મુંબઇ: 29મી જૂલાઇથી
અત્યાર સુધી સેન્સેક્સ અને નિફ્ટી 3.25 ટકા તૂટી ચૂકયો છે. 29મી જૂલાઇનો
ઉલ્લેખ એટલા માટે કેમકે મની ભાસ્કર એ 29મી જૂલાઇના રોજ બજારમાં મોટા
ઘટાડાની વાત કરી હતી. રોકાણકારોને પ્રોફિટબુકિંગની સલાહ આપી હતી.
બજારમાં વઘતા ઘટાડાથી રોકાણકારોના દિલના ધબકારા વધવા લાગ્યા છે. સવારે
9.15 થી 11.15ની વચ્ચે એટલે કે 4 કલાકમાં નિફ્ટી બજારમાં માર્કેટ
કેપિટાલાઇઝેશનમાં અંદાજે 75000 કરોડ રૂપિયાનો ઘટાડો આવ્યો છે. જોકે બગડતી
ગ્લોબલ સ્થિતિની અસર સેન્સેક્સ અને નિફ્ટી પર પડી રહી છે. બજારના
નિષ્ણાતોનું માનવું છે કે બજારમાં આ ઘટાડો ઘેરાય શકે છે. નિફ્ટી એ જો
7500ની સપાટી તોડી તો બજારમાં મોટા ઘટાડાનો ખતરો વધશે. બજારમાં આ ઘટાડો એક
માત્ર હાલ આંતરરાષ્ટ્રીય સ્તર પર વધેલ તણાવ છે.
આ છે ઘટાડાનું મોટું કારણ
- રૂસ અને યુક્રેનમાં વધતી ચિંતાઓમંથી બજારો પર દબાણ
- યુરોપમાં આર્થિક રિકવરી ધીમી પડવાથી બજારમાં ઘટાડો છે
- ઇરાક પર અમેરિકન હુમલાના ખતરાથી પણ તમામ બજારો ગભરાયા
- ડોલરની સરખામણીમાં રૂપિયામાં વધતી નરમાઇથી બજાર પર દબાણ

નિષ્ણાતોની સલાહ
ટેક્નિકલ એનાલિસ્ટ રાજેશ શર્માના મતે નિફ્ટી પર 7510નો અગત્યનો સપોર્ટ રહેશે. ટૂંકાગાળામાં 7420નો અગત્યનો સપોર્ટ નિફ્ટી પર રહેશે.
વિવેક મિત્તલના મતે નિફ્ટી પર 7540નો અગત્યનો સપોર્ટ છે. નિફ્ટી જો આ
સપોર્ટને તોડે છે તોઆ ઘટાડો વધુ ઘેરાય શકે છે. પરંતુ નાના રોકાણકારોએ ઘટાડા
પર સારા ફંડામેન્ટલવાળા શેરોમાં રોકાણ કરવું જોઇએ.
બજારનું આગળનું ટ્રિગર
- 11મી ઑગસ્ટના રોજ ઇમ્પોર્ટ-એક્સપોર્ટના આંકડા પર નજર રહેશે
- 12મી ઑગસ્ટાના રોજ CPI આંકડા રજૂ થશે
- 12મી ઑગસ્ટના રોજ IIPના આંકડા રજૂ થશે
- 14મી ઑગસ્ટના રોજ WPI આંકડા પર નજર રહેશે
- 15મી ઑગસ્ટના રોજ લાલ કિલ્લા પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભાષણ
- 29મી ઑગસ્ટના રોજ GDP વિકાસ દરના આંકડા રજૂ થશે

શું કરે રોકાણકારો
રાજેશ શર્માનું માનવું છે કે રોકાણકારો હાલની સપાટી પર ખરીદીનો સોદો
બનાવતા જોવા મળવા જોઇએ. સાથો સાથ રોકાણકારોની જૂની ખરીદી છે તેનું હાલની
સપાટી પર એકવખત પ્રોફિટબુકિંગ કરવું જોઇએ.
No comments:
Post a Comment