Translate

Friday, September 30, 2016

MF એજન્ટને ચૂકવેલું પુરેપુરું કમિશન જાહેર કરે: SEBI

મ્યુચ્યુઅલ ફંડ્સના સોદામાં ઉચ્ચ સ્તરની પારદર્શકતા આવે તે હેતુથી શેરબજાર નિયમનકારી સંસ્થા સેબીએ એજન્ટ્સને ચૂકવેલું પુરેપુરું કમિશન જાહેર કરવા ફંડ હાઉસિસને જણાવ્યું છે. ફંડ હાઉસ દ્વારા રોકાણકારો મોકલવામાં આવતું કોન્સોલિડેટેડ એકાઉન્ટ સ્ટેટમેન્ટ (CAS) પણ જાહેર કરવું પડશે.

1 ઓક્ટોબરથી મોકલવામાં આવનારા સીએએસ માટે આ લાગુ પડશે. ફંડ હાઉસ તેમજ એસેટ મેનેજમેન્ટ કંપનીઓએ સપ્ટેમ્બર તેમજ માર્ચના અર્ધવાર્ષિક ગાળાના સ્ટેટમેન્ટમાં વિતરકોને ચૂકવવામાં આવેલા સંપૂર્ણ કમિશનની રકમ દર્શાવવી પડશે.

ફન્ડ હાઉસિસે CASમાં કુલ ખરીદ મૂલ્યનો રેશિયો, રોકાણનો ખર્ચ અને પ્રત્યેક સ્કીમ (રેગ્યુલર અથવા ડાયરેક્ટ અથવા બંને) માટે એવરેજ ટોટલ એક્સપેન્સ રેશિયો દર્શાવવાનો રહેશે.

સેબીએ એક પરિપત્રમાં જણાવ્યું હતું કે એજન્ટ્સે ચૂકવેલા સર્વિસ ટેક્સ અને સંચાલન ખર્ચની રકમને ગ્રોસ કમિશનમાં દર્શાવવી પડશે. ફંડ હાઉસ દ્વારા એજન્ટ્સને કરેલી નાણાકીય ચૂકવણી ઉપરાંત ગિફટ, વળતર અને સ્પોન્સર કરાયેલી ઈવેન્ટ્સ પણ કમિશન ગણાશે.

CASમાં ફન્ડ હાઉસિસે સ્કીમ નામ, ફોલિયો નંબર, યુનિટ, એનએવી, કુલ રોકેલી રકમ, માર્કેટ વેલ્યુ, એવરેજ ટોટલ એક્સપેન્સ રેશિયો અને ડિસ્ટ્રીબ્યુટર્સને ચૂકવેલા કુલ કમિશનની જાહેરાત કરવાની હોય છે.

આ પ્રકારના અર્ધવાર્ષિક CAS તમામ મ્યુચ્યુઅલ ફન્ડ રોકાણકારો (જેઓ મ્યુચ્યુઅલ ફન્ડ સ્કીમોમાં કોઇ હોલ્ડિંગ ન ધરાવતા હોય અને જેમાં સંબંધિત સમયગાળામાં ડિસ્ટ્રીબ્યુટર્સને રોકાણ સામે કોઇ કમિશન ન ચૂકવાયું હોય તેવા રોકાણકારોને બાદ કરતાં)ને જારી કરવામાં આવશે.

No comments:

Economic Event Calendar

GMT+5:30 Event Vol. Actual Consensus Previous
Thursday, May 15
07:00 Full-Time Employment 2 59.5K 12.2K Revised from 15.0K
07:00 Part-Time Employment 2 29.5K 24.2K Revised from 17.2K
07:00 Employment Change s.a. 3 89.0K 20.0K 36.4K Revised from 32.2K
07:00 Unemployment Rate s.a. 3 4.1% 4.1% 4.1%
07:00 Participation Rate 2 67.1% 66.8% 66.8%
11:30 Gross Domestic Product (QoQ) 3 0.6% 0.1%
11:30 Gross Domestic Product (YoY) 3 1.2% 1.5%
11:30 Manufacturing Production (YoY) 1 -0.5% 0.3%
11:30 Manufacturing Production (MoM) 2 -0.5% 2.2%
11:30 Industrial Production (MoM) 2 -0.5% 1.5%
Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener