પીવાના પાણીની લાઇન સાથે ગટરનું પાણી મિક્સ થતાં ડાયેરિયા અને વૉમિટિંગના કેસો થયા : એક બાળકનું મૃત્યુ
પીવાના પાણીની લાઇન સાથે ગટરનું પાણી મિક્સ થઈ જતાં ડાયેરિયા અને વૉમિટિંગના કેસો નોંધાતાં તેમ જ એક બાળકનું મૃત્યુ થતાં ગુજરાતના આણંદ જિલ્લાના કલેક્ટર રાકેશ શંકરે ગઈ કાલે આણંદ શહેર અને એની આસપાસનો ૧૦ કિલોમીટરનો વિસ્તાર કૉલેરાગ્રસ્ત જાહેર કર્યો હતો.
આણંદ જિલ્લા આરોગ્ય-અધિકારી ડૉ. આર. બી. પટેલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આણંદ શહેરમાં આવેલા લોટિયા ભાગોળ, અંબિકા ચોક અને રબારીવાસ સહિતના વિસ્તારોમાં પીવાના પાણીની લાઇન સાથે ગટરની લાઇનનું પાણી મિક્સ થઈ ગયું હતું જેને કારણે આ વિસ્તારમાં ડાયેરિયા અને વૉમિટિંગના કેસો થયા હતા. ૨૬ વર્ષના પ્રિયંક પરમાર નામના એક અસરગ્રસ્તના સૅમ્પલ-રિપોર્ટમાં કૉલેરાના જંતુ દેખાતાં અને રિપોર્ટ પૉઝિટિવ આવતાં એની જાણ જિલ્લા કલેક્ટરને કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટરે સલામતીના ભાગરૂપે આણંદ શહેર અને એની આસપાસના ૧૦ કિલોમીટરના વિસ્તારને કૉલેરાગ્રસ્ત જાહેર કર્યો હતો. છેલ્લા ચાર દિવસમાં કૉલેરાના ૧૭ કેસ નોંધાયા છે અને રાહુલ પરમાર નામના છ વર્ષના બાળકનું મૃત્યુ થયું છે.’
આણંદમાં અસરગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલિક અસરથી પીવાના પાણીની લાઇન બંધ કરી દેવામાં આવી હતી અને ગટરની લાઇનના લીકેજ શોધીને એ બંધ કરવામાં આવ્યું હતું. અસરગ્રસ્ત વિસ્તારોમાં ક્લોરીનવાળા પાણીનાં ટૅન્કરો મોકલીને પીવાનું પાણી પહોંચડવામાં આવી રહ્યું છે તેમ જ આ વિસ્તારોમાં આઉટ પેશન્ટ ડિપાર્ટમેન્ટ શરૂ કરવામાં આવ્યો છે.

No comments:
Post a Comment