(તસવીરઃ પ્રમુખ સ્વામી જે ચાર્ટર્ડ પ્લેનમાં
નેવાર્ક પહોંચ્યા તેની અંદરનો નજારો અને ઈનસેટ તસવીરમાં પ્લેનમાં બિરાજમાન
પ્રમુખ સ્વામી મહારાજ)
અમદાવાદઃ પ્રમુખ સ્વામી મહારાજ ખાસ ચાર્ટર્ડ પ્લેનમાં અમેરિકા
પહોંચ્યા છે. ન્યૂજર્સી ખાતે નવનિર્મિત અક્ષરધામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા
મહોત્સવ માટે પ્રમુખ સ્વામી દસ દિવસના પ્રવાસે છે. ભારતીય સમયાનુસાર બુધવાર
સવારે 10.30 કલાકે પ્રમુખ સ્વામીનું પ્લેન નેવાર્ક એરપોર્ટ ખાતે લેન્ડ
થયું હતું.
પ્રમુખ સ્વામીની ઉંમર અને તબિયતને જોતા તેમના માટે ખાનગી ચાર્ટર્ડ
પ્લેનમાં વિશેષ વ્યવસ્થા ઉભી કરાઈ હતી. તેમની સાથે વિમાનમાં ડૉક્ટરોની
મેડિકલ ટીમ અને સંસ્થાના પ્રમુખ સંતો પણ હતા. પ્રમુખ સ્વામી સાત વર્ષો પછી
અમેરિકાના પ્રવાસે છે, આથી અમેરિકામાં રહેલા હરિભક્તોમાં મહારાજના સ્વાગત
માટે અનોખો ઉત્સાહ જોવા મળ્યો હતો.
(પ્રમુખ સ્વામીના આરામ માટે પ્લેનમાં જ ખાસ વ્યવસ્થા ઉભી કરાઈ હતી)
(પ્રમુખ સ્વામી જેમાં નેવાર્ક પહોંચ્યા તે વિશેષ ચાર્ટર્ડ પ્લેન)
No comments:
Post a Comment