Translate

Friday, August 29, 2014

આ છે મોદી સાથે જપાન જનારા ઉદ્યોગપતિઓ

વડા પ્રધાનની જપાન-મુલાકાતમાં તેમની સાથે કોણ-કોણ જશે એ હજી ચર્ચાનો વિષય છે. મોદીએ બ્રિક્સ સમિટ માટે બ્રાઝિલની અને પછી પાડોશી દેશ નેપાલની હાલમાં જ  મુલાકાત લીધી હતી.


modi

જોકે જપાન જેવા અગ્રિમ હરોળના ઔદ્યોગિક દેશ સાથેની આ તેમની પ્રથમ જ મુલાકાત હશે. વડા પ્રધાનની કચેરી દ્વારા ટોચના ૫૦ ઉદ્યોગપતિઓની  યાદી રજૂ કરવામાં આવી હતી, જેમાંથી તેઓએ ડઝનેક અસાધારણ પ્રતિભા ધરાવતા ઉદ્યોગપતિઓ અને વરિષ્ઠ અધિકારીઓનાં નામ તારવ્યાં છે.

વડા પ્રધાન સાથે જપાન રવાના થનારા બિઝનેસ ડેલિગેશનમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચૅરમૅન મુકેશ અંબાણી, અદાણી ગ્રુપના ચૅરમૅન ગૌતમ અદાણી, સન ફાર્માસ્યુટિકલ્સના ચૅરમૅન અને મૅનેજિંગ ડિરેક્ટર દિલીપ સંઘવી, વિપ્રોના ચૅરમૅન અઝીમ પ્રેમજી, ICICI બૅન્કનાં મૅનેજિંગ ડિરેક્ટર અને CEO ચંદા કોચર, એસ્સાર ગ્રુપના ચૅરમૅન શશી રુઈયા, TCSના વાઇસ ચૅરમૅન અને નૅશનલ કાઉન્સિલ ઑન સ્કિલ ડેવલપમેન્ટમાં વડા પ્રધાનના સલાહકાર એસ. રામદોરાઈ, બાયોકોનના ચૅરમૅન અને મૅનેજિંગ ડિરેક્ટર કિરણ મઝુમદાર શૉ, લાર્સન ઍન્ડ ટુબ્રોના CEO અને મૅનેજિંગ ડિરેક્ટર કે. વેન્કટરમણન, ONGCના CEO અને મૅનેજિંગ ડિરેક્ટર ડી. કે. સરાફ અને ભારતી એન્ટરપ્રાઇઝિસના ગ્રુપ CEO અને ચૅરમૅન સુનીલ મિત્તલનો સમાવેશ છે.  વડા પ્રધાનના ડેલિગેશનમાં ઉત્પાદક  તેમ જ સર્વિસિસ સાથે જ ટેક્નૉલૉજી સેક્ટરને પણ સમાવિક્ટ કરવામાં  આવ્યું છે.

સ્વતંત્રતા દિને મોદીએ દેશને સંબોધન કરતાં વિદેશી કંપનીઓને ભારતમાં રોકાણ કરી ઉત્પાદન ક્ષેત્રે પ્રવેશવા આહ્વાન કર્યું હતું એ જોતાં મોદી જૅપનીઝ કંપનીઓ દ્વારા ભારતમાં રોકાણને આવકારવા આતુર હોય એ દેખીતું છે. જપાન ચાઇનામાં મસમોટી કાર અને ઇલેક્ટ્રૉનિક આઇટમ્સમાં જંગી રોકાણ ધરાવે છે અને એમાંથી થોડો રોકાણપ્રવાહ ભારત તરફ વાળવા જપાન સાથે વાટાઘાટ થશે.

No comments:

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports