Translate

Wednesday, August 20, 2014

ઇન્દિરા ગાંધી પર બનેલી ફિલ્મનો પંજાબમાં વિરોધ

ભૂતપૂર્વ વડાં પ્રધાનના હત્યારાઓને ફિલ્મમાં હીરો દર્શાવવામાં આવ્યા છે : ફિલ્મ રજૂ થતાં હિંસા થશે એવી ઇન્ટેલિજન્સ બ્યુરોની પણ ચેતવણી :  મોદીને પત્ર લખીને કૉન્ગ્રેસ દ્વારા રિલીઝ રોકવાની માગણી


ભૂતપૂર્વ વડાં પ્રધાન દિવંગત ઇન્દિરા ગાંધીના હત્યારાઓ બેઅંત સિંહ, સતવંત સિંહ અને કેહર સિંહના જીવન પર બનેલી પંજાબી ફિલ્મ ‘કૌમ દે હીરે’ આ શુક્રવારે રિલીઝ થવાની છે, પણ એ પહેલાં એનો ભારે વિરોધ થયો છે અને પંજાબ યુથ કૉન્ગ્રેસે આ ફિલ્મની રિલીઝ સામે વિરોધ નોંધાવ્યો છે અને માગણી કરી છે કે આ ફિલ્મને રિલીઝ થવા દેવામાં ન આવે.બીજી તરફ ઇન્ટેલિજન્સ બ્યુરોએ પણ એવી ચેતવણી આપી છે કે આ ફિલ્મ રિલીઝ થતાં હિંસા ભડકી ઊઠે એમ છે.

પંજાબ યુથ કૉન્ગ્રેસના નેતાઓએ પંજાબમાં આ ફિલ્મ સામે વિરોધ શરૂ કર્યો છે અને તેમનું માનવું છે કે આ ફિલ્મમાં ઇન્દિરા ગાંધીના હત્યારાઓને હીરો દર્શાવવામાં આવ્યા છે. પંજાબ યુથ કૉન્ગ્રેસના અધ્યક્ષ વિક્રમજિત સિંહ ચૌધરીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મોકલેલા પત્રમાં લખ્યું છે કે ‘આ ફિલ્મમાં ઇન્દિરા ગાંધીના હત્યારાઓનો મહિમા ગાવામાં આવ્યો છે. તેમનાં વખાણ કરવામાં આવ્યાં છે અને આ ફિલ્મ રિલીઝ થતાં દેશભરમાં આતંકવાદને દર્શાવવામાં આવવાની અનુમતિ આપવામાં આવી છે એથી આ ફિલ્મને રિલીઝ થતી રોકવામાં આવે. એના પર પ્રતિબંધ મૂકવામાં આવે.’

જોકે આ ફિલ્મના ડિરેક્ટર-રાઇટર રવીન્દર રવિએ કહ્યું હતું કે ‘ઇન્દિરા ગાંધીની હત્યા ૩૦ વર્ષ પહેલાં થઈ હતી. હવે એ ઘટના દર્શાવવામાં કોઈ આપત્તિ નથી. બેઅંત સિંહના પુત્ર સરબજિત સિંહ ખાલસાએ અમારી સાથેની વાતચીતમાં કહ્યું હતું કે આ ફિલ્મ દ્વારા એ દર્શાવવાનો પ્રયાસ થયો છે કે ઇન્દિરા ગાંધીની હત્યા કરવી શા માટે જરૂરી હતી. આ ફિલ્મ એ દર્દ મહેસૂસ કરાવે છે જે તેમણે ઑપરેશન બ્લુ સ્ટાર વખતે સુવર્ણ મંદિરમાં જઈને વ્યક્ત કર્યું હતું.’

ઑપરેશન બ્લુસ્ટાર

૧૯૮૪માં અમ્રિતસરના સુવર્ણ મંદિરમાં છુપાયેલા જરનૈલ સિંહ ભિંડરાંવાલેને હટાવવા માટે ઇન્દિરા ગાંધીએ આર્મીને સુવર્ણ મંદિર પર અટૅક કરવાનો આદેશ આપ્યો હતો અને જૂન મહિનામાં આ અટૅક થયો હતો જેમાં હજારો નિર્દોષ સિખોએ જાન ગુમાવ્યા હતા. એ પછી એ વર્ષે ૩૧ ઑક્ટોબરે ઇન્દિરા ગાંધીની હત્યા તેમના જ નિવાસસ્થાને તેમના બૉડીગાર્ડોએ કરી હતી. અકાલ તખ્ત સાહિબ આ ત્રણ હત્યારાઓને શહીદ માને છે.

No comments:

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports