Translate

Monday, June 27, 2011

ચાંદીમાં 7200 રૂપિયાનો કડાકો, સોનુ પણ ઘટ્યું

સતત ચાર દિવસના સુધારા બાદ આજે બન્ને કિંમતી ધાતૂઓમાં કડાકો

જોવાયો હતો.


એક કિલો ચાંદી આજે 7200 રૂપિયાના કડાકા સાથે 53,300 જ્યારે દસ ગ્રામ સોનાનો ભાવ 410 રૂપિયા ગગડીને 22,170 રૂપિયા નોંધાયો હતો.

મોટા ભાગના ચલણો સામે ડોલર મજબૂત થવાને પગલે વૈશ્વિક બજારમાં કિંમતી ધાતૂઓના બજારમાં કડાકો જોવાયો હતો અને તેની અસર ભારતના બુલિયન માર્કેટમાં પણ જોવા મળી હતી. મૂડીરોકાણના વિકલ્પ તરીકે સોનાની માંગમાં ઘટાડો થયો હોવાને કારણે પણ પીળી ધાતુમાં નરમાઈ જોવા મળી હતી.

આંતરરાષ્ટ્રીય માર્કેટમાં સોનુ 0.7 ટકા ઘટીને ઔંસ દીઠ 1491 ડોલર અને ચાંદી 5.2 ટકા ઘટીને ઓંસદીઠ 33.65 ડોલર બોલાઈ હતી.

ઊંચા મથાળે સ્થાનિક બજારમાં પણ માંગ ઘટતાં સોના તેમજ ચાંદીમાં નરમાઈ જોવા મળી હતી.

સ્થાનિક બજારમાં હાજરમાં એક કિલો ચાંદી 7200 રૂપિયા ઘટીને 53,300 અને સાપ્તાહિક ડિલિવરી 7440 રૂપિયા ઘટીને 52,300 રૂપિયા નોંધાઈ હતી.

ચાંદીના 100 સિક્કાના ખરીદ તેમજ વેચાણ ભાવ પણ 9500 રૂપિયાના ઘટાડા સાથે અનુક્રમે 57,500 અને 58,500 રહ્યા હતા.

શુધ્ધ દસ ગ્રામ સોનુ અને સોનાના દાગીનાના ભાવ 410 રૂપિયા ઘટીને અનુક્રમે 22,170 રૂપિયા અઇને 22050 રૂપિયા બોલાયા હતા.

MCX માં ચાંદીનો જૂન મીની વાયદો 50,400 સુધી તૂટ્યો હતો.

ધોલેરા SIR શહેરી, આર્થિક વિકાસનું મોડલ બનશે

ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન (એસઆઇઆર)ને શહેરી અને આર્થિક વિકાસના મોડલ તરીકે વિકસાવવામાં આવશે.

ગુજરાત ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ બોર્ડ (જીઆઇડીબી)ની મંગળવારે મળેલી સમીક્ષા બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો.


જીઆઇડીબી 2009 માં એસઆઇઆર ધારો ઘડનારી દેશની સૌ પ્રથમ સંસ્થા હતી. ગુજરાત સરકારે પીસીપીઆઇઆર-દહેજ , હાલોલ-સાવલી પટ્ટો અને સાંતલપુર ખાતે વધુ ચાર એસઆઇઆર વિકસાવવા માટે પણ જાહેરનામું જારી કર્યું હતું.

ધોલેરા એસઆઇઆર 903 ચોરસ કિમીમાં આકાર લેવાનો છે અને તેમાં રર ગામોનો સમાવેશ થાય છે. આ ગામોના સ્થળાંતર વગર આધુનિક નગરરચનાનું આયોજન કરવામાં આવશે.

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ ર 009 અને ર 011 માં ધોલેરા સરના વિકાસ માટે ખાનગી રોકાણકારોએ વિવિધ પ્રોજેક્ટ માટે સારો પ્રતિસાદ આપીને ર 0 સમજૂતી કરાર કર્યા છે. ધોલેરા સરમાં કેન્દ્ર સરકારના સહયોગને જોતાં આ સમગ્ર ખારાપાટનો પ્રદેશ આર્થિક અને ઔદ્યોગિક વિકાસની નવી વૈશ્વિક ક્ષિતિજો સર કરશે.

બુધવારે મુખ્યમંત્રીના વડપણ હેઠળ યોજાયેલી બેઠકમાં ધોલેરા એસઆઇઆરની પ્રગતિની સમીક્ષા કરવામાં આવી હતી જેમાં ભૂકંપ અને સુનામી અંગેના અભ્યાસ , જળવ્યવસ્થાપન અંગેનું આયોજન અને અભ્યાસ , અમદાવાદથી ધોલેરા સુધી 110 કિમીના એક્સપ્રેસ-વેની પથરેખાનો અભ્યાસ , નવા આંતરરાષ્ટ્રીય વિમાનમથકનું નિર્માણ અંગેનાં આયોજનોમાં કેટલી પ્રગતિ થઈ છે.

