પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપાના નેતા જસવંત સિંહને માથાના ભાગમાં ગંભીર ઈજા થઈ છે. તેમને ધૌલાકુઆ સ્થિત આર્મી હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર તેમની હાલત ખુબ ગંભીર છે. પ્ધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જસવંત સિંહના દિકરા માનવેંદ્ર સિંહ સાથે ફોન પર વાતચીત કરીને ખબર-અંતર પૂછી તેમની તબીયત અંગેની જાણકારી મેળવી છે.બીજી તરફ ભાજપના વરિષ્ઠ નેતા લાલકુષ્ણ અડવાણી,સુષ્મા સ્વરાજ,અરુણ શૌરી,શત્રુધ્ન સિંહા અને રાજીવ પ્રતાપ રૂડી જસવંત સિંહના ખબર અંતર પુછવા હોસ્પિટલ પહોચ્યાં છે.કેંદ્રીય મંત્રી વૈંકૈયા નાયડુએ જસવંત સિંહના પરિવાર સાથે વાતચીત કરીને હાલચાલ પુછ્યા છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર 76 વર્ષિય પૂર્વ રક્ષા મંત્રી જસંવત સિંહને ગઈકાલે લગભગ 11 વગ્યાની આસપાસ પોતાના જ નિવાસસ્થાને પોતાના રૂમમાં પડી જવાને કારણે મગજના ભાગે ઈજા થઈ હતી. ત્યારબાદ તેમને તુંરત હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા.પીએમ નરેન્દ્ર મોદીએ ઝીણવટ ભરી માહિતી મેળવી જસંવત સિંહનુ સ્વાસ્થ્ય જલ્દી સુધરે તે માટે ઈશ્વરને પ્રાર્થના કરી હતી અને તેમના પરિવારને પણ સાંત્વના પાઠવી હતી.
મહત્વપૂર્ણ છે કે પૂર્વ રક્ષામંત્રી જસંવત સિંહને રાજસ્થાનના બાડમેરમાં અધિકૃત પાર્ટી સામે લોકસભા ચુંટણીમાં ઉભા થવા બદલ ભાજપમાંથી દૂર કરવામાં આવ્યાં હતા.ત્યારબાદ તેમણે આપમેળે ચુંટણી લડી,જો કે તેમાં તેમનો પરાજય થયો હતો.
No comments:
Post a Comment