Translate

Monday, September 5, 2016

છેલ્લાં 25 વર્ષમાં ઇક્વિટીઝ સર્વશ્રેષ્ઠ એસેટ ક્લાસ

ઇક્વિટીઝ છેલ્લાં 25 વર્ષ દરમિયાન માત્ર ભારતીય સંદર્ભમાં જ નહીં પણ વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં પણ સર્વોત્તમ એસેટ ક્લાસ રહી છે. સેન્સેક્સ અને નિફ્ટી સરેરાશ 12 ટકાથી વધુના વળતર સાથે વિશ્વના ટોચના 10 ઇન્ડાઇસિસ પૈકી સેકન્ડ બેસ્ટ પરફોર્મર રહ્યા છે.

ચીનનો શાંઘાઇ કમ્પોઝિટ ઇન્ડેક્સ 25 વર્ષના ગાળામાં 12.9 ટકાનો સીએજીઆર દર્શાવીને વિશ્વના ટોચના 10 ઇન્ડાઇસિસ પૈકી ટોચના સ્થાને રહ્યો છે, એવું સેન્ટ્રમ ગ્રૂપ દ્વારા કરાયેલા વિવિધ એસેટ ક્લાસ તથા તેમના વળતરના વિશ્લેષણમાં જણાવવામાં આવ્યું છે. આ માહિતીમાં 31જુલાઈ 2016ના રોજ સમાપ્ત થયેલા ૨૫ વર્ષના સમયગાળાને આવરી લેવાયો છે અને તેને સ્થાનિક ચલણના સ્વરૂપમાં સરખામણી કરાઈ છે.

ઇક્વિટીઝે અન્ય તમામ એસેટ ક્લાસને સજ્જડ હાર આપી છે તે અમારો અભ્યાસ પુરવાર કરે છે. ચલણો હોય કે કોમોડિટીઝ અથવા રિયલ એસ્ટેટ - ઇક્વિટીઝ તમામ કરતાં મોટા માર્જિનથી આગળ છે. આ પૈકીના અમુક એસેટ ક્લાસે ટૂંકા ગાળામાં ઊંચાં વળતર આપ્યાં છે, પણ લાંબા ગાળે ઇક્વિટીઝ જ જીતી છે, એવું સેન્ટ્રમનાં વિશ્લેષકો શ્વેતા ચાવલા તથા સિદ્ધાર્થ ખેમકાએ જણાવ્યું હતું.

છેલ્લાં 25 વર્ષમાં સેન્સેક્સે 12 ટકાનો CAGR દર્શાવ્યો છે, તેવા સમયે નિફ્ટીમાં પણ 12.1 ટકાનો દર નોંધાયો છે. ડોલરના સ્વરૂપમાં આ દર વ્યક્તિગત ધોરણે 7.9 ટકાનો છે. આની સામે શાંઘાઇ ઇન્ડેક્સે ઉપરોક્ત સમયગાળામાં ડોલરના સ્વરૂપમાં 11.9 ટકાનો દર દર્શાવ્યો છે.

છેલ્લાં 10 વર્ષમાં સેન્સેક્સ અને નિફ્ટી અનુક્રમે 10.1 ટકા અને 10.7 ટકા સાથે ચાર્ટમાં મોખરે રહ્યા છે, જ્યારે શાંઘાઇ ઇન્ડેક્સે 6.7 ટકાનો દર દર્શાવ્યો છે. પાંચ વર્ષના ગાળામાં સ્થાનિક ઇન્ડાઇસિસ અનુક્રમે 9.1 તથા 9.6 ટકાના દર સાથે બીજા સ્થાને રહ્યા છે. નિક્કી અને S&P 500 10.9 ટકાના રિટર્ન સાથે મોખરે રહ્યા હતા, જ્યારે ડાઉ જોન્સ 8.8 ટકા સાથે ત્રીજા સ્થાને રહ્યો હતો.

No comments:

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports