(કોટામાં પાર્વતી નદીનું જળસ્તર એટલું વધી ગયું છે કે, મધ્યપ્રદેશ
જઈ રહેલ ખાતોલી-શ્યોપુર રસ્તાઓ પર પણ પાણી વહી રહ્યું છે. ગુરૂવારે તો પાણી
એટલું વધી ગયું હતું કે, હવે રસ્તાના નામે માત્ર એન્ટ્રી જ દેખાય છે.)
જયપુર: એક બાજુ રાજસ્થાનમાં દુષ્કાળની આશંકા સેવાઈ રહી હતી ત્યાં ગુરૂવારે આખા રાજસ્થાનમાં મેહુલો મન મૂકીને વરસ્યો. અજમેર, કોટા, બૂંદી, ચિત્તોડગઢ સહિત ઘણા વિસ્તારોમાં પૂર આવી ગયું. આ બાજુ વરસાદના કારણે અજમેરમાં બે લોકોનું મૃત્યુ પણ થયું છે. બારાં જિલ્લાના ઘણા વિસ્તારોમાં નદી-નાળા તોફાની બનવાને કારણે રોડવેઝ સહીત 73 ટકા વાહનો અટકી પડ્યાં છે. મોટાભાગની ડેરીઓ બંધ રહી. લોકોને દૂધ, શાકભાજી વેગેરે જેવી રોજિંદા વપરાશની વસ્તુઓ પણ માટે પણ મુશ્કેલી પડી રહી છે. વરસાદના કારણે ચિત્તોડ-કોટા રેલવે માર્ગમાં પણ વિક્ષેપ પડ્યો. જોધપૂર રેલ્વે લાઈન પર પાણી ભરાઇ જવાના કારણે ખરાબ થઈ ગઈ હતી, જેથી ઘણી ગાડીઓ લેટ ચાલી રહી છે.
ભિનાયમાં 11 ઈંચ વરસાદ:
જિલ્લાના ત્રણ તાલુકામાં ગુરૂવારે સખત ગરમી બાદ વરસાદના કારણે પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે. અત્યારે પરિસ્થિતિ એ છે કે, આ ત્રણેય તાલુકા કેકડી, સરવાડ અને ભિનાય નાનાં-મોટાં તળાવોમાં ફેરવાઈ ગયાં છે. ભિનાયમાં સૌથી વધુ 274 મિમી વરસાદ થયો છે.
કેકડી અને સરવાડમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે. જિલ્લા કલેક્ટર ભવાની સિંહ દેથા, ધારાસભ્ય શત્રુધ્ન ગૌતમ અને કેકડી પાલિકા અધ્યક્ષેબ વિવિધ ક્ષેત્રોની મુલાકાત લીધી.
શાહાબાદમાં 10 ઈંચ વરસાદ:
સંભાગભરમાં ગુરૂવારે પણ વરસાદ ચાલુ રહ્યો. બારાં જિલ્લાના શાહાબાદમાં સવારે 8 વાગે સુધીમાં 10 ઈંચ વરસાદ નોંધાયો છે. ખાતોલી પાસે પાર્વતી નદીના પૂલ ઉપરથી 32.8 ફૂટ પાણી વહી રહ્યું છે. સતત વરસાદના કારણે નાહરગઢ, સાંગોદ, ઝાલાવાડ, ખાતૌલી, રામગઢ સહીત રસ્તાઓ પર બસોનું આવન-જાવન બંધ કરી દેવામાં આવ્યું છે.
નદી-નાળાંમાં તોફાનથી રસ્તાઓમાં ઊભા થયા અવરોધો:
છેલ્લા બે દીવસથી સતત પડી રહેલા વરસાદના કારણે નદી-નાળાંમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે. જેના કારણે કોટા-શ્યોપુર, કોટા-દેઈ, કોટા-ઈકલેરા વાયા ધુલેટ અને કોટા-કૈથૂન, સાંગાદ રસ્તા પર 23 બસો અટકી પડી છે. જેના કારણે યાત્રીઓને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. રાવતભાટામાં 6 ઈંચ વરસાદના કારણે રાણાપ્રતાપ સાગર બંધનું જળસ્તર 3 ફૂટ વધી ગયું છે. રાવતભાટામાં છેલ્લા 24 કલાકમાં છ ઈંચ વરસાદ પડ્યો છે. અત્યાર સુધીમાં અહીં 24 ઈંચ વરસાદ પડી ચૂક્યો છે.
પાલી જિલ્લામાં 18 કલાક સતત વરસાદ:
શહેર સહીત આખા જિલ્લામાં સાંજથી પડી રહેલ વરસાદ ગુરૂવાર સુધી ચાલુ રહ્યો. લગભગ 18 કલાક સુધી ક્યારેક ઝરમર તો ક્યારેક ધોધમાર વરસાદ પડ્યો. સતત વરસાદના કારણે બંધમાં પાનીની આવક ઓછી રહી, પરંતુ ઝરમર વરસાદના કારણે ખેડૂતો ખુશ હતા. કંટ્રોલ રૂમમાંથી મળેલ આંકડા અનુસાર, ગુરૂવારે સવારે આઠ વાગે સુધી પાલી તાલુકામાં 66 એમએમ અને રોહટમાં 78 એમએમ વરસાદ પડ્યો.
No comments:
Post a Comment