તેની માહિતી આપવામાં આવી હતી. ધોલેરા સર , દિલ્હી-મુંબઈ ઇન્ડસ્ટ્રિયલ કોરિડોર (ડીએમઆઇસી) અને ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર (ડીએફસી)ના ભારત-જાપાનના સંયુક્ત વિકાસ પ્રોજેક્ટ અન્વયે મંજૂર થયેલો છે અને ભારત સરકારે ડીએમઆઇસીના મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ વિકાસ માટે ગુજરાત સરકારે કરેલી પૂર્વતૈયારીઓની પ્રશંસા કરી છે , એટલું જ નહીં , ધોલેરા નિર્માણ-આયોજન અને વ્યવસ્થાપનની દષ્ટિએ સર્વશ્રેષ્ઠ શહેરી નગરરચના તથા આર્થિક પ્રગતિનું કેન્દ્ર બની શકે તેવી પૂરી ક્ષમતા ધરાવે છે એમ જીઆઇડીબીની બેઠકમાં ધોલેરા એસઆઇઆરની પ્રગતિની સમીક્ષામાં જણાવવામાં આવ્યું હતું.

આ બેઠકમાં દરિયાકાંઠે સમુદ્રના પાણીને મીઠું કરવાના રૂપાંતરણના ડિસેલિનેશન પ્લાન્ટ દ્વારા ઔદ્યોગિક જળવ્યવસ્થાપન અને સરદાર સરોવર નર્મદા કેનાલ ઉપર સૌર ઊર્જાશક્તિની યોજનાઓ પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપના ધોરણે હાથ ધરવા તેમજ ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા ખંભાતના અખાતમાં દહેજ-ઘોઘા રોરો ફેરી સર્વિસના પ્રોજેક્ટ અંગેની પ્રગતિની પણ સમીક્ષા કરવામાં આવી હતી.

ગુજરાતની 2011-12ની વાર્ષિક યોજનાનું કદ રૂ.38,000 કરોડ

ગુજરાત સરકારની મૂળ રૂ. 37,153 કરોડની વાર્ષિક યોજનાની દરખાસ્તને બદલે ગુજરાતના આયોજન વિકાસને ધ્યાનમાં રાખીને

આયોજન પંચે
2011-12 ની વાર્ષિક યોજનાનું કદ વધારીને રૂ. 38,000 કરોડ કર્યું છે.

ગયા વર્ષની રાજ્યની રૂ. 30 હજાર કરોડની વાર્ષિક યોજનાના કદમાં ર 6.67 ટકાની વૃદ્ધિ થઈ છે. મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય આયોજન પંચના ઉપાધ્યક્ષ ડો. મોન્ટેક સિંઘ આહલુવાલિયા વચ્ચે શુક્રવારે નવી દિલ્હીમાં યોજાયેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો એમ સરકારની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ આયોજન પંચના સભ્યોનાં સૂચનોને આવકારતાં જણાવ્યું હતું કે ગુજરાત 11 મી પંચવર્ષીય યોજના માટે આયોજન પંચે નિર્ધારિત કરેલા 11. ર ટકાના વિકાસદરનો લક્ષ્યાંક હાંસલ કરશે. મોદીએ જણાવ્યું કે , ગુજરાતની આ વર્ષની વાર્ષિક યોજનાના કદમાં નોંધપાત્ર વધારો થતાં રાજ્ય સરકાર આ વર્ષે કેટલીક નવી યોજનાઓનો સમાવેશ કરશે જે આ પ્રમાણે છેઃ

આદિવાસી ક્ષેત્રમાં વૈજ્ઞાનિક પશુપાલન વિકાસ માટે દુધાળાં પશુઓલાદ સુધારણા યોજનાને માટે આયોજન પંચે રૂ. 147 કરોડ મંજૂર કર્યા છે.

આદિવાસી બાળકો માટે મોડલ ડે સ્કૂલ શરૂ કરાશે જે વર્તમાન આશ્રમશાળાની પરંપરાથી ઉપર ઊઠીને નેક્સ્ટ જનરેશન આશ્રમશાળાનું નવું મોડલ પૂરું પાડશે. પ્રત્યેક મોડલ ડે સ્કૂલમાં 1,000 જેટલાં વનવાસી બાળકોને આસપાસના વનવાસી ગામોમાંથી મીની-બસની સુવિધા સાથેનું આધુનિક શિક્ષણ અપાશે. આદિવાસી ક્ષેત્રમાં કૃષિ વિકાસને વેગ આપવા મોટા પાયે ડ્રિપ ઇરિગેશનની યોજનાઓ હાથ ધરાશે.

ડાંગ અને દાહોદ સહિત વનવાસી ક્ષેત્રમાં મોડલ રોડ નેટવર્ક અને પીવાના પાણી પુરવઠાની વિશેષ યોજનાઓનો અમલ કરી શકાશે. શહેરી સ્વાસ્થ્ય સંભાળ પ્રોજેક્ટમાં રાજ્યના 1 9 મ્યુનિસિપલ શહેરોમાં સ્વાસ્થ્ય સેવાઓ વધારવામાં આવશે.

ભાવ વધારાની આશાએ ઓઈલ કંપનીના શેર્સ ઉછળ્યા

ઓઈલ મંત્રાલયે ક્રૂડ પરની કસ્ટમ ડ્યુટી તેમજ ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટી રદ કરવાની માગણી કરી હોવાના ઈટી નાઉના અહેવાલને પગલે

મુંબઈ શેરબજારમાં આજે ઓઈલ-ગેસ કંપનીઓના શેર્સમાં જોરદાર ઉછાળો જોવાયો હતો.


જો ડ્યુટી રદ ન થાય તો ઓઈલ મંત્રાલય ડીઝલમાં લીટરદીઠ 4 રૂપિયાના અને LPG માં લીટરદીઠ 150 રૂપિયાના વધારાની માગણી કરી રહ્યું છે.

ભાવ વધારાની આશાએ શેરબજારમાં આજે ઓઈલ કંપનીઓના શેર્સમાં ભારે લેવાલી જોવા મળી હતી. આજે બપોરે BPCL 1.84 ટકા , HPCL 2.77 ટકા અને ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનના શેર્સ 2.56 ટકા વધીને ટ્રેડ થઈ રહ્યા હતા.

EGoM ની જૂલાઈના બીજા સપ્તાહ દરમિયાન મળનારી બેઠકમાં ઈંધણના ભાવમાં વધારા અંગેનો નિર્ણય કરવામાં આવે તેવી શક્યતા છે. ખાસ કરીને ડીઝલ તેમજ રાંધણ ગેસના ભાવમાં વધારો કરવામાં આવે તેવી શક્યતા છે.

આજે બપોરે BSE ઓઈલ-ગેસ ઈન્ડેક્સ 1.84 ટકા વધીને ટ્રેડ થઈ રહ્યો હતો જ્યારે BSE સેન્સેક્સ 0.83 ટકા વધીને ટ્રેડ થઈ રહ્યો હતો.

સેન્સેક્સ 18400ની ઉપર બંધ : ONGC વધ્યો

મુંબઈ : ઓઈલ-ગેસ કંપનીઓની આગેવાની હેઠળ લેવાલી નીકળતા આજે મુંબઈ શેરબજાર સતત ત્રીજા સેશનમાં ગ્રીન ઝોનમાં બંધ રહ્યું હતું.

સરકારે ડીઝલના ભાવમાં વધારો કર્યો અને આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રૂડના ભાવમાં ઘટાડાને કારણે બજારને ટેકો સાંપડ્યો હતો.


સરકારે ડીઝલના ભાવમાં વધારો કરવા ઉપરાંત કસ્ટમ ડ્યૂટી રદ કરી તેમજ પેટ્રોલ , ડીઝલ તેમજ અન્ય ઓઈલ પ્રોડક્ટ પરની એક્સાઈઝ ઘટાડી તેને સારું પગલું માનવામાં આવી રહ્યું છે.

દિવસ દરમિયાન BSE સેન્સેક્સ ઉપરમાં 18494.11 અને નીચામાં 18132.70 પોઈન્ટની રેન્જમાં અથડાયા બાદ 171.73 પોઈન્ટ વધીને 18412.41 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.

નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 5552.65 અને 5434.25 પોઈન્ટની સપાટી વચ્ચે ટ્રેડ થયા બાદ 55.35 પોઈન્ટ વધીને 5526.60 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.

BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 0.82 ટકા અને 0.80 ટકા વધીને ટ્રેડ
થઈ રહ્યા હતા.

આજે અન્ય સેક્ટોરલ ઈન્ડાઈસિસમાં BSE કેપિટલ ગૂડ્ઝ ઈન્ડેક્સ 1.75 ટકા , BSE બેન્કેક્સ 1.60 ટકા , BSE ઓટો ઈન્ડેક્સ 1.50 ટકા અને BSE ઓઈલ-ગેસ ઈન્ડેક્સ 1.31 ટકા વધ્યા હતા.

સેન્સેક્સમાં આજે વધેલા મુખ્ય શેરોમાં ONGC (4.11%), M&M (3.21%), મારુતિ ( 2.93%), L&T (2.70%) અને SBI (1.63%) નો સમાવેશ થાય છે.

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports