MCX NCDEX Ticker

NSE Ticker

Aluminium (JUL 2014) : 119.00    Aluminium Mini BHIW (JUL 2014) : 119.00    Cardamom VAND (AUG 2014) : 940.00    Copper (AUG 2014) : 429.60    Copper Mini MUM (AUG 2014) : 429.50    Cotton(29mm) RJKT (JUL 2014) : 19,030.00    Crude Oil (JUL 2014) : 6,167.00    CrudePalmOil (JUL 2014) : 527.90    Gold (AUG 2014) : 27,810.00    Gold Guinea AHM (JUL 2014) : 22,603.00    Gold M (AUG 2014) : 27,869.00    Gold Petal DEL (JUL 2014) : 2,880.00    Gold Petal MUM (JUL 2014) : 2,846.00    Lead Mini MUM (JUL 2014) : 131.00    Lead MUM (JUL 2014) : 131.00    Mentha Oil (JUL 2014) : 714.20    Natural Gas HZR (JUL 2014) : 244.00    Nickel (JUL 2014) : 1,150.90    Nickel Mini MUM (JUL 2014) : 1,151.00    Potato AGRA (JUL 2014) : 1,391.00    Silver (SEP 2014) : 44,740.00    Silver M (AUG 2014) : 44,776.00    Silver Micro AHM (AUG 2014) : 44,774.00    Zinc Mini BHIW (JUL 2014) : 137.75    Zinc Mum (JUL 2014) : 137.75    MCX NCDEX

Wednesday, September 17, 2014

ગુજરાત બનશે ભારતનું ગ્વાંગડોંગ, અ’વાદને ગ્વાંગઝુ બનાવવા આજે કરાર

(અમદાવાદ- ગ્વાંગઝુ સિસ્ટર સિટી)
 
- વિકાસની ઉડાન : ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટેના અનેક પ્રોજેક્ટો પર આજે કરારની સંભાવના
- અમદાવાદને ગ્વાંગઝુ બનાવવા આજે મહત્વના કરાર કરાશે
 
અમદાવાદ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના પ્રમુખ શી જિનપિંગ વચ્ચેની આજની અમદાવાદમાં થનારી મુલાકાત બન્ને દેશોના રાજદ્વારી અને કૂટનૈતિક સંબંધોને નવી ઊંચાઈ બક્ષવાની સાથે ગુજરાતને પણ વિકાસના નવા સોપાનો તરફ દોરી જશે. આજે મોદી અને જિનપિંગની હાજરીમાં ગુજરાત અને ચીનના ગ્વાંગડોંગ પ્રાંતને ‘સિસ્ટર સ્ટેટ’ તથા અમદાવાદ અને ગ્વાંગડોંગના પાટનગર ગ્વાંગઝુને ‘સિસ્ટર સિટી’ બનાવવા માટે મહત્વના કરાર થ‌શે એવી શક્યતા છે. ગ્વાંગડોંગની ગણના ચીનના સૌથી સમૃદ્ધ રાજ્યોમાં થાય છે. 836 અબજ ડોલરના જીડીપી સાથે તે ચીન જ નહીં પણ એશિયાનું સૌથી મજબુત જીડીપી ધરાવતો પ્રદેશ છે.
ગુજરાત બનશે ભારતનું ગ્વાંગડોંગ, અ’વાદને ગ્વાંગઝુ બનાવવા આજે કરાર
2011માં પ્રતિષ્ઠીત મેગેઝીન ‘ધ ઇકોનોમિસ્ટ’એ ગુજરાત ભારતનું ગ્વાંગડોંગ બની રહ્યું હોવાનો અહેવાલ રજુ કર્યો હતો એ પછી વિશ્વભરમાં ગુજરાતની ગણના ભારતના વિકાસનું ગ્રોથ એન્જિન તરીકે થવા લાગી હતી. આજે આ દિશામાં ભારત અને ચીન વચ્ચે જો કરાર થશે તો તે રાજ્યના વિકાસ માટે મહત્વનું સિમાચિહ્ન ગણાશે. આ કરારના ભાગરૂપ ગ્વાંગડોંગની ઢબે ગુજરાતને મેન્યુફેક્ચરિંગ હબ બનાવવા પ્રયાસો થશે તથા ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટ્રાન્સપોર્ટેશનના પ્રોજેક્ટો હાથ ધરાશે. આ જ રીતે અમદાવાદમાં પણ ગ્વાંગડોંગના પાટનગર ગ્વાંગઝુની જેમ માળખાકીય સુવિધાઓ અને ટ્રાન્સપોર્ટેશનના ડેવલપમેન્ટ માટે આજે કરાર થવાની શક્યતા છે. અમદાવાદમાં મેટ્રો ટ્રેન પ્રોજેક્ટ માટે ચાઇનીઝ કંપનીઓ પહેલેથી જ ઉત્સુક છે.
 
બન્ને દેશ વચ્ચે આજે કયા કરારો થશે? સાણંદ પાસે ચાઇનીઝ કંપનીઓના પ્રોજેક્ટની શક્યતા:
મોદી અને જિનપિંગની હાજરીમાં ગુજરાત અને ગ્વાંગડોંગને સિસ્ટર સ્ટેટ તથા અમદાવાદ અને ગ્વાંગઝુને સિસ્ટર સિટી બનાવવા કરાર થવાની શક્યતા
 

સાણંદ પાસે ચાઇનીઝ કંપનીઓના પ્રોજેક્ટની શક્યતા:

ચાઇનીઝ કંપનીઓ સાણંદ નજીક ઓટો હબમાં ઇલેક્ટ્રીક કાર તથા મેન્યુફેક્ચરિંગ પ્રોડક્ટ માટેના પ્રોજેક્ટો શરૂ કરવા પહેલેથી જ તૈયારીઓ શરૂ કરી છે. અગાઉ ચીનની કંપનીઓનું એક ડેલિગેશન આ માટે અમદાવાદની મુલાકાત લઈ ચુક્યુ છે, આ કંપનીઓ ગુજરાત સરકારની ઝડપી િનર્ણયો લેવાની નીતિથી પ્રભાવિત થયું હતું. આ કંપનીઓ ટૂંક સમયમાં કામગીરીનો પ્રારંભ કરશે.
 

૩૦૦ વર્ષ પછી બ્રિટેનથી અલગ થઈ શકે છે સ્કોટલેન્ડ, કાલે થશે જનમત સંગ્રહ

ઈન્ટરનેશનલ ડેસ્ક. ગુરૂવારના રોજ સ્કોટલેન્ડના ૪૨ લાખ લોકો ફેંસલો કરશે કે ઈગ્લેન્ડની સાથે ૩૦૦ વર્ષ જૂનો સંબંધ કાયમ રાખવો કે તેને પૂર્ણ કરી દેવો. એવા રિપોર્ટસ આવ્યા છે કે સ્કોટલેન્ડ અલગ થવાનો નિર્ણય કરી ચૂક્યું છે અને એવી ધારણા છે કે શું બ્રિટન યૂનિયનના પ્રતિક ધ્વજનો અંત થશે અને શું સ્કોટલેન્ડ બ્રિટનની મહારાણી અને કરન્સી પાઉન્ડને માન્યતા આપતો રહેશે.  
૩૦૦ વર્ષ પછી બ્રિટેનથી અલગ થઈ શકે છે સ્કોટલેન્ડ, કાલે થશે જનમત સંગ્રહ 
જનમત સંગ્રહમાં હા માં બહુમતી આવશે તો સ્કોટલેન્ડ અલગ થઈ જશે પરંતુ હજુ પણ આધારભૂત બાબતો નક્કી નથી કરવામાં આવી જેમ કે નવા દેશની કરન્સી શું હશે, શાસન કોણ કરશે, સંવિધાન શું હશે, સ્કોટલેન્ડ યૂરોપિય સંઘનું સદસ્ય રહેશે કે નહીં?
 
આ તમામ મામલામાં એક વાત હજુ સુધી સ્પષ્ટ નથી થઈ કે બ્રિટેન અને સ્કોટલેન્ડ વચ્ચે મૂળ વાંધો શું છે. ભાષાનો કોઈ ઝગડો નથી. સ્કોટલેનડની પોતાની સંસદ છે. સ્વાસ્થ્ય અને શિક્ષાના ક્ષેત્રમાં સ્કોટલેન્ડને સ્વાયત્ત અધિકાર છે. હવે સ્કોટલેન્ડના રસ્તે વેલ્સ અને ઉત્તરી આયરલેન્ડ ચાલે તો તે બ્રિટન, જ્યાં ક્યારેય સૂરજ નહોતો ડૂબતો તે ઈગ્લેન્ડ સુધી જ મર્યાદિત થઈ જશે.
 
જાણો કેટલીક રસપ્રદ હકિકતો
 
કોણ કરશે વોટ?
 
સ્કોટલેન્ડમાં ૪૨ લાખ લોકો વોટ કરવા માટે રજિસ્ટર કરવામાં આવ્યા છે, જે એ નિર્ણય કરશે કે તેઓને બ્રિટનની સાથે જોડાયેલા રહેવું છે કે નહીં. જેના માટે સમગ્ર સ્કોટલેન્ડમાં યસ અથવા નો કેમ્પેન ચલાવવામાં આવ્યું છે. મળતી માહિતી મુજબ સમગ્ર સ્કોટલેન્ડ એકજૂથ થઈ ગયું છે. ૧૭૦૭ સુધી સ્કોટલેનડ એક સ્વતંત્ર દેશ હતો. પરંતુ ઈગ્લેન્ડે તેના પર આધિપત્ય જમાવીને ગ્રેટ બ્રિટનમાં મેળવી લીધું હતું. આ કારણે જ નોર્ધન આયરલેન્ડ પણ તેનો ભાગ બની ગયું હતું.  
 
જો નિર્ણય હા થયો તો શું સ્કોટલેન્ડ આઝાદ થઈ જશે?
 
આવું થવું શક્ય નથી લાગતું. જનમત સંગ્રહ ને સંપૂર્ણ રીતે કાનૂની શક્તિ નથી. પરંતુ બ્રિટન સરકારને સ્કોટલેન્ડના લોકોને વાયદો કર્યો છે કે જો તેઓ અલગ હોવાના પક્ષમાં વોટ આપે છે તો તેઓ તેમને આઝાદ કરી દેશે. અલગ થવાની પ્રક્રિયા માર્ચ ૨૦૧૬ સુધીમાં પૂરી કરવામાં આવશે.
 
સ્કોટલેન્ડ કઈ કરન્સીનો ઉપયોગ કરશે?
 
આ બાબત પર પણ વિવાદ ઊભો થયો છે. તેમની કરન્સી યૂરો નહીં હોય. સ્કોટલેન્ડની સરકાર ઈચ્છે છે કે બેન્ક ઓફ ઈંગ્લેન્ડને સંકળાયેલી કરન્સી પાઉન્ડ સ્ટર્લિગનો ઉપયોગ કરે. તો પણ બ્રિટને ચેતવણી આપી છે કે બાકી વધેલું યૂકે આ માટે તૈયાર નથી. જો સ્કોટલેન્ડ અલગ થાય છે તો તેણે જાતે જ નવી કરન્સી બનાવવી પડશે.
 
કોણ છે આઝાદી કેમ્પેનની પાછળ
 
નેશનલ સ્કોટિશ પાર્ટીનાનેતા અને સ્કોટલેન્ડના પહેલા મંત્રી એલેક્સ સેલ્મંડ પૂરા સ્કોટલેન્ડમાં યસ કેમ્પેન ચલાવી રહ્યા છે. તેઓ સ્કોટિશ આઝાદીના સૌ પ્રથમ સમર્થકો પૈકીના એક છે. તેઓને ૨૧મી સદીના બહાદુર દિલવાળા વ્યક્તિ તરીકે ઓળખવામાં આવી રહ્યા છે. તેઓએ કહ્યું છે કે હવે સ્કોટલેન્ડ ઈતિહાસને નવેસરથી બનાવવાની જરૂર છે. સેલ્મંડને એક વાર તેમની જ પાર્ટી કાઢી મૂક્યા હતા. રાજનેતા બન્યા પહેલા તેઓ ઈકોનોમિસ્ટના રૂપમાં કામ કરી ચૂક્યા છે.  

બ્રિટિશ પીએમની લોકોને અપીલ-વધુ અધિકારો અને પૈસા આપશે, અમને ના છોડો
 
૩૦૦ વર્ષ પછી બ્રિટેનથી અલગ થઈ શકે છે સ્કોટલેન્ડ, કાલે થશે જનમત સંગ્રહબ્રિટન તૂટી રહ્યું છે જેના કારણે બ્રિટનના પ્રધાનમંત્રી ડેવિડ કૈમરૂને મંગળવારના રોજ માર્મિક અપીલ કરી હતી. તેઓએ સ્કોટલેન્ડની જનતાને વધુ અધિકાર અને પૈસા આપવાનો વાયદો કર્યો હતો. બ્રિટનના ત્રણ મોટા નેતા એબર્ડીનમાં હતા. તે છે ડેવિડ કૈમરૂન, ઉપપ્રધાન મંત્રી નિક ક્લૈગ અને વિપક્ષના નેતા એડ મિલિબૈંઙ તેઓ એવા મતદાતાઓને પ્રભાવિત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે જેઓએ હજુ સુધી પોતાનું મન નક્કી નથી કર્યું. તેઓએ કહ્યું કે, તેઓ દિલ, દિમાગ અને મનથી એક રહેવા માંગે છે. સ્કોટિશ નેતા અલેક્સ સૈલ્મંડની આઝાદીની માંગ પર કૈમરૂને ટિપ્પણી કરતા કહ્યું કે, સ્થાઈ અને અસ્થાઈને ભેગા ના કરો. પછી ચેતવણી આપી કે, અલગાવ દર્દથી ભરેલા છૂટાછેટા જેવું હશે. તેને પછી ઈચ્છશો તો પણ બદલી નહીં શકો. યૂનાઈટેડ કિંગડમને બચાવવા માટે વોટ આપો.
 
બ્રિટનનો છેલ્લો પ્રયાસઃ ત્રણ ગેરંટી
 
ગેરંટી ૧- સ્કોટિશ સંસદને નવા અધિકાર આપશેઃ
સ્કોટિશ સંસદને ૧૯ સપ્ટેમ્બર પછી વધુ અધિકાર આપીને મજબૂત કરવામાં આવશે. ૨૦૧૫માં નવો કાયદો આપશે.
સ્કોટિશન સંસદને બ્રિટિશ સંવિધાનનો સ્થાઈ ભાગ બનાવી દેવામાં આવશે.
 
ગેરંટી ૨- સ્કોટલેન્ડને નિષ્પક્ષ ન્યાયની ગેરંટી
સુરક્ષા અને સંસાધનોના ઉપયોગ તથા રક્ષા, સમૃદ્ધિમાં બરાબરીના અધિકારની ગેરંટી
યૂકે પેંશન અને હેલ્થકેયર ફંડિંગથી દરેક વ્યક્તિના આર્થિક કલ્યાણની ગેરંટી.
 
ગેરંટી ૩- જો સ્કોટિશ લોકો ઈચ્છે તો રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સેવા (એનએચએસ) પર વધુ ખર્ચનો અધિકાર.
બાર્નેટ એલોકેશન ચાલુ રાખવાનો અધિકાર, જરૂરિયાત મુજબ વધુ ફંડ માંગવાનો અધિકાર, ખર્ચ કરવાનો અંતિમ અધિકાર સ્કોટલેન્ડને આપવાની ગેરંટી.
સ્વાસ્થ્ય પર ખર્ચ કરવાનો અંતિમ અધિકાર સ્કોટિશ સંસદને આપવાની ગેરંટી.
 

લે, બેટા નરેન્દ્ર: હીરાબાએ પૂર પીડિતો માટે મોદીને આપ્યા બચતના રૂ. 5001

(તસવીરઃ જન્મદિવસે માતાને મળવા આવેલા નરેન્દ્ર મોદીને પૂર પીડિતો માટે રૂ. 5001નું ફાળો આપી રહેલા માતા હીરાબા)
 
લે, બેટા નરેન્દ્ર: હીરાબાએ પૂર પીડિતો માટે મોદીને આપ્યા બચતના રૂ. 5001અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે 64મો જન્મદિવસ હોવાથી માતાના આશીર્વાદ લેવા માટે અને ચીનના પ્રેસિડેન્ટ જિનપિંગને મળવા માટે ગઈ કાલે અમદાવાદ આવી પહોંચ્યા હતા. આજે સવારે ગાંધીનગર સ્થિત માતાના નિવાસ સ્થાને આવી પહોંચ્યા હતા અને માતા હીરાબાના આશીર્વાદ લીધા હતા. મોદીએ પોતાના જન્મદિવસને લઈને બે દિવસ પહેલા ટ્વિટ કરી હતી કે, પોતાનો જન્મદિવસ ન ઉજવે અને તેના પૈસા કાશ્મીર પીડિતોને આપે.

દીકરાના આ વેણને માતાએ યાદ રાખ્યા હતા અને આજે નરેન્દ્રભાઈ માતાના આશીર્વાદ લેવા માટે આવ્યા, ત્યારે માતાએ પૂર પીડિતો માટે રૂ.5001 નરેન્દ્ર મોદીના હાથમાં આપ્યા હતા. માતાએ આપેલા પૈસા નરેન્દ્ર મોદીએ પંકજભાઈને આપી દીધા હતા અને માતાના નામે કાશ્મીર પૂર પીડિતોની સહાય માટે લખી દેવા જણાવ્યું હતું.

સવારે સવા સાત વાગ્યે નરેન્દ્ર મોદી માતાના આશીર્વાદ લેવા માટે આવી પહોંચ્યા હતા. જ્યાં સામાન્ય નાગરિકો માટે પ્રવેશબંધી હતી. તેઓ પોતાની કારમાં આવ્યા હતા. કારમાંથી ઉતર્યા બાદ તેમણે મીડિયાનું અભિવાદન કર્યું હતું.
લે, બેટા નરેન્દ્ર: હીરાબાએ પૂર પીડિતો માટે મોદીને આપ્યા બચતના રૂ. 5001


* સવારે માતાને મળવા પહોંચેલા નરેન્દ્ર મોદી માતાને પગે લાગ્યા હતા
* આશીર્વાદ લીધા બાદ નરેન્દ્ર મોદીએ માતાના હાલચાલ પુછ્યા હતા
મોટાભાઈને આવકારતાં પંકજભાઈએ ખૂરશી અને નીચે રજાઈ પાથરી     હતી
 
*  જન્મદિવસે માતા હીરાબાએ પુત્ર નરેન્દ્ર મોદીનું મોઢું મીઠું કરાવ્યું
હીરાબાએ પૂર પીડિતો માટે પુત્ર નરેન્દ્ર મોદીને 5001 રૂપિયા આપ્યા
લે, બેટા નરેન્દ્ર: હીરાબાએ ઝીલ્યો PM દીકરાનો પડ્યો બોલ, પૂર પીડિતો માટે મોદીને આપ્યા બચતના રૂ. 5001 

ભારતમાં આજે આવશે iOS 8, જાણો, કેવી છે એપલની નવી ઓપરેટિંગ સિસ્ટમ


(આઇફોનમાં iOS 8ના એપ્સ)
 
ગેજેટ ડેસ્ક : પોતાના લેટેસ્ટ આઇફોન્સ (આઇફોન 6 અને આઇફોન 6 પ્લસ) અને પહેલી સ્માર્ટવોચને ગ્લોબલ ઇવેન્ટ બાદ હવે એપલની તરફથી ભારતીય ગ્રાહકોને માટે આજે (17 સપ્ટેમ્બર)iOS 8 અપડેટ આપવામાં આવશે. ભારતીય સમય અનુસાર રાતે 10.30 મિનિટથી ભારતીય ગ્રાહકો પોતાના આઇફોન, આઇપેડ અને આઇપોડમાં iOS 8ને ડાઇનલોડ કરી શકે છે. 

iOS 8 અપડેટ આઇફોન 4S, 5, 5C, 5S  સિવાય આઇપોડ ટચની પાંચમી જનરેશન અને દરેક આઇપેડ્સમાં ડાઇનલોડ કરી શકાય છે. આ વર્ષની WWDC કોન્ફરન્સ(વર્લ્ડવાઇડ ડેવલપર્સ કોન્ફરન્સ 2014, 2-6 જૂન)માં આ નવી ઓપરેટિંગ સિસ્ટમને લાવવામાં આવી છે.


HealthKit
 

બ્લડ પ્રેશર , શુગર લેવલ, ઓક્સીજન રેટ, વજન, રેસ્પાઇરેટરી રેટ, કેટલી ઊઁઘ જરૂરી છે, કેટલી કલરત જરૂરી છે તે દરેકની ડિટેલ્સ મળી રહે છે. દરેક ડિટેલ્સને માટે એપમાં અલગ કોલમ છે જે અલગ રંગમાં દેખાય છે. તેની વચ્ચે સારી રીતે નેવિગેટ કરી શકાય છે.

આ એપમાં એ દરેક ફીચર્સ છે જે અન્ય દરેક ફિટનેસ એપમાં મળી રહે છે. જો કોઇ વાત અલગ હોય તો તે એ કે તેમાં હેલ્થકિટની મદદથી બ્લડને મોનિટર કરી શકાય છે. એપમાં એક સેન્ટ્રલ કાર્ડ છે જે યુઝરની હેલ્થનો રિપોર્ટ આપે છે. આ રિપોર્ટ ડેટાને કોઇપણ ઇમરજન્સીના સમયે મદદ કરે છે. તેને જોઇને લાગે છે કે એપલ ફિટનેસ બેન્ડને બદલે એક સંપૂર્ણ રીતે હેલ્થ ફ્રીક એપ બની રહેશે. એપમાં દરેક જાણકારી ક્યાં સેવ કરવામાં આવશે તેની કોઇ જાણકારી આપવામાં આવી નથી.
HomeKit
 
એપલનું આ હોનકિટ સ્માર્ટ હોમ ફ્રેમવર્ક છે. આ એપની મદદથી યુઝર્સ પોતાના આઇફોનની મદદથી ઘરને સ્માર્ટ એપ્લાયન્સીસથી કંટ્રોલ કરશે. ફોનની મદદથી ગેરેજનો દરવાજો ખોલવો, રૂમની લાઇટ ઓન કરવી, માઇક્રોવેવ ઓન કરવું અને એવા અનેક કામ કે જે સ્માર્ટહોમમાં કરી શકાય છે. 
 
યુઝર્સ પોતાના સ્માર્ટ એપ્લાયન્સીસને સીરી (એપવના પર્સનલ આસિસ્ટેન્ટ સોફ્ટવેર)ની મદદથી કમાન્ડ પણ આપી શકાય છે. એટલે કે સીરી સ્વીચ ઓન ટીવી કમાન્ડ આપીને યુઝર્સ ઘરના ટીવી ફોનની મદદથી ઓન કરી શકે છે.

Tuesday, September 16, 2014

આણંદ વિધાનસભા બેઠક પર ભાજપનો વિજય, રોહિત પટેલની જીત

આણંદ વિધાનસભા બેઠક પર ભાજપનો વિજય, રોહિત પટેલની જીતઆણંદ: વડોદરા લોકસભા બેઠક સહિત ગુજરાતની 10 બેઠકોની આજે સવારથી જ મતગણતરી હાથ ધરવામાં આવી હતી. સવારે 10:30 વાગ્યા સુધીમાં એક લોકસભા અને 4 વિધાનસભાના પરિણામો જાહેર પણ થઇ ગયા હતા. ખાસ કરીને મણીનગર અને વડોદરા બેઠક પર નરેન્દ્ર મોદીના અનુગામી નક્કી થવાના હોવાથી આ બન્ને બેઠક પર સૌની નજર મંડાયેલી હતી. આણંદ વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર રોહિત પટેલનો વિજય થયો છે જયારે કોંગ્રેસના ઉમેદવાર કાંતિ સોઢા પરમારનો પરાજય થયો છે. આણંદમાં ભાજપની 5,244 મતથી જીત થઇ છે જેથી કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવામળી રહ્યો છે.આણંદ વિધાનસભા બેઠક પર ભાજપનો વિજય, રોહિત પટેલની જીત


પેટા ચૂંટણીના પરિણામો જાહેર : ભાજપનું ધોવાણ, SP અને કોંગ્રેસનું કમ-બેક

નવ રાજ્યોમાં લોકસભાની 3 અને વિધાનસભાની 33 સીટો પર યોજાયેલી પેટા ચૂંટણીમાંથી 32 સીટોના પરિણામો જાહેર થઈ ચુક્યા છે ને ભાજપ માટે ખાસ ઉત્સાહજનક રહ્યા નથી. લોકસભાની ચૂંટણીના ચાર જ મહિના બાદ મોદી લહેર ઓસરી હોવાનું પરિણામો થકી પ્રતિત થાય છે. ત્રણ અલગ અલગ રાજ્યોમાં લોકસભાની 3 બેઠકોમાંથી ભાજપ વડોદરાની માત્ર એક જ બેઠક જીતી શક્યો છે. ઉત્તર પ્રદેશની મૈનપુરી પર સમાજવાદી પાર્ટીનો અને તેલંગણામાં ટીઆરએસએ જીત નોંધાવી છે. તેવી જ રીતે 9 રાજ્યોમાં યોજાયેલી વિધાનસભાની પેટા ચૂંટણીમાં કુલ 32 પર ભાજપ કોઈ ખાસ પ્રભાવ પાડી શકી નથી. મોટા ભાગના રાજ્યોમાં ભાજપનું ધોવાણ થયું હતું. છત્તિસગઢની અંતાગઢ બેઠકની મતગણતરી 20 સપ્ટેમ્બરે હાથ ધરાશે.

modi shah


નવી દિલ્હી : તા, 16 સપ્ટેમ્બર
નવ રાજ્યોમાં લોકસભાની 3 અને વિધાનસભાની 33 સીટો પર યોજાયેલી પેટા ચૂંટણીમાંથી 32 સીટોના પરિણામો જાહેર થઈ ચુક્યા છે ને ભાજપ માટે ખાસ ઉત્સાહજનક રહ્યા નથી. લોકસભાની ચૂંટણીના ચાર જ મહિના બાદ મોદી લહેર ઓસરી હોવાનું પરિણામો થકી પ્રતિત થાય છે. ત્રણ અલગ અલગ રાજ્યોમાં લોકસભાની 3 બેઠકોમાંથી ભાજપ વડોદરાની માત્ર એક જ બેઠક જીતી શક્યો છે. ઉત્તર પ્રદેશની મૈનપુરી પર સમાજવાદી પાર્ટીનો અને તેલંગણામાં ટીઆરએસએ જીત નોંધાવી છે. તેવી જ રીતે 9 રાજ્યોમાં યોજાયેલી વિધાનસભાની પેટા ચૂંટણીમાં કુલ 32 પર ભાજપ કોઈ ખાસ પ્રભાવ પાડી શકી નથી. મોટા ભાગના રાજ્યોમાં ભાજપનું ધોવાણ થયું હતું. છત્તિસગઢની અંતાગઢ બેઠકની મતગણતરી 20 સપ્ટેમ્બરે હાથ ધરાશે.

ઉતર પ્રદેશમાં અમિત શાહ અને યોગી આદિત્યનાથ મૉડલ મહદઅંશે નિષ્ફળ રહ્યું છે. ગુજરાતમાં પણ કોંગ્રેસને ક્લીન સ્વીપ ફટકારવાના ભાજપના મનસુબા પુરા થઈ શક્યા નથી. જ્યારે ભાજપ શાસીત રાજસ્થાનમાં તો ભાજપ 4 માંથી માત્ર 1 જ સીટ પર જીત નોંધાવી શકી છે. આસામમાં કોંગ્રેસ, ભાજપ અને AIUDFએ મિશ્ર પ્રભુત્વ રહ્યું હતું. જોકે ભાજપ માટે સારા સમાચાર એ છે કે તે પશ્ચિમ બંગમાં એક સીટ જીતી પોતાનું ખાતુ ખોલી શક્યું છે. આંધ્ર પ્રદેશમાં ભાજપની સહયોગી પાર્ટી ટીડીપીએ 1 સીટ પર જીત નોંધાવી હતી. 

લોકસભાની પેટા ચૂંટણીના પરિણામો
ગુજરાત, ઉત્તર પ્રદેશ અને નવા રચાયેલા તેલંગણા એમ ત્રણ રાજ્યોમાં 3 બેઠકો માટે યોજાયેલી લોકસભાની પેટા ચૂંટણીના પરિણામોની વાત કરીએ તો ગુજરાતના નરેન્દ્ર મોદી દ્વારા ખાલી કરવમાં આવેલી વડોદરા બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીના રંજન બેન ભટ્ટે વિરોધી ઉમેદવારને આસાનીથી હરાવીને જીત નોંધાવી હતી. જ્યારે ઉત્તર પ્રદેશમાં ગત લોકસભાની ચૂંટણીમાં 80માંથી 73 સીટો જીતી સપાટો બોલાવનારી ભાજપને મૈનપુરી સીટના પરિણામોએ ઝટકો આપ્યો હતો. મુલાયમ દ્વારા ખાલી કરવામાં આવેલી મૈનપુરી બેઠક પરથી સમાજવાદી પાર્ટીના ઉમેદવાર તેજ પ્રતાપ યાદવે ભાજપના પ્રેમ સિંહ કાશ્યને 3 લાખથી પણ વધારે મતોથી પરાજીત કર્યા હતાં. તેલંગાણામાં ચંદ્રશેખર રાવની સ્થાને લડેલા ટીઆરએસના ઉમેદવાર પ્રભાકર રેડ્ડીએ વિજય હાંસલ કર્યો છે. આમ કુલ 3 લોકસભા બેઠકોમાં ત્રણ અલગ અલગ પક્ષોના ફાળે ગઈ હતી.

ગુજરાત

વિધાનસભાની ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગૃહરાજ્ય ગુજરાતમાં 9 બેઠકોમાંથી 6માં ભારતીય જનતા પાટીનો અને 3 પર કોંગ્રેસનો વિજય થયો છે. ગુજરાતમાં ભાજપ આનંદીબેન પટેલના નેતૃત્વમાં ચૂંટણી લડ્યો હતો. નરેન્દ્ર મોદીની ગેરહાજરીમાં લડાયેલી પહેલી જ ચૂંટણીમાં આનંદીબેનનું પાણી મપાઈ ગયું હતું. ક્લીન સ્વીપ ફટકારવાના મનસુબા ધરાવતી ભાજપ મણીનગર, ટંકારા, આણંદ, લીમખેડા, માતર અને તળાજા પુરતો સીમીત રહ્યો હતો. જ્યારે ડીસા, માંગરોળ અને ખંભાળિયા બેઠક જીતી કોંગ્રેસે બેઠી થઈ રહી હોવાના સંકેત આપ્યા હતાં.

ઉત્તર પ્રદેશ

દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશમાં સત્તાધારી સમાજવાદી પાર્ટીએ ફરી એકવાર પોતાનું પ્રભુત્વ સાબીત કરી બતાવ્યું હતું. સમાજવાદી પાર્ટીએ વિધાનસભા 11 બેઠકો પર લડાયેલા જંગમાંથી 8 પર જીત મેળવી હતી. જ્યારે ભાજપ માત્ર 4 જ બેઠક જીતી શક્યો હતો. ગત લોકસભાની ચૂંટણીમાં ઉત્તર પ્રદેશની જનતા ભાજપને પ્રચંડ બહુમતી આપી કેન્દ્રમાં સરકારનો માર્ગ મોકળો કરવામાં અગ્ર ભૂમિકા અદા કરી હતી. પરંતુ કેન્દ્રમાં ભાજપના શાસનના માત્ર 4 મહિનામાં રાજ્યમાં મોદી લહેર ઓસરી રહી હોવાનું ભાજપને ભાન કરાવી દીધું હતું. ચરખારી, સિરાથૂ, બલહા, ઠાકુરદ્વારા, હમીરપુર, રોહનિયા, નિઘાસન, બિજનૌર પર સાયકલનું પૈડુ ફરીવળ્યું હતું. ઉત્તર પ્રદેશમાં લોકસભાની ચૂંટણીમાં કમાલ કરી બતાવી ભાજપના રાષ્ટ્રિય પ્રમુખના શિરતાજથી નવાજાયેલા અમિત શાહ વિધાનસભાની ચૂંટણીમાં ખાસ પ્રભાવ પાડી શક્યા નથી. તેવી જ રીતે 'યોગી આદિત્યનાથ મૉડલ' પણ ઉત્તર પ્રદેશમાં ભાજપની વ્હારે આવ્યું ન હતું અને જનતાનો જનાદેશ ફરી એકવાર સમાજવાદી પક્ષની પડખે રહ્યો હતો.

રાજસ્થાન
વસુંધરા રાજે માટે રાજનસ્થાન વિધાનસભાની પેટા ચૂંટણીના વર્તમાન પરિણામો પણ ગંભીર ચેતવણી સમાન રહ્યા છે. ભાજપશાસિત રાજનસ્થાનમાં 4 બેઠકોમાંથી 3 કોંગ્રેસે પોતાની ઝોળીમાં કરી લીધી હતી જ્યારે ભાજપે માત્ર એક જ બેઠકથી સંતોષ માનવો પડ્યો હતો. ભાજપે કોટા પરથી તો કોંગ્રેસે નસીરાબાદ, વેર અને સૂરજગઢ બેઠક પરજી વિજય હાંસલ કર્યો હતો.

પશ્ચિમ બંગ
પશ્ચિમ બંગ ભાજપને કઈંક અંશે ફળ્યું છે. અહિં ભાજપે બે માંથી એક બેઠક પર ભગવો લહેરાવવામાં સફળ રહ્યું છે. જ્યારે સત્તાધારી તૃણમુલ કોંગેસે બાકીની એક બેઠક જીતી હતી. ભાજપ અહિં ખાતુ ખોલાવવામાં સફળ રહ્યો હતો.

ત્રિપુરા

માનૂ બેઠક પરની યોજાયેલી ચૂંટણીમાં સીપીએમ ઉમ્મેદવાર પ્રભાત ચૌધરીએ કોંગ્રેસના ઉમેદવારને 15 હજારથી વધુ મતોથી પરાજીત કર્યા હતાં.

આંધ્ર પ્રદેશ

ચંદ્રબાબુ નાયડુની અધ્યક્ષતામાં ટીડીપીએ પ્રભાવશાળી પ્રદર્શન યથાવત રાખતા આંધ્ર પ્રદેશની નંદીગામા બેઠક પર જીત મેળવી છે.

સિક્કિમ

સિક્કિમમાં રાગાંગ-યાંગાંગ વિધાનસભા બેઠક પર અપક્ષના ઉમેદવાર આર એન ચામલિંગે 708 મતોના નજીવા અંતરથી વિજય મેળવવામાં સફળ રહ્યાં હતાં.

આસામ

લખીપુર બેઠક પર કોંગ્રેસે ભાજપને હરાવી છે. જ્યારે સિલ્ચર બેઠકપ પર ભાજપે કોંગ્રેસને પરાજય આપીને બદલો વાળી લીધો હતો. જુનામુખ બેઠક એઆઈયૂડીએફના ફાળે ગઈ હતી.

PM બન્યાં બાદ પહેલીવાર અમદાવાદ આવેલા મોદીનુ ઉષ્માભર્યુ સ્વાગત

modiમોદીને અમદાવાદ એરપોર્ટ પર આવકાર્યા બીજેપી પ્રમુખ અમિત શાહ અને મુખ્યમંત્રી આનંદીબેન પટેલે.કાર્યકરોમાં જોવા મળ્યો અનેરો ઉત્સાહ
અમદાવાદ,તા.16 સપ્ટેમ્બર

વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદીએ આજે પહેલી વખત ગુજરાતની ધરતી પર પગ મૂક્યો છે.આવતીકાલે દેશ અને ગુજરાતના મહેમાન બનનાર ચીની રાષ્ટ્રપતીને આવકારવા માટે પીએમ મોદી આજે જ અમદાવાદ આવી પહોચ્યાં છે.લગભગ 4.00 વાગ્યાની આસપાસ અમદાવાદ એરપોર્ટ પર પહોંચેલા નરેન્દ્ર મોદીનું સ્વાગત કરવા માટે બીજેપીના પ્રેસિડેન્ટ અમીત શાહ,ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ સહિતના અનેક અગ્રણીઓ અને કાર્યકરો ઉમટી પડ્યા હતા અને ઉમળકાભેર પીએમને આવકાર્યા હતા.અમદાવદા પહોંચીને મોદી પહેલા પાર્ટીના  કાર્યકરોને પણ મળ્યાં હતા.પીએમ બન્યા પછી મોદી પહેલી વખત ગુજરાતની મુલાકાતે આવતા ગુજરાતીઓ પણ આનંદીત હતા.

કાર્યકરોને સંબોધન માટે અમદાવાદ એરપોર્ટના ટર્મિનલ 3 ખાતે એક વિશાળ ડોમ બનાવવામાં આવ્યો છે.આ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ નરેન્દ્ર મોદી અડાલજ પહોંચશે.ત્યારબાદ ત્રિમંદિર ખાતે ભાજપ દ્વારા અભિવાદન કાર્યક્રમ પણ યોજાનાર છે.ત્યાંથી મોદી ગુજરાત રાજભવન ખાતે રવાના થશે અને રાજભવન ખાતે જ ભોજન બાદ ત્યાંજ રોકાણ કરવાના છે.જો કે આવતીકાલે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે.પીએમ બન્યા પછી તેમના જન્મદિવસે જ મોદી ગુજરાતમાં હોવાથી ઉત્સાહમાં ઓર ઉમેરો થશે.દરવર્ષની જેમ મોદી આ વખતે પણ જન્મદિવસે માતા હીરા બાના આશિર્વાદ લઈને જ આગળના કાર્યક્મની શરૂઆત કરશે.

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

Loading...

IPO's Calendar

Market Screener

Precious Metal Quotes from KITCO

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

MCX Live Charts in Hindi

Popular Posts

Company Research Reports