Translate

Tuesday, August 12, 2014

સુરત ડાયમંડ બુર્સને 10,000 અરજી મળી

બેલ્જિયમ , દુબઈ , ઇઝરાયલ અને હોંગકોંગના હીરાના વેપારીઓ આગામી સમયમાં અસ્તિત્વમાં આવનારા સુરત ડાયમંડ બુર્સ સાથે જોડાવા આતુર છે અને તેની મેમ્બરશિપ માટે અરજી કરી છે . સરકારમાં રજિસ્ટર થયેલું પ્રસ્તાવિત એક્સ્ચેન્જ મુંબઈના ભારત ડાયમંડ બુર્સ ( બીડીબી ) જેટલું મોટું હશે અને 18 લાખ ચોરસ ફૂટમાં ફેલાયેલું હશે .

સરકાર એક્સ્ચેન્જ માટે જમીન ફાળવવાની પ્રક્રિયાને અંતિમ સ્વરૂપ આપી રહી છે , એમ સુરત ડાયમંડ એસોસિયેશન ( એસડીએ ) ના પ્રમુખ દિનેશ નાવડિયાએ ઇટીને જણાવ્યું હતું . તેમણે જણાવ્યું હતું કે , નવા બુર્સના લીધે સુરતનો હીરાનો વેપાર વધારે સુગમ બનશે અને તેને તૈયાર થવામાં બે વર્ષનો સમય લાગશે . તેમાં કુલ રૂ .2,000 કરોડનું રોકાણ હશે . વૈશ્વિક કંપનીઓ ઉપરાંત અમને સમગ્ર ભારતમાંથી વેપાર માટે 10,000 અરજીઓ મળી છે .

સુરત પોલિશ્ડ હીરાનું વૈશ્વિક હબ છે અને તેનું ટર્નઓવર રૂ .1.15 લાખ કરોડ છે . જેમ અને જ્વેલરી એક્સ્પોર્ટ પ્રમોશન કાઉન્સિલ ( જીજેઇપીસી ) ના ગુજરાતના રિજનલ ડિરેક્ટર ચંદ્રકાંત સંઘવીએ સ્પષ્ટતા કરી હતી કે એક્સ્ચેન્જના સભ્યપદનો અર્થ એવો થતો નથી કે મુંબઈના હીરાના વેપારીઓ ભારત ડાયમંડ બુર્સ ( બીડીબી ) માંથી નીકળીને સુરત આવી જશે . આમ કરવું ફરજિયાત નથી .

જેઓ સુરત શિફ્ટ થવા ઇચ્છે તેઓ પોતાની ઇચ્છાએ શિફ્ટ થઈ શકશે . એક્સ્ચેન્જ હીરાના નાના અને મધ્યમ કક્ષાના એકમોને મદદ કરશે , જેમની બીડીબીમાં દુકાન નાખવાની ક્ષમતા નથી . મોટા ભાગના વેપારીઓ અને પ્રોસેસરો મુંબઈ કે બીડીબીમાં કામ કરવાની સ્થિતિમાં નથી . મુંબઈમાં રિયલ એસ્ટેટના ભાવ પહોંચની બહાર છે . તેની તુલનાએ સુરતમાં રિયલ એસ્ટેટ સસ્તું છે , કરપ્રણાલી સાનુકૂળ છે અને પ્રોસેસિંગની સમગ્ર કામગીરી એક જગ્યાએ કેન્દ્રિત થયેલી છે .

હીરાના નાના અને મધ્યમ વેપારીઓ માટે સુરતમાં સ્થાપિત થવાથી ખર્ચ ત્રીજા ભાગનો થઈ જશે અને બિઝનેસમાં વધારે રોકાણ કરી શકશે . મુંબઈમાં જીવનધોરણનો ખર્ચ ઘણો વધી ગયો હોવાથી ઘણા કર્મચારીઓ પણ મુંબઈ જવા તૈયાર નથી . સુરતમાં કામગીરી સરળતાથી ચલાવવા માટે વધુ સારી સિસ્ટમ વિકસેલી છે . ભારતમાં અને વિદેશમાં હીરાનું ટ્રેડિંગ હાલમાં મંદ છે . આગામી મહિનેથી ઓર્ડર આવવાની શરૂઆત થશે તેમ સંઘવીએ જણાવ્યું હતું .

No comments:

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports