Translate

Tuesday, August 12, 2014

15 ઓગસ્ટની ભેટ? પેટ્રોલ રૂ.2.50 સસ્તું થશે

નવી દિલ્હી : 15 મી ઓગસ્ટે સ્વાતંત્ર્ય દિને પેટ્રોલની કિંમત વર્ષના સૌથી નીચા સ્તરે પહોંચી જાય તેવી શક્યતા છે . સરકારી માલિકીની ઓઇલ કંપનીઓ પેટ્રોલના ભાવમાં લીટરે રૂ .2.50 નો ઘટાડો કરવાનું આયોજન ધરાવે છે , જે ઘણા મહિના પછીનો સૌથી મોટો ઘટાડો હશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું .

પેટ્રોલનો ભાવ લિટરે રૂ .70 ની આસપાસ પહોંચે તેવી શક્યતા છે . 15 ઓગસ્ટે પેટ્રોલના ભાવની પખવાડિક સમીક્ષા થશે ત્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ તેલના ભાવ નીચા હશે અને ડોલર સામે રૂપિયો મજબૂત હશે તો રૂ .2.50 કરતાં વધારે ભાવઘટાડો પણ શક્ય છે .

એક સૂત્રે જણાવ્યું હતું કે , રૂપિયો નબળો હોત તો પેટ્રોલ લીટરે રૂ .3 સુધી સસ્તું થવાની શક્યતા હતી . મહિને અત્યાર સુધીમાં ડોલર સામે રૂપિયાના મૂલ્યમાં 70 પૈસાથી વધારે ઘટાડો થયો છે .

સૂત્રોએ જણાવ્યું હતું કે , આગલા પખવાડિયાની સરખામણીએ આંતરરાષ્ટ્રીય ગેસોલિનની કિંમતમાં બેરલ દીઠ આશરે 7.5 ડોલરનો ઘટાડો નોંધાયો હતો . મહિનામાં સતત બીજીવાર પેટ્રોલની કિંમતમાં ઘટાડો નોંધાશે . કંપનીઓએ પહેલી ઓગસ્ટના રોજ પેટ્રોલના ભાવમાં લીટરે 1.09 નો ઘટાડો કર્યો હતો . એપ્રિલના મધ્ય પછી તે પ્રથમ ઘટાડો હતો . હાલમાં દિલ્હીમાં પેટ્રોલનો ભાવ લિટર દીઠ રૂ .72.51 છે .

આંતરરાષ્ટ્રીય બજારમાં પેટ્રોલની કિંમતમાં તીવ્ર ઘટાડો નોંધાયો છે જેના કારણે રૂપિયો નબળો પડ્યો હોવા છતાં ઈંધણ સસ્તું થયું છે . જોકે , ડીઝલના વૈશ્વિક ભાવની સરખામણીમાં ઘટાડો નીચો છે . રૂપિયો ઘસાવાના કારણે ડીઝલ માટેનો રૂપી દર હજુ પણ ઊંચો છે . ડીઝલમાં હાલમાં લિટરે રૂ .1.33 ની ખોટ જાય છે . ડીઝલની આવકમાં નુકસાન હાલના સ્તરથી સામાન્ય વધશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું .

દરમિયાન , ઓઇલ મંત્રાલય ઈંધણના ભાવની નીતિમાં ફેરફાર કરવા ટૂંક સમયમાં કેન્દ્રીય કેબિનેટનો સંપર્ક સાધે તેવી શક્યતા છે . તેના કારણે ઓએનજીસી જેવી સરકારી એક્સ્પ્લોરર દ્વારા સબસિડી હિસ્સેદારીના મામલે જે અનિશ્ચિતતા છે તેનો અંત આવી શકે છે .

ઇકોનોમિક ટાઇમ્સે અંગે સૌ પ્રથમ 23 જુલાઈના રોજ અહેવાલ આપ્યો હતો . સૂત્રોએ જણાવ્યું હતું કે , દરેક બેરલ દીઠ લઘુતમ 65 ડોલરની આવક જાળવી રાખવા માટે અપસ્ટ્રીમ કંપનીઓની દરખાસ્ત અંગે મંત્રાલય સક્રિયપણે વિચારણા કરી રહ્યું છે . 2013-14 માં ઓએનજીસીએ ઓઇલ સબસિડી પેટે આશરે 65.75 ડોલરનું યોગદાન આપ્યા બાદ તે બેરલ દીઠ ફક્ત 40.97 ડોલરની આવક મેળવી શકી હતી

No comments:

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports