Translate

BSE-NSE Ticker

Tuesday, May 27, 2014

All In One: દાદીમાના 20 સર્વશ્રેષ્ઠ દેશી નુસખા છે અતિઉપયોગી

આજકાલ કોઈપણ સમસ્યા હોય લોકો એન્ટિબાયોટિક્સ અંગ્રેજી દવાઓ લેવાનું વધુ પસંદ કરતાં હોય છે કારણ કે આજની પેઢીને આપણા જુનવાણી નુસખા વિશે જાણ હોતી નથી. જોકે ઘણીવાર આ દવાઓનું સેવન કરવાથી તેના સાઇડઇફેક્ટ પણ થાય છે. જેથી જો તમે સ્વાસ્થ્યથી જોડાયેલી નાની-નાની સમસ્યાઓને કારણે વારંવાર હેરાન થતા રહો છો તો ગભરાવવાની જરૂર નથી, આજે અમે તમને આ નાની-નાની સમસ્યાઓને છુમંતર કરી દેતા કેટલાક દાદીમાંના જુનવાણી નુસખા બતાવવાના છે.
All In One: દાદીમાના 20 સર્વશ્રેષ્ઠ દેશી નુસખા છે અતિઉપયોગી1 )  આજકાલની અનિયમિત જીવનશૈલીને કારણે મોટાભાગના લોકો સ્થૂળતાથી પીડાઈ રહ્યા છે. અનેક પ્રયાસો છતાં સ્થૂળતામાંથી છુટકારો મળતો નથી. પણ દાદીમા પાસે તેનો સચોટ ઈલાજ છે. તેના માટે રોજ સવારે ખાલી પેટે એક ચમચી મધ, એક લીંબુનો રસ હુંફાળા પાણીમાં મિક્ષ કરી પીવાથી જાડાપણું દૂર થાય છે. સાથે જ શરીર સ્ફૂર્તિલું અને સુડોળ બને છે. આ ઉપાય દરરોજ કરવો.All In One: દાદીમાના 20 સર્વશ્રેષ્ઠ દેશી નુસખા છે અતિઉપયોગી2 ) આજકાલની અનિયમિત જીવનશૈલીને કારણે મોટાભાગના લોકો સ્થૂળતાથી પીડાઈ રહ્યા છે. અનેક પ્રયાસો છતાં સ્થૂળતામાંથી છુટકારો મળતો નથી. પણ દાદીમા પાસે તેનો સચોટ ઈલાજ છે. તેના માટે રોજ સવારે ખાલી પેટે એક ચમચી મધ, એક લીંબુનો રસ હુંફાળા પાણીમાં મિક્ષ કરી પીવાથી જાડાપણું દૂર થાય છે. સાથે જ શરીર સ્ફૂર્તિલું અને સુડોળ બને છે. આ ઉપાય દરરોજ કરવો.

All In One: દાદીમાના 20 સર્વશ્રેષ્ઠ દેશી નુસખા છે અતિઉપયોગી3 )
જો તમે હરસ મસાની સમસ્યાથી પીડાઈ રહ્યા હોવ તો દાદીમાનો આ ઉપાય કરવો.
   - ડુંગળી નો રસ લગાડવાથી મસા થયા હોય તો તેના નાના-નાના ટુકડા થઇને તે જડમુળ માથી નીકળી જાય છે.
 
 - ધાણાને રાત્રે પલાળી રાખી સવારે ખુબ મસળીને તે પાણી પીવાથી અથવા કોથમીરનો રસ પીવાથી મસામાં પડતું લોહી બંધ થઈ જાય છે અને રાહત મળે છે.  જીરાને વાટી તેની લુગદી કરી બાંધવાથી મસામાંથી પડતું લોહી બંધ થાય છે અને બહાર નીકળેલા અને ખુબ દુઃખતા મસા અંદર જતા રહે છે અને પીડા દૂર થાય છે.
All In One: દાદીમાના 20 સર્વશ્રેષ્ઠ દેશી નુસખા છે અતિઉપયોગી4 ) ચણાના લોટમાં મલાઈ અથવા ગુલાબ જળ મિક્ષ કરી ચહેરા પર લગાવવાથી ચહેરાના રંગમાં નિખાર આવે છે.
 
- દૂધમાં હળદર નાખીને પેસ્ટ બનાવો. તેને ચહેરો અને હાથ-પગ પર લગાવો. 10 મિનિટ પછી ધોઈ લો. ત્વચા પર નિખાર આવી જશે.
 
- હોઠને સુંદર અને મુલાયમ બનાવી રાખવા માટે રાતના સૂતા સમયે દૂધની મલાઈ લગાવો, સવારે ઠંડા પાણીથી ધોઈ લો. આટલું કરવાથી તમારા હોઠ મુલાયમ અને કોમળ બનશે અને હોઠનું સૌંદર્ય જળવાઈ રહેશે.
 
All In One: દાદીમાના 20 સર્વશ્રેષ્ઠ દેશી નુસખા છે અતિઉપયોગી5 ) ચહેરા પર કુદરતી ચમક લગાવવા માટે શુદ્ધ પ્રાકૃતિક કુંવારપાઠાનું જ્યૂસ હથેળીમાં લઈને ચહેરા પર મસાજ કરો. અને સુકાઈ ગયા પછી ચહેરાને હુંફાળા પણીથી ધો લો 7 દિવસોની અંદર જ તમારા ચહેરો મુલાયમ થવાની સાથે ખીલી ઉઠશે.
 
-ચહેરાની ચામડી ચમકદાર બનાવવા માટે અડધી ચમચી મધમાં અડધી ચમચી પાણી મેળવી ચહેરા ઉપર લગાવો અને સૂકાય ત્યારે ચહેરો ધોઈ નાખો. આવું કરવાથી ચહેરો ચમકવા લાગશે.
 
All In One: દાદીમાના 20 સર્વશ્રેષ્ઠ દેશી નુસખા છે અતિઉપયોગી6 ) જો તમારો અવાજ બેઠેલો હોય અને ગળામાં ખુંચતુ રહેતું હોય તો સવારે ઉઠતા સમયે અને રાતના સુતા સમયે નાની ઇલાયચી ચાવીને ખાઓ તથા નવશેકું પાણી પીવો.
 
- નાની એલચીથી શરીરમાં થતી અશુદ્ધિઓ ઓછી થાય છે. જો તમે મૂત્ર સંક્રમણને લગતી પરેશાનીઓથી પરેશાન હોવ તો થોડી માત્રામાં ઇલાયચીને આમળા, દહીં અને મધ સાથે મળવીને ખાઓ. જો તમે અસ્થમા કે ખાંસીથી પરેશાન હોવ તો થોડી ઇલાયચીનો પાવડર મધની સાથે ખાઓ.
 
-ઇલાયચીનું ચૂર્ણ એક મહિના સુધી તેના તેલના 5 ટીપા દાડમના શરબત સાથે પીવાથી ઉબકા અને ઉલ્ટીઓની સમસ્યા દૂર થાય છે. આ ઇલાયચી કોલેરામાં પણ લાભદાયી છે.
 
All In One: દાદીમાના 20 સર્વશ્રેષ્ઠ દેશી નુસખા છે અતિઉપયોગી7 ) દરરોજ સવાર-સાંજ મોંમાં પાણી ભરીને આંખો પર ઠંડા પાણીની છાલક મારવાથી આંખોનું તેજ વધે છે.
 
- આ સિવાય પણ દિવસમાં બે-ત્રણ વાર ઠંડા પાણીની છાલક મારવાથી થાક, તણાવ દૂર થાય છે અને સ્ફૂર્તિનો અનુભવ થાય છે. આંખોમાંથી પાણી નિકળવું, આંખોમાં બળતરા જેવી સમસ્યા રહેતી હોય તો દરરજ નિયમિતપણે આંખો પર ઠંડા પાણીની છાલક મારવી.
 
All In One: દાદીમાના 20 સર્વશ્રેષ્ઠ દેશી નુસખા છે અતિઉપયોગી8 ) ગેસ ની તકલીફ થાય ત્યારે તરત જ રાહત મેળવવા માટે લસણ ની 2 કળી છોલીને 2 ચમચાં શુદ્ધ ઘી સાથે ચાવીને ખાવાથી ત્વરિત રાહત મળે છે.
 
- કાચું લસણ રોજ સવારે ખાલી પેટે ખાવાથી કોલેસ્ટ્રોલમાં ઘટાડો થાય છે. દરરોજ 50 ગ્રામ કુંવારપાઠું ખાલી પેટે ખાવાથી કોલેસ્ટ્રોલ ઓછું થાય છે.
 
ઠંડીથી કે ઋતુગત ફેરફારમાં મોટાભાગની કોઈ પણ ઉમરના લોકોને કફ પરેશાન કરે છે. જો લસણનું નિયમિત સેવન કરે તો આવી નાની સમસ્યા રહેતી નથી.
 
All In One: દાદીમાના 20 સર્વશ્રેષ્ઠ દેશી નુસખા છે અતિઉપયોગી9 ) સુકા તમાલ પત્ર ને બારીક પીસીને દરેક ત્રીજા દિવસે તેનું મંજન કરવાથી દાંત ચમકવા લાગશે.
 
-  જો તમને વધુ પડતુ ગળ્યું, ઠંડુ અથવા ગરમ ખાવાથી દાંતમાં દુખાવો રહેતો હોય તો એક ચમચી સરસિયાનાં તેલમાં ચપટી હળદર અને મીઠું મિક્ષ કરી દાંત પર હળવા હાથે માલિશ કરવાથી દાંતનો દુખાવો દસ જ મિનિટમાં ગાયબ થઈ જાય છે.

All In One: દાદીમાના 20 સર્વશ્રેષ્ઠ દેશી નુસખા છે અતિઉપયોગી10 ) જો વાળમાં ખોળાની સમસ્યા સતાવતી હોય તો વાળ ધોયા પહેલા વાળમાં દહીં અને મેથીનો પાવડર મિક્ષ કરી લગાવવાથી ખોળો દૂર થાય છે.
 
- ગરમ જેતૂનના તેલમાં એક ચમચી મધ અને એક ચમચી તજનો પાવડર મિક્ષ કરી તેનું પેસ્ટ બનાવો. નહાવા જતા પહેલા આ પેસ્ટને વાળમાં લગાવો અને થોડા સમય બાદ વાળ ધોઈ લો. આનાથી વાળ ખરતા બંદ થઈ જશે.
 
 
 
All In One: દાદીમાના 20 સર્વશ્રેષ્ઠ દેશી નુસખા છે અતિઉપયોગી11 ) ડુંગળી ના રસમાં લીંબુ નો રસ ભેળવી પીવાથી ઉલ્ટી- ઉબકા આવવાના બંધ થાય છે.
 
-આમ તો ડુંગળી સફેદ અને લાલ રંગની હોય છે. સફેદ ડુંગળી દિલ માટે ગુણકારી હોય છે જ્યારે લાલ ડુંગળી બળદાયક હોય છે. ગરમીમાં માથાના દુખાવામાં સફેદ ડુંગળને તોડીને ઘસવી જોઈએ તથા ચંદનમાં કર્પૂર ઘરીને માથા ઉપર લગાવવાથી ખૂબ જ ઝડપથી આરામ મળી જાય છે.
 
-ડુંગળીના રસ અને મીઠાનું મિશ્રણ મસૂડાના સોજા અને દાંતદર્દને ઓછું કરે છે.
 
All In One: દાદીમાના 20 સર્વશ્રેષ્ઠ દેશી નુસખા છે અતિઉપયોગી12 ) તાજી કોથમીરને દરરોજ ચાવીને ખાવાથી આંખોની નબળાઈ દૂર થાય છે અને આંખોની રોશની વધે છે.
 
- ધાણા ઈન્સુલિનના સ્ત્રાવને વધારે છે અને લોહીમાં ગ્લૂકોઝને ઓછું કરવામાં મદદ કરે છે. આથી એ ડાયાબિટીસના રોગીઓ માટે લાભદાયક છે. સાથે જ કોલેસ્ટ્રોલને કંટ્રોલમાં રાખે છે.
 
- લીલા ધાણા 20 ગ્રામ, ચપટીક કપૂર મેળવી પીસી લો, બધો રસ નીચોવી લો. આ રસના બે ટીપા નાકની બન્ને તરફ ટીપા નાખવાથી તથા રસને માથા પર લગાડીને મસળવાથી લોહી તરત બંધ થઈ જાય છે.
 
All In One: દાદીમાના 20 સર્વશ્રેષ્ઠ દેશી નુસખા છે અતિઉપયોગી13 ) ચામડી સંબંધી રોગો હોય તો રોજ સવારે લીમડાના પાન નાખેલા પાણીથી સ્નાન કરવાથી ચામડીના રોગો દૂર થાય છે.
 
- હળદર અને લીમડાના પાનને સરખા ભાગે મિક્ષ કરી ચૂર્ણ તૈયાર કરવું. આ ચૂર્ણનું દરરોજ સવાર-સાંજ એક ચમચી પાણી સાથે સેવન કરવાથી ત્વચા નિરોગી રહે છે અને ત્વચા કાંતિવાન બને છે.
 
- હળદરને સૌંદર્યવર્ધક માનવામાં આવે છે. પ્રચીન સમયથી ઉબટન બનાવવામાં પણ હળદરનો ઉપયોગ થતો આવ્યો છે. આ ઉબટન લગાવવાથી સ્કિન સંબંધી બીમારીઓ દૂર થઈ જાય છે. 
 
All In One: દાદીમાના 20 સર્વશ્રેષ્ઠ દેશી નુસખા છે અતિઉપયોગી14 ) - હેડકીઓ સતત ચાલુ રહે ત્યારે 1 ચમચી તાજુ અને શુદ્ધ ઘી નું સેવન કરો.
- હળદરને શુદ્ધ ઘીમાં મિક્ષ કરી હરસ-મસા પર લગાવવાથી બહુ જલ્દી રાહત મળે છે અને બળતરા પણ દૂર થાય છે.
 
- સંભોગ પછી નબળાઈ કે થાક લાગે તો એક ગ્લાસ નવશેકા દૂધમાં ગાયના ઘીને મેળવીને પીવાથી થાક અને નબળાઈ ખૂબ જ ઝડપથી દૂર થઈ જાય છે. તેથી નબળાઈ વર્તાય ત્યારે તમે ઘીનો છૂટથી ઉપયોગ કરીને સ્વસ્થ બની શકો છો. 
 
All In One: દાદીમાના 20 સર્વશ્રેષ્ઠ દેશી નુસખા છે અતિઉપયોગી15 ) - તાજી કોથમીર મસળીને સુંઘવાથી વારંવાર છીંકો આવવી બંધ થઇ જાય છે.
 
- બાળકોને શરદી, ઉધરસ, કફ, ઉલટી અને ઝાડાની સમસ્યા હોય ત્યારે સવાર-સાંજ તુલસીનો રસ પીવડાવવાથી ફાયદો થાય છે. એક ચમચી કાંદાનો રસ, એક ચમચી આદુનો રસ, બે ચમચી મધ સાથે ભેળવીને પીવાથી ઉધરસમાં રાહત રહેશે.
 
 
 
All In One: દાદીમાના 20 સર્વશ્રેષ્ઠ દેશી નુસખા છે અતિઉપયોગી16 )  આમળા અને હળદરનો ઉકાળો બનાવી સવાર-સાંજ સેવન કરવાથી શરીરમાં થતી બળતરામાં તરત રાહત મળે છે અને સતત સેવન કરવાથી આ સમસ્યા જડથી દૂર થાય છે.
 
- તાજા આમળાના રસને વાળ માટે અત્યંત ગુણકારી માનવામાં આવે છે. શુષ્ક આમળાના ચૂરણનું પેસ્ટ બનાવી તેને વાળમાં લગાવવાથી વાળ કાળા અને સિલ્કી થઈ જાય છે અને સફેદ વાળની સમસ્યામાંથી છુટકારો મળે છે.
 
All In One: દાદીમાના 20 સર્વશ્રેષ્ઠ દેશી નુસખા છે અતિઉપયોગી17 ) ઘા પડ્યો હોય તો ગરમ દૂધમાં હળદર મિક્ષ કરીને પીવાથી દુખાવામાં તરત રાહત મળે છે.
 
- હળદરવાળા દૂધનું સેવન કરવાથી સાંધાના દુખાવાથી લઈને કાનના દુખાવામાં આરામ મળે છે. હળદરવાળું દૂધ પીવાથી શરીરમાં લોહીનું પરિભ્રમણ વધી જાય છે જેથી દુખાવો ઝડપથી દૂર થાય છે. 
 
- ગરમ કરેલા દૂધમાં હળદર અને ઘી મિક્ષ કરીને પીવાથી ઉધરસ અને કફ મટે છે. મીઠું અને હળદરવાળો શેકેલો અજમો જમ્યા પીછી મુખવાસ તરીકે ખાવાથી ઉધરસ અને શરદી દૂર થાય છે. હળદર અને સૂંઠ સવાર-સાંજ મધ સાથે ચાટવાથી ઉધરસ મટે છે.
 
All In One: દાદીમાના 20 સર્વશ્રેષ્ઠ દેશી નુસખા છે અતિઉપયોગી18 ) બે ચમચી હળદરને અડધા કપ પાણીમાં ગરમ કરી લેવું. ત્યારબાદ તેમાં કપડાની પટ્ટી પલાળી આંખો પર રાખવાથી આંખોને ઠંડક મળે છે અને આંખો સ્વસ્થ રહે છે.
 
- આંખોમાં બળતરા તથા આંખની આસપાસ કાળા કૂંડાળા થઈ જાય તો રાતના સૂતા સમયે આંખો પર ઠંડા દૂધમાં રૂ પલાળીને રાખવાથી આંખોની ગરમી દૂર થશે અને આંખોની નીચેના કાળા કુંડાળા પણ ધીરે ધીરે દૂર થવા લાગશે.
 
All In One: દાદીમાના 20 સર્વશ્રેષ્ઠ દેશી નુસખા છે અતિઉપયોગી19 ) કાજૂ સ્કિન માટે બહુ ફાયદાકારક હોય છે. કાજૂના દૂધમાં પલાળી તેને પીસી લો અને ચહેરા પર લગાવો. ચહેરો અને ત્વચા ખરબચડી હોય તો કાજૂને રાત ભર દૂધમાં પલાળી દો અને સવારે પીસીને તેમાં મુલતાની માટી અને મધના કેટલાક ટીપા મેળવીને સ્ક્રબ કરો. ત્વચાનો રંગ નિખરશે.
 
- 8-10 દિવસમાં એકવાર ચહેરાને બાષ્પ આપો. તે પાણીમાં ફૂદીનો, તુલસીનાં પાન, લીંબૂનો રસ તથા નમક નાખો. ચહેરા પર બાષ્પ સ્નાન લીધા પછી લેવું, હૂંફાળા પાણીમાં 5 મિનિટ માટે હાથને રાખો. હાથની ત્વચા પણ ચમકી જશે.
 
All In One: દાદીમાના 20 સર્વશ્રેષ્ઠ દેશી નુસખા છે અતિઉપયોગી20 ) આદુ ખાવાથી મોઢાના હાનિકારક બેક્ટેરિયા મરી જાય છે. સાથે જ આદુ દાંતને પણ સ્વસ્થ રાખે છે. આદુનો એક નાનો ટુકડો છાલ કાઢ્યા વિના ગરમ કરી છાલ કાઢી લેવી. ત્યારબાદ તેને મોઢામાં રાખી ચૂસવાથી અંદર જામેલો અને રોકાયેલો ગળફો નિકળી જાય છે અને શરદી અને ઉધરસ પણ મટી જાય છે.
 
- રોજ સવારે ખાલી પેટ હુંફાળા પાણીની સાથે આદુનો એક ટુકડો ખાવાથી ખૂબસૂરતી વધે છે.
-સૂકી ઉધરસમાં તુલસીની કુંપળો અને આદુને સરખે ભાગે વાટીને મધ સાથે ચાટવુ અને આ સિવાય ચાર પાંચ લવિંગ શેકીને તુલસીના પાન સાથે લેવાથી બધી જ જાતની ઉધરસમાં ફાયદો થાય છે.

No comments:

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports