજ્ઞાનિકોએ સેનાની સવલતો માટે પણ કામ કરવુ જોઈએ.


નવી દિલ્હી,તા.20 ઓગસ્ટ,2014
ડીઓડીના એક કાર્યક્રમમાં મોદીએ કહ્યપ હતુ કે વૈજ્ઞાનિકોએ જનહિત માટે પ્રયોગશાળામાંથી બહાર આવવાની જરૂરત છે. વૈજ્ઞાનિકોએ વિશ્વવિધ્યાલયો સાથે જોડાવવુ જોઈએ. તેમણે એમ પણ કહ્યુ છે કે દેશના યુવા વૈજ્ઞાનિકોને તકો પણ આપવી જોઈએ. દેશમાં ઓછામાં ઓછી પાંચ પ્રયોગશાળાઓ 35 વર્ષથી ઓછી ઉંમરના વૈજ્ઞાનિકોને સોંપી દેવી જોઈએ. જેમાં તમામ નિર્ણયો લેવાનો અધિકાર પણ તેમની જ પાસે હોવો જોઈએ. આપણે યુવાઓને આગળ વધવા માટે આ કામનુ જોખમ ઉઠાવવું જોઈએ.તેમણે એમ પણ કહ્યુ હતુ કે વિશ્વ ખુબ ઝડપથી બદલાઈ રહ્યુ છે. આમાંના ઘણા દેશોએ પોતાના પેરામિટર્સ પણ નક્કી કરી લીધા છે. ટેકનોલોજી જ આપણામાં મહત્વની કડી સાબિત થશે.


મોદીએ કહ્યુ હતુ કે મે જોયુ છે કે આપણી સામે કેવી ચેલેન્જો છે.પણ તમામ ચેલેન્જોને આપણે સમય કરતા વહેલી પરિપૂર્ણ કરવી પડશે. વિશ્વ 2020માં જે કામ કરશે તે કામ આપણે 2018માં કરી દેવુ જોઈએ. તેમણે કહ્યુ તુ કે આપણા વૈજ્ઞાનિકો પ્રયોગશાળાઓમાં સખત મેહનત કરી રહ્યાં છે. તેમણે ઘણુ બલિદાન પણ આવ્યુ છે.

શાહરૂખના બંગલા પાસેના રોડની તપાસ કરશે બીએમસી


વોચડોગ ફાઉન્ડેશને બીએમસી કિમિશ્નર સીતારામ કુંતેને પોતાની ફરિયાદમાં કહ્યુ હતુ કે મન્નતની પાસે આવેલો રોડ સામાન્ય જનતા માટે ખોલાવમાં આવે. મહત્વપૂર્ણ છે કે શાહરૂખ ખાનના બંગલાની પાસેનો રોડ માઉન્ટ મૈરી ચર્ચ સુધી પહોચવા માટેનો શોર્ટકટ છે.પરંતુ આ રોડ છેલ્લા ત્રણ વર્ષથી બંધ છે.

આ રોડ શાહરૂખ ખાનની સુરક્ષાને ધ્યાનમાં રાખીને બંધ કરવામાં આવ્યો હતો.પરંતુ રોડ બંધ થવાને કારણે દર વર્ષે યોજાતા બ્રાંદ્રા ફેયરમાં હજારો લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ગયા વર્ષે ઘણો વિવાદ થયા બાદ બ્રાંદ્રા ફેયરના ત્રીજા દિવસે આ રોડ ખોલવામાં આવ્યો હતો. પરતુ ત્યારબાદ ફરી આ રોડ બંધ કરી દેવામાં આવ્યો છે.

વોચડોદ ફાઉન્ડેશનના ટ્રસ્ટ્રી નિકોલસ અલમીદાનુ કહેવુ છે કે લોકોને આ રૂટ પરથી પસાર થતા રોકવા એ ગેરકાયદે છે. ગયા વર્ષે જ્યારે આ રોડ ખોલવામાં આવ્યો હતો ત્યારે અમને એ વચન આપવામાં આવ્યુ હતુ કે આ રસ્તો હવે કાયમ માટે ખુલ્લો રહેશે.પરંતુ તે ફરી બંધ કરી દેવામાં આવ્યો છે.બીએસસીના ઝોન 3ના સહાયક ઉપાયુક્ત પ્રશાંત સતપાલે આ વાતની પુષ્ટિ કરી છે કે બીએમસી કમિશ્નરે આ મામલે નવી રીતે તપાસનો આદેશ આવ્યો છે. સતપાલે કહ્યુ હતુ કે મને આ મામલે તપાસ કરીને કમિશ્નરને રિપોર્ટ આપવા માટે કહેવામાં આવ્યુ છે.

Tuesday, August 12, 2014

ગિફટમાં દુબઈ ઇન્ટરનેશનલ ફાઇનાન્સ સેન્ટર ભાગીદાર

દુબઈ ઇન્ટરનેશનલ ફાઇનાન્સ સેન્ટર અને દુબઈ

મલ્ટિ
કોમોડિટી સેન્ટર જેવી નાણાકીય સંસ્થાઓએ ગાંધીનગર નજીક વિકસી રહેલા ગિફટસિટી પ્રોજેક્ટમાં ભાગીદારી કરવામાં રસ દાખવ્યો છે . અને આગામી મહિનાઓમાં કંપનીઓ સાથે ગિફટસિટી કરાર કરવાની દિશામાં આગળ વધી રહી છે .

નાણાપ્રધાન સૌરભ પટેલ , ગિફટસિટીના ચેરમેન સુધીર માંકડ અને એમ ડી આર કે ઝાની આગેવાની હેઠળ દુબઈ ગયેલા ડેલિગેશને ફાઇનાન્સ તથા અગ્રણી કંપનીઓ સાથે વિવિધ બેઠકો યોજીને ગિફટસિટીના માર્કેટિંગ માટેના પ્રયાસો હાથ ધર્યા હતા .

દુબઈ મુલાકાત અંગે રાજ્ય સરકારે જણાવ્યું હતું કે , ડેલિગેશનની મુલાકાતની ફળશ્રુતિએ રહી છે કે દુબઈની અગ્રણી ફાઇનાન્સ કંપનીઓએ ગિફટસિટીના પ્રોજેક્ટરમાં રસ દાખવ્યો છે . વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેકટને સાકાર કરવાની માર્કેટિંગ કવાયતમાં સૌરભ પટેલ પણ જોડાયા છે . દુબઈની કંપનીઓએ ગિફટસિટીને ફાઇનાન્શિયલ હબ તરીકે વિકસાવવાના પ્રયાસોમાં ભાગદાર બનવા ઉત્સુકતા દાખવી છે , તેની સાથે કરાર પણ કરવામાં આવશે .
ડેલિગેશને દુબઈના ઉદ્યોગપતિઓને જાન્યુઆરી 2015 માં યોજાનારી વાઇબ્રન્ટ સમિટમાં ભાગ લેવા આમંત્રણ પણ પાઠવ્યું છે .

ડેલિગેશનમાં રાજ્યના નાણાવિભાગના અધિક સચિવ તથા ગિફટસિટીના વાઇસ પ્રેસિડન્ટ દીપેશ શાહે દુબઈ સ્થિત ફાઇનાન્સ , મેટ્રો , રોડ ટ્રાન્સપોર્ટ વિભાગોના વડાઓ સાથે મુલાકાત કરી હતી .

FIIની વેચવાલી સામે MFs બજારને અડીખમ રાખશે

યુક્રેન - રશિયા સંઘર્ષ તેમજ ગાઝાના તણાવની સીધી અસર ભારત સહિતનાં ઊભરતાં બજારોમાં FII ના પ્રવાહ પર થઈ છે . જોકે , વિશ્લેષકોના જણાવ્યા અનુસાર સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સના રોકાણમાં વૃદ્ધિથી FII ના રોકાણમાં ઘટાડાની પ્રતિકૂળ અસર ભારતીય શેરબજાર પર નહીં થાય .

એસોસિયેશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઓફ ઇન્ડિયા ( AMFI) ના જણાવ્યા અનુસાર ચાલુ વર્ષની શરૂઆતથી ડોમેસ્ટિક મ્યુ . ફંડ્સને રૂ . 20,784 કરોડનું ભંડોળ મળ્યું છે અને જુલાઈમાં તેનો આંકડો 78 મહિનાની ટોચે પહોંચ્યો છે .

આરબીએસના ચીફ ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર ( પ્રાઇવેટ બેન્કિંગ ) રાજેશ ચેરુવુએ જણાવ્યું હતું કે , ‘ વિશ્વના અમુક ભાગોમાં તણાવની સ્થિતિને લીધે રોકાણકારો જોખમ લેતાં ખચકાઈ રહ્યા છે . જોકે , ડોમેસ્ટિક મ્યુ . ફંડ્સમાં સારા રોકાણ પ્રવાહને લીધે ભારતીય શેરોમાં FII રોકાણના ઘટાડાથી ખાસ દબાણ ઊભું નહીં થાય .

ચેરુવુએ વધુમાં જણાવ્યું હતું કે , ડોમેસ્ટિક ફંડ્સને યોગ્ય સમયે ઇક્વિટીની ખરીદીની સારી તક મળશે . કારણ કે કેટલાક FII ઊભરતાં બજારોમાં રોકાણ ઘટાડશે . છતાં જુદા જુદા દેશો વચ્ચેનો તણાવ જારી રહેશે ત્યાં સુધી બજાર નિશ્ચિત રેન્જમાં રહેશે .

નિષ્ણાતોના જણાવ્યા અનુસાર FII ના રિડેમ્પશન દબાણની અસરને સ્થાનિક ફંડ્સનું રોકાણ બે રીતે હળવી કરશે . સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સમાં FII નું ચોખ્ખું રોકાણ તેમના શેરબજારના રોકાણ કરતાં ઘણું વધારે હોય છે . પગલાથી વૈશ્વિક તણાવથી ઊભી થનારી સ્થિતિ સામે પૂરતા પ્રમાણમાં રોકડ ઊભી થશે . બીજી મહત્ત્વની વાત કે , રોકાણનું પ્રમાણ ઓછું હોય છે જ્યારે રોકાણ પ્રવાહની ઝડપ વધારે હોય છે .

એનો અર્થ થયો કે , મ્યુ . ફંડ્સ હાલ રોકડ ભેગી કરી રહ્યા છે , જે આગામી સમયમાં બજારમાં આવશે . તેને લીધે મધ્યમ ગાળામાં બજારની ચાલ જાળવી રાખવામાં મદદ મળશે .

ત્રણ મહિનામાં સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સમાં લગભગ રૂ .20,576 કરોડનું ચોખ્ખું રોકાણ થયું છે . સૂચિત ગાળામાં મ્યુ . ફંડ્સે શેરબજારમાં રૂ .8,509 કરોડ રોક્યા છે . તેને લીધે મ્યુ . ફંડ્સની કેશ સરપ્લસ રૂ .12,067 કરોડ રહી છે . જુલાઈમાં રૂ .5,100 કરોડના રોકાણ છતાં કેશ સરપ્લસ ઉપલબ્ધ છે .

આંકડો જાન્યુઆરી 2008 પછી સૌથી ઊંચો છે . ડોઇચે બેન્કે તાજેતરના અહેવાલમાં જણાવ્યું હતું કે , અમારા અંદાજ મુજબ ત્રણ મહિનામાં ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સમાં 3.3 અબજ ડોલર ઠલવાયા છે અને પ્રવાહ ચાલુ રહેવાની ધારણાને કારણે FII ની મોટી વેચવાલીની અસર મર્યાદિત રહેશે .

અહેવાલમાં જણાવ્યા અનુસાર છેલ્લા ત્રણ મહિનામાં મ્યુ . ફંડ્સે ભારતીય શેરોમાં લગભગ 1.4 અબજ ડોલરનું રોકાણ કર્યું છે અને મે મહિનાથી તેને રોકાણકારો પાસેથી 3.3 અબજ ડોલર મળ્યા છે , જે બે અબજ ડોલરની ઇન્ક્રિમેન્ટલ કેશ સરપ્લસ દર્શાવે છે .

<a href="http://netspiderads2.indiatimes.com/ads.dll/clickthrough?slotid=36120" target="_blank"><img src="http://netspiderads2.indiatimes.com/ads.dll/photoserv?slotid=36120" border="0" width="462" height="48" alt="Advertisement"></a>

Infographic - Union Budget 2014

http://networkfp.com/wp-content/uploads/2014/07/Union-Budget-2014.jpg

Happy B'day: આ ગુજરાતીએ ભારતનું નામ આખા બ્રહ્માંડમાં રોશન કર્યું



અમદાવાદ, 11 ઓગસ્ટ

વિક્રમ અંબાલાલ સારાભાઈનો જન્મ ૧૨ ઓગસ્ટ ૧૯૧૯માં અમદાવાદના વૈભવી જૈન કુટુંબમાં થયો હતો. તેમના પિતાની માલિકીની ઘણી મિલ્સ તે વર્ષોમાં કાર્યરત હતી. અંબાલાલ અને સરલાદેવી સારાભાઈનાં આઠ સંતાનોમાંના તે એક હતા. તેમનાં માતા સરલાદેવીએ પોતાનાં આઠ સંતાનોને ભણાવવા મોન્ટેસરીના સિદ્ધાંતો પર ઘરઆંગણે જ ખાનગી શાળા શરૂ કરી.

અમદાવાદમાં ઈસરો(ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન ), સેપ્ટ (સેન્ટર ફોર એન્વાયર્નમેન્ટ પ્લાનિંગ એન્ડ ટેક્નોલોજી), પીઆરએલ (ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી) વગેરે જેવા એકેએક ચઢિયાતા શૈક્ષણિક સંકુલ વિક્રમ સારાભાઈએ શરૂ કર્યા હતા. આજેય આમાંના કેટલાંકના નામ દેશવિદેશમાં ગુંજે છે. શિક્ષણ સંકુલો તો આજે ઘણાં સમાજશ્રેષ્ઠીઓ અને પ્રધાનો શરૂ કરે છે. એમાંનું એક પણ સંકુલ વિક્રમભાઈના સંકુલોથી જોજન દૂર છે.
વિક્રમ સારાભાઈ જેવા ઉજળા અપવાદને બાદ કરીએ તો સામાન્ય રીતે બનતું એવું હોય છે કે જે ખંતીલો માણસ સંસ્થા શરૂ કરે છે એ તેની હયાતીમાં તો સુપેરે કામ કરે છે, પણ બિનહયાતીમાં એમાં સડો પેસે છે. એમાં સ્થાપિત હિત જન્મે છે. એ મિશનરી એટલે કે ભેખધારી વ્યક્તિ જ્યારે નથી હોતી ત્યારે સંસ્થા કાં તો મિશન મટીને ઈસવીસન એટલે કે ભૂતકાળ બની જાય છે, કાં તો કમિશન બની જાય છે
ભારતનાં અવકાશી સંશોધનો અને ડો. વિક્રમ સારાભાઈ એ કોઈ નક્ષત્રની ભાત જેવાં, ક્યારેય અલગ ન થતા સિતારાઓ છે. જો કે તેમણે માત્ર આકાશમાં જ રોશની નહોતી પ્રસરાવી,ટેકસટાઇલ, ફાર્માસ્યુટિકલ્સ, ન્યુકિલયર પાવર, ઇલેકટ્રોનિકસ જેવાં કેટલાંય ક્ષેત્રો આવરી લેવાયાં હતાં. તેઓ સર્જનાત્મક વૈજ્ઞાનિક હોવાની સાથે સફળ-દીર્ઘર્દષ્ટા ઉદ્યોગકાર, સંશોધક, શિક્ષણશાસ્ત્રી, કલા પ્રશંસક, સામાજિક બદલાવના આંત્રપ્રિન્યોર અને મેનેજમેન્ટ શિક્ષણનો પ્રારંભ કરાવનારા હતા.

તેઓ માત્ર તક ભાળવાનું નહીં પણ જ્યાં તક ન હોય ત્યાં ખડી કરવાનું કૌશલ્ય તેમનામાં હતું. તેઓ સેઇન્ટ જોન્સ કોલેજ, યુનિવર્સિટી ઓફ કેમ્બ્રિજ ખાતે ઇંગ્લેન્ડ ભણવા ગયા. નોબેલ વિજેતા ડો. સી.વી. રામનના માર્ગદર્શન હેઠળ તેમણે કોસ્મિક રેઇઝનો અભ્યાસ શરૂ કર્યો.

કેમ્બ્રિજથી પાછા આવ્યા પછી તરત જ તેઓ અમદાવાદ ટેકસટાઇલ રિસર્ચ એસોસિયેશનની સ્થાપનામાં જોડાયા. તેમણે શરૂ કરેલી ફિઝિકલ રિસર્ચ લેબને પગલે ખગોળવિજ્ઞાન અને સ્પેસ ટેક્નોલોજીનાં સંશોધનનો પાયો નખાયો. તેઓ જ્યારે પણ કોઈ વ્યક્તિની નિમણૂંક કરતા ત્યારે અનુભવ નહીં પણ કામ પ્રત્યેની વ્યક્તિની શ્રદ્ધાને જ કેન્દ્રમાં રાખતા.

ડો. વિક્રમ સારાભાઈ, આ નામનું હોવું એટલે આકાશમાં ભારતની હાજરી. વિશ્વના ત્રીજા દેશમાં હાર્વર્ડની બરાબરી કરી શકે તેવી મેનેજમેન્ટ સંસ્થા ખડી કરવાનું શ્રેય પણ આ નામને જ જાય. આ ધ્રુવ તારાએ ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી, ઇસરો, કોમ્યુનિટી સાયન્સ સેન્ટર, અટિરા,આઇઆઇએમ, વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર થિરુવન્તપુરમ, ફાસ્ટર બ્રિડર ટેસ્ટ રિએકટર કલ્પક્કમ, ઇસીઆઇએલ હૈદરાબાદ, યુરેનિયમ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિ. બિહાર જેવી સંસ્થાઓના સર્જનમાં માર્ગદર્શન પૂરું પાડયું.

એટોમિક એનર્જી કમશિનના ચેરમેન બનતાં પારિવારિક વ્યવસાય છોડ્યો

૧૯૬૬માં જ્યારે હોમી ભાભા ન રહ્યા ત્યારે એટોમિક એનર્જી કમશિનના ચેરમેનનું પદ સંભાળવા વિક્રમ સારાભાઈને સૂચન કરાયું. તેમણે ત્યારે વડાપ્રધાનને લખ્યું કે, ‘હાલમાં મારી પાસે ત્રણ ક્ષેત્રે પૂરતી જવાબદારી છે. પહેલી ફિઝિકલ રિસર્ચ લેબમાં ડિરેકટર અને કોસ્મિક રેઇઝ ફિઝિકસના પ્રોફેસર તરીકે, ઇન્ડિયન નેશનલ કમિટી ફોર સ્પેસ રિસર્ચ પ્રોગ્રામના ચેરમેન અને રોકેટ તથા સ્પેસ ટેક્નોલોજીના પ્રોજેકટની, રસાયણ અને ફામાસ્યુટિકલ સંબંધિત પારિવારિક વ્યવસાયના નિર્ણયો, યોજના, સંશોધનની જવાબદારી પણ મારી પાસે છે.’

આટલું જ નહીં મેસેચ્યુએટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી યુએસએની ન્યુક્લિયર સાયન્સ લેબમાં પણ તે એસોસિયેટ હતા. આટલી જવાબદારી હોવા છતાં પણ દેશના હિતની જવાબદારી સ્વીકારતા તેઓ ખંચાયા નહીં. પારિવારિક વ્યવસાયમાંથી અલગ થઈ તેમણે એટોમિક એનર્જી કમશિનની બાગડોર હાથમાં લીધી.

વૈજ્ઞાનિકે સમાજની વચ્ચે રહી સમસ્યા ઉકેલવી

૧) માત્ર રાષ્ટ્રીય જનરલ્સમાં વિક્રમ સારાભાઈના સ્વતંત્ર અને સહયોગીઓ સાથેના ૮૬ રિસર્ચ પેપર્સ પ્રકાશિત થયાં છે.

૨) ૧૯૪૨ સપ્ટેમ્બરમાં વિક્રમ સારાભાઈએ જ્યારે મદ્રાસમાં પ્રખ્યાત શાસ્ત્રીય નૃત્યકાર મૃણાલિની સાથે લગ્ન કર્યા. ભારત છોડો આંદોલનમાં વ્યસ્ત હોવાને કારણે વિક્રમ સારાભાઈના પરિવારમાંથી કોઈ હાજર નહોતું રહી શક્યું.

૩) વિક્રમ સારાભાઈનું સૌથી પહેલું રિસર્ચ પેપર ‘ટાઇમ ડસ્ટ્રિબ્યુશન ઓફ કોસ્મિક રેઇઝ’ હતું, જે પ્રોસિડિંગ ઓફ ઇન્ડિયન એકેડેમી ઓફ સાયન્સીઝમાં પ્રકાશિત થયું હતું.

૪) ફાર્મા ઇન્ડસ્ટ્રીમાં ઇલેકટ્રોનિક ડેટા પ્રોસેસિંગ અને ઓપરેશન રિસર્ચ ટેક્નિકનો ઉપયોગ વિક્રમ સારાભાઈને લીધે જ શરૂ થયો.

૫) તેઓ માનતા કે વૈજ્ઞાનિકે ખુદને એક દંડિયા મહેલમાં બંધ ન રાખતાં સમાજની વચ્ચે રહીને તમામ સમસ્યાઓનો હલ શોધવો.

૬) તેઓ કહેતા કે વ્યક્તિની આંખની ચમક જોઈને જ તેઓ તેની ક્ષમતાઓ અને શક્તિઓને પારખી લેતા.

૭) ૧૯૭૪માં ઇન્ટરનેશનલ એસ્ટ્રોનોમિકલ યુનિયન, સિડનીએ નિર્ણય લીધો કે સી ઓફ સેરેનિટીના મૂન કાર્ટર બેસેલને સારાભાઈ કાર્ટર તરીકે ઓળખવામાં આવશે.


જાણવાં જેવું

૧) ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન -ઇસરો તેમની શ્રેષ્ઠ સિદ્ધિ હતી. તેઓ કહેતા કે ‘ચંદ્ર કે ગ્રહો કે કૃત્રિમ ઉપગ્રહોના સંશોધનમાં આર્થિક રીતે સધ્ધર દેશોની સ્પર્ધા કરવી આપણી કલ્પના નથી. પણ અમને ખાતરી છે કે અમે જો રાષ્ટ્રીય રીતે અર્થપૂર્ણ ફાળો આપીએ તો આપણે આધુનિક તકનીકના અમલીકરણમાં ‘સેકન્ડ ટુ નન’ હોઈશું.

૨) તેમના પ્રયત્નોથી ભારતીય ઉપગ્રહનો પ્રોજેક્ટ શરૂ થયો હતો, પરિણામે ૧૯૭૫માં રશિયન કોસ્મોડ્રોમ દ્વારા આર્ય ભટ્ટને અવકાશી કક્ષામાં છોડવામાં આવ્યો હતો.

