મુંબઈ
:
સિન્ડિકેટ
બેન્કના
લાંચ
કૌભાંડને
પગલે
ભૂષણ
સ્ટીલનો
શેર
સતત
બીજા
દિવસે
20
ટકા
ગબડ્યો
હતો
.
દિલ્હીની
કોર્ટે
કંપનીના
ચેરમેન
નીરજ
સિંઘલની
આગોતરા
જામીનની
અરજી
ફગાવી
દેતાં
શેરમાં
ઘટાડો
ચાલુ
રહ્યો
હતો
અને
તે
20
ટકાની
નીચલી
સર્કિટે
રૂ
.244
ના
મથાળે
બંધ
રહ્યો
હતો
.
છેલ્લા બે દિવસના ઘટાડાને લીધે એક્સ્ચેન્જ પર ભૂષણ સ્ટીલના કુલ મૂલ્યના 36 ટકા હિસ્સાનું ધોવાણ થયું છે . ભૂષણ સ્ટીલનું માર્કેટ કેપિટલાઇઝેશન મંગળવારના રૂ .8,623 કરોડથી ગબડીને ગુરુવારે રૂ .5,519 કરોડ થયું છે . આ સાથે બે દિવસમાં કંપનીના માર્કેટ કેપમાં રૂ .3,104 કરોડનો ઘટાડો થયો છે . મોટા શેરધારકોમાં એલઆઇસી કંપનીમાં સૌથી વધુ 3.54 ટકા હિસ્સો ધરાવે છે .
વિશ્લેષકોના જણાવ્યા અનુસાર કેસમાં વધુ સ્પષ્ટતા ન થાય ત્યાં સુધી ટૂંકા ગાળામાં શેર દબાણમાં રહેશે અને રોકાણકારો દૂર રહેશે . ડોઇચે બેન્કે શેરની ટાર્ગેટ પ્રાઇસ રૂ .377 થી 13 ટકા ઘટાડી રૂ .327 કરી છે . જોકે , ‘ હોલ્ડ ’ રેટિંગ જાળવી રાખ્યું છે .
ડોઇચે બેન્કના વિશ્લેષકો અનુજ સિંગલા અને અભય લાઇજાવાલાએ ગ્રાહકોને લખેલી નોંધમાં જણાવ્યું હતું કે , ‘ પૂરતી સ્પષ્ટતા ન થાય ત્યાં સુધી નિયમન સંબંધી પગલાંની આશંકા શેરને ટૂંકાથી મધ્યમ ગાળામાં વોલેટાઇલ રાખશે . સમગ્ર કેસમાં વધુ સ્પષ્ટતા ન થાય ત્યાં સુધી શેરનો ભાવ અગાઉના મૂલ્યની તુલનામાં ડિસ્કાઉન્ટમાં રહેશે .
ઉલ્લેખનીય છે કે , ભૂષણ સ્ટીલ પાસેથી રૂ .50 લાખની લાંચ લેવાના આરોપસર સીબીઆઇએ સિંડિકેટ બેન્કના ચેરમેન અને એમડી એસ કે જૈનની ધરપકડ કરી છે . આ લાંચ કંપનીની રૂ .100 કરોડની લોનનું નોન - પરફોર્મિંગ એસેટમાં રૂપાંતર નહીં કરવા બદલ આપવામાં આવી હોવાનું કહેવાય છે .
આ વિવાદને કારણે ભૂષણ સ્ટીલના પ્રોજેક્ટ્સ વિલંબમાં પડવાની શક્યતા છે . જેની સીધી અસર કંપનીના નફા પર થશે . કંપની ઓડિશા ખાતેના 25 લાખ ટનની ક્ષમતાના સ્ટીલ પ્લાન્ટના વિસ્તરણની તૈયારીમાં છે .
જિયોજિત બીએનપી પારિબાના રિસર્ચ હેડ વિનોદ નાયરે જણાવ્યું હતું કે , મેનેજમેન્ટ ગેરરીતિમાં સંડોવાયું હોવાના આરોપ હોય એવી કંપનીમાં રોકાણકારોએ રોકાણ ટાળવું જોઈએ . શેર દબાણ હેઠળ રહેશે એવી શક્યતા છે અને આગામી સમયમાં તે બજાર કરતાં ઓછું વળતર આપશે

No comments:
Post a Comment