જૂન-જુલાઈમાં ૨.૯૪ લાખ નવાં ડીમૅટ અકાઉન્ટ્સ ખૂલ્યાં
રોકાણકારો મૂડીબજારમાં આવી રહ્યા છે એવી વાતો તો સતત થઈ રહી છે, પરંતુ ખરેખર આમ થઈ રહ્યું છે કે કેમ એ તો આંકડા વધુ સાચી અને સારી રીતે કહી શકે. ડીમૅટ અકાઉન્ટ્સની વધતી સંખ્યા આનો પુરાવો છે. તાજેતરના જૂન અને જુલાઈ મહિનામાં ડીમૅટ અકાઉન્ટ્સની સંખ્યા વધી છે. નૅશનલ સિક્યૉરિટીઝ ઍન્ડ ડિપોઝિટરી લિમિટેડ (NSDL) અને સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસિસ લિમિટેડ (CDSL)ના આંકડા મુજબ આ બન્ને ડિપોઝિટરીમાં ડીમૅટ અકાઉન્ટ્સમાં આઠ ટકાની વૃદ્ધિ નોંધાઈ છે. છેલ્લા બે મહિનામાં ૨.૯૪ લાખ નવાં ડીમૅટ અકાઉન્ટ્સ ખૂલ્યાં છે. આ સાથે ડીમૅટ અકાઉન્ટ્સની કુલ સંખ્યા ૨.૨૨ કરોડ પર પહોંચી છે.
એપ્રિલમાં ડીમૅટ અકાઉન્ટ્સ માત્ર ૧૫,૫૭૫ જેટલાં નવાં ખૂલ્યાં હતાં જે માત્ર ૦.૮૬ ટકાની વૃદ્ધિ દર્શાવતાં હતાં, પરંતુ ચૂંટણી બાદ સિનારિયો બદલાતો ગયો હતો. નવી સરકારની આશાએ અને નવી સરકારના આગમન બાદ આમાં ઉછાળો જોવા મળ્યો હતો. મે મહિનામાં આ સંખ્યાની વૃદ્ધિ ચાર ટકા થઈ હતી જે જૂન-જુલાઈમાં ડબલ થઈ ગઈ હતી. શૅરબજારમાં સોદા કરવા માટે ડીમૅટ અકાઉન્ટનું હોવું ફરજિયાત છે.
NSDL પાસે આશરે ૧.૩૨ કરોડ ડીમૅટ અકાઉન્ટ્સ છે, જ્યારે CDSL પાસે ૮૯.૭૫ લાખ ડીમૅટ અકાઉન્ટ્સ છે. સેન્સેક્સમાં થયેલા ૨૦ ટકાના વધારાએ નાના રોકાણકારોનો વિશ્વાસ વધારતાં આ ડીમૅટ અકાઉન્ટ્સ વધ્યાં છે. નવા રોકાણકારો બજાર માટે પૉઝિટિવ વ્યુ લેવા લાગ્યા છે. બજારમાં લૉન્ગ ટર્મ રોકાણ કરવાની રીટેલ ઇન્વેસ્ટરોની ઇન્ક્વાયરી વધી રહી છે.
સામાન્ય રીતે નવા ઇશ્યુઓની બજાર તેજ થાય ત્યારે નવાં ડીમૅટ અકાઉન્ટ્સ વધુ ખૂલતાં હોય છે, પરંતુ આ વખતે લોકો સીધા સેકન્ડરી માર્કેટમાં પ્રવેશવા ઉત્સુક છે એટલે નવાં અકાઉન્ટ્સ ખૂલી રહ્યાં છે અને તમામ અગ્રણી બ્રોકરોને આનો લાભ મળી રહ્યો છે. જોકે રિલાયન્સ પાવર અને કોલ ઇન્ડિયાના ઇશ્યુ આવી રહ્યા હતા ત્યારે ૨૦૦૮ના જાન્યુઆરીમાં નવાં અકાઉન્ટ્સની સંખ્યામાં માત્ર આઠ દિવસમાં જ જબ્બર ઉછાળો જોવા મળ્યો હતો.

No comments:
Post a Comment