૩) ૧૯૬૬માં વિક્રમ સારાભાઈએ કરેલ નાસા સાથેની વાટાઘાટોને પરિણામે સેટેલાઇટ ઇન્સ્ટ્રકશનલ ટેલિવિઝન એકસપેરિમેન્ટ (સાઇટ)નું ૧૯૭૫માં લોન્ચિંગ શક્ય બન્યું હતું. (ડો.સારાભાઈ તે સમયે હયાત ન હતા.)

૪) તેમને શાંતિસ્વરૂપ ભટનાગર એવોર્ડ (૧૯૬૨), પદ્મભૂષણ (૧૯૬૬), પદ્મ વિભૂષણ (૧૯૭૨) સન્માન એનાયત થયા હતા.

૫) ૩૦ ડિસેમ્બર ૧૯૭૧ : થિરુવન્તપુરવમ કોવલમ ખાતે ડો. વિક્રમ સારાભાઇ અવસાન પામ્યા પણ તેમણે શરૂ કરેલા કાર્યના નભોમંડળથી જન્મેલા સિતારાઓ ભારતનું નામ રોશન કરી રહ્યા છે.

પાસપોર્ટ બનશે સરળ કારણ કે જાણો પોલીસ વેરિફેશનના કેવા બદલાઈ જશે નિયમો

વી દિલ્હી, 12 ઓગસ્ટ

સરકારી ઓફીસોમાંથી સર્ટિફિકેટ બનાવવા અને વેરિફિકેશન માટે હવે પોલીસ સ્ટેશનના ધક્કા નહી ખાવા પડે. આ પ્રક્રિયામાંથી હવે ટૂંક સમયમાં જ છુટકારો મળવાનો છે. કેન્દ્ર સરકાર દ્વારાઆ પ્રક્રિયામાં ફેરફાર કરવાની અરજી મુકવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા પાસપોર્ટના પોલીસ વેરિફિકેશનમાં જે બદલાવ લાવવાનુ આયોજન કરવામાં આવી રહ્યુ છે તેમાં પોલીસ તપાસ દરમિયાન પડોશીઓને કોઈ પુછપરછ કરવામાં આવશે નહી અને તેની જગ્યાએ માત્ર તે વ્યક્તિનો કોઈ ક્રાઈમ રિપોર્ટ નથી તેવી વાતોનો સમાવેશ કરવામાં આવશે. તે ઉપરાંત પોલીસે પણ 3 દિવસની અંદર રિપોર્ટ જમા કરાવવાનો રહેશે.

અત્યાર સુધીના નિયમ પ્રમાણે પાસપોર્ટ બનાવવા, રેસિડન્સ, પેન્શન, નોકરી અથવા કોઈ સરકારી સુવિધા મેળવવી હોય તો સરકારી ઓફિસોના ચક્કર લગાવવા પડતા હતા. પરંતુ હવે કેન્દ્ર સરકારે રાજ્ય સરકાર અને તેમના મંત્રાલયોને ચિઠ્ઠી લખીને જણાવ્યુ છે કે, સામાન્ય જનતાને આ પ્રમાણેનુ સર્ટીફિકેટ બનાવવામાં ખૂબ સમસ્યા થતી હોય છે અને પોતાનુ કામ પુરૂ કરવા માટે તેમણે વિવિધ ઓફિસોના ચક્કર લગાવા પડે છે. દરેક રાજ્યોના વિવિધ નિયમો હોવાથી પણ તેમણે દરેક વખતે નવા નિયમોની ઔપચારિકતા પુરૂ કરવી પડે છે. પરિણામે હવે કેન્દ્ર સરકાર દરેક રાજ્યમાં એખ સરખા જ કાયદા રાખવાનુ વિચારી રહ્યા છે.

સરકાર પાસેથી ર્ટિફિકેટ બનાવવા માટે જોઈ કોઈ વ્યક્તિ ખોટી માહિતી આપશે તો તેમને કડક સજાના નિયમ બનાવવામાં આવશે. ખોટી માહિતી આપવા બદલ વ્યક્તિને 1 વર્ષ, ખોટુ પ્રૂફ આફવા માટે બે વર્ષ અને જાણ જોઈને માહિતી છુપાવવા માટે 2 વર્ષની સજા કરવામાં આવશે.

આજ રીતે રેસિડેન્શિયલ પ્રુફમાં પણ સરળતા લાવવામાં આવશે. રેસિડન્સના ડોક્યુમેન્ટ હવે 5 વર્ષની જગ્યાએ 2 વર્ષ જુના જ જોઈશે. તે ઉપરાંત કોઈ વ્યક્તિ કોઈ જગ્યાએ 2 વર્ષ કરતા પણ ઓછો સમય રહ્યા હશે તો તેમને સર્ટિફિકેટ આપવા માટે ના પાડવામાં નહી આવે. આવા સંજોગોમાં કોઈ સરકારી અધિકારીને વેરિફિકેશનની જરૂર હશે તો તેમની આજુ બાજુમાં રહેતી વ્યક્તિઓ આ વરિફિકેશન કરી શકશે પરંતુ તેમાંશરત માત્ર એટલી રહેશે કે વેરિફિકેશન કરનાર વ્યક્તિઓ પાસે આધાર કાર્ડ અથવા રેશન કાર્ડ જેવા પ્રૂફ હોવા જરૂરી છે. આ વિશેના ફોર્મ સુવિધા સેન્ટર અને તેની વેબસાઈટ પરથી મલી જશે. ફોર્મને આ સેન્ટર પર જમા કરીને અહીં જ સર્ટિફિકેટ પણ મેળવી શકાશે.
 

આ ભારતીય છોકરી પાસે ભલભલા અમેરિકન્સ ભરે છે પાણી



શિકાગો, 10 ઓગસ્ટ

સાયબર ક્રાઇમને અટકાવવા માટે શિકાગોમાં રહેતી ભારતીય મૂળની કિશોરી ત્રિષા પ્રભુએ એક અનોખી થિયરી વિકસાવી છે. ત્રિશાના મતે કિશોરવયનાં બાળકોને ચેતવનારી જો કોઈ વ્યવસ્થા વિકસાવવામાં આવે તો તેમને સાયબર ક્રાઇમ કરતાં અટકાવી શકાય તેમ છે.

પોતાની આ થિયરી પર કામ કરીને ત્રિશાએ 'બેઝલાઇન' અને 'રિથિંક' નામની બે સિસ્ટમ વિકસિત કરી છે. આ બંને સિસ્ટમો ઇન્ટરનેટ પર કંઈ પણ પોસ્ટ કરતાં પહેલાં યૂઝરને આમ કરવા અંગે તેમની ઇચ્છાશક્તિ વિશે પૂછે છે. યૂઝર જો કોઈ સાયબર ક્રાઇમ જેવી પ્રવૃત્તિ કરી રહ્યો હોય તો 'રિથિંક' નામની સિસ્ટમ તેમને આ અંગેનાં  ભયસ્થાનો વિશે ચેતવી તેમને ફરીવાર વિચારવાનું જણાવે છે. ત્રિશા પ્રભુની આ સિદ્ધિને પરિણામે તેને 'ગૂગલ સાયન્સ ફેર ૨૦૧૪'માં સ્થાન મળ્યું છે.

લેહના પારંપરિક વસ્ત્રોમાં PM મોદી, કહ્યુ તમારો પ્રેમ વ્યાજ સહિત પાછો આપીશ


શ્રીનગર, 12 ઓગસ્ટ

લેહથી નરેન્દ્ર મોદીના સંબોધનની હાઈલાઈટ્સ


  • ટુરિઝમ પર સરકાર જોર આપશે અને તેનાથી આવકમાં સતત વધારો થશે
  • અટલજીનું સ્વપન પુરૂ કરીશ
  • બજેટમાં લેહ-લદાખ માટે યોજનાઓનું આયોજન કરવામાં આવ્યુ છે
  • કાશ્મીરના 60 કરોડનુ દેવુ માફ
  • રાજ્યમાં કેસરની ખેતીમાં વધારો કરવો જરૂરી છે
  • અહીંની રાષ્ટ્રભક્તિને નમન કરુ છુ
  • પહેલા 10 વર્ષના પીએમ અહી નહતો આવતા અને હવે એક મહિનામાં પીએમ અહી બીજી વખત આવ્યા છે
  • લેહ-લદાખમાં 3 'પી'ની તાકાત છે - પ્રકાશ, પર્યાવરણ અને પર્યટન
  • લેહ હવે ઉધારની ઉર્જા પર નહી રહે
  • આ પાવર પ્રોજેક્ટનો દેશમાં વિકાસ કરી શુ
  • કાશ્મિરને ઉર્જાવાન પ્રદેશ બનાવવાનો છે
  • સોલાર એનર્જી માટે લેહ-લદાખ યોગ્ય જગ્યા છે
  • મને કાશ્મીરના પ્રશ્નોની ખબર જ છે
  • જમ્મૂ-કાશ્મીરમાં કામ કરવાનો મોકો મળ્યો છે
  • બહુ લાંબા સમય પછી આ વિસ્તારમાં આટલી ભીડ જોવા મળી છે
  • લેહ-લદ્દાખે આપેલા પ્રેમને વ્યાજ સહિત પાછો આપીશ
  • અહી આવવુ મારુ સૌભાગ્ય છે
  • હાઈડ્રો પાવર પ્રોજેક્ટનું ઉદ્ધાટન કર્યું
  • હાઈડ્રો પાવર પ્રોજેક્ટ અને પાવર ટ્રાન્સમીશન પ્રોજેક્ટનું ઉદ્ધાટન કર્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કાશ્મીર મુલાકાતે છે. આજે સવારે 9 વાગતા તેઓ લેહ પહોચી ગયા હતા. અહીં તેઓ એક જનસભા સંબોધશે અને ત્યારબાદ એક વીજળી યોજનાનુ ઉદ્ધાટન કરવાના છે. આમ, કાશ્મીરની ઘાટીઓને આજે નરેન્દ્ર મોદી વીજળી સમર્પિત કરશે. આજે વડાપ્રધાન નરેન્દ્રમોદી કારગીલની પણ મુલાકાત લેવાના છે. નરેન્દ્ર મોદીની કાશ્મીર મુલાકાતને પગલે આજે અહીં સઘન સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી છે. નરેન્દ્ર મોદીની કાશ્મીરની મુલાકાતના કારણે અહીની જનતામાં પણ ઘણો સારો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

ડુંગરાઓ અને ડુંગરાઓની વચ્ચે આવેલુ લેહ શહેરમાં વડાપ્રધાનના આગમન માટેની સંપૂર્ણ તૈયારીઓ કરી દેવામાં આવી છે. નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા પછી પ્રથમ વખત લેહ અને કારગીલની મુલાકાત લેવાના છે. લેહ શહેરમાં ઘણી જગ્યાએ તેમના સ્વાગતના પોસ્ટર લગાવવામાં આવ્યા છે. મોદીની મુલાકાતની તૈયારીઓ માટે બીજેપીના નેતા મુખ્તાર અબ્બાસ નકવી પહેલેથી જ લેહ પહોચી ગયા હતા. નરેન્દ્ર મોદી પહેલા પોલો ગ્રાઉન્ડ પહોચશે, અહીં સભા સંબોધન કરીને ત્યાર પછી તેઓ લેહમાં જ 45 મેગાવોટની નીમૂ બાજગો વિજળી યોજના રાષ્ટ્રને સમર્પિત કરશે. ત્યાર પછી મોદી કારગીલ રવાના થશે.

કારગીલમાં પણ વડાપ્રધાન મોદી એક સભાને સંબોધશે અને ત્યાં પણ 44 મેગાવોટ વિજળી યંત્ર રાષ્ટ્રને સમર્પિત કરશે. આટલુ જ નહી મોદી લેહ-કારગીલ-શ્રીનગરને જોડતી 349 કિલોમીટરની પાવર ટ્રાન્સમિશન લાઈનનો પણ આધારશિલા રાખશે. લેહ અને કારગિલની તેમની પ્રથમ મુલાકાતમાં થલસેના અને વાયુસેનાના જવાનોની પણ મુલાકાત લેશે. વડાપ્રધાન મોદીની આગેવાની માટે રાજ્યના રાજ્યપાલ એનએન વોહરા અને મુખ્યમંત્રી ઓમર અબ્દુલા સહિન અન્ય વરિષ્ઠ નેતાઓ પણ હાજરરહ્યા હતા. મોદી વડાપ્રધાન બન્યા પછી બીજી વખત આ રાજ્યની મુલાકાત લઈ રહ્યા છે. આ પહેલા તેઓ કટરા અને જમ્મૂ વચ્ચે શ્રી શ્કતિ ટ્રેન સેવાના ઉદ્ધાટન માટે જમ્મૂ-કાશ્મીર ગયા હતા.
 

NSEL કેસમાં સાત ડિફૉલ્ટરોની એક જ દિવસે ધરપકડ

EOWના આ પગલાની અસરથી ડિફૉલ્ટરોમાં ભય અને રોકાણકારોમાં આશા :  ૧૧૬૩ કરોડ રૂપિયાની લેણી આ સાત જણ પાસે બાકી
નૅશનલ સ્પૉટ એક્સચેન્જ લિમિટેડ (NSEL)ના પ્રકરણમાં ગઈ કાલે બહુ જ મહત્વની ઘટના આકાર પામી હતી. મુંબઈ પોલીસની ઇકૉનૉમિક ઑફેન્સિસ વિંગે (EOW) સાત ડિફૉલ્ટરોની ધરપકડ કરી હતી. અત્યાર સુધીમાં એકસાથે સાત જણ પકડાયા હોવાનો આ પહેલો બનાવ છે. ખાસ કરીને જ્યારે રોકાણકાર-બ્રોકર વર્ગ તરફથી સતત ડિફૉલ્ટરો સામે ઍક્શન લેવાની માગણી ઊઠી રહી છે ત્યારે મુંબઈ પોલીસનું આ કદમ આવકાર્ય બન્યું છે. આ ડિફૉલ્ટર વર્ગ લાંબા સમયથી એમનાં નાણાંની ચુકવણીમાં ડિફૉલ્ટ કરી રહ્યો છે તેમ જ પોલીસને પૂરતો સહકાર પણ આપી રહ્યો નથી. આવા અમુક ડિફૉલ્ટરો સામે તાજેતરમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટે પણ તપાસ કરી તેમનાં કરતૂતો પકડી પાડ્યાં હતાં, જેમાં આ લોકોએ NSELનાં નાણાં નહીં ચૂકવીને તેમના પોતાના બિઝનેસમાં તેમ જ અન્યત્ર રોકવામાં કઈ રીતે કામ કર્યું હતું એનો પર્દાફાશ થયો હતો.

ગઈ કાલે ધરપકડ કરવામાં આવેલા સાત ડિફૉલ્ટરો પાસેથી ૧૧૬૩ કરોડ રૂપિયા જેટલી રકમ લેવાની નીકળે છે જે ૫૬૦૦ કરોડ રૂપિયાના કુલ સ્કૅમની રકમ સામે નોંધપાત્ર ગણાય.

સાત ડિફૉલ્ટરો કોણ છે?

જે સાત ડિફૉલ્ટરોની ધરપકડ કરવામાં આવી છે એમાં ખ્ય્ધ્ ઇમ્પોર્ટ્સના કૈલાશ અગરવાલ, ફ્ઘ્લ્ શુગરના નારાયણ નાગેશ્વર રૉય, સ્પિનકોટ ટેક્સટાઇલ્સના ઘાનતા કામેશ્વર રાવ, આસ્થા ગ્રુપના બીવીએચ પ્રસાદ, મેટકોર અલૉયના પ્રશાંત બોરુગા અને વિમલાદેવી ઍગ્રોટેકના ચંદ્રમોહન સિંઘલ અને વરુણ ગુપ્તાનો સમાવેશ છે. આ સાત પાર્ટીઓ પાસેથી એક્સચેન્જે ૧૧૬૩ કરોડ રૂપિયા જેટલી રકમ લેવાની નીકળે છે.

ન્યુ જર્સીમાં અમેરિકાના સૌથી મોટા હિન્દુ મંદિરનું પ્રમુખસ્વામીના હસ્તે ઉદ્ઘાટન

૧૬૭ એકર જમીન પર ૧૦૮ કરોડના ખર્ચે ઊભું થયું છે અક્ષરધામ કૉમ્પ્લેક્સ
pramukh-swami


અમેરિકાના ન્યુ જર્સી પાસે રૉબિન્સવિલેમાં બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS)એ ૧૬૭ એકર જમીન પર ભવ્ય અક્ષરધામ મંદિરનું નિર્માણ કર્યુ છે, જેનું ઉદ્ઘાટન રવિવારે પ્રમુખસ્વામી મહારાજના હસ્તે થયું હતું. આ મંદિર ૧૮ મિલ્યન ડૉલર (આશરે ૧૦૮ કરોડ રૂપિયા)ના ખર્ચે તૈયાર થયું છે અને એ અમેરિકાનું સૌથી મોટું અને સૌથી મોંઘું મંદિર બન્યું છે. આ મંદિરની સંકલ્પના તૈયાર થયાનાં ત્રણ જ વર્ષમાં એ ઊભું કરવામાં આવ્યું છે.

ઇટાલિયન માર્બલનો ઉપયોગ

આ મંદિર ૧૩૩ ફૂટ લાંબું, ૮૭ ફૂટ પહોળું અને ૪૨ ફૂટની હાઇટ ધરાવે છે. એમાં ૬૩,૦૦૦ ક્યુબિક ફૂટ ઇટાલિયન માર્બલ વપરાયો છે. એમાં વપરાયેલા સ્ટૉનની સંખ્યા ૧૩,૪૯૯ છે. આ તમામ પથ્થરોએ આશરે ૨૧,૫૦૦ દરિયાઈ માઇલ (આશરે ૩૪,૬૦૦ કિલોમીટર)નો પ્રવાસ કર્યો છે. એમાં ૯૮ પિલર્સ છે અને ૧૭૬ બીમ છે. પથ્થરો પર ૯૧ હાથી અને ૪૪ ગણેશમૂર્તિ કોતરવામાં આવી છે. એ સિવાય મયૂરદ્વાર પર ૨૩૬ મોર કોતરવામાં આવ્યા છે. આ મંદિર પૂરું કરવા માટે ૪૭ લાખ માનવકલાક લાગ્યા છે. આ મંદિર હજારો વર્ષ સુધી ટકી શકશે અને અમેરિકાના વિન્ટરમાં પણ એને કોઈ અસર નહીં થાય.

કેટલી મૂર્તિ?

આ મંદિરમાં ભગવાન સ્વામિનારાયણ, ગુણાતીતાનંદ સ્વામી, ઘનશ્યામ મહારાજ, રાધાકૃષ્ણ, હરિકૃષ્ણ મહારાજ, રામ-સીતા-લક્ષ્મણ-હનુમાન, શિવ-પાર્વતી-ગણેશજી-કાર્તિકેય, ભગતજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, પ્રમુખસ્વામી મહારાજ, નરનારાયણ, વિઠ્ઠલ-રુક્મિણી, લક્ષ્મીનારાયણ અને તિરુપતિ બાલાજીની મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવી છે.

સુરત ડાયમંડ બુર્સને 10,000 અરજી મળી

બેલ્જિયમ , દુબઈ , ઇઝરાયલ અને હોંગકોંગના હીરાના વેપારીઓ આગામી સમયમાં અસ્તિત્વમાં આવનારા સુરત ડાયમંડ બુર્સ સાથે જોડાવા આતુર છે અને તેની મેમ્બરશિપ માટે અરજી કરી છે . સરકારમાં રજિસ્ટર થયેલું પ્રસ્તાવિત એક્સ્ચેન્જ મુંબઈના ભારત ડાયમંડ બુર્સ ( બીડીબી ) જેટલું મોટું હશે અને 18 લાખ ચોરસ ફૂટમાં ફેલાયેલું હશે .

સરકાર એક્સ્ચેન્જ માટે જમીન ફાળવવાની પ્રક્રિયાને અંતિમ સ્વરૂપ આપી રહી છે , એમ સુરત ડાયમંડ એસોસિયેશન ( એસડીએ ) ના પ્રમુખ દિનેશ નાવડિયાએ ઇટીને જણાવ્યું હતું . તેમણે જણાવ્યું હતું કે , નવા બુર્સના લીધે સુરતનો હીરાનો વેપાર વધારે સુગમ બનશે અને તેને તૈયાર થવામાં બે વર્ષનો સમય લાગશે . તેમાં કુલ રૂ .2,000 કરોડનું રોકાણ હશે . વૈશ્વિક કંપનીઓ ઉપરાંત અમને સમગ્ર ભારતમાંથી વેપાર માટે 10,000 અરજીઓ મળી છે .

સુરત પોલિશ્ડ હીરાનું વૈશ્વિક હબ છે અને તેનું ટર્નઓવર રૂ .1.15 લાખ કરોડ છે . જેમ અને જ્વેલરી એક્સ્પોર્ટ પ્રમોશન કાઉન્સિલ ( જીજેઇપીસી ) ના ગુજરાતના રિજનલ ડિરેક્ટર ચંદ્રકાંત સંઘવીએ સ્પષ્ટતા કરી હતી કે એક્સ્ચેન્જના સભ્યપદનો અર્થ એવો થતો નથી કે મુંબઈના હીરાના વેપારીઓ ભારત ડાયમંડ બુર્સ ( બીડીબી ) માંથી નીકળીને સુરત આવી જશે . આમ કરવું ફરજિયાત નથી .

જેઓ સુરત શિફ્ટ થવા ઇચ્છે તેઓ પોતાની ઇચ્છાએ શિફ્ટ થઈ શકશે . એક્સ્ચેન્જ હીરાના નાના અને મધ્યમ કક્ષાના એકમોને મદદ કરશે , જેમની બીડીબીમાં દુકાન નાખવાની ક્ષમતા નથી . મોટા ભાગના વેપારીઓ અને પ્રોસેસરો મુંબઈ કે બીડીબીમાં કામ કરવાની સ્થિતિમાં નથી . મુંબઈમાં રિયલ એસ્ટેટના ભાવ પહોંચની બહાર છે . તેની તુલનાએ સુરતમાં રિયલ એસ્ટેટ સસ્તું છે , કરપ્રણાલી સાનુકૂળ છે અને પ્રોસેસિંગની સમગ્ર કામગીરી એક જગ્યાએ કેન્દ્રિત થયેલી છે .

હીરાના નાના અને મધ્યમ વેપારીઓ માટે સુરતમાં સ્થાપિત થવાથી ખર્ચ ત્રીજા ભાગનો થઈ જશે અને બિઝનેસમાં વધારે રોકાણ કરી શકશે . મુંબઈમાં જીવનધોરણનો ખર્ચ ઘણો વધી ગયો હોવાથી ઘણા કર્મચારીઓ પણ મુંબઈ જવા તૈયાર નથી . સુરતમાં કામગીરી સરળતાથી ચલાવવા માટે વધુ સારી સિસ્ટમ વિકસેલી છે . ભારતમાં અને વિદેશમાં હીરાનું ટ્રેડિંગ હાલમાં મંદ છે . આગામી મહિનેથી ઓર્ડર આવવાની શરૂઆત થશે તેમ સંઘવીએ જણાવ્યું હતું .

